Jivan Amrut - 1 in Gujarati Motivational Stories by soham brahmbhatt books and stories PDF | જીવન અમૃત - 1

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

જીવન અમૃત - 1

''જીવન અમૃત''

સોહમ બ્રહ્મભટ્ટ

How to become a Storage ? જે આ વિકસતી દુનિયાનું સર્વસામાન્ય પ્રશ્ન બની ચુક્યો છે..આજનો દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ચિંતામાં વ્યાકુળ રહી પોતાનું સંપૂર્ણ જીવન ખત્મ કરી નાખે છે. જેમાં તે અનેક સમસ્યાનો સામનો કરે છે. જીવનના હર એક મુકામને હાસિલ કરવા બનતી દરેક કોશિશ કરતો રહે છે...આજની દુનિયાનો નિયમ છે પરિવર્તનશીલતા અને પ્રગતિશીલતા...તો આજની આ દુનિયાથી લડવા મનોબળ કેવી રીતે મજબુત કરવું ..જીવનમાં હાર છતાં એ હારને જીતમાં કેમ પરિવર્તન કરવી એ દરેક બાબતોની અહિયાં ચર્ચા કરીશું....સાથે સાથે શરીરમાં થતી અનેક બીમારીઓનો નીચોડ પણ લાવીશું.....

મેં વાંચન કરેલા વેદ , પુરાણો , ઉપનિષદો તથા અન્ય ધાર્મિક ગ્રંથ પરથી તમારી સમક્ષ એક એવી વાત કે જે તમારું જીવન બદલી નાખશે...આ જીવન બદલવાના ઉપાયો અલગ અલગ ભાગ દ્વારા રજુ કરીશ...

૧. મનથી મજબુત કેવી રીતે થવું ?

પહેલા આપણે જોઈએ કે મનને શાંત કેવી રીતે કરવું ? જીવનને શાંતિમય અને સુખમય બનાવા પહેલા મનનું શાંત હોવું જરૂરી છે...ભલે તમારી પાસે અઢળક ધન સંપત્તિ હોય પણ મન શાંત નહી હોય તો એ બધું જ ધન નકામું છે..સાચા સુખની અનુભૂતિ તો મનની શાંતિથી જ પ્રાપ્ત થાય છે..તો મનને શાંત કરવાના ઉપાયો જોઈએ...

પહેલો ઉપાય :- મૌન વ્રત ધારણ કરો..

મૌનવ્રત નું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ ઘણું છે...મૌન વ્રતનું પાલન શું કામ કરવું જોઈએ?

જે વ્યકિત મૌનવ્રતનું પાલન કરે છે તે વ્યક્તિનું મન ધીમે ધીમે શાંત થવા લાગે છે....મનમાં રહેતા ખોટા વિચારો , ખરાબ સંસ્કારો આ વ્રતના પાલનથી દુર થાય છે કારણકે મૌનવ્રત કરવાથી આપણે આપણા મનને એક મોકો આપીએ છીએ જે કઈ આપણા જીવનમાં ઘટિત થઇ રહ્યું છે તેના વિશે વિચારવાનું...આપણા જીવનના દરેક મુશ્કેલ લગતા પ્રશ્નોનું નિરાકરણ થઇ શકે છે....અને ધીમે ધીમે આપણું મન નિર્મળ થવા લાગે છે..

અને જો એવા કોઈ વ્યક્તિ જે કામવાસના , ભોગવિલાસી, દિનચર્યામાં ન માનવા વાળા, આળસુ , નાસીપાસ થઇ જનારા તથા ખરાબ સંસ્કારોનું પાલન કરે છે એવા મન વાળા માનવી પહેલાથી જ દુષિત હોય છે.. જો તે વ્યક્તિ શરૂઆતમાં આ વ્રતનું પાલન કરશે તો એ વ્યક્તિના મનમાં એક એવી આગ લાગશે જે આ વ્રત કરવા એને રોકશે કે ‘’રહેવા દે કોઈ જ ફાયદો નથી થવાનો આ વ્રત કરવાથી ‘’ કારણકે એના મનમાં રહેલા દુષ્ટ વિચાર , સંસ્કાર , અન્ય બાબતો મનને ગુલામ બનવા રોકશે..આવા વ્યક્તિનું મન અમુક સમય સુધી અસ્થિર થઇ જશે....વિચારોના સમુદ્રમાં ડૂબી જશે..

