THE GIRL IN RED SKIRT in Gujarati Thriller by Urvil Gor books and stories PDF | THE GIRL IN RED SKIRT

Featured Books
Categories
Share

THE GIRL IN RED SKIRT

''અમન...આજે ફિલ્મ જોવા જઈએ... છેલ્લે આપણે છેક ગયા મહિને ગયા હતા...'' વિનીતાએ અમનને કહેતા કહ્યું જ્યારે અમન તેની ઓફીસ જવા નીકળી રહ્યો હતો.

અમન : અરે... વિનિતા ઓફીસમાં ઘણું કામ હોય છે.જઈશું મને સમય મળશે ત્યારે...

અમને ફટાફટ બુટ પહેરી ટેબલ પર વિનીતાએ તૈયાર કરેલું ટિફિન લઈને નીકળતા નીકળતા જવાબ આપ્યો.

અમન થોડા દિવસોથી આવી રીતે જ જવાબ આપતો હતો જાણે તે કોઈ બીજા સાથે વ્યસ્ત હોય અથવા તેને કોઈ મુંઝવણ હોય...

અમન ઓફીસેથી એક દિવસ થોડો મોડો આવ્યો.

વિનીતા : કેમ એકપણ ફોનનો જવાબ ના આપ્યો. મોડું થશે તેવું કહેવું તો હતું...

''અરે ટ્રાફિક હતો યાર...' અમને તેનું બેગ મુકતા મુકતા જવાબ આપ્યો."

વિનીતાને વારંવાર અમનના આવા વ્યવહારથી તેના શંકા થવા લાગી.

અમન જમીને તરત સુવા જતો રહ્યો ના વિનીતા સાથે કોઈ રોમાન્સ ના આખા દિવસની કોઈ ચર્ચા...

વિનીતાને આવો વ્યવહાર પસંદ ના આવ્યો તેને કંઇક અજુક્તું લાગ્યું અને તેજ વિચારો સાથે તે પણ સુઈ ગઈ.

**************************

બીજે દિવસે અમન ઓફીસેથી તેવી જ રીતે મોડો પડ્યો અને પોતાની કાર લઇ ઓફીસ આવવા નીકળ્યો.

તેની કાર એક સુમસાન માર્ગે જઈ રહી હતી. આજુબાજુ થોડી લાઈટો તો હતી પરંતુ રસ્તો આખો ખાલી હતો કોઈ માણસ એકલા જતા પણ બીવે તેવી જગ્યા.

''અરે...આવ શું લાગી રહી છે આ સ્કર્ટમાં તો હોટ...એકદમ ''

અમને રસ્તામાં કાર ઊભી રાખી અને ત્યાં એક લાલ કલરનું સ્કર્ટ પહેરેલી યુવતીને અંદર બેસાડતા બેસાડતા કહ્યું.

"તારા માટે તો પહેરું છું...' પેલી યુવતીએ પણ સામે જવાબ આપ્યો.''

અમન તેને હોટેલમાં લઇ ગયો.બંને લગભગ અમનના ઘરે પહોંચવાના સમય પહેલા નીકળી ગયા.

આંઠ - દસ દિવસ સળંગ આવું ચાલ્યું.

અચાનક એક રવિવારે અમનના ઘરે એક કુરિયર આવ્યું. અમન સૂતો હતો અને વિનીતાએ કુરિયર લીધું.

વિનીતાને અજીબ લાગ્યું કારણ કે તેમને ક્યારેય કુરિયર આવતા ન હતા નાતો તેમણે કોઈ વસ્તુ મંગાવી હતી..

"જરૂર અમને મારા માટે કંઇક મંગાવ્યું હશે ' વિનીતા એ હસતા હસતા કુરિયર ખોલતા કહ્યું."

કુરિયર ખોલ્યું તો શું જોયું...

અમનના ફોટા પેલી લાલ સ્કર્ટ વાળી યુવતી જોડે હોટેલના રૂમમાં બંને તેમની પળોમાં ડૂબેલા હતા પરંતુ તે યુવતીનો ચહેરો બ્લર હતો જ્યારે અમનનો ચહેરો ચોખ્ખો દેખાતો હતો જાણે કોઈ જાણીજોઈને તે યુવતીનો ફોટો બ્લર કરી અમનને ફસાવવાના પ્રયત્ન કરતું હોય.

આ જોતાજ વિનીતાના પગમાંથી જમીન ખસકી ગઈ તે સીધી અમન પાસે ગઈ અને તેને બુમાં બૂમ કરી ઉઠાડ્યો અને તેને ફોટા દેખાડીને પૂછ્યું આ શું છે?

અમન : અરે...વિનીતા વાત સાંભળ...આવું કશું જ નથી...

વિનીતા : બધી ખબર પડી ગઈ છે...

