Mommy Daddy in Gujarati Short Stories by Darshita Babubhai Shah books and stories PDF | મમ્મી પપ્પા

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

મમ્મી પપ્પા

આત્મમંથન - series

મમ્મી પપ્પા

અહીં આવજો, ફોર્મ ભરી આપો.

શું સગા થાવ તમે પેશન્ટ નાં ?

ભાઈ

શું થયું છે બેન ને? માથામાં વાગ્યું છે.

કેમ કરતાં ? 

ખબર નહી તેના સાસરે થી લાવ્યો છું.

બ્લડપ્રેશર ?

ખબર નહી?  મળ્યું નથી.

ઉલટી થયેલી ? 

ખબર નથીબેહાશી?

 

હા  અડધો કલાક પહેલા સાવ સારું હતું. પછી ખબર નહી અચાનક બેભાન થઈ.

ઓકે . એમના પતિને બોલાવો. 

આવે છે હમણાં. હું મારતે ગાડીએ મારી બહેનને લઈને આવ્યો છું.

જલ્દી કરો!

એમને તાત્કાલિક આઇ. સી. યું માં દાખલ કરવા પડશે. 

હા જલ્દી કરો.

 

અનિતાની આંખો બંધ કરી હતી બેભાન હતી. પરંતુ તેણી આ વાતચીત સાંભળી શકતી હતી. અને અચાનક તે કોમાં માં સરી પડી. અને કશું યાદ ન હતું. બેહોશી પહેલાની પરિસ્થિતિ ઘટના બનાવ કશું યાદ નહોતું . તે અચાનક જ કોમા માં સરી પડી. ડોક્ટર આઈ. સી. યુ માં તેણીને તપાસ કરવા આવ્યો. ત્યારે તે કોમામાં હતી. ડોક્ટર અનીતાના પતિ અને ભાઇ સાથે આ પરિસ્થિતિ અંગે પૂછપરછ કરી રહ્યા હતા. અને કોમામાં સરી જવાનું કારણ જાણવાની કોશિશ કરતા હતા. પરંતુ તેણીને ભાઈ મહેશ ને તો જાણ નહોતી. તેણે ચૂપ રહેવાનું પસંદ કર્યું.   ડોક્ટરે પ્રશ્નોની ઝડી તેણીના પતિ ગિરીશ પર વરસાવી . ગિરીશ મુક બની ઊભો રહ્યો હતો. તેની પાસે કોઈ જવાબો નહોતા. ડોક્ટર શિરીશે પોતાનું કામ ચાલુ કરી દીધું. અનિતાને તાત્કાલિક સારવાર ચાલુ કરી દેવામાં આવી. નર્સો ને સૂચના અપાતી જતી હતી. તે પ્રમાણે તેણી ઓ દવાઓના ઈન્જેકશનો તૈયાર કરતી હતી. મહેશ અને ગિરીશ આઇ. સી. યુ ની બહાર ચિંતામાં ડૂબેલા ઊભા હતાં. મહેશ ની પત્ની બાકડા પર બેસીને આંસુ સારતી હતી. ત્યાં તો અનિતાની બીજી બે બહેનો આવી પહોંચી. કોણ કોને સાત્વના આપે. બધાં જ ભાગી પડેલા હતાં. બસ ડોક્ટર બહાર આવી સારા સમાચાર આપે તેવી આશામાં બધાં સમય પસાર કરતા હતા. અનિતાના પિતાનાં વારંવાર ફોન મહેશ પર આવતા. મહેશ પિતાને ખોટું બોલી ઠંડો પાડતો. તેણે પિતાને જણાવ્યું કે તમારી દીકરી મજામાં છે. થોડાં ટેસ્ટ કરવાના હતા એટલે હોસ્પિટલ લાવ્યાં છે. તમે ઘરે શાંતિથી ભગવાનનું નામ લો. હોસ્પિટલ આવવાની જરૂર નથી. આટલું બોલતાં મહેશ ને જનમોજનમ નો થાક લાગ્યો. પોતાની સખત વેદના અને આંસુઓને છૂપાવી પિતા સાથે વાત કરી રહ્યો હતો. પિતાને સાચી પરિસ્થિતિ ની જાણ ન થાય તે માટે અવાજ પર કાબુ રાખ્યો હતો. ગિરીશ મુંગા મોઢે કોરિડોર માં આંટા મારી રહ્યો હતો. તેના બે દિકરા ઘરે હતાં જે પિતા સાથે હોસ્પિટલ આવ્યા ન હતા. ડરી ગયા હતા. ગભરાઈ ગયા હતા ? પરિસ્થિતિને છુપાવા માંગતા હતા ? માતા માટે લાગણી ન્હોતી ?  આ બધાં પ્રશ્નો મહેશ અને તેની પત્ની અને બહેનો ને મનમાં ચાલ્યાં કરતાં હતાં. ગિરીશ નાં ફોન થી મહેશ અને તેની પત્ની અનિતા નાં ઘરે પહેરેલ કપડે દોડ્યાં હતાં. અમંગળ ની જાણ થઈ ગઈ હતી. અનિતા નાં ઘરે પહોંચતા જ મહેશ બૂમો મારી અનિતા , અનિતા પણ કોઈ જવાબ ના મળ્યો. ગિરીશ એ  જણાવ્યું અનિતા ઉપરના માળે તેના બેડરૂમ માં છે. મહેશ અને ગિરા દોડી કે કૂદકા મારી તેના બેડરૂમ માં પહોંચ્યા. જોયું તો અનિતા બેહોશ હતી. મહેશ તેને ચાર લાફા માર્યા કાંત માં તેના નામની બૂમો પાડી પરંતુ અનિતા રિસ્પોન્સ આપતી ન્હોતી. મહેશ ગિરા ને લગભગ ચીસ પાડીને જણાવ્યું કે ગીરા ચલ ઉચક બહેન ને આપણી ગાડી માં હોસ્પિટલ લઈ જઈએ. એમ્બ્યુલન્સ બોલાવવાનો સમય નથી. આપણે એને તાત્કાલિક દાખલ કરવી પડશે. અનિતા નું શરીર ભારે હતું વળી બેહોશ હતી. મહેશ અને ગિરા ને જાણે ભગવાને તાકાત આપી હોય તેમ ઉપરના માળે થી તેણીને ઉંચકીને લાવી ને ગાડીમાં સુવાડી દીધી. ગિરીશ અને તેના બે બાળકો મુક થઈ જોયા કરતાં હતાં. મહેશ એ ગિરીશ ની સામુ જોયા વગર ગાડી તરફ મારી મૂકી અને ગિરા ને જણાવ્યું આપણા ફેમિલી ડોક્ટર ને ફોન કર અને પૂછ અનિતા ને કઈ હોસ્પિટલ માં લઈ જઈએ. 

