Emotional Stress - Part 2 in Gujarati Fiction Stories by Ruchita Gabani Kakadiya books and stories PDF | લાગણીઓના તાણાવાણા - ભાગ 2

Featured Books
Categories
Share

લાગણીઓના તાણાવાણા - ભાગ 2

કનિષ્કા ઘણી પ્રોફેશનલ હતી. અને પોતાના મનના ભાવ નાનપણથી છુપાવવા જાણતી. બસ, એણે મનમાં નક્કી કરી લીધું કે હવે પછી ક્યારેય કોઈને વાતની જાણ થવા ના દેવી.

માધવ પોતાના લગ્ન જીવનમાં ઘણો ખુશ હતો અદિતી સાથે. આમ તો એમના અરેન્જ મેરેજ થયા હતા, પણ અદિતીની સુંદરતા અને સમજદારી પર માધવ ઓવારી ગયો હતો. એના પ્રેમમાં પડતા માધવને સહેજે વાર નહતી લાગી.

હા, છોકરીઓ સાથે ફ્લર્ટ કરતો પણ હેલ્ધી. કોઈનું દિલ ના દુભાય કે લાગણીને ઠેસ ના પહોંચે એનું પૂરું ધ્યાન રાખતો. અદિતી વાત સમજતી અને માધવના સંસ્કાર અને ઉછેર વિશે જાણતી એટલે માધવને ટોકતી કે રોકતી નહીં. અને બંનેવ એકબીજાથી ક્યારેય કશું છુપાવતા નહીં. એટલી પારદર્શકતા હતી એમનથી સંબંધમાં.

ઘરે પહોંચતાની સાથે , માધવે ખુશ થઈને રસોડામાં કશું કામ કરી રહેલી અદિતીને પાછળથી પકડીને ઉંચકી લીધી, અને ગાલ પર કીસ કરતા કહ્યું, “આજે તું કારેલાનું શાક બનાવતી હોઈશને તોપણ હસતા મોઢે જમી લઈશ, એટલો ખુશ છું હું.”

અદિતીએ પોતાની કમર પર રહેલા માધવના હાથ સહેજ ખસેડતાં તેની તરફ ફરીને કહ્યું, “કેમ જનાબ? આજે તમારી બકવાસ પંચલાઈનોથી કોઈ છોકરી ઈમ્પ્રેસ થઈને પટી ગઈ કે શું? મારા મંગળસૂત્ર પર કોઈ ખતરો તો નથીને?” હજીપણ મુસ્કુરાઈ રહી હતી.

માધવે ફરીથી અદિતીને કસીને જકડી લીધી અને દા ભીંસીને અદિતીના ખભા પર હળવું બટકું ભરતા કહ્યું, “તારા જેવી, આટલી સુંદર અને સ્માર્ટ વાઈફ હોય, પછી બીજી પટાવાની મારે શું જરૂર?”

ચાલ ચાલ હવે. તારા મસ્કાથી હું કંઈ ફસાવ એમ નથી.”

અચ્છા?”, અદિતીના ગળામાં રહેલું મંગળસૂત્ર દેખાડતા, “ફસાઈ ગઈ તોય?”

બંનેવ હસી પડ્યા.

હવે મુળ વાત કરીશ કે આજે રોમાંસથી પેટ ભરવાનો ઈરાદો છે?”

માધવ રોજ ઘરે આવીને અદિતીને ઓફિસમાં તેનો દિવસ કેવો રહયો અને શું નવાંજૂની થઈ તે ઇતિથી લઈને અંત સુધી કહેતો. સામે અદિતી પોતાના ટ્યુશનના બાળકોએ શું મસ્તી કરી કહેતી અને પોતાના ઓનલાઇન બિઝનેસની અવનવી વાતો કરતી.

અરે આજનો દિવસ ખુબજ મસ્ત રહ્યો. આજે સ્કૂલના દિવસો તાજા થઈ ગયા. મેં તને મારા સ્કૂલ ક્રશ વિશે કહ્યું હતું ને? આજે મારી સામે લગભગ 15 વર્ષે મારી ઓફિસની બોસ બનીને આવી. એને જોઈને મને મારા સ્કૂલ ફ્રેન્ડ્સ યાદ આવી ગયા. આજે ગ્રુપમાં મેસજ કરીને રિયુનિયનની વાત કરવી પડશે.”

