Sapna Ni Udaan - 39 in Gujarati Motivational Stories by Dr Mehta Mansi books and stories PDF | સપના ની ઉડાન - 39

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

Categories
Share

સપના ની ઉડાન - 39

પ્રિયા અને રોહન હવે હોટલ તરફ જવા નીકળી ગયા.. તે બંને બીચ પરથી જઈ રહ્યા હતા ત્યાં આગળ અમુક લોકો પાર્ટી કરી રહ્યા હતા સાથે સ્પીકર માં ગીત વગાડી રહ્યા હતા , અને ડાંસ પણ કરી રહ્યા હતા.. પ્રિયા અને રોહન એ તરફ નજીક ગયા. તો ત્યાં અંદાજે પ્રિયા અને રોહન ની જ એજ ના યંગ ચાર ગર્લ્સ અને ચાર બોયઝ હતા.

પ્રિયા અને રોહન ને ત્યાં જોઈ તેમાંથી એક છોકરો ઊઠીને તેમની પાસે આવ્યો અને બોલ્યો..
" ઓય.. રોહન.. સાલા તું અહીંયા શું કરે છો ? "

રોહન તેને જોઈ એકદમ ખુશ થઈ તેને ભેટી પડ્યો...

રોહન : અખિલેશ.... ! After long time .. હા..
તું તો યાર તારા જીગરી ને ભૂલી જ ગયો...

અખિલેશ : ના યાર.. એવું કંઈ નથી.. તને તો ખબર છે ને આપણા ડોક્ટરો નું .. આખો દિવસ વ્યસ્ત રહીએ.. એટલે ક્યારેક ક્યારેક આમ ટાઇમ કાઢી ફરવા નીકળી પડીએ... ઓહ.. હાય પ્રિયા ! હાઉ આર યુ..?
પ્રિયા : આઇ એમ ફાઇન.. એન્ડ યૂ ?
અખિલેશ : આપણે તો મસ્ત જ હોઈએ ને.. અને શું વાત છે પ્રિયા ! શું કેસ જીત્યો તમે , હું રોજ ન્યુઝ વાંચતો હો..
પ્રિયા : thank you.

અખિલેશ : તો ચાલો તમે બંને અમારી પાર્ટી ને જોઇન કરો.. મજા આવશે. આ લોકો મારા ફ્રેન્ડ છે.. હું તમને એ લોકો સાથે મળાવું..

રોહન : ઓકે લેટ્સ ગો..

અખિલેશ : હાય ! Guy's આ છે મારા મિત્રો રોહન અને પ્રિયા..અને આ છે વિકી , સંજના , જીત , હિરવા, ધ્રુવ , મુક્તિ , અને આ નવ્યા.

બધા એ એકબીજાને હાય હેલ્લો કહ્યું, પ્રિયા અને રોહન તેમની સાથે ત્યાં બેસી ગયા.

રોહન એ અખિલેશ ને ધીમેથી કહ્યું, " આમા તારા વાળી કંઈ છે ? "
અખિલેશ તેની સામે જોઈ હસ્યો અને પછી રોહન ને ધીમેથી કહ્યું, " નવ્યા.. "
રોહન : હમ.. ગુડ ચોઇસ.. પણ gf છે કે પછી વાઇફ..
અખિલેશ : ઓ ભાઈ.. gf હો . હજી રીલેશનશીપ ને બે મહિના જ થયા છે , અમે બંને એક જ હોસ્પિટલ માં છીએ ..
રોહન : ઓહ...
અખિલેશ : પણ તેતો યાર બાજી મારી દીધી હો.. પ્રિયા અને તું બંને હનીમૂન માં .. અરે મને તો વિશ્વાસ જ નહિ આવતો.. એ દિવસે તો તું કેટલો દુઃખી હતો અને કહેતો હતો કે પ્રિયા અમિત ને પ્રેમ કરે છે તો પછી અમિત નું શું થયું..

આ સાંભળી રોહન ઉદાસ થઈ ગયો અને બોલ્યો..
" નહિ યાર.. અમે હનીમૂન માં નથી આવ્યા, અમે બંને માત્ર ફ્રેન્ડ જ છીએ, અને અમિત હવે આ દુનિયામાં નથી.. તેનું એક્સિડન્ટ થયું હતું.."

અખિલેશ : ઓહ.. આઇ એમ સોરી.. પણ રોહન હવે તો અમિત નથી તો તું પ્રિયા ને કહેતો કેમ નથી..
રોહન : ના , આ એટલું સરળ નથી.. પ્રિયા ઘણા સમય પછી એ શોક માંથી બહાર આવી છે, અને મને ખબર નથી કે એ મારા વિશે શું વિચારે છે,તો જ્યાં સુધી હું એ ના જાણી લવ ત્યાં સુધી તેને કંઈ પણ કહીશ નહિ..
અખિલેશ : હમમ.. તું બરાબર કહે છો..

