Ego - 23 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | અહંકાર - 23

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

અહંકાર - 23

અહંકાર – 23

લેખક – મેર મેહુલ

ભૂમિકા હાથમાં એક ફાઇલ લઈને રૂમમાં પ્રવેશી હતી. તેનાં જણાવ્યા અનુસાર તેની પાસે ખૂબ જ મહત્વની માહિતી મળી હતી. તેણે ટેબલ પર ફાઇલ રાખીને બે-ત્રણ કાગળો ઉથલાવ્યા. ત્યારબાદ એક કાગળ પર એ અટકી, જ્યાં એક કૉલ લોગમાં રાઉન્ડ કરેલું હતું.

“જુઓ સર..” કહેતાં ભૂમિકાએ રાઉન્ડ પાસે આંગળી રાખી, “આ કૉલ ડિટેઇલ્સ હર્ષદ મહેતાની છે, હાર્દિકનાં મર્ડરની રાત્રે 3:32am, USA સ્થિત કોઈ ક્રેડિટ કાર્ડની કંપનીમાંથી હર્ષદને કૉલ આવ્યો હતો અને તેણે 37 સેકેન્ડ વાત પણ કરેલી છે”

“મતલબ મારો ગટ્સ સાચો હતો, હર્ષદને એ રાત્રે હોશ આવ્યો હતો અને એણે પણ પોતાની કોઈ જૂની દુશ્મનીનો બદલો લેવા હાર્દિક પર વાર કરેલો…”

“હર્ષદને કૉલ આવ્યો હતો એ વાત સાચી છે પણ હર્ષદે જ મર્ડર કર્યું છે એની સાબિતી શું છે ?” દીપકે તર્ક કાઢ્યો, “આપણે કોઈ પુરાવો પણ જોઈએને ?”

“પુરાવો મળી જશે..” જયપાલસિંહે કહ્યું, “કાલે સવારે હર્ષદ જ કબૂલ કરશે”

“કેવી રીતે ?” અનિલે પૂછ્યું.

“મારી પાસે એક આઈડિયા છે…” કહેતાં જયપાલસિંહે માંડીને વાત કરી.

“ઓહહ… આવું તો હર્ષદે સ્વપ્નેય નહિ વિચાર્યું હોય” અનિલે હસીને કહ્યું.

*

બીજા દિવસની સવારે દિપક હોસ્પિટલે જઈને હર્ષદને લઈ આવ્યો. હર્ષદ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો હતો. દિપક, હર્ષદને લઈને સીધો ઇન્કવાઇરી રૂમમાં જ ગયો હતો. ઇન્કવાઇરી રૂમમાં જયપાલસિંહ અગાઉથી જ હાજર હતો. જયપાલસિંહ કોઈની સાથે ફોનમાં વાતો કરી રહ્યો હતો. હર્ષદને અંદર આવતાં જોઈ જયપાલસિંહે હાથ વડે ઈશારો કરીને હર્ષદને બેસવા કહ્યું અને અનિલને બહાર જવા કહ્યું.

“યસ સર.., હર્ષદ મારી સામે આવી ગયો છે” જયપાલસિંહે નાટક શરૂ કર્યું, “કાલે અમે એની કૉલ ડિટેઇલ્સ મંગાવી હતી. હર્ષદે અમને એમ કહ્યું હતું કે મર્ડરની રાત્રે કોઈ છોકરીએ તેનાં માથે ઈંટ મારી હતી અને એ બેહોશ થઈ ગયો હતો, ત્યારબાદ તેની આંખો સીધી હોસ્પિટલમાં ખુલ્લી હતી; પણ કૉલ ડિટેઇલ્સમાં એ જ રાત્રે અમેરિકાની કોઈ ક્રેડિટ કાર્ડ કંપનીએ હર્ષદને ‘અમેરિકન એક્સપ્રેસ’ કાર્ડ માટે ઑફર આપેલી અને એ કૉલમાં 37 સેકેન્ડ વાત થયેલી. આ વાત પરથી હર્ષદ ખોટું બોલતો હોય એવું સાબિત થઈ ગયું છે, હવે હું શું કરું ?”

દસ સેકેન્ડ જયપાલસિંહ ચૂપ રહ્યો અને ફરી બોલવાનું શરૂ કર્યું,

“એન્કાઉન્ટર ?, સર નાની વાતમાં એન્કાઉન્ટર કરવાની શું જરૂર છે ?” જયપાલસિંહે હર્ષદની સામે જોયું. હર્ષદ ફાડેલી આંખે જયપાલસિંહ સામે જોતો હતો.

“ઑકે સર, હું પૂછપરછ કરું છું. જો એણે હકીકત ના જણાવી તો તમે કહ્યું એમ કરીશું” કહેતા જયપાલસિંહે કાનેથી મોબાઈલ દૂર કર્યો.

“હું બધું જણાવું છું સર, પ્લીઝ મારું એન્કાઉન્ટર ના કરતાં…!”

જયપાલસિંહ મુસ્કુરાયો,

“મતલબ એ રાત્રે શું બન્યું એની તને ખબર છે ?”