શું વાત છે પેલી ચશમીશ કનિષ્કા તમારી બોસ બની ગઈ? વાહહ.. ઘરે લઈને આવજે એને ક્યારેક ડિનર માટે હું પણ તો મળું મારા પતિના પ્રથમ પ્રેમને.” અદિતી પણ ઉત્સાહમાં આવી ગઈ હતી.

અદિતીને કનિષ્કાનું નામ પણ યાદ છે વાતથી ઈમ્પ્રેસ થઈને માધવે અદિતીના ઓવારણાં લેતા કહ્યું, “પત્ની હોય તો આવી. અને ઓય વિચારોને બ્રેક માર મારી ઉત્સાહિત બયરી. પ્રેમ વેમ જેવું કશું નહતું. પ્રેમ હોત તો તારી જગ્યાએ હોત.”

અદિતીએ હાથમાં વેલણ લઈને માધવને દેખાડતાં પૂછ્યું, “લાવવી છે મારી જગ્યા પર એને? તું કહેતો હોય તો મને જરાય વાંધો નથી.”

માધવ, “ના નાકરતો સીધો બાથરૂમ તરફ દોડ્યો.

પાગલ”, અદિતી એકલી એકલી હસી રહી.

બીજા દિવસે ઓફિસ પહોંચતા સમય મળતા માધવે સ્કૂલનાં વોટ્સએપ ગ્રુપમાં એડ કરવા કનિષ્કાનો નંબર માંગ્યો. કનિષ્કાએ પણ જુના મિત્રો સાથે ફરીથી વાત થશે વિચારે નંબર આપી દીધો. એપણ જાણતી હતી કે હવે કામ તો સાથે કરવાનું છે એટલે ઈચ્છા હોય તો તે માધવને સાવ ઇગ્નોર તો નથી કરી શકવાની. પણ બને તેટલું અંતર રાખવું એવું તેણે નક્કી કર્યું.

દિવસે સાંજે સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં તો જાણે મેસેજોની બહાડ આવી. બધાએ ખૂબ સારી રીતે કનિષ્કાનું વેલકમ કર્યું. એના આવવાથી વિરાન પડેલું ગ્રુપ એકદમ એક્ટિવ થઈ ગયું.

ઓળખે છે કે ભૂલી ગઈ?”

શું કરે છે? ક્યાં છે?”

ઓહો સ્કોલર કનિષ્કા આવી ગઈ ગ્રુપમાં.”

જોજો પહેલા મોનીટર હતી તો અત્યારે પણ આપણી ફરિયાદ ના કરવા લાગે.”

જેવા સવાલોનો મારો ચાલ્યો. દિવસે લગભગ રાત્રે 1 વાગ્યા સુધી વાતચીતનો દોર ચાલ્યો. કોઈએ કોઈની ટાંગ ખેંચી, તો કોઈએ બસ હસીને મજા લીધી. અને છેલ્લે એકદિવસ ગેટ ટુગેધરનો પ્લાન બનાવીને ગમે તેમ મળવું એવું નક્કી પણ થયું.

2-3 દિવસ કનિષ્કાના આવવાથી ગ્રુપ એક્ટિવ રહ્યું. એકદિવસ કનિષ્કાએ એને શોપિંગ માટે કોઈ કંપનીની જરૂર છે એવો મેસેજ કર્યો. એટલે માધવે કહ્યું કે અને તેની વાઈફ આવી શકે છે સાથે.

અદિતીને શોપિંગ કરવી અને કરાવવી ગમતી એટલે એણે પણ ના પાડી. બહાને કનિષ્કાને મળી પણ લેવાશે પણ એક કારણ હતું હા પાડવાનું.

અને સન્ડે ત્રણેવ જણ સાથે શોપિંગ કરવા માટે નીકળી પડ્યા ગોરેગાવના ઓબેરોય મોલમાં.

