proud of soldier in Gujarati Adventure Stories by Fatema Chauhan Farm books and stories PDF | વીરો ની વીરતા...

Featured Books
Categories
Share

વીરો ની વીરતા...

"પ્રણામ કુંવરજી , ચિરંજીવ પકડાઈ ગયા છે. દુશ્મનોએ તેમને જીવતા પકડી પોતાની છાવણી માં લઇ ગયા છે. હવે તો દુશ્મન જાણી જશે કે મહારાજ..... "સૈન્ય સેનાપતિ સમાચાર આપતા અટક્યા..

"ના ના એવું કંઈ નહિ થાઈ દુશ્મન ને કઈ ખબર નહિ પડે. . મને ચિરંજીવ પર પૂરો વિશ્વાસ છે તેમણે માતાજી ના અને માતૃભૂમિ ના સોગંદ ખાધા છે ,તે પોતાના પ્રાણ આપી દેશે પણ પોતાનું મોઢું નહિ ખોલે. મને ખાતરી છે કે તેમણે પેહલા જ કઈક આનો રસ્તો શોધી લીધો હશે. "કુંવરજી બોલ્યા.

"પણ કુંવરજી , આપણા દુશ્મનો ચિરંજીવ પાસેથી સંદેશ જાણવાનો તેમના થી બનતો પુરતો પ્રયાસ કરશે અને આં માટે તે ચિરંજીવ ને અસહનીય શારીરિક યાતનાઓ પણ આપશે. " સેનાપતિ બોલ્યા .

બધા ના મનમાં આં સાંભળતા જ ડર બેસી ગયો પણ કુંવરજી ને પાક્કો વિશ્વાસ હતો કે ગમે તે થાઇ ચિરંજીવ પોતાનું મોઢું નહિ ખોલે પણ તે સૈનિકો નો ડર જોઈ શકતા હતા આથી તે જુસ્સા સાથે બોલ્યા, "મારા વીર સૈનિકો આપણી આં લડત આપણી આઝાદી ની લડાઈ છે આપણી સ્વતંત્રતા ની આં લડાઈ છે જે આપણે આપણાં અંતિમ શ્વાસ સુધી લડીશું. ગમે તે થાઇ આપણો દુશ્મન આપણા જીવતાતો આં કિલ્લામાં પગ નહી મૂકી શકે. જય માતૃભૂમિ"... અને આ કહેતા જ આં નાદ આખા કિલ્લામાં ગુંજી ઉઠ્યો.

આજે વિરંગ રાજ્ય (નામ બદલ્યું છે) સંકટો થી ઘેરાયેલું હતું. વિદેશી દુશ્મન તેના દ્વાર પર આવી બેઠો હતો અને આં સમયે મહારાજ કિલ્લામાં ન હતા. રાજા પોતાના કોઈ મિત્ર રાજા ને અંતિમ વિદાઈ આપવા ગયા હતા અને પાછળ થી દુશ્મનોએ આક્રમણ કર્યું હતુ. પરંતુ દુશ્મનો જાણતા ન હતા કે રાજા વિરરાજ કિલ્લામાં નથી.

દુશ્મનોએ આપણા ઉપર હુંમલો કર્યો છે અને તમે ઝડપથી પાછા પધારો તેવો રાજકીય સંદેશ લઈ ને ચિરંજીવ રાજા પાસે જવા નીકળ્યા હતા પરંતુ કોઈ પોતાની પાછળ છે એવી આશંકા થતાં આં સંદેશ તેમણે તે રાજ્ય તરફ જતી એક માલગાડી માં છુપાડી દીધો . તે જાણતા હતા કે જો આ સંદેશ દુશ્મન ના હાથે લાગશે તો તે જાણી જશે કે રાજા કિલ્લામાં નથી તો તે વધુ આક્રમક બની જશે અને જો તે કિલ્લા ઉપર હુમલો કરશે તો કુંવરજી ના પ્રાણ પણ સંકટ માં આવી જશે. આથી તે પકડાયા પછી પણ દુશ્મનો ને રોકવા તેમની સાથે બહાદુરી સાથે લડ્યા જેથી દુશ્મન ને તે માલગાડી વિશે જાણ ન થાઈ છતાં તે અંતે પકડાઈ ગયા પણ તેમણે પોતાના પર ગર્વ હતો કે તેમણે પોતાનું કામ કરી લીધું છે તે સંદેશો હવે તે રાજ્ય ની કોઈ પણ પ્રજા ના હાથ માં પણ લાગશે તો તે રાજા સુધી પોહચાડી દેશે.