“હા સર..” કહેતાં હર્ષદે નિઃસાસો નાંખ્યો, “એ રાત્રે હું પૂરો હોશમાં હતો. જો કે હર્ષદનાં મર્ડર વિશે મેં સ્વપ્નેય નહોતું વિચાર્યું પણ સંજોગો એવા ઊભા થઈ ગયા હતા કે વહેતાં પાણીમાં મેં પણ હાથ ધોઈ લીધાં”

“એ રાત્રે તે શું શું જોયું હતું અને તે શું કર્યું હતું એ જણાવ” જયપાલસિંહે કહ્યું.

“હાર્દિકને સુવરાવીને હું રૂમમાં આવ્યો હતો, ત્યારબાદ ભાર્ગવે મને સલાહ આપી અને એ જતો રહ્યો હતો. ત્યારબાદ હું પણ સુઈ ગયો હતો. રાત્રે જ્યારે અઢી વાગ્યાની આસપાસ મારી આંખો ખુલ્લી ત્યારે શિવ અને જય સુતા હતાં. હું હાર્દિકને જોવા માટે ગેલેરીમાં આવ્યો. ફોનની ફ્લેશલાઈટ શરૂ કરીને મેં હાર્દિકને જ્યાં સુવરાવ્યો હતો ત્યાં પ્રકાશ ફેંક્યો. હાર્દિક ત્યાં નહોતો એટલે મેં આજુબાજુ ફ્લેશ ફેરવી. જ્યારે પ્રકાશ સામે હાર્દિકની ડેડબોડી આવી ત્યારે હું રીતસરનો ડરી ગયો હતો. બરબાદ એ જ સમયે કોઈ દીવાલ કૂદીને ગેલેરીમાં પ્રવેશ્યું હતું.

મેં એ તરફ લાઈટ કરી. એ માનસી જ હતી એની મને પહેલી નજરે ખબર પડી ગઈ હતી અને હાર્દિકે જ માનસીને બોલાવી હશે એની પણ ખબર હતી. જો માનસી મને આવી રીતે જોઈ જાય તો કારણ વિના હાર્દિકનાં મર્ડરર તરીકે હું ફસાઇ જાઉં. મારે માનસીને હાર્દિકની ડેડબોડી સુધી નહોતી પહોંચવા દેવાની, એટલે હું એ દીવાલ તરફ ચાલ્યો. એ જ સમયે માનસીએ મારાં માથા પર ઈંટ મારી. મને તમ્મર ચડી ગઈ. હું મદદ માટે રૂમનાં બારણાં તરફ ચાલ્યો અને એ જ સમયે માનસીએ બીજો વાર કર્યો હતો. હું ત્યાં જ બેહોશ થઈ ગયો હતો.

મોબાઈલની ધ્રુજારીને કારણે મારી આંખો ખુલ્લી હતી. એ ‘અમેરિકન એક્સપ્રેસ ક્રેડિટ કાર્ડ’ ની ઓફર માટેનો કૉલ હતો. ફોન કટ કરીને મેં માથું પકડ્યું. હજી મારી આંખો સામે અંધારા આવતાં હતાં. દસ મિનિટ સુધી એમ જ બેઠો રહ્યો. ત્યારબાદ ઊભો થઈને હું હાર્દિક પાસે આવ્યો. જ્યારે મેં પહેલીવાર હાર્દિકને જોયો હતો ત્યારે માત્ર તેનાં ગળા પર જ ચિરો હતો, જ્યારે અત્યારે ગળા પરનાં ચિરા સાથે છાતી અને પેટનાં ભાગમાં પણ ઘાવ હતાં.

મને આ કામ માનસીનું લાગ્યું. હાર્દિક માનસીને બ્લેકમેલ કરતો હતો એની મને ખબર હતી અને કંટાળીને માનસીએ જ હાર્દિકને માર્યો છે એ વાત મેં સ્વીકારી લીધી હતી. હાર્દિક આમ પણ સ્વધામ પહોંચી ગયો હતો એટલે મેં પણ બાજુમાં રહેલા અણિયાલ પીવીસી પાઇપનો કટકો હાથમાં લીધો અને હાર્દિકનાં પેટમાં ભોંકી દીધો. એનાં પેટમાં પાઇપ ઘુસાવીને પણ મને ચેન ન મળ્યું એટલે મેં એ ઘાવ પર ચિરા પાડી દીધા. ત્યારબાદ એ પીવીસી પાઈપને તૂટેલા પીવીસીમાં ફેંકી દીધો જેથી એ ગટરમાં ભળી ગયો”

“ઓહહ..”જયપાલસિંહે હુંહકાર ભર્યો, “હાર્દિકને મારવા માટે તારી પાસે કયું કારણ હતું ?”

“હાર્દિક શરીરમાં પાતળો હતો જ્યારે હું જાડીયો છું. હાર્દિક વાતવાતમાં મારા શરીરનું મજાક ઉડાવતો હતો. ઘણીવાર એ પુરા સ્ટાફ સામે અને ક્યારેક ફંક્શનમાં બધા સામે મારા આ શરીરનું મજાક ઉડાવતો. હું જ્યારે ગંભીર થઈને તેને મજાક ઉડાવવાનું ના પાડતો તો પણ એ નફટાઈથી મને બેઇજત કરતો હતો.