 અનિતા બેહોશ થઈ ગઈ છે તેમ જણાવજે '

ગિરા ડો. શીરીષ ને ફોન લગાવ્યો' 

ડૉ. સાહેબ હું ગિરા મહેશ ની પત્ની બોલું છું '

ડૉ બોલ્યા હા બોલો બેન'

સાહેબ અનિતાબેન બેહોશ થઈ ગયા છે. મહેશ પૂછે છે કઈ હોસ્પિટલ માં લઈ જઈએ?

મહેતા હોસ્પિટલ હું ત્યાં 10 મિનિટ માં પહોંચું છું'

હા આભાર ડો સાહેબ' 

મહેશ એ ગિરા ની વાતો સાંભળી હતી તેણે ગાડી મહેતા હોસ્પિટલ તરફ વાળી અને સિગ્નલો તોડી ને ગાડી 120 ની ઝડપે ચલાવી ત્રણ મિનીટ માં હોસ્પિટલ પહોંચી ગયો. મહેશ દોડી ને સ્ટ્રેચર લઈ આવ્યો . એને અને ગિરા એ અનિતાબેન ને સ્ટ્રેચર માં સુવાડી હોસ્પિટલ માં અંદર લઈ ગયા. ત્યાં દરવાજા માં ડૉ. શિરીષ ભાઈ રાહ જોતા હતા. આવી ગયા મહેશભાઈ ચલો તમારી બેન ને આઈ. સી યુ. માં જ દાખલ કરી દઈએ છીએ તમે ચિંતા ન કરતા હું બધું સંભાળી લઈશ.

હા કહી મહેશ અને ગિરા રડી પડ્યા ત્યાં પાછળ જ ગીરીશ આવી પહોંચ્યો. તેણે ગાડી ની પાછળ પોતાનું સ્કૂટર મારી મૂક્યું હતું.

ડૉક્ટર ચિંતા ન કરતાં બોલી ને આઈ. સી. યુ. તરફ ધસી ગયા.