અખિલેશ આગળ કંઇક બોલે એ પહેલાં ધ્રુવ બોલ્યો,
" તમે બંને શું એકલા એકલા વાતો કરો છો ? ભાઈ અમને તો કહો અમે પણ સાંભળીએ ને.."
અખિલેશ : અરે ! અમે તો બસ જૂની વાતો યાદ કરતા હતા.
સંજના : પ્રિયા.. તારી અને રોહન ની જોડી જબરદસ્ત છે હો.. પણ મને એક વાત જણાવો કે તમે બંને gf- bf છો કે પછી હસબન્ડ - વાઇફ.. ?

આ સાંભળી રોહન અને પ્રિયા એકબીજાની સામે જોવા લાગ્યા.. એટલે અખિલેશ બોલ્યો..
" ના.. એ કપલ નથી.. ફ્રેન્ડ છે.. સાથે એનજીઓ ચલાવે છે તો એના કામ માટે આવ્યા છે.. "
જીત : ઓહ.. પણ સાચે તમે બંને કપલ જ લાગો.. સાચી વાત ને હીરવા..
હિરવા : સો ટકા સાચું..
અખિલેશ : guy's.. આપણે આમ વાતો જ કરતા રહેશું કે પછી પાર્ટી પણ કરશું...
નવ્યા : યસ.. let's dance..

આ સમયે અખિલેશ ને એક આઈડિયા આવ્યો તેણે તરત નવ્યા ને કાન માં કંઇક કહ્યું..
નવ્યા : હું શું કહું છું કે આપણે કપલ ડાંસ કરીએ...
અખિલેશ : વાહ.. શું મસ્ત વિચાર છે ! ચાલો પોતપોતાની જોડી માં ગોઠવાઈ જાવ.

આમ કહેતા તે બધા પોતાની જોડી માં ગોઠવાઈ ગયા, પણ રોહન અને પ્રિયા એક બાજુ જ ઊભા રહ્યા...
નવ્યા : પ્રિયા.. રોહન.. તમે બંને કોની રાહ જોવો છો..? બંને સાથે ગોઠવાઈ જાવ.. આઇમીન ડાંસ માટે ..
પ્રિયા : ના...મારી ઈચ્છા નથી..



આ સાંભળી રોહન ઉદાસ થઈ ગયો.. તેણે અખિલેશ ને ઈશારા માં કહ્યું , " ભાઈ કંઇક કર ને તું.. "
અખિલેશ એ ઈશારામાં રોહન ને હા કહ્યું.

અખિલેશ તે બંને પાસે ગયો અને તેમનો હાથ પકડી ને ખેંચીને ત્યાં લઈ આવ્યો અને બોલ્યો, " ના , નહિ.. કરવાનો જ છે.. ચાલો .. "

પ્રિયા તેને ના કહી શકી નહિ તે રોહન ની સામે ઉભી રહી ગઈ.. અખિલેશ એ ગીત શરૂ કર્યું .
તે ગીત નું આગળ નું મ્યુઝિક શરૂ થતાં જ બધા એ ડાંસ કરવાનું શરૂ કર્યું, રોહન એ પ્રિયા નો હાથ પકડ્યો અને પ્રિયા એ તેનો એક હાથ રોહન ના ખભા પર મૂક્યો અને ડાંસ ની શરૂઆત કરી.. આ ગીત પ્રિયા નું મનપસંદ હતું... પ્રિયા અને રોહન સોંગ ના lyrics સાથે એકબીજાની આંખો માં ખોવાઈ ને ડાંસ કરી રહ્યા હતા..

" બાતે કુછ અનકહી સી , કુછ અનસુનીસી
હોને લગી...
કાબૂ દિલ પે રહા ના , હસ્તી હમારી
ખોને લગી...
વો..વો..ઓ.. ઓ ..ઓ.., વો..વો..ઓ..ઓ.
વો...વો..ઓ..ઓ..ઓ
શાયદ યહી હે પ્યાર........ "

આ સોંગ ચાલી રહ્યું હતું અને તે બંને ડાન્સ કરવામાં મશગૂલ થઈ ગયા હતાં... જેવું ગીત પૂરું થયું તો બધા એ એક સાથે તાળી વગાડી .. આ સાથે પ્રિયા અને રોહન હોંશ માં આવ્યા, તેમણે જોયું કે છેલ્લે સુધી માત્ર તે બંને જ ડાંસ કરી રહ્યા હતા, અને બીજા બધા ઊભા રહી તેમનો ડાન્સ જોઈ રહ્યા હતા.. તે બંને એ હજી એકબીજાનો હાથ પકડેલો હતો.. બધા તે બંને ના ડાંસ ની તારીફ કરવા લાગ્યા. અખિલેશ એ રોહન ને સ્માઈલ કરતા કરતા તે બંને ના હાથ તરફ ઈશારો કર્યો.. રોહન એ જોયું, સાથે પ્રિયા પણ અખિલેશ નો ઈશારો જોઈ ગઈ, એટલે તેણે તરત પોતાનો હાથ લઈ લીધો...