ત્રણેવ એકબીજા સાથે એટલા હળીમળી ગયા જાણે વર્ષોથી ઓળખતા હોય. માધવ ફ્લર્ટ કરવાની કોશિશ કરતો અને અદિતી માધવની ટાંગ ખેંચતી અને તેની મજાક ઉડાવતી. કનિષ્કા ઓછું બોલતી પણ હસીને અદિતીનો સાથ આપતી. બે સ્ત્રીઓ ભેગી થાય પછી પહોંચવા દે કોઈ પુરુષને? માધવ સાથે પણ એવું થયું.

મજાક ઉડાવીને અને ખરીદી કરીને બંનેવ થાક્યા એટલે પેટપુજા કરવા મેક ડોનાલ્ડસનો સહારો લીધો.

શું લઈશ તું?”, એમ કનિષ્કાને પૂછીને માધવ ઓર્ડર આપવા ગયો. દરમ્યાન કનિષ્કા અને અદિતીએ એકબીજાના નંબરની આપ-લે કરી લીધી. જેથી ગમે ત્યારે મળવું હોય તો સરળતા રહે.

માધવે પોતાના હાથેથી અદિતીને બર્ગર ખવડાવ્યું. જોઈને કનિષ્કાને થોડી જલન થઈ આવી.

કનિષ્કાએ તો વિચારેલું કે જેમ બને એમ દૂર રહેશે માધવથી, જેથી આગળ જતાં પોતાને કે એને કોઈ તકલીફ થાય. પણ અદિતીનો નંબર લઈને તો એણે કદાચ પોતાના પગ પર કુલાડી મારી હતી. પરંતુ માધવની નજીક રહી શકવાની અને તેને મળીને વધુ જાણવાનો મોહ કનિષ્કા ટાળી ના શકી.

સમય જતાં અદિતી અને કનિષ્કા ખૂબ સારી બહેનપણીઓ બની ગઈ. રજાઓમાં બંનેવ સાથેજ રહેતા. મુવી હોય, કેઝુઅલ ડિનર હોય કે પછી બસ એમજ કંટાળો આવતો હોય અને ગપ્પા મારવા હોય. બહાર મળતા અથવા તો ઘરેજ સમય પસાર કરતા. એમાં સાથે ક્યારેક માધવ હોય અથવા ફક્ત અદિતી અને કનિષ્કા એકલા પણ હોય. પણ દરેક રવિવાર સાથે હોવું અનિવાર્ય થઈ ગયું હતું.

માધવ તો મજાકમાં અદિતીને કહેતો પણ ખરા કે, “સ્કૂલમાં મારી સાથે હતી કે તારી?”

જેની સાથે હોય તેની. અત્યારે તો મારી ફ્રેન્ડ છે મહત્વનું છે. લાગે છે તને જલન થાય છે મને તારી એક્સ ક્રશ સાથે જોઈને.” અદિતી પણ ચિડાવતી.

જલન શું થાય એમાં. હું હા પાડું ને તો જો આમ લાઈન લાગી જાય એમ છે. પણ બસ આતો તારા પર દયા આવે છે એટલે રોકી લઉં છું ખુદને.” માધવ પણ થોડી હવા કરી.

અચ્છા? ક્યાં છે લાઈન? મને તો નથી દેખાતી?” આંખો પર હાથની છાજલી કરીને દૂર સુધી જોવાની એક્ટિંગ કરતા અદિતીએ કહ્યું.

જા જા હવે નાટક કર્યા વગર. પણ સાંભળ,” માધવે થોડું સિરિયસ થઈને આગળ કહ્યું, “મળે ને તો આમ જરાક, 2 4 કિસ અને ટાઈટ હગ કરજે મારા તરફથી.”

એમ કરને, તું સાથે ચાલ. તું કરી લેજે કિસ અને હગ. પછી રિટર્નમાં તને શું મળે છે મારેપણ જોવું છે.” અદિતી કાંઈ બાકી રહે એમ નહતી.