મહેશ અને ગિરા એકબીજાને સત્વના આપવાં લાગ્યા.

ગિરીશ મનમાં વિચારી રહ્યો હતો આ શું થઈ ગયું?  એના મોઢા પર ચિંતા દેખાઈ આવતી હતી. આમને આમ અડધો કલાક કલાક પસાર થઈ ગયો. અને આઈ. સી. યુ. નું બારણું ખુલ્યું . ડોક્ટર બહાર આવ્યા અને મહેશ તરફ ચાલવા લાગ્યા. મહેશભાઈ અનીતા બેન કોમામાં સરી ગયાં છે અને તેમની સારવાર ચાલુ કરી દીધી છે. ભગવાનને પ્રાર્થના કરો. અમારા થી બનતા બધા ઈલાજ અમે ચાલુ કરી દીધા છે. તમે કાઉન્ટર પર જઈ ફોર્મ ભરી દો અને ૨,૦૦,૦૦૦  રૂપિયા જમા કરાવી દો. તેણીને ૧૫ દિવસ આઈ. સી. યુ.માં રાખવી પડશે. ગિરીશ પણ ડૉક્ટર ની વાત સાંભળી રહ્યો હતો. મહેશ વિના વિલંબ કાઉન્ટર પર જઈ ફોર્મ ભરવાનું ચાલું કર્યું અને ગીરીશ એ રૂપિયા ની સગવડ કરવા માંડી. બધી કાર્યવાહી માં ત્રણ કલાક લાગ્યાં. અનીતા કોમામાં હતી. આઇ. સી. યુ.ની બહાર ગિરા અને અનિતા ની બહેનો ચિંતા કરતી બેઠી હતી. અનિતા ને કોઈને મળવાની રજા અપાઈ ન્હોતી. આઈ. સી. યુ. ની બહાર નું વાતાવરણ ખૂબ જ ચિંતા જનક હતું. કોણ કોને સાંત્વના આપે. અનિતા ની આ સ્થિતિ નું કારણ પણ કોઈ જાણતું નહોતું. ગિરીશ ને અત્યારે કશું પૂછી શકાય તેમ નથી નઈ ' ગિરા બોલી.

' ના' અનિતા ની બન્ને બહેનો બોલી ઉઠી

             ( મીરા અને નીતા પણ ખૂબ જ અવઢવ માં હતી. સતત રડી રહી હતી. ભગવાનને પ્રાર્થના કરી રહી હતી.)

 

આઈ. સી. યુ. માં અનિતા કોમમાં હતી. તેણી આજુબાજના અવાજો ક્રિયાઓને અનુભૂતિ કરી રહી હતી પરંતુ તેનો પ્રતિસાદ ન્હોતી કરી શકતી એને ડોક્ટરો નાં અવાજો નાં પડઘા પડતા. નર્સો ની દોડાદોડ ખલેલ પહોંચાડતી. તેણી ખૂબ જ આરામ કરવા માંગતી. ડોક્ટરો અને નર્સો તેણી સાથે શું કરી રહ્યા હતા. તેણીને કંઇ જ ભાન ન્હોતું. બસ તેણી બેહોશ થતાં પહેલાની ઘટના યાદ કરવાની કોશિશ કરી રહી હતી પરંતુ બધું વ્યર્થ હતું અંધકાર ઘેરો થતો લાગતો હતો.

                  બહાર મહેશ આટા મારી રહ્યો હતો અને પોતાની બહેનની આ દશા માટે નાં કારણો જાણવાની કોશિશ કરી રહ્યો હતો. તેને ગિરીશ સાથે વાત પણ ન્હોતી કરવી છતાં તે ગિરીશ તરફ વળ્યો અને પૂછવા લાગ્યો. 

' અનિતા ને શું થયું હતું?

' કેવી રીતે બેહોશ થઈ? 

' કેટલાં વાગ્યા હતાં?

 પ્રશ્નો ની હારમાળા કરી દીધી હતી પરંતુ ગીરીશ મૌન હતો.

 ' ખબર નહી ' ગીરીશ બોલ્યો

 ' તેણી ઉપરના બેડરૂમ માં હતી'

' હું અને બાળકો નીચે ચા પીતા હતા

બે કલાક થયાં છતાં તેણી નીચે ન આવી એટલે અમે ઉપર ગયાં ત્યાં જોયુ તો તેણી બેહોશ હતી એટલે મેં તમને ફોન કર્યો ગિરીશે જણાવ્યું. 