હાર્દિકને મારવા માટે મારી પાસે એક કારણ નહોતું સર, હાર્દિકની કોઈપણ વાત ઉઠાવી લો; એ હંમેશા એવા જ કામો કરતો જેને કારણે બીજા વ્યક્તિને દુઃખ થાય અથવા નીચું જોવું પડે”

“સમજ્યો..” જયપાલસિંહે કહ્યું, “હાર્દિકને બધા સાથે આવા જ સંબંધ હતાં ?”

“હા સર, મને ખબર છે ત્યાં સુધીમાં તેણે સંબંધ બગાડવામાં કોઈને બાકાત નથી રાખ્યાં”

“શિવ અને જયને ?”

“શિવ સાથે તો એને છત્રીસનો આંકડો હતો, અમે પાંચ દોસ્તો હતાં એમાંથી શિવ સાથે તેને રોજ કોઈને કોઈ વાતને લઈને ઝઘડો થતો અને શિવ એક જ એવો વ્યક્તિ હતો જેનાથી હાર્દિક ડરતો. શિવ જ્યારે ગુસ્સે થતો ત્યારે હાર્દિકને મારી લેતો અને સામે હાર્દિક એલ શબ્દ પણ ના બોલતો”

“અને જય સાથે ?”

“જયને એ વાતવાતમાં બેઇજત કરતો અને જય પણ શિવની જેમ જ હાર્દિક સાથે ગાળાગાળી કરતો..”

“ઓહહ…” જયપાલસિંહે ફરી હુંહકાર ભર્યો.

“અનિલ..., આને પણ ભાર્ગવ અને મોહિત સાથે લઈ જા, પછી ઑફિસમાં આવજે” કહેતાં જયપાલસિંહ ઊભો થઈને ઇન્કવાઇરી રૂમની બહાર નીકળી ગયો. અનિલ હર્ષદને સેલમાં છોડીને ઓફીસ તરફ ચાલ્યો.

અનિલ ઓફિસમાં પહોંચ્યો ત્યારે રૂમમાં દિપક અને ભૂમિકા હાજર હતા, જયપાલસિંહ સફેદ બોર્ડ પાસે ઉભો હતો. તેણે બોર્ડમાં પેટની જમણી બાજુએ એ પ્રશ્નાર્થચિન્હ હતું, એ ભૂંસીને હર્ષદ મહેતા લખ્યું.

“માનસી, ભાર્ગવ, મોહિત અને ભાર્ગવ…” જયપાલસિંહે કહ્યું, “આ ચાર લોકો એવા છે જેણે હાર્દિકનાં મૃત્યુ પછી કોઈને કોઈ કારણસર હાર્દિકનાં મૃત શરીર પર પોતાનો ગુસ્સો ઉતારેલો છે, આપણે અત્યાર સુધીમાં આ લોકો પાસે પહોંચી શક્યા છીએ પણ જેણે હાર્દિકની હત્યા કરી છે અથવા જેને કારણે હાર્દિક સ્વધામ પહોંચ્યો એને શોધવામાં હજી આપણે સફળ નથી થયા”

“આપણી પાસે સસ્પેક્ટમાં કહી શકાય એવા માત્ર બે વ્યક્તિ જ બચ્યાં છે અને એ માંથી જ કોઈ એકે હાર્દિકની હત્યા કરી હશે” દીપકે કહ્યું.

“સર, હું તેઓને રોજ ઇન્ટ્રોગેટ કરું છું…બંને રોજે એકનાં એક જ જવાબ આપે છે” અનિલે કહ્યું.

“આપણે બીજો રસ્તો પણ અપનાવી શકીએ સર…” દીપકે કહ્યું.

“પણ સર…” અનિલ બોલવા જતો હતો ત્યાં જયપાલસિંહે હાથનો પંજો બતાવીને તેને ચૂપ કરાવી દીધો.

“આપણે તેઓને પ્રેમથી પૂછ્યું પણ તેઓ બોલવા તૈયાર નથી તો હવે નાછૂટકે આપણે બીજો રસ્તો અપનાવવો પડશે” જયપાલસિંહનો અવાજ પહેલીવાર અનિલ તરફ વ્રુક્ષ અને કડક હતો.

“હું તેઓની સાથે હજી એકવાર વાત કરવા ઈચ્છું છું” અનિલનાં ચહેરા પણ સપાટ ભાવ ઉપસી આવ્યાં.

“એક કલાક…” જયપાલસિંહે તર્જની આંગળી બતાવી, “એક કલાકમાં તારે જે પૂછવું હોય એ પૂછી લેજે, એક કલાકમાં જો તેઓએ જવાબ ન આપ્યો તો અમે અમારી રીતે જવાબ મેળવી લઈશું અને એમાં તું વચ્ચે નહિ આવે”

“ઑકે સર…” કહેતા અનિલે સલામી ભરી અને રૂમ બહાર નીકળી ગયો.

(ક્રમશઃ)