શ્રી રાધાવતાર....
લેખક :શ્રી ભોગીભાઈ શાહ...
પ્રકરણ 22: શ્રી રાધા રુકમણી મિલન......
            અનુસંધાન શબ્દનું, વાક્ય નું અને દરેક પ્રકરણે ઘટનાઓનું.. લેખક શ્રી ની નજરે પડતી હજુ એક વિશેષતા દરેક પ્રકરણનું સ્વતંત્ર અસ્તિત્વ આમ છતાં સળંગ સૂત્રતા..... ધાર્મિક મૌલિક નવલકથા શ્રીરાધાવતાર માં જેમ જેમ અંત તરફ પ્રયાણ કરીએ તેમ તેમ આપણી  જિજ્ઞાસા વધતી જાય છે. વાંચનમાં રસ અને શ્રીરાધાજી માં શ્રદ્ધા વધતી જાય છે .
            નવગ્રહ શાંતિ યજ્ઞની પુર્ણાહુતી અને યાદવાસ્થળી ની શરૂઆત બંનેનું અનુસંધાન વહેલી પરોઢે થાય છે . યાદવ નબીરાઓની કુબુદ્ધિ ને કારણે થયેલી ઋષિવૃંદ ની મશ્કરીઓ , અપમાન તથા મુનિના શાપ નું વર્ણન ખૂબ જ સરસ છે .
             શ્રી ઋષિઓના શાપને કારણે યાદવો કૃષ્ણ તરફ દોટ મૂકે છે શ્રીકૃષ્ણ તત્કાલીન ઉપાય બતાવી દે છે પરંતુ ગોઝારી ઘટના એક દિવસ ઘટશે જાણતા હતા.પરંતુ કુરુક્ષેત્રના કુંભમેળા તથા શાશ્વત શાંતિ યજ્ઞ માં ભાગ લેવાની તૈયારી સાથે સ્વસ્થતા કેળવી લે છે.
             શ્રી કૃષ્ણ અને ઉધ્વના સંવાદોમાં શ્રીકૃષ્ણનો દુરદેશી વ્યક્તિત્વ દેખાય છે ઉદ્વવ નું આ વખતનું દ્વારિકા થી ગમન આખરી  છે તેમ કહી ઉદ્વવ ને આશ્ચર્યમાં મૂકી દે છે તથા શ્રી રાધા અને વ્રજવાસીઓને મળવાની મહારાણીઓ ની ઇચ્છા પૂરી કરવા ઉદ્વવ ની સહાય માંગે છે.
            ઉદ્ધવજી પોતે પ્રખર જયોતિષી હતા તેથી તેને શ્રીકૃષ્ણની અગમચેતી ને સમજતા વાર લાગી નહીં.  શાંતિ યજ્ઞ ની પૂર્વસંધ્યાએ શ્રીકૃષ્ણ રથ લઈને કુરુક્ષેત્ર પહોંચી ગયા.સ્થળ એક જ કુરુક્ષેત્ર પરંતુ વાતાવરણ અલગ આમ બંનેની સરખામણી કર્યા વગર રહી શકતા નથી 
              પુર્ણાહુતી સમયે ઉદ્ધવજી રાધાજી ને શોધવા કોઈને કીધા વિના સવારથી નિકળી પડ્યા હતા પરંતુ પ્રભુને ક્યાંય શાંતિ ન હતી અને ત્યાં તો સામેથી એવી ચિંતા લઈને રુકમણી જી આવ્યા અને શ્રીકૃષ્ણને જાણે આટલી જ વાર હતી દારૂકની વાટ જોયા વિના પોતે જ રથ આરૂઢ થઇ વ્રજવાસીઓને શોધવા આગળ વધ્યા.
           હરખભેર ચરણસ્પર્શ કરવા આતુર કનૈયા ને વાંકા વળે તે પહેલા જ યશોદાજી બાથ ભરીને ભેટી પડ્યા આ મનભાવન દ્રશ્ય તો જાણે હૃદયમાં અંકિત થઈ જાય છે. અને હવે શ્રીકૃષ્ણના આકુળ-વ્યાકુળ નયનો પોતાની હૃદેયશ્વરી ને શોધવા વિહવળ બને છે.
           અને ફરી એક વખત સમજણના સેતુ શ્રી કૃષ્ણ મનની વાત સમજી જાય છે......
એક તો પટ રાણી સાથે આવેલા શ્રી કૃષ્ણ ને જોઇ ને માનુની શ્રીકૃષ્ણને મળી જાય તો થઇ જ રહ્યું ને?
અને સદેહે બંને જણા ધરતી પર પુનઃ મળે એ વિધિ ને ક્યાં મંજુર હતું?
                 🍂 અધીરું ઉર
                      વ્યાકુળ નયનો
                        ચહે પ્રિયાને 🍂
              અને ગદગદ થયેલા ઘનશ્યામ સજળ નેત્રે ફક્ત અંગુલી નિર્દેશ કરી આસમાની રંગની ચૂંદડી ઓઢેલા રાધાજી ને દૂરથી જોઈ રુકમણી જીને જવા કહે છે. અને રુકમણી ખૂબ જ ઉત્સાહથી રાધાજી ને મળે છે અને ઉદ્વવ જી સાથે બધી રાણીઓને મળવા આતુર બને છે.
            શ્રી રાધાજી નું  રોહિણી માં અને બધી જ રાણીઓ સાથેનું મિલન ખૂબ જ હૃદયસ્પર્શી રીતે કરવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણના ઢોલિયા પર જ રાધાજીને બિરાજવા અને મહેમાન ગતિ સ્વીકારવા બધી જ રાણીઓ વિનવે છે. શ્રી રુકમણી દ્વારા રાધાજી ને દુગ્ધ પાન કરાવવામાં આવ્યું અને આ મનોરમ્ય દ્રશ્ય શ્રીકૃષ્ણ અંતર મનથી નિહાળી રહ્યા શ્યામસુંદરની ઇચ્છાનુસાર બધું પાર પાડ્યું.
        રાધાજી ની વિદાય પછી જ્યારે રાત્રે શ્રી કૃષ્ણ અને રુકમણી એકલા પડે છે ત્યારે શ્રીકૃષ્ણના પગમાં પડેલા ફોલ્લા જોઈને રુકમણી જી દુઃખી થઈ જાય છે. શ્રીકૃષ્ણ મરક મરક થતા ગરમ દૂધ નું રહસ્ય જણાવે છે કેમ કે રાધાજીએ ગરમ દૂધ પીધું. રાધાજીના હૃદયમાં પ્રવેશે છે અને ત્યાં તો શ્રીકૃષ્ણના ચરણ કમળ રહેલા છે. આ સાંભળી રૂક્ષ્મણીજી મૂર્છિત થઇ જાય છે અને શ્રી કૃષ્ણ પોતાની પ્રિયા પાસે સૂક્ષ્મ દેહે પહોંચી જાય છે.         
           જ્યાં રાધારાણી પોતાની સખીઓ સાથે એક જ ઈચ્છા ની ચાહના કરે છે કે મને તો એક જ ઈચ્છા છે વાંસળી સભર વૃંદાવન...... અને બસ પછી તો શ્યામસુંદરે બંસરીના સૂર મધુર નાદથી વાતાવરણ ગુંજીત કરી નાખ્યું.
         અને આપણું ચિત્ત તથા હૃદય બંસરી ના સુર માં અલૌકિક આનંદ નો અનુભવ કરી રહ્યા છે.....