મહેશ ચૂપચાપ ગિરીશ ની વાત સાંભળી રહ્યો હતો. ગિરા મિતા અને નીતા આ વાર્તાલાપ સાંભળી રહી હતી.

                     આખરે આઈ. સી. યુ.ની બહાર ડૉક્ટર શિરીષ આવ્યા અને બોલ્યા " ચિંતા ન કરો , ભગવાન ને પ્રાર્થના કરો , અનિતા બચી જાય ' આ સાંભળી મહેશ પણ ચિંતા માં ડૂબી જાય છે. પોતાની સૌથી પ્યારી બહેનની આ હાલત થઈ. હવે ક્યારે તેણી કોમા માંથી બહાર આવશે તેનો જવાબ કોઈ ની પાસે નાં હતો. બે મિનીટ માં તેણે પોતાની જાત સંભાળી લીધી. આવનાર દિવસો માટે તેણે પોતાના મનને તૈયાર કરી લીધું. અને મનોમન નિર્ણય લઈ લીધો ગમે તે થાય મારી બહેન કોમા માંથી બહાર લાવી ને જપીશ. દિવસ- રાત ભગવાનને પ્રાર્થના કરીશ તેનો સારા માં સારો ઈલાજ કરીશ , રૂપિયા સામુ નહી જોઉં. બસ એ એક જ કામ જ્યાં સુધી મારી બહેન સાજી નહી થાય ત્યાં સુધી હું જંપી ને બેસીશ નહી. તેને ગિરા, મિતા અને નીતા ને કહી દીધું તમે ઘરે જાઓ હું અહી છું. હું અહીંથી ઘરે મારી બહેન સાથે આવીશ. તમે લોકો ઘર અને આપણા પિતા બાળકો સંભાળશે. ગીરીશ ને પણ ઘરે જવાનું કહ્યુ હતુ. 

' હું અહી બેઠો છું' ગીરીશ બોલ્યો ' ના ' અહીં જરૂર નથી તમે તમારું ઘર સંભાળો તમારા મમ્મી પણ બિમાર છે. બાળકો પણ તમારી રાહ જોતા હશે ' મહેશ. ઘરે જવાનું મન નથી પરંતુ તમે કહો છો એટલે એક કલાક માં પાછો આવું છું. તમારા માટે ચા- નાસ્તો લઇને. હવે આપણે બધાં એ પોતાની તબિયત સાચવવી પડશે' ગીરીશ. 

               બધાં ઘરે જવા નીકળ્યા. મહેશ હોસ્પિટલ નાં નીચેના માળે કેન્ટીનમા જઈ ચા પીવા બેઠો અને વિચારવા લાગ્યો . બસ એતો પોતાની વ્હાલી બહેનને જલ્દી માં જલ્દી ઘરે લઈ જવા માંગતો હતો. આમને આમ દિવસો પસાર કેમ થશે. રૂપિયાની ચિંતા નથી પરંતુ તેણીને કેવી રીતે સાચવીશું . ચા પતાવી તરત જ આઈ. સી. યુ. તરફ દોટ મૂકી અને ડૉક્ટર ને પૂછી અનીતા ને જોવા અંદર ગયો. તેને અનિતા- અનિતા ની બૂમો મારી ચૂટલો ભર્યો. કાનમાં ધીમે થી અનિતા કહ્યું પરંતુ કોઈ જવાબ ન મળ્યો. તે અનિતા નાં બેડ ની બાજુ ની ખુરશી માં બેસી ગયો. ત્યાં નર્સ આવી પહોચી. દર્દી ને દવાની ડ્રિપ ચઢાવવાની છે નીચે દવાની દુકાન માં આ લિસ્ટ મુજબ દવાઓ લાવી આપો' નર્સ.

' હા ' મહેશ

                    દવાઓ ખરીદી ને તેને નર્સ ને આપી અને પૂછ્યું મારી બહેન જલ્દી સાજી થઈ જશે ને ? મહેશ.

 

             ભગવાનને પ્રાર્થના કરો બાકી તેણીનો સારા માં સારો ઈલાજ થઈ રહયો છે' નર્સ.

 

                 મહેશ ચૂપચાપ આઈ.સી. યુ . ની બહાર જઈ બેસી ગયો. અને ઘરે મોબાઈલ ફોન જોડ્યો ગિરા એ ફોન ઉપાડ્યો. 