આ બાજુ કુંવરજી રાજા ની પ્રતીક્ષામાં હતા. તેમણે પોતાનાથી બનતો બધો પ્રયાસ અને સુરક્ષાની વ્યવસ્થા કરી હતી .દુશ્મનો ને તે આક્રમક જવાબો આપતા હતા જેથી તેમને ખબર ન પડે કે રાજા અહી નથી પરંતુ દુશ્મન પણ આં વખતે પૂરી તૈયારી સાથે આવ્યો હતો. તેમને રાજા ને પોતાની સમક્ષ હાથ જોડાવવા માટે રાજ્યના નાના ગામ પર આક્રમણ કરવા લાગ્યો હતો જેથી પ્રજા નો સંહાર થઈ શકે અને રાજા પોતાની પ્રજા માટે હાર સ્વીકારી લે પણ કુંવરજી એ તે બધી પ્રજા ને બચાવી પોતાના કિલ્લા માં આશ્રય આપ્યો જેથી દુશ્મનો થી તેમનો બચાવ થઈ શકે.

દિવસે ને દિવસે પરિસ્થિતિ વધુ ખરાબ થતી હતી. દુશ્મનો બહાર થી ઘેરાવ કરી રહ્યા હતા જેથી કિલ્લા ના દ્વાર બંધ કરવા પડ્યા હતા. દુશ્મનોનો રાજા સારી રીતે જાણતો હતો કે આ સમયે રાજ્ય માં દિવાળી નો ઉત્સવ હોય છે બધા આસપાસ ના રાજાઓ પણ પોતાની ઉજાણી માં વ્યસ્ત હશે આથી ઝડપથી કોઈ પણ રાજા પોતાના સેન્ય સાથે હાજર નહિ થઈ શકે. જ્યારે તેઓ તૈયારી સાથે આવશે ત્યાં સુધીમાં તો પરિસ્થિતિ અહીં વધુ બગડી ગઈ હશે અને આપણે આ કિલ્લો જીતી ગયા જ સમજો.

આ બાજુ રાજ્યમાં પણ પ્રજાના મનમાં ઉત્સવ ક્યાંક ખોવાઈ ગયો હતો આ યુદ્ધના માહોલમાં લોકો બેઘર થઇ ગયા હતા અને રાજાના સેનાપતિઓ, મંત્રીઓ બધાજ સૈન્ય દળો સાથે યુદ્ધની તૈયારીઓ માં હતા એક તરફ દિવાળીનો ઉત્સવ હતો જ્યારે બીજી તરફ રાજ્યમાં દરિદ્રતા છવાઈ રહી હતી દુશ્મનોના ઘેરાવ ને કારણે કિલ્લાના દ્વાર બંધ કરવા પડયા હતા જેથી બહારથી અનાજનો જથ્થો અને બીજી અન્ય સામગ્રીઓ આવતી બંધ થઈ ગઈ હતી હવે કિલ્લામાં હજારોની સંખ્યામાં રહેલી પ્રજા અને સૈનિકો માટે ભોજનનો જથ્થો માંડ કરીને બે મહિના ચાલે એટલો જ હતો અને આ યુદ્ધની પરિસ્થિતિ જોતા લાગતું ન હતું કે બધું સહેલાઇથી પતી જશે દુશ્મન પોતાની હાર માને એમ લાગતું ન હતું અને વિરંગ રાજ્ય તેની સામે ટકી રહેવા માટે સક્ષમ ન હતું.