કાંઈ ફરક ના પડે છોકરીને.” દરવાજા સુધી પહોંચી ગએલી અદિતીને ફ્લાઈંગ કિસ કરતા માધવે કહ્યું, “હાય..બયરી હોય તો આવી..”

પુરે પૂરો નોટાંકી છે. પત્યું હોય તો જાવ હવે?”

કનિષ્કા બંનેવની વધારે ને વધારે નજીક આવી રહી હતી. સાથે હોતા ત્યારે ગમતું પણ ક્યારેક માધવ અને અદિતીનો એકબીજા માટે નો પ્રેમ જોઈને જલન પણ થતી. વિચાર આવતો કે કાશ માધવ મને પણ પ્રેમ કરતો હોત તો જિંદગી કેટલી અલગ હોત. જે થવું શક્ય નથી એના વિચારોમાં ઘણીવાર કનિષ્કાની રાતો ઉજાગરો કરીને પસાર થતી.

બસ.. હવે એણે નક્કી કરી લીધું કે અદિતી સાથે જરૂર પૂરતી વાત કરવી અને કારણ વગર તો માધવની સામે ના જોવું.

સમયે ગામથી માધવના મમ્મી-પપ્પા માધવની સાથે રહેવા આવ્યા હતા. એટલે અદિતી એમની સાથે અને પોતાનાં ટ્યુશન, કામ વગેરેમાં વ્યસ્ત રહેતી એટલે એણે સામેથી કનિષ્કાને મળવાનું ઓછું કરી દીધું.

હા, એકવાર કનિષ્કા માધવના મમ્મી-પપ્પાને મળવા માટે ચોક્કસ આવી હતી.

માધવના મમ્મીએ કનિષ્કાને પૂછ્યું પણ હતું, “બેટા આટલી સુંદર છે, આટલું બધું કમાય છે તો હજુ લગ્ન કેમ નથી કર્યા? મુંબઈ જેવા શહેરમાં આમ એકલું રહેવું ઠીક ના કહેવાય.”

આનો કનિષ્કા કોઈ જવાબ આપે એની પહેલા માધવ વચ્ચે બોલ્યો હતો, “મમ્મી, બધાના નસીબ અદિતી જેટલા સારા થોડી હોય કે મારી જેવો આટલો સરસ છોકરો મળી જાય.. તો કાયદો મંજૂરી નથી આપતો નહીં તો મને 2 પત્ની રાખવામાં કોઈ વાંધો નથી. એક રસોઈ કરશે અને એક હાથ પગ દબાવશે.. આહાહા શું મજાની લાઈફ થઈ શકે છે.”

મમ્મી, વેલણ લાવું કે તમે તમારા હાથનો ઉપયોગ કરશો. હું તો હાથ કે પગ નહીં સીધું ગળું દબાવીશ ચાલે તો કે.” અદિતીએ પોતાના સાસુને કહ્યું અને બધા ખડખડાટ હસી પડ્યા.

એના પછી ઘણા દિવસો ગયા પણ કનિષ્કાએ સામેથી મળવાનું ના કહ્યું. અદિતી તો આમેય વ્યસ્ત હતી એટલે એણે બહુ ધ્યાન ના આપ્યું.

પણ માધવને થોડી નવાઈ લાગી. કનિષ્કા માધવને ઓફિસમાં ઇગનોર કરતી હોય એવું લાગી રહ્યું હતું. માધવનું જે પણ કામ હોય તે પોતે ના કહીને પીયૂન કે પછી કોઈ બીજા એમ્પ્લોઈ પાસે કહેવરાવતી. માધવને થયું કદાચ છેલ્લે મળ્યા દિવસની વાતથી કનિષ્કાને ખોટું લાગ્યું હશે. બાબતે માધવે અદિતી સાથે પણ વાત કરી જોઈ.

અદિતીને તો આમાય મજાક સુજતી હતી, “અલ્યા, તે તારી લાઈન મારવાની ટેવમાં મજાકમાં ક્યાંક એને થ્રિસમનું તો નહતું પૂછી લીધુંને? હમ્મ.. આમતો ટ્રાય કરાય હો. કદાચ મજા પણ આવે. શું કે છે?” એને હજીય હસવું આવતું હતું.

