New version of breathing oxygen .. in Gujarati Human Science by vaani manundra books and stories PDF | શ્વાસ નું નવું વર્ઝન ઓક્સિજન..

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

શ્વાસ નું નવું વર્ઝન ઓક્સિજન..

# વાણી

શ્વાસનું નવું વર્ઝન ઓકસીજન..!
મિત્રો ,નાનપણમાં વિજ્ઞાન વિષયમાં શીખ્યા છીએ કે હવામાં કેટકેટલા વાયુ અને કેટકેટલા પ્રમાણમાં આવેલા છે .શ્વાસ લીધો... શ્વાસ ચડ્યો...શ્વાસ રૂંધાઇ ગયો કે શ્વાસ છોડી દીધો. આ બધામાં ક્યાંય આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ એવું નથી કહેતાં ...પરંતુ એક મહામારી એ આપણને શ્વાસ લેવા કરતાં ઓકસીજન લેવા માટે મજબૂર કરી દીધા.

જેના વગર ન રહેવાય ,
તેને શ્વાસ કહેવાય...
નહોતી ખબર મહામારીમાં ,
તેને ઓકસીજન કહેવાય...!!!

કુદરતનાં ખોળે શ્વાસ લેતો પ્રત્યેક સજીવ એક જીવંત વાતાવરણમાં જીવતો આવ્યો છે.તે પોતાનું જીવન એટલું સહેલાઇ અને સહજતા થી વિતાવે છે અને આગળ ને આગળ દિન પ્રતિદિન પ્રગતિ કરતો આવ્યો છે.કુદરતનો ખોળો જેને મળ્યો છે એ દરેક જીવમાં માનવી સ્વાર્થી સદા બનતો આવ્યો છે .સૂર્યપ્રકાશ ,ખનીજ તત્વો કે ઊર્જા ના દરેક સ્ત્રોતનો તેણે વણ વિચાર્યો ઉપયોગ કર્યો છે.તેની સામે જમીનનો કસ ઘટયો ને વૃક્ષ કપાયા...પ્રદૂષણ ફેલાયું....વાતાવરણને ડામાડોળ કરવામાં મનુષ્ય એ મહત્વનો ભાગ ભજવ્યો છે.કુદરતી સ્ત્રોત પર પણ તેની માઠી અસર પડી છે.માનવ પોતાના સ્વાર્થ ખાતર કેટકેટલાય નવતર પ્રયોગો કરી પ્રકૃતિ સાથે છેડછાડ કરી છે.
🍁 કુદરત રૂઠે એમાં નવાઈ શી ? ત્સુનામી હોય કે ભૂકંપ , પુર હોય કે વાવાઝોડું , દાવાનળ હોય કે જ્વાળામુખી... આ દરેક કુદરતી આફતો મનુષ્ય એ ભોગવી છે અને હજી પણ સતેજ નહિ થાય તો ભોગવતો આવશે.

🍁 કાળા માથાનો માનવી ધારે તે કરી શકે તે ઉકિત તેણે પૂરવાર કરી બતાવી જંગલોનો નાશ ને શહેરીકરણ વધ્યું .ગામડાના ઘરોને તાળા લાગ્યા.ગામડાની શુદ્ધ હવા અને શુદ્ધ ખોરાકની મહેક શહેરની રોશનીમાં ઝાંખી પડી ગઈ.

🍁 ડૉ અબ્દુલ કલામની એક વાત યાદ આવે છે તેઓ આપણા ભારતીયોને સ્વછતા જાળવવા નું સદા સૂચન કરતા.સાથે સાથે એવું પણ કહેતા જ્યારે આપણા દેશ પર તકલીફ આવે છે ત્યારે સામાન્ય નાગરિક પોતાના પરિવાર સાથે સુરક્ષિત કવચમાં ગોઠવાઈ જાય છે. જ્યારે દેશ પર તકલીફ આવે ત્યારે આપણે ફક્ત આપણો જ વિચાર કરીએ છીએ પરંતુ જ્યારે આપણાં પર મુસીબત આવે ત્યારે આપણે ( દેશ ) સરકાર પાસે જઈએ છીએ કે ( દેશ )સરકાર આપણી મદદ કરશે...તો પછી હક સાથે ફરજ પણ તેટલી જ અદા કરીએ તો સહકારની ભાવના ચોક્કસ કેળવાય.
🍁 ધીમે ધીમે ઘર આંગણે નાના બગીચા ,ઓકસીજન તેમજ ઓઝોન ની માત્રા વધારે તેવા છોડ વાવવા આવી વાત પર દરેક જણ વળવા લાગ્યા છે.શહેરીકરણ છોડી થોડા દિવસ પૂરતા હવા ફેર માટે ગામડે આવનારની સંખ્યામાં વધારો જોવા મળે છે. જંકફુડ કરતા દેશી ખોરાકનું વળગણ વધ્યું છે અને યોગ તરફ લોકો પ્રેરાયા છે.

મિત્રો ,આપણી પ્રાચીન સંસ્કૃતિ અને આપણી રહેણીકરણી કુદરતનાં ખોળે અને સાત્વિક હતી. આપણી તંદુરસ્તી સારી હતી .ત્યારે શ્વાસ લેતા પરંતુ ઓકસીજન વાયુ શ્વાસમાં લેવાય છે એવી વાત ની ખબર પણ ન હતી.હજી પણ મોડું નથી થયું .

देर आए दुरुस्त आए।
શુદ્ધ અને સાત્વિક જીવન એ તંદુરસ્તીનો પાયો છે.તેથી આપણી તંદુરસ્તી એ આપણા હાથની વાત છે.લગ્નસમયે દરેક જાતનું જમવાનું હોય પરંતુ કેવું અને કેટલું જમવું એ આપણા હાથની વાત છે .તેમ પ્રકૃતિમાંથી મળતા ઓકસીજન વાયુનો સદુપયોગ કરતા ઈશ્વરનો ઉપકાર માનીએ કે જેમણે આપણને શુદ્ધ હવા ભેટ સ્વરૂપે આપી છે.આપણે પણ બે ચાર વૃક્ષ વાવીને તેનું ઋણ અદા કરીએ કે જેથી આપ I આવનારી પેઢી ને ભોગવવાનો વારો ન આવે .અને આપણે સુખી સાત્વિક જીવન જીવી શકીએ.

- વનિતા મણુંન્દ્રા ( વાણી )
. બનાસકાંઠા