આ બાજુ માલગાડી કાલીગઢ (નામ બદલ્યું છે) ની સીમામાં આવી ગઈ હતી. કોઠાર માં માલગાડી નો સામાન ઉતરતો હતો ત્યાં જ આં પત્ર એક મજદૂર ના હાથ લાગ્યો તે ચોંક્યો અને દોડીને પોતાના શેઠ પાસે જઈ પત્ર બતાવ્યો રાજકીય ચિન્હ વાળો સંદેશ જોઈ શેઠ સમજી ગયો કે આ શું છે તેણે પત્ર વાંચ્યો અને મહેલ તરફ દોડ્યો. તેણે આં પત્ર સેનાપતિ ને આપ્યો અને હાથ જોડી ઊભો રહ્યો. પત્ર વાંચતા જ રાજા વિરરાજ રાત ના અંધારામાં વેશ પલટો કરી નીકળી ગયા જેથી કોઈ તેને ઓળખી ન શકે સાથે કાલિગઢ ના નવા રાજા પણ તૈયાર થયા.બંને જણા ઘાટી ના રસ્તે થી રાત ના અંધારામાં કિલ્લા માં દાખલ થયા.

રાજા એ આવતા જ મોરચો સંભાળી લીધો પોતાના પુત્રની વીરતા અને આવી વિકટ પરિસ્થિતિમાં પ્રજા અને પોતાના સૈનિકો નો જોશ વધારતા અને દુશ્મનો ની સામે એક આક્રમકતા દાખવી તેના પર તેને ગર્વ હતો પરંતુ બધા મુદ્દે વિચાર કર્યા પછી તેમને લાગ્યું કે જો દુશ્મન સાથે યુદ્ધ કર્યું તો આપણે કારમી હારનો સામનો કરવો પડશે અને એક મોટો વિનાશ ફરી વળશે આંથી પ્રજા કલ્યાણ માટે તેમણે શાંતિ પ્રસ્તાવ દુશ્મન રાજા સામે મૂકવાનું નક્કી કર્યું અને તેમણે સંદેશ મોકલ્યો. આખરે રાજાએ મોકલેલો શાંતિ પ્રસ્તાવ દુશ્મનો માટે એક જીત સાબિત થઈ કારણકે તેમને લાગ્યું કે અંતે રાજાએ પોતાના હથિયાર નીચે મુકી દીધા અને દુશ્મનનો સેનાપતિ રાજાને મળવા માટે તૈયાર થયો પરંતુ દુશ્મનોએ મૂકેલી શરત સાંભળી રાજા ગુસ્સે થઈ ગયા અને પોતે આ રીતે શરણાગતિ સ્વીકારશે નહીં તેમ સ્પષ્ટ કહી દીધું.

આમ ને આમ દિવસો પસાર થવા લાગ્યા દુશ્મન સામેથી હટવા તૈયાર ન હતો તેની ફોજમાં નિરંતર વધારો થતો હતો.તે દિવસ અને રાત જોયા વગર ટોપ અને બંદૂકો થી ગોળીબાર કરતો હતો. જેની સામે વીરરાજ રાજા પાસે આવા કોઈ હથિયાર ન હતા અને માત્ર ત્રણ હજાર સૈનિકો હતા જે માતૃભૂમિ પ્રત્યે બલિદાન આપવા તત્પર હતા પરંતુ રાજાને કિલ્લાની અંદર રહેલી પોતાની પ્રજાની પણ ચિંતા હતી જો યુદ્ધ થયું તો આ લોકો પણ માર્યા જશે. દુશ્મન રાજા તે કિલ્લો જીતી ગયા પછી તે આ પ્રજાનું હિત ઈચ્છશે નહીં. વળી આનાજ પણ પૂરતું ન હતું જો તે પણ ખૂટી ગયું તો સૈનિકો દુશ્મનો નો સામનો વીરતા થી કેમ કરશે તે પણ એક મોટી ચિંતા હતી.