અરે, તુંય મારી સાથે રહીને મારી જેવી થઈ ગઈ લાગે છે. થ્રિસમ તો જોશું..પણ અત્યારે જે છે એનાથી કામ ચલાવીએ ?” એમ કહીને માધવે લાઈટ બંધ કરી દીધી.

આશરે 15 દિવસ થઈ ગયા હતા અને હજીય કનિષ્કા માધવ સાથે વાત કરવાનું ટાળી રહી હતી. દરમ્યાન માધવે ઘણીવાર કનિષ્કા સાથે શાંતિથી વાત કરીને એને પૂછવા ચાહયું પણ કનિષ્કા દરેક વખતે કોઈના કોઈ બહાના હેઠળ માધવને ટાળી દેતી.

આજે તો ગમે તેમ વાત કરીને રહીશ. અરે, ના વાત કરવી હોય તો ના કરે. હું નહીં બોલાવું, પણ વાત કરવાનું કારણ તો કહે.” એમ વિચારતા વિચારતા માધવ ઓફિસમાં દાખલ થયો.

સામે તેને વરુણ મળ્યો અને વાતવાતમાં તેણે જણાવ્યું કે કનિષ્કા આજે ઓફિસમાં નથી આવી.

માધવે બ્રેક ટાઈમમાં એને ઘણીવાર કોલ કરી જોયા પરંતુ એકપણ કનિષ્કાએ રિસીવ ના કર્યો. ઓફિસથી છૂટીને ફરીથી કોલ કર્યો, અને વખતે કોલ રિસીવ થયો.

કનિષ્કાનો સામે છેડેથી ઢીલો અવાજ આવ્યો, “હેલો?”

માધવના પૂછતાં જાણવા મળ્યું કે કનિષ્કાને 105 ડિગ્રી તાવ આવ્યો હતો. અને બાથરૂમમાં ચક્કર આવવાથી પડી ગઈ હતી તો પગ પણ મચકોડાઈ ગયો હતો. ઉભા થઈને રસોઈ કરવાની પણ ક્ષમતા રહી હતી. બધી વાત માધવે અદિતીને પણ કોલ કરીને જણાવી, અને કેવી રીતે તેની મદદ કરવી એમ પૂછ્યું.

અરે એમાં પૂછવાનું શું હોય? અત્યારે તું એના ઘરે જા અને સાથે કાંઈ જમવા માટે પણ લઈ જજે. અને તબિયત વધારે ખરાબ હોય તો તું એની હેલ્પ કરવા માટે રાત ત્યાં રોકાઈ જજે. એવું લાગે તો સવારે હું ત્યાં આવી જઈશ. અત્યારે તો નીકળી શકું એમ નથી એટલે.” અદિતીએ તુરંત કહ્યું હતું.

અરે પાગલ છે કે. ત્યાં રાત રોકાવાની શું જરૂર. હું બસ જમવાનું આપીને ઘરે આવી જઈશ.” માધવ ખચકાઈને બોલ્યો.

કેમ? તને તારા પર વિશ્વાસ નથી? એકલા છોકરી સાથે રહેતા ડર લાગે છે?” અદિતી આંખો નચાવતા પૂછી રહી.

માધવ જાણે અત્યારે પણ એની આંખોના ચાળા ફોનમાંથી મહેસુસ કરી શક્યો. “હા તો.. તને તો મારી ખબર છેને..હું કંઈ વિશ્વામિત્ર તો છું નહીં ને કે મારી તપસ્યા ભંગ કરવા માટે સાક્ષાત મેનકાને આવવું પડે. કોઈ પણ ચાલે.” માધવ જોર જોરથી હસી પડ્યો.

વિશ્વામિત્ર નથી. પણ રસ્તે રખડતો કૂતરોય નથી. માધવ છે. મારો માધવ. ફોન મૂકીને જા હવે. ભૂખી હશે બિચારી.” અદિતીએ આત્મવિશ્વાસથી કહ્યું.

