Vishv Bateka Divas in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | વિશ્વ બટેકા દિવસ

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

વિશ્વ બટેકા દિવસ

વિશ્વ બટેટા દિવસ.
બધા જ શાક માં ભળી જતા એવા બટેટા નો દિવસ એટલે 31 માર્ચ- વિશ્વ બટેટા દિવસ!!
આપણામાંથી કોઇ પણ લોકો એવા નહીં હોય કે જેને બટેટા ભાવતા ન હોય‌. બટેટા એ વિશ્વભરના દરેક વ્યક્