અખિલેશ : હેય guy's ચાલો લાસ્ટ માં એક એક ગ્લાસ થઈ જાય....

પ્રિયા અને રોહન સિવાય બધા બોલ્યા.. " yes... "
પ્રિયા : હું ડ્રીંક નથી કરતી...
રોહન : હા, હું પણ....
અખિલેશ : રોહન.... તારે તો પીવું જ પડશે.... અને એમ તો કહેતો જ નહિ કે હું ડ્રીંક નથી કરતો..

પછી તેણે રોહન ને ધીમેથી કહ્યું, " યાદ છે ને એ રાત રોહન... ? "
રોહન એ પણ તેને ધીમેથી કહ્યું, " એ વાયડી... યાદ છે મને પણ એ પહેલી અને છેલ્લી વાર હતું..પછી ક્યારેય નહી.. "
અખિલેશ : ડોન્ટ વરી દોસ્તો.. તમારા બંને માટે શરબત ઓકે...
પ્રિયા : ઓકે...
રોહન : ના , યાર મારે કંઈ પીવું નથી...
અખિલેશ : ok..

અખિલેશ એ બધા ને ડ્રીંક આપ્યું અને પ્રિયા ને એક ગ્લાસ માં બીજું કંઇક આપ્યું. પ્રિયા એ તે પીધું તો તેને થોડોક ટેસ્ટ અલગ લાગ્યો.. પણ એ પીય ગઈ.
અખિલેશ : ચાલ.. રોહન.. પ્રિયા અમે લોકો જઈએ.. અમારી હોટેલ અહીંથી દુર છે એટલે..
રોહન : ઓકે... બાય...

તે બંને ફરી ગળે મળ્યા, ત્યારે અખિલેશ એ તેને કાન માં કહ્યું, " રોહન તારું કામ મે કરી દીધું, બેસ્ટ ઑફ લક. . "
પછી તેણે રોહન સામે આંખ મારી, પણ રોહન ને કંઈ સમજાયું નહિ..

આમ કહી તે લોકો ગાડી માં બેસી ત્યાંથી નીકળી ગયા, રોહન એ પાછળ ફરી ને પ્રિયા સામે જોયું તો તે વિચિત્ર રીતે એકલી એકલી હસતી હતી... આ જોઈ રોહન એ પ્રિયા ને કહ્યું,
" પ્રિયા ! શું થયું ? કેમ હસે છો ? "

તો પ્રિયા ફરી હસવા લાગી અને રોહન પાસે આવવા લાગી પણ તે હોંશ માં ન હોવાથી તે વાંકા ચુકા પગલે ચાલતી હતી.. રોહન ને આ જોઈ ખૂબ નવાઈ લાગી.. તેણે પ્રિયા ના મોઢા પાસે જઈ સુંઘ્યું તો તેના મોઢા માંથી શરાબ ની સ્મેલ આવતી હતી.. તે સમજી ગયો કે આ કામ અખિલેશ નું જ લાગે છે, આ સાથે તેને અખિલેશ ની વાત પણ યાદ આવી..

તે બોલ્યો.. " ઓહ ગોડ... આ સાલા અખિલેશ એ શું કરી દીધું... "
આ સાંભળી પ્રિયા એકદમ નાની છોકરી ની જેમ હસતા હસતાં બોલી,
" રોહન સાલા કોણ ? એ તો તારો ફ્રેન્ડ હતો ને ? "
રોહન : હા , મારો ફ્રેન્ડ જ છે એ...
પ્રિયા : હમમ... ફ્રેન્ડ... મારો પણ એક ફ્રેન્ડ છે... બેસ્ટ ફ્રેન્ડ... તને ખબર છે એ કોણ છે ?
રોહન : નહિ કોણ ?
પ્રિયા : you ( પ્રિયા એ તેને આંગળી અડાડી ને કહ્યું )

રોહન તેની મીઠી મીઠી વાતો સાંભળીને સ્માઈલ કરી રહ્યો હતો, તેને પ્રિયા નો આ ક્યૂટ ચહેરો તેની સ્માઈલ , તેની નાનપણ થી ભરેલી વાતો ખૂબ ગમી રહી હતી, તે બસ આખી રાત તેને આમ જ જોવા માંગતો હતો, અને આ સમય ને અહી જ રોકી રાખવા માંગતો હતો...

To Be Continue...