ધીરે ધીરે બધાનું મનોબળ ખૂટી ગયું હતું હવે સૌ કોઇ એ સ્વીકારી લીધું હતું કે દુશ્મન સામે આ રીતે દ્વાર બંધ કરી સામનો કરી શકાશે નહીં કેટલો સમય તેઓ આં વધતા ઘેરાવને રોકી શકશે. હવે બધા વીરગતિને પ્રાપ્ત થશે એમ નક્કી હતું આથી બધાએ રાજાને વિનંતી કરી કે આપણે આક્રમણ કરી દુશ્મનોને બનતી કોશિશે રોકિશું અને તેમની સાથે લડીશું અંતિમ શ્વાસ સુધી તેઓ આપણી માતૃભૂમિ પર પોતાના કદમ રાખી શકશે નહીં અને રાજાને પણ આજ વાત યોગ્ય લાગી કારણકે આજે નહીં તો કાલે દુશ્મન તોપ ના સહારે કિલ્લાની દીવાલ તોડી અંદર આવવાનો પ્રયત્ન કરશે અને જો એમ થયું તો મોટો નરસંહાર આવશે . આથી તેઓ અંતિમ વખત પોતાની પ્રજાને મળવા ઈચ્છતા હતા તેઓ કિલ્લાની ટોચ પર આવ્યા અને હાથ જોડી ઉભા રહ્યા.

રાજાએ પોતાની પ્રજાને વિનંતી કરી કે," આવતીકાલે દિવાળી છે આપણે બધા દર વર્ષની જેમ જ ઉત્સાહની સાથે દિવાળી ઉજવીશું , ચારે તરફ દિવાઓ ને પ્રગટાવીશું, અબીલ ગુલાલ થી આસમાન રંગિશું અને દુશ્મનોને પણ બતાવીદેશું કે અમે મુશ્કેલીમાં પણ અમારી ધીરજને અને સંસ્કૃતિને મૂકતા નથી આજ અમારી એકતા છે તેઓ આપણી ઉજાણી બગાડવા ઈચ્છે છે પણ આપણે તેનો આ ઈરાદો સફળ થવા દેશું નહીં અને આપણે બધા સાથે મળી ને ભોજ ઉત્સવ નો આનંદ લઈશુ.

બધા એકસાથે હુંકાર આપી તૈયારીમાં લાગી ગયા આ બાજુ રાજાએ પોતાના એક વિશ્વાસપાત્ર સૈનિક ને બોલાવ્યો અને દુશ્મનોની છાવણીમાં જઇ ચિરંજીવ ને રાહતની મૃત્યુ આપવા કહ્યું કારણકે પકડાઈ ગયા પછી દુશ્મનોએ સંદેશ જાણવા માટે તેને ખૂબ જ યાતનાઓ આપી હશે અને આ યાતનામાંથી મૃત્યુ જ તેને રાહત આપી શકે એમ છે. પહેલા તો સૌ કોઈ આ જાણી અવાક બની ઊભા રહ્યા પછી બધાને રાજાની વાત યોગ્ય લાગી કારણ કે બીજે દિવસે રાજા દુશ્મનો પર આક્રમણ કરવાના હતા આથી તે ઇચ્છતા હતા કે પોતાના જીવનું જોખમ લઈને ચિરંજીવએ જે બહાદુરી દેખાડી છે તેની માટે તેને માનભરી વીરગતિ મળે.

બીજે દિવસે સૌ કોઈ દિવાળીની ઉજાણી માં ભેગા થયા આખા કિલ્લાને દીવાઓથી રોશની કરી ચમકાવી દીધો. સૌ કોઈએ નવા વસ્ત્રો પહેરી એકબીજાને અભિનંદન પાઠવી, ઢોલ અને નગારા થી વાતાવરણ ને ગુંજવી નાખ્યું અને અંતે બધા ભોજઉત્સવ માટે એકઠા થયા. બધાના માથે મોત ની તલવાર લટકી રહી હતી. દુશ્મન સૈન્ય સાથે તેમના દ્વાર પર આવીને ઊભો હતો છતાં કોઈને તેનું દુઃખ ન હતું સૌ કોઈ આનંદ અને ઉલ્લાસ માં જુમી રહ્યા હતા સૌ કોઈ જાણતું હતું કે કાલ સાંજ સુધીમાં તો તેઓ વીરગતિને પ્રાપ્ત થશે અને સૌ કોઈને આ વાતનો ગર્વ હતો આજે કોઈ રાજા, મંત્રી, માનનીય સેનાપતિ , સૈન્ય કે પ્રજા ન હતું આજે તો બધા એક સાથે એક બની દિવાળી ઉજવી રહ્યા હતા.