                   કેમ છે ? અનિતા બેન ને ગિરા 

          ' એવુ ને એવું' મહેશ

     ' હ મ મ ' ગિરા

      પપ્પા અને બાળકો શું કરે છે ? મહેશ

    ' બેઠા છે ' ગિરા.

    બધાનું ધ્યાન રાખજે ' મહેશ

   ' હા ' ગિરા

મહેશ એ ફોન મૂકી દીધો. ડૉ. શિરીષ રાઉન્ડ પર આવ્યાં હતા. તેમણે અનિતા ને ચેક કરી.

 

     કેમ છે?  અનિતા' મહેશ

 ' એવું ને એવું ડૉક્ટર 

 

સુધારો લાગે છે , મહેશ

' વાર લાગશે આપણે ટ્રીટમેન્ટ ચાલું કરી દીધી છે , ચિંતા ના કરો '  ડોક્ટર 

                ડૉક્ટર આટલું બોલી નીકળી ગયા ત્યાં તો ગિરીશ ચા- નાસ્તો લઈને આવી પહોંચ્યો અને મહેશ ને કહ્યું ચલો કેન્ટીન માં બેસી થોડું ખાઈ લો.

   ' મને ભૂખ નથી ' મહેશ 

 ' એવું ના ચાલે' ગિરીશ

 ' ના ' મહેશ 

 ' ચલો ' ગિરીશ

                  બન્ને જણ કેન્ટીન માં જઈ ચા- નાસ્તો કર્યો. બન્ને ચિંતા માં હતાં કોણ કોને આશ્વાસન આપે. છતાં બન્ને જણ પોતાની જાત ને સંભાળવાની કોશિશ કરતાં.

હોસ્પિટલમાં કેટલાં દિવસ અનિતા ને રાખવી પડશે. તેથી એ બન્ને અજાણ હતા. કોમાનું દર્દી ક્યારે ભાનમાં આવે તે કોઈ કહી ના શકે. સાત્યત લેવા જેવું કંઈ હતું પણ નહી . પરંતુ બન્ને જણ નક્કી કરી લીધું , ગમે તે થાય થાય અનિતા ને કોમામાંથી બહાર લાવવા જે કરવું પડે તે કરી છુટશું. હોસ્પિટલમાં કોણ રોકાશે. શું શું જોઈશે . વળી આ એક દિવસ ની વાત નથી. સમય અને દિવસ ની ગણતરી ન્હોતી કરવાની. ભરપૂર હિંમત અને ધીરજ ની જરૂર હતી. જે    દરેકે જાતે જ એકઠી કરવાની હતી. મહેશ, ગિરા , ગિરીશ , મિતા , અને નીતા. દરેક પોતાની જવાબદારી સંભાળી લીધી હતી. અનિતા પાસે બપોરે વારાફરતી ગિરા , મિતા , નિતા  રહેતા. ગિરીશ પણ દિવસ નો ઘણો ખરો વખત હોસ્પિટલમાં રોકાતો. મિતા  અને નીતા સતત અનિતા ને જૂની વાતો કહેતા અનિતા સાંભળતી હોય કે નહી તેની જાણ તેણીને ન્હોતી પરંતુ તેઓ પ્રયત્ન કરતા કે અનિતા ને કોમામાથી બહાર લાવી શકાય. ઘરની વાતો બાળકો નાં જન્મ નાં દિવસો , સ્કૂલ નાં દિવસો બાળપણના દિવસો વગેરેની વાતો કરતી. ગિરા પણ અનિતા ને કાનમાં કરતી. બહેન બાળકો તમને ખૂબ પ્રેમ કરે છે. મમ્મી ના હાથ ની

રસોઈ ખાવી છે એમ કહેતા રહે છે જલ્દી સાજા થઈ જાઓ તો સારું હજુ બાળકો ને જણાવવાના છે. પરણાવવાની છે બેન ચલો ઘરે ચલો. ઘણીવાર અનિતા સાથે વાતો કરવામાં આ ત્રણેય જણા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. મોબાઈલ પર અનિતા નાં પપ્પા અને સાસુ સાથે પણ વાત કરાવવાની કોશિશ કરે છે. મોબાઈલ અનિતા ના કાને ધરી રાખે છે જેથી અનિતા બરાબર સાંભળી શકે. દરેક જણ પોતાનાથી બનતા બધા પ્રયત્ન કરે છે , અને બરાબર પંદર માં દિવસે અનિતા એકદમ બોલી ઉઠે છે. 

             ' પપ્પા '