Come back Rishi - 1 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | પાછો આવી જા ઋષિ! - 1

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

પાછો આવી જા ઋષિ! - 1

પાછો આવી જા ઋષિ! - એક સસ્પેન્સ થ્રીલર ફેમિલી ડ્રામા


"હેન્ડસ અપ! કોઈ પોતાની જગ્યાથી હલે નહિ!" એક ઘેરા અવાજે એ અંધારા ઓરડામાં રહેલા બધાં ને બિલકુલ ડરાવી જ મૂક્યા હતા! અવાજ કમિશ્નરનો હતો!

"મારા... મારા... ઋષિને મારા ઋષિને કઈ જ ના કરતા..." અતિશય ચિંતાતુર અવાજ એ મિસ્ટર દેસાઈનો હતો! એ કોઈ પણ હાલતમાં એમના એકના એક પૌત્ર ને કોઈ પણ ઇજા નહોતા પહોંચાડવા માંગતા!

"હથિયાર નીચે..." કમિશનરે કહ્યું તો એ ગુંડાઓએ હથિયાર નીચે મૂકવા જ પડ્યા! કમિશનર બીજા પોલીસ ઓફિસરો સાથે આવી ગયા હતા.

🔵🔵🔵🔵🔵

મિસ્ટર દેસાઈનું નામ શહેરના જાણીતા બિઝનેસમેન માં આવે છે. એમને જેટલું હાસિલ કર્યું એનાથી ઘણું તો ખોયું! પોતાની પત્નીને જ એમને કેન્સરના સકંજામાં મરતા જોઈ! આખાય પરિવારને સાથે જોવાની ઇરછા વાળા એમને બધાને એક પછી એક દૂર જતાં જોયા!

મોટો છોકરો વિદેશમાં બિઝનેસ માટે ચાલ્યો ગયો તો ઘરમાં બસ એમના નાના છોકરાનું પરિવાર અને પોતે એ જ રહ્યાં!

મિસ્ટર દેસાઈ ના નાના છોકરાં વિપુલનું સંગીતા સાથે ક્યારેય બન્યું જ નહિ! એ તો એમના છોકરા ઋષિને પણ એમની સૌથી મોટી ભૂલ માનતા હતા! બંને વચ્ચે કેટલાય સમય સુધી ઝઘડાઓ ચાલતા જ રહ્યા! સંગીતાને ખરેખર તો એની પર જરાય વિશ્વાસ જ નહોતો.

આ બાજુ બંને દાદા અને પૌત્રની મિત્રતા વધતી જ ગઈ! બંને એકમેકના સારા સાથી બની ગયા! બંને એકબીજાની કાળજી કરતા અને મિસ્ટર દેસાઈને તો એમના ઋષિ માં જ એમનું આંખું કુટુંબ દેખાતું!

એક દિવસ એક એવી ઘટના થઈ જે કોઈએ ક્યારેય નહોતું વિચાર્યું! કોઈ બીજી છોકરી સાથે વિપુલ ભાગી ગયો હતો, એ સમાચાર સાંભળીને સંગીતા પણ એના મમ્મી ના ઘરે જવા તૈયાર થઈ જાય છે! ત્યારે ઋષિ એણે એની સાથે જવા સાફ સાફ ના કહી દે છે!

સંગીતા ને એમ પણ પહેલેથી ઋષિ પર ઓછો જ મોહ હતો! એ એણે ત્યાં જ એના દાદા સાથે છોડીને ચાલી જાય છે! ત્યારે માવતરનું એક રૌદ્ર સ્વરૂપ બંનેએ જોયું હતું!

બધું બિલકુલ ઠીક જ ચાલી રહ્યું હતું; પણ એક દિવસ અચાનક જ ઋષિ એના રૂમમાંથી ગાયબ થઈ જાય છે! મિસ્ટર દેસાઈ પર તો જાણે કે આભ જ આવી પડે છે! એ શહેરના મીશનરને ખુદ એણે શોધી લાવવા કહે છે.

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઈમેકસ)માં જોશો: તેઓ જેવા જ રૂમમાં દાખલ થાય છે... આખોય રૂમ અંધારાથી ઘેરાયેલો હોય છે!

"હેન્ડસ અપ! કોઈ પોતાની જગ્યાથી હલે નહિ!" એક ઘેરા અવાજે એ અંધારા ઓરડામાં રહેલા બધાં ને બિલકુલ ડરાવી જ મૂક્યા હતા! અવાજ કમિશ્નર નો હતો!

"મારા... મારા... ઋષિને મારા ઋષિને કઈ જ ના કરતા..." અતિશય ચિંતાતુર અવાજ એ મિસ્ટર દેસાઈનો હતો! એ કોઈ પણ હાલતમાં એમના એકના એક પૌત્ર ને કોઈ પણ ઇજા નહોતા પહોંચાડવા માંગતા!

"હથિયાર નીચે..." કમિશનરે કહ્યું તો એ ગુંડાઓએ હથિયાર નીચે મૂકવા જ પડ્યા! કમિશનર બીજા પોલીસ ઓફિસરો સાથે આવી ગયા હતા.

પોલીસે થોડી મારપીટ ગુંડાઓ સાથે કરવી પડી! અમુક ફાયર હવામાં તો અમુક ઉપર છત પર પણ કરવા પડ્યાં!

છેલ્લે પોલીસની મારપીટ થી ગુંડાઓએ કબૂલ્યું કે એમને તો બસ આ બધું પૈસા માટે જ કર્યું હતું! ઋષિને કિડનેપ કરીને એ મિસ્ટર દેસાઈ પાસેથી પૈસા લેવા માંગતા હતા!

ઘરે ગયા તો ત્યાં સંગીતા આવું ગઈ હતી... એ બહુ જ ચિંતામાં હતી! ટીવી પર ન્યુઝ એણે પણ જોઈ લીધા હતા!