પરંતુ તમારે મનની વાત પર ધ્યાન ન રાખી મૌનવ્રતનું પાલન કઠોરતાથી કરવું...કારણકે આપણા મનમાં રહેલા વિચારો આપણે સ્થિર થવા નહિ દે...તો જયારે મૌનવ્રત ધારણ કરો અને વિચારના વમોળમાં આકુલ વ્યાકુળ થઇ જાવ ત્યારે હાથમાં માળા લઇ મંત્ર જાપ કરો...કોઈ પવિત્ર સ્થાન પર સિદ્ધાસન અથવા પરમાસનમાં આંખ બંધ કરી ...ઈશ્વરનું નામ લેવાથી મનની વ્યાકુળતા દુર થશે...કોઈ ધાર્મિક પુસ્તક વેદ , ઉપનિષદ , પુરાણ કે તમને મન ગમતા કોઈ સારા પુસ્તકોનું વાંચન કરો..આ કરવાથી તમારા મનમાં શાંતિ આવી જશે....

આજના યુગમાં મૌનવ્રત ધારણ કરવું કઠીન છે ...પરંતુ જ્યાં જરૂર પડે ત્યાં જ બોલવાની આદત કેળવો વધારાની ચર્ચા કરવાનું ટાળો...આધ્યત્મિકતામાં રસ દાખવી મનને સ્થિર કરો...જેનાથી તમારા જીવનના દરેક ધ્યેયને હાંસલ કરવા સહેલા થઇ જશે....શરીરમાં રહેલી આળસ દુર થશે ..કોઈ નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત થશે.. અને સફળતા તમારી ગુલામ બનશે...

બીજો ઉપાય : સાત્વિક આહાર

એક કહેવત છે ‘’જેવું અન્ન એવું મન....’’ એટલે સાત્વિક ભોજન ન જ ગ્રહણ કરો...નશીલા પદાર્થો થી દુર રહો...વધારે પડતું ભોજણ ગ્રહણ ના કરવું જોઈએ ..આપણા પુરાણો તથા પહેલાના ઋષીઓ પણ કહી ગયા છે કે ભોજન પ્રસાદ સમજી ગ્રહણ કરવું જોઈએ...શરીરમાં આહાર , વાયુ , પાણીનું સંચાલન વ્યવસ્થિત કરવા સાત્વિક ભોજન જ શ્રેષ્ઠ છે...સાત્વિક ભોજન કરવાથી મનમાં સારા ભાવો ઉત્પન્ન થાય છે ક્રોધ , આળસ નો ત્યાગ થાય છે...

ત્રીજો ઉપાય :- ધ્યાન કરો..

દરેક વ્યક્તિએ દિવસમાં બે વાર ધ્યાન કરવું જોઈએ ..સવારે વહેલા બ્રહ્મમૂર્તમાં જાગી ને અથવા સવારે વહેલા ઉઠી ૩૦ થી ૪૦ મિનીટ ધ્યાન કરવું જોઈએ....તથા રાત્રે સુતી વખતે ૩૦ થી ૪૦ મિનીટ ધ્યાન કરવું જોઈએ જેનાથી મનમાં રહેલી વ્યાધિઓ દુર થાય છે અને સારા ભાવોનું નિર્માણ થશે..મનની અવસ્થા જાગ્રત બની તમને સતત પ્રેરણાદાયી બનાવશે....જેવી રીતે આપણે મોબાઈલ ને ચાર્જ કરી છીએ એવી જ રીતે ધ્યાન કરવાથી આપણી આખી બોડી ચાર્જ થઇ જાય છે...નિત્ય ધ્યાન કરવાથી મનમાં રહેલા ખરાબ વિચારો દુર થઇ મન શાંત અને સ્થિર બને છે...

ચોથો ઉપાય :- સારા લોકોની સંગત કરો.

ગુજરાતીમાં કહેવત છે જેવી સંગત તેવી અસર....જે લોકો નકારાત્મક વિચારો વાળી વૃતિ રાખે છે...ખરાબ સંસ્કારો મનમાં રાખે છે ...તેવા લોકોની સંગત કરવી જોઈએ નહી ..જોઈ કોઈ કારણસર એવી વ્યક્તિ સાથે સંપર્ક સધાય તો માત્ર વ્યવસાય કે કામ પુરતી જ સીમિત રાખવી જોઈએ.....જો શક્ય બને તો આવા વ્યક્તિઓથી દુર રહેવું અનિવાર્ય છે...કારણકે આવા લોકો પાસે બેસવાથી એની વાતો સાંભળવાથી મનમાં ખોટા વિચારો ઘર કરશે અને મનને અસ્થિર બનાવશે..

આ ભાગમાં આપણે મનને સ્થિર કરતા શીખ હવે મનને સ્થિર કરી તેને મજબુતી કેમ આપવી એ હવે આપણે આગળના ભાગ માં જોઈશું તો વાંચતા રહો અને તમારા અભિપ્રાય અમને જણાવો...