The Author Mahek Parwani Follow Current Read હું પાછો આવીશ - 6 By Mahek Parwani Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books सनातन - 2 (2)घर उसका एक 1 बीएचके फ्लैट था। उसमें एक हॉल और एक ही बेडरू... गोमती, तुम बहती रहना - 7 जिन दिनों मैं लखनऊ आया यहाँ की प्राण गोमती माँ लगभग... मंजिले - भाग 3 (हलात ) ... राजा और दो पुत्रियाँ 1. बाल कहानी - अनोखा सिक्काएक राजा के दो पुत्रियाँ थीं । दोन... डेविल सीईओ की स्वीटहार्ट भाग - 76 अब आगे,राजवीर ने अपनी बात कही ही थी कि अब राजवीर के पी ए दीप... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Mahek Parwani in Gujarati Fiction Stories Total Episodes : 8 Share હું પાછો આવીશ - 6 (5) 1k 2.7k 1 હું પાછો આવીશ 6 (ગયા અંકમાં આપણે જોયું કે આકાશ રમતા રમતા પડી જાય છે તેને ખૂબ વાગી જાય છે અને તાવ પણ આવે છે.સમય ની સાથે સાથે વાગેલુ ઠીક થઈ જાય છે પણ તાવ........હવે આગળ) સમયની સાથે સાથે ઘાવ તો ઠીક થઈ જાય છે પણ તાવ હજુ હોય જ છે.આથી, અમુક ટેસ્ટ કરવાનું જરૂરી થઈ જાય છે. ટેસ્ટ કરાવવામાં આવે છે કે આકાશને બ્લડ કેન્સર છે.લુસી અને અમર ની જિંદગીમાં અંધારું છવાઈ જાય છે.આટલી બધી માનતાઓ અને બાધાઓ પછી એક દીકરાનું આગમન થયું એ પણ વાપસીની ટીકીટ સાથે. લુસી નું જીવન જાણે અગ્નિપરીક્ષા જેવું બની ગયું હતું.એક માતાને પુત્રની બીમારીની ચિંતા સતાવી રહી હતી.ઘણા પ્રયત્નો પછી અમરનો બોનમેરો આકાશ સાથે મેચ થયો અને બોન્મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી થયું.ત્યારે આશાની એક કિરણ દેખાઈ અને અંધારામાં ઉજાશ ની કિરણ દેખાઈ પણ આ જ્યોત જગાવવામાં લુસી અને આકાશની આખી જમા પુંજી ખર્ચાઈ ગઈ. કહેવાય છે કે,લાખો મુશ્કેલીઓ પણ કંઇ જ નથી બગાડી શકતી.આકાશની સાથે પણ આવું જ બન્યું.નક્કી કરેલ તારીખ પર આકાશનું ઓપરેશન કરવામાં આવ્યું અને સફળ નીવડ્યું.આકાશ હવે બિલકુલ ઠીક હતો.એવું લાગતું હતું કે,લુસી અને અમર તેને મૃત્યુના મુખમાંથી પાછો લાવ્યા છે.અમરે જીવનમાં ઘણા ઉતાર ચડાવ જોયા હતા પણ તેના જીવનની સૌથી મુશ્કેલી ભર્યો સમય આ હતો.હવે બસ, હોંશ આવવાની વાર હતી.થોડી જ વારમાં લુસી આકાશને મળવા ગઈ.લુસી ઈશ્વરનો આભાર માનવા લાગે.એવું લાગતું હતું જાણે અંધેરી રાત પછી અજવાળી પ્રભાત આવી છે.બે દિવસની દેખરેખ બાદ આકાશને દવાખાનામાંથી રજા મળી ગઈ.આકાશનું ઓપરેશન થયેલ હોવાથી તેને ત્રણ મહીના આરામ કરવું ફરજિયાત હતું. આથી,તે નિશાળે જતો નહોતો અને મિત્રો સાથે રમવા પણ જઈ શકતો નહોતો.મિત્રોને તેના ઘરે જ બોલાવવામાં આવતું હતું જેથી તેને એકલતાનો અનુભવ ન થાય.આકાશની દરેક નાની નાની જરૂરિયાતનો ખ્યાલ લુસી અને અમર રાખતા હતા.ત્રણ મહીના વિતી ગયા હવે આકાશ પૂરી રીતે ઠીક થઈ ગયો હતો.હવે તે નિશાળે અને રમવા પણ જતો હતો પણ દવાખાનામાં ડોક્ટરોને જોતા જોતાં તેના મનમાં પણ ડોક્ટર બનવાનું સ્વપ્ન જાગ્યું અને તેનું લક્ષ્ય નક્કી હતું.તેના સ્વપ્નને પૂરું કરવા માટે અમર પહેલા કરતા વધુ કામ કરતો હતો.જેથી, પોતાના પુત્રના સ્વપ્નને પૂરું કરી શકે.આકાશ જેમ જેમ મોટો થાય છે.તેમ તેમ તે વધુ સમજુ થતો જાય છે ત્યારે તેને લાગે છે કે માત્ર અને માત્ર પૈસા ના કારણે તેનું સ્વપ્ન અઘરું રહી જશે.તેને તેના સ્વપ્ન અધૂરા રહી જશે એવું લાગી રહ્યું હતું.કેમ કે,આખી જમાપૂંજી તો તેના ઈલાજમાં ખર્ચાઈ ગઈ હતી પણ ઈશ્વરની શરણે ગયેલાં ની પ્રાર્થના કયારેય વ્યર્થ જતી નથી.આકાશની મહેનતનું મહેનતાણું મળી ગયું આકાશે એચ.એ.સી. સાયન્સમાં ટોપ કર્યું અને તેને આગળ અભ્યાસ માટે શિષ્યવૃતિ મળી અને મૃત સ્વપ્ન જાણે ફરી થી જીવંત થઈ ગયું અને તેને ખૂબ સન્માન મળ્યું.તેની ફોટો સમાચારપત્રમાં દેખાવા લાગી.તેને M.B.B.S. કરવું હતું.સર્જન બનવું હતું.પોતાના પુત્રને આટલી બધી મહેનત કરતા જોઈ લૂસી અને અમર ને ઘણી ખુશી થતી હતી.તે જ્યાં પણ જતો તેના ઘણા મિત્રો બની જતા.આકાશ સફળતાની તરફ આગળ વધી રહ્યો હતો.દરેક તેની યોગ્યતાને જાણતા હતા.તેને કોલેજમાં એડમીશન આપવું એ કૉલેજ માટે ગર્વની વાત હતી.એક દિવસ તેની મુલાકાત જેનિફર સાથે થાય છે.જે તેના પડોશમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા આવી હતી.અજાણ્યા શહેરમાં રસ્તાઓ થી અજાણ હોવાથી આકાશથી લિફ્ટ લેતી હતી.તે ઇન્ડિયામાં "સ્ટડી ઈંડિયા પ્રોગ્રામ" માટે આવી હતી પણ એ તો હવે સમય જ કહેશે કે લિફ્ટ લઈ રહી હતી કે આપી રહી હતી.....ક્રમશ: _મહેક પરવાની ‹ Previous Chapterહું પાછો આવીશ - 5 › Next Chapter હું પાછો આવીશ - 7 Download Our App