બંને ખૂબ બૂમાબૂમ કરી ઝઘડ્યા.

વિનીતા : હું... હાલજ મમ્મી પપ્પાને ફોન કરું છું...

****************************

''ના... ના વાત સાંભળ વિનીતા...વિનીતા ના વાત સાંભળ....વિનીતા નઈ...'' અમન એકદમ ઊંઘમાંથી ઊઠીને બૂમો પાડવા લાગ્યો.

વિનીતા : શું થયું...? અમન શાંત થઈ જા શું થયું? ખાલી ખરાબ સપનું હશે.

વિનીતાએ અમનને શાંત કરાવતા તેનો હાથ પકડીને કહ્યું.

અમને તે ઓફીસથી નીકળ્યો ત્યાંથી લઈને વિનીતાને ખબર પડી ત્યાં સુધીનું સપનું તેને કહ્યું.

બીજા દિવસે અમન તેવી જ રીતે મોડો કાર લઇને તેજ અંધકારમય રસ્તા ઉપર જતો હતો ત્યાંજ તેણે સપનામાં દેખાયેલી યુવતી જેવીજ બીજી યુવતી પરંતુ તેનો ચહેરો થોડો અલગ હતો પરંતુ સપનામાં દેખાયેલી યુવતી કરતા વધારે સુંદર દેખાતી હતી. તે એક ફિટિંગ વાળુ જિન્સ પેન્ટ અને ટાઇટ ટી - શર્ટ પહેરીને ઊભી હતી.

તેણે અમન પાસે લિફ્ટ માંગી.
અમને થોડો મુંઝવણમાં મુકાયો કે આવું કેવી રીતે થઇ શકે કે સપના જેવું હકીકતમાં થાય.

તેણે ખાલી રસ્તો જોતા તે યુવતીને લિફ્ટ આપી તેજ હોટેલ આગળ ઉતારી જતો રહ્યો.

ચાર - પાંચ દિવસ સળંગ તે છોકરીને લિફ્ટ આપતો રહ્યો અને બંનેએ એકબીજાની જાણકારી આપી.

તે યુવતીનું નામ રિયા અને તે પોતાના પરિવારથી અલગ સંબધો કાપી એક જગ્યાએ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી.

*******************************

"લે આ તારા માંગ્યા મુજબ ના પૈસા ....' વિનીતાએ એક જગ્યાએ મળી રિયાને પૈસા આપતા કહ્યું."

વિનીતાએ રિયાને કામ આપ્યું હતું કે જેથી અમનનું વ્યક્તિત્વ જાણી શકે. રિયાને તે રસ્તા પર વિનીતા એ પૈસા આપી ઊભી રાખી હતી.

થોડા દિવસ બાદ રિયા ફરી તેજ રસ્તા પર લાલ કલરનું સ્કર્ટ પહેરીને ઊભી હતી.

"અરે...આવ શું લાગી રહી છે આ સ્કર્ટમાં તો હોટ...એકદમ' અમને રિયાને એવી રીતે જ કીધું જેમ સપનામાં પેલી છોકરીને કીધું હતું."

"તારા માટે તો પહેરું છું...' રિયાએ પણ સામે એવોજ જવાબ આપ્યો જેમ પેલી છોકરી એ સપનામાં આપ્યો હતો."

અમન રિયાને લઈને તે જ હોટેલ ગયો. રિયાએ કહી દીધું કે વિનીતાએ તેને ઊભી રાખી હતી.

રિયાનું હૃદય હવે અમન માટે ધડકવા લાગ્યું હતું.

અમન : મતલબ વિનીતાએ મારા વ્યક્તિત્વ ઉપર શંકા કરી. રિયા આ વાત હવે તેને ખબરના પડવી જોઈએ .

"હું...થોડી કહેવાની છું ' રિયાએ એક નશીલી અદાથી અમનના શર્ટના બટન ખોલતા ખોલતા કહ્યું અને બંને એક હસીન પળોમાં ડૂબી ગયા."

પેલી બાજુ વિનીતાના મનને શાંતિ થવા લાગી કે અમન તેને જ પ્રેમ કરે છે અને તેણે ખોટી શંકાઓ મન માંથી કાઢી લીધી.

******************************

હવે વિનીતા ક્યારેય અમનને મોડા આવવાથી ટોકતી નથી.

અમન હવે દર અઠવાડિયે વિનીતાને ફિલ્મ જોવા લઈ જાય છે અને તે અઠવાડિયામાં ચાર દિવસ મોડો અને બે દિવસ વહેલો આવે છે.

એક દિવસ ફિલ્મ જોવા,એકદિવસ વિનીતા માટે અને બાકીના ચાર દિવસ ...

સંપૂર્ણ.

A story by
- Urvil Gor