માધવે રસ્તામાંથી ગુજરાતી થાળીનું પાર્સલ લીધું અને કનિષ્કાના ઘરે પહોંચ્યો. એના ઘરે પહોંચતા માધવે કનિષ્કા માટે એક ડીશમાં બધું જમવાનું તૈયાર કર્યું.

એને શાંતિથી જમી લીધાં પછી માધવે આડી-અવળી વાત કર્યા વિના સીધો સવાલ પૂછ્યો, “શું તકલીફ છે? કેમ મને ઇગનોર કરે છે આટલા દિવસથી. મારાથી કાંઈ તકલીફ હોય કે કોઈ વાતનું ખોટું લાગ્યું હોય તો મને જણાવ.”

બિકોઝ આય લવ યુ. દેખાતું નથી તને?”

કનિષ્કાના આવા જવાબની તો માધવ ને દૂર દૂર સુધી કોઈ કલ્પના નહતી.

પ્રેમ કરું છું તને. તારી આજુબાજુમાં રહેવા માંગું છું પણ એમ કરતાં મારી તકલીફોમાં વધારો થાય છે. જેટલી સાથે રહું છું એટલો મારો પ્રેમ અને તારી સાથે રહેવાની ઈચ્છામાં વધારો થતો જાય છે. જાણું છું કે ખુશ છે તું અદિતી સાથે. અને હું વાતથી ખુશ છું પણ તોય ખબર નહીં કેમ મને જલન થાય છે. એક પ્રકારની મીઠી જલન. કે તું ખુશ છે અને હું અહીં તડપી રહીં છું તારા માટે. તારા બે શબ્દો માટે. એટલે જ્યારે તું મારી સાથે મજાક કરે છે કે ફ્લર્ટ કરે છે ત્યારે ક્ષણ ને હું પુરે પુરી જીવી લઉં છું. એને વાગોળીને ખુશ રહ્યા કરું છું. જ્યારે તને પહેલી વાર મળી ત્યારે દિવસે નક્કી કર્યું હતું કે તારાથી બને તેટલું અંતર રાખીશ. પણ જોને, મન અને દિલ બેય નક્કામી વસ્તુ છે. થોડું મળે તો હજુ થોડું વધું મેળવી લેવાની જંખનાનો ક્યારેય અંત નથી આવતો. હું પણ એમાંથી બાકાત ના રહી શકી. આટલા વર્ષોથી તને નહતી મળી તો ખુશ હતી ને તારા વિચારોમાં રહીને..અને હવે જો..પ્રેમ પણ વઘતો જાય છે અને તકલીફ પણ.”

કનિષ્કાએ એક સાથે આટલા વર્ષોથી સંઘરી રાખેલી એની લાગણીઓને એકસાથે વહાવી દીધી. સામે માધવ તો જાણે કે મંત્રમુગ્ધ થઈ ગયો. ઘડીભર તો જાણે એની વાચા હણાઈ ગઈ. શું કહેવું એની માટે શબ્દો નહતા સુજતા. કારણકે એણે તો સ્વપ્નમાં પણ નહતું વિચાર્યું કે કનિષ્કાના મનમાં પોતાની માટે આટલી બધી લાગણી હશે અને આમ અચાનક આજે સામે આવી જશે.

તું ઇચ્છતી હોય તો હું તારી લાઈફમાંથી જતો રહીશ. અરે તું કહે તો હું નોકરી પણ છોડી દઈશ. તારી તકલીફ ઘટાડવાનો આના સિવાય મને કોઈ ઉપાય નથી સૂઝતો.” માધવ થોડા ખચકાટ સાથે બોલ્યો.

તો વાંધો છે માધવ. વાંધો છે, કે આટલું નજીક આવ્યા પછી પાછળ હટતા મારું મન રોકે છે મને. ભલેને તકલીફ થાય પણ તારી સાથે 2 ક્ષણ પણ મળતી હોય તો એના સામે તકલીફ ગૌણ છે. આટલા દિવસ તું મારી નજર સામે હોય છતાં પણ હું દૂર કેમ રહી છું ફક્ત મારુ મન જાણે છે.” કનિષ્કાના આંસુઓ જાણે એના મનના ભાવોને સાથ આપી રહ્યા હતા.

તો તું કોઈ સારા વ્યક્તિ સાથે લગ્ન કરી લે.”

એટલે હું મારી સાથે કોઈ બીજાની જિંદગી પણ બગાડું? ના..હું એટલી પણ સ્વાર્થી નથી. હવે કદાચ બીજું કોઈ નહીં આવી શકે મારી લાઈફ. કેમકે હું ઇચ્છતી નથી.” કનિષ્કા અડગ હતી પોતાની વાત પર.

પણ હું તને પ્રેમ નથી કરતો કનિષ્કા..મારી વાતોમાં તને એવું કંઈ લાગ્યું હોય તો મને માફ કરજે પણ હું અદિતીને પ્રેમ કરું છું અને એની સાથે પુરી લાઈફ વિતાવવા માંગુ છું. તને મિત્રતા સિવાય આપવા માટે બીજું કશું નથી મારી પાસે. “ માધવ પણ કનિષ્કાને સમજાવાની પુરી કોશિશ કરી રહ્યો હતો.

સમય.. સમય તો આપી શકે ને તું મને?” થોડીવાર વિચાર્યા પછી કનિષ્કાએ કહ્યું.

હું સમજ્યો નહીં. શું કહેવા માંગે છે તું?”

તારી લાઈફમાંથી ફક્ત..2 મહિના? બસ 2 મહિનાનો સમય મને આપ. એમાં તારે કશું અલગ કે ખાસ નથી કરવાનું. અફેર કરવાનું પણ નથી કહેતી બસ 2 મહિના મારી સાથે તું જેવો છે એવો બનીને રહે. ભૂલીજા કે હું તને પ્રેમ કરું છું. પણ આટલો સમય તું મારો બેસ્ટ ફ્રેન્ડ બનીને રહે, મળવાનું, વાતો કરવાની, શેર કરવાનું, ટાઈમ સ્પેન્ડ કરવાનું બસ એટલું . સમય નીકાળીને મને મળવાનું . ભલેને કદાચ 5 10 કે 15 મિનિટ માટે હોય. સમય ફક્ત મારો . બીજા કોઈનો નહીં. જેમાં બસ તું અને હું હોઈએ.” કનિષ્કાનું દિમાગ ખબર નહીં અત્યારે દવાના ઘેનના લીધેથી બફાટ કરી રહ્યું હતું કે ખરેખર વિચારીને કહી રહી હતી તે પોતે પણ નહતી જાણતી.

2 મહિનાને હું પુરી રીતે જીવી લઈશ અને બાકીની જિંદગી એને વાગોળીને વિતાવી લઈશ. પછી હું તારી લાઈફમાંથી જતી રહીશ. તને એમ થતું હશે કે અત્યાર સુધી આપણે ઘણીવાર મળતા હતા ને, તો હવે શું નવું થશે? પણ અત્યાર સુધી હું તારી સામે ખુદને બાંધી રાખતી હતી. ડરતી હતી કે કદાચ કોઈ વાતમાં તારી માટેની મારી લાગણી છતી ના થઈ જાય. અને હવે જ્યારેપણ થોડી પળો માટે મળશું ત્યારે હું માનીશ કે ક્ષણે તું મારો છે. કદાચ હું મારી લાગણીઓ દેખાડું તોય એવી આશા નહીં રાખું કે તું એનો સામે એવોજ જવાબ આપે. તું સાથે હોઈશ મારા માટે પૂરતું હશે. જો તું આપી શકે તો બસ આટલું આપ મને.”

કનિષ્કાની વાતો સાંભળીને માધવનું મગજ જાણે બહેર મારી ગયું. હવે કશું સમજી કે વિચારી શકવાને હાલતમાંજ નહતો રહ્યો. એટલે માધવ એક શબ્દ પણ બોલ્યા વિના કનિષ્કાના ઘરની બહાર નીકળી ગય