આટલી હલચલ જોયા પછી દુશ્મનોની આંખમાં ઈર્ષા થઇ આવી હતી. મોત માથે હોવા છતાં તેઓ આ રીતે દિવાળી ઉજવશે તેઓ એ આવું સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું.ભોજઉત્સવ પત્યા પછી બધા પોતાના સ્નેહીઓ ને ભેટી રહ્યા હતા સૌ કોઈ જાણતા હતા કે આપણે બધા ઈતિહાસના પાનાંઓમાં અમર થવા જઈ રહ્યા છીએ અને જેનો ગર્વ બધા ના મુખ પર હતો કોઈ આ ભૂમિ મૂકી રાજાએ આપેલી છૂટ છતાં જવા માંગતું ન હતું.

કિલ્લા માં ચાલતી ઉજાણી દુશ્મનો માટે એક તમાચો હતો. બધા હજી તો આ સહન કરે એ પહેલા જ રાજાએ મોકલેલા સૈનિકે ચિરંજીવને દુશ્મનોની છાવણીમાં જઈ આ અસહનીય યાતનાથી મુક્તિ આપી દીધી હતી જે દુશ્મનો માટે એક હાર સાબિત થઇ હતી કોઈએ આ સ્વપ્ના પણ વિચારેલું ન હતું કે રાજા નો એક સૈનિક આ રીતે દુશ્મનોની છાવણીમાં નીડરતાથી આવશે અને પોતાનું કામ કરી નાસી પણ જશે. દુશ્મનો રાજા આ પરાક્રમથી એ તો સમજી ગયો હતો કે અહીંનો દરેક વ્યક્તિ પોતાની માતૃભૂમિ માટે બલિદાન આપે છે રાજા અને પ્રજા એક પરિવારના પિતા અને પુત્ર સમાન છે જ્યારે મારી પ્રજા અને મારા સૈનિકો મારા માટે લડે છે. જો હુ સંમતિ આપો તો ઘણા સૈનિકો આમાંથી પાછા વળી જશે તે જાણતો હતો કે કાલે જીતતો તેની થશે પણ પ્રજા પ્રેમ મેળવવામાં તેની હાર થઈ છે

બીજે દિવસે યુદ્ધનો શંખનાદ થયો સહુ કોઈ કેસરિયા સાફા સાથે બલિદાન આપવા તૈયાર થયા અને કિલ્લાનો દ્વાર ખોલી સૌ કોઈએ દુશ્મન રાજા પર આક્રમણ કર્યું. સૌ કોઈ જાણતા હતા કે મોત તેમના માથા પર છે છતાં બધા અંતિમ ક્ષણો સુધી રાજા અને તેના કુંવરની રક્ષા કરતા રહ્યા છેલ્લા શ્વાસ સુધી કોઈએ હાર સ્વીકારી નહીં ભારે નરસંહાર થયો. રાજા ,કુવર ,સેનાપતિ, મંત્રીમંડળ સાથે સૌ કોઈ પ્રજા જણ વીરગતિને પ્રાપ્ત થયા દુશ્મન કિલો મેળવવામાં સફળ તો થયો પરંતુ ઇતિહાસના પાનાઓમાં આ એક કથા અમર બની ગઈ દુશ્મની જીત કરતા વીરોની સાહસની ગાથા લોકો સદીઓ સુધી યાદ રાખશે

આ પ્રાંતો માં હજી પણ દિવાળીમાં આં વીરોને અને તેમના બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે આ એક એવો પ્રેમ કહી શકાય જેમાં પુત્રોએ તેની માતાની અંતિમ શ્વાસ સુધી લાજ રાખી.