The dream of soul in Gujarati Anything by Nehalba Jadeja books and stories PDF | આત્મા નુ સપનું

Featured Books
  • THE ULTIMATE SYSTEM - 6

    शिवा के जीवन में अब सब कुछ बदल रहा था एक समय पर जो छात्र उसक...

  • Vampire Pyar Ki Dahshat - Part 4

    गांव का बूढ़ा गयाप्रसाद दीवान के जंगल में अग्निवेश को उसके अ...

  • स्त्री क्या है?

    . *स्त्री क्या है?*जब भगवान स्त्री की रचना कर रहे थे, तब उन्...

  • Eclipsed Love - 13

    मुंबई शहर मुंबई की पहली रात शाम का धुंधलापन मुंबई के आसमान प...

  • चंद्रवंशी - अध्याय 9

    पूरी चंद्रवंशी कहानी पढ़ने के बाद विनय की आँखों में भी आँसू...

Categories
Share

આત્મા નુ સપનું

એક જંગલ હતું. તેમા એક આદિવાસીઓનો કબીલો રહેતો હતો. તેમા ખુબ ઓછી સંખ્યામાં લોકો વસવાટ કરતા હતા. કદાચ 50 જ હશે. અને હા તે જંગલ માં કોઈ વ્યક્તિ આવી શકતો નહિ. તેની થોડી દુર એક રસ્તો પડતો હતો. જે કોઈ લોકો ત્યાં રાત્રે જાય તો કબિલા વારા તે વો ને મારીને તેનુ માસ ખાઈને તિયાં તેઓ ની લાશને ફેંકી દેતા. એક દિવસ સાંજના સમયે એક બસ ત્યાં બંધ થઈ ગઇ. તેમાંથી કેટલીક છોકરીઓ બહાર નીકળી. બસ ના ડાઇવરે તેઓ ને બહાર નીકળવાની ના પાડી. પણ છતાં તેઓ બહાર નીકળી. તેઓ મ્યુઝિક નુ ઓડિશન દેવા જઇ રહી હતી. તેઓ નિચે ઉત્તરી ને ત્યાં પોતાના સાધનો (ગિટાર, વાયોલિન, કેશિયો) વગાડવા લાગ્યા. તે કબિલા ની એક છોકરી વૃક્ષ પાછડ થી તેઓ ને જોઈ રહી હતી. તે કબિલા ના લોકો ના કપડાં, ભાષા, બોલી, અને રહેણીકરણી બધુંજ અલગ પડે આપણાં કરતા. તેથી તે છોકરી તેવો ની ભાષા તો સમજી ના શકી પણ તે ને તેનું વાજીંત્ર નો અવાજ ખુબ ગમ્યું. તે ના મનમાં તે વાજીંત્ર છપાઈ ગયું. તે છોકરીઓ ના નસીબ સારા હતા કે કબિલા વારા જંગલ ની બીજે તરફ હતા. તેથી તે છોકરી ઓ બચી ગઇ. અને ત્યાં તો બસ પણ સમી થઇ ગય. અને તે ઓ તિયાં થી નિકળી ગયા. પણ ઓલી વૃક્ષ પાછળ ઉભી છોકરી બધુ જ જોઈ રહી હતી. તે વિચાર વા લાગી કે આ વસ્તુઓ શું હશે. તે મનમાં બોલી મારે પણ આ જોઈ છીએ. મારે પણ શિખવું છે આ. તેના મનમાં અંદર સુધી તે વાજિંત્રો શીખવાનું મન કરી લીધું. તે હવે તેના જ વિચાર કરતી. થોડાક દિવસો ગયા તિયાં તો ત્યાં ભુકંપ આવ્યો જમીન ફાટવા લાગી અને આખો કબિલો ત્યાં દટાઇ ગયો. પછી આજુબાજુ ના ગામડા વારા ઓ કહે તા કે ત્યાં કબિલા વારા ની આત્મા ત્યાં વસવાટ કરે છે. એક છોકરી ને આત્મા ની વાત મા ખૂબ રસ હતો. તે ને સાભળ્યું હતુંકે ત્યાં આત્મા વસવાટ કરે છે. તે ને આત્મા જોવા નો ખૂબ શોખ હતો તેથી તે તેના થોડાક મિત્રો સાથે તે ને ત્યાં કેમ્પ કરી ને રહેવા ગયા. અને તેના વિષે જાણવા નું નક્કી કર્યુ. તેવો એ પહેલાં તો આખું જંગલ ફયૉ.પણ તેવો ને કોઈ આત્મા મળી નહીં. તે વો ને થયું કે આત્મા એવું કાંઈ જ હોતું નથી. પછી તે વો એ થોડાક દિવસો રહેવા ન ુ નક્કી કર્યું. તે દિવસે ફરતા અને રાત્રે તે વો સમય પસાર કરવા ગીટાર વગાડતા. તે ગીટાર નો અવાજ ઓલી છોકરી ની આત્મા એ સાભળ્યો તેને તો આ સાભળ્યો હતો અને તેને તો આમાં રસ હતો. પછી રોજ સવારે છોકરી ઓ તેમા કાઇક ગોતતી પણ તેવો ને કાઈજ નવુ મળતું નહિ. અને રોજ રાત્રે તે સમય પસાર કરવા ગીટાર વગાડતાવગાડતા.
અને આત્મા રોજ તેને સાંભળતી. અને તે ને ખૂબ દુખ થતુ કે પોતે આ શિખી ના શકિ.તે ને ખૂબ ગુસ્સો આવ્યો કે પોતે આ શીખયા વિનાજ પોતે મૃત્યુ પામી અને તે વિચાર કર્યો કે હું આમ ને પણ વગાડવા નહિ દવુ એમ વિચારી તેવો ને હેરાન કરવા લાગી. પણ ઓલી છોકરીઓ એ એમાં ધ્યાન ન આપ્યું. તેવો ત્યાંથી જતા રહ્યાં. ઓલી છોકરી ની આત્મા ગીટાર વારી છોકરી પાછળ ગઇ. અને તેના પરિવાર ને હેરાન કરવા લાગી. અને બીજા ના શરિરમાં પૃવેશી તે વ્યક્તિ નો પગ ભાગતી અને તેવો ને હેરાન કરવા લાગી. થોડાક દિવસો પછી તે છોકરી ને વિચાર આવ્યો કે હું જે દિવસ થી જંગલ માથી આવી છું તે જ દિવસ થી મારા પરિવાર ની આ હાલત છે કયાક મારી સાથે કોઈ આત્મા તો નથી આવિ ને. તે આ વાત તેના પિતા ને કરી તેને આનો નિવેડો કાઠવા તાત્રિક ને તેના ઘરમાં બોલાવ્યો. તે તાત્રિક કે કહયું આત્મા તો છે પણ હું તેને કાબૂમાં નથી કરી શકતો. તે શું કહેવા માગે છે તે ખબર પડતી નથી. પછી તે છોકરી પાછી જંગલમાં ગય અને આજુબાજુના ગામો મા પુછપરછ કરી.તો તે ને ખબર પડી કે ત્યાં આદિવાસીઓનો કબીલો રહેતો. ત્યારે તે ને થયું કે આમાંથી જ એક આત્મા મારી સાથે આવિ હશે. પછી તે આદિવાસીઓની ભાષા શિખી. અને પછી તાત્રિક ને બોલાવી ને આત્મા ને વશમાં કરવા નું કહયું. તે આત્મા તેની મિત્ર ના શરિરમાં પૃવેશી ને પોતાની વાત કહી.ત્યારે ઓલી છોકરી બોલી તમાને શિખવા ના મલયુ એ વાત નુ અમને દુઃખ છે.હું તમને મદદ કરીશ તમારી જેમ કોઇ પણ વ્યક્તિ ને તેનુ સપનું પૂરું કરીને.ત્યારે આત્મા ગુસ્સે થઈ અને બોલી ના મારું સપનું સાકાર ન થયું એટલે હું કોઇ નુ સપનું સાકાર નહિ થવા દઇશ. ત્યારે ઓલી છોકરી બોલી મારા જેવા તો લાખો-કરોડો ના સપના હશે તમે કેટલાક લોકો ના સપના તોડશો.અને તમને કદાચ પાછો મનુષ્ય અવતાર મળશે અને તમારા સપનું કોઈ આવી રીતે તોડશે તો તમે શું કરશો. ઓલી આત્મા મુઝાઈ ગય તે વિચાર કર્યો કે આ કહેછે તો સાચું. પછી તે બોલી હા હવે હું કોઇ ના સપના નહિ તોડું પણ એને પુરા કરવા મા મદદ કરીશ. પેલી છોકરી એ આ વાત તેના પરિવાર ને કહી તો તેને તેનું ગીટાર તોડી તેને વગાડવા ની પણ ના પાડી તેવો એ કહ્યું આના લીધે જ થયું છે આ બધું. થોડાક જ દિવસો મા તેનો પોગ્રામ હતો. તે નિરાશ થઇ ને બેસી ગયી. ત્યારે ઓલી આત્મા ત્યાં આવીને તેના પરિવાર ને સમજાવ્યું કે મારા સપના પુરા ન થયાં પરંતુ તમે આના તો કરો. તે ને તેના પરિવાર ને પોતાની આખી વાત રજૂ કરી અને તેને સમજાવ્યા. તે ના પરિવાર વાળા માનયા.અને આજે પણ કોઈ ને મદદ ની જરૂર હોય તો તે આત્મા કરે છે આજે પણ તે ઓલી છોકરી ના પોગ્રામ જોવે છે. અને તે ખુશ થાય છે.


સમાપ્ત.... 🥰
લિ. જાડેજા નેહલબા જયદેવસિંહ
ઊં. 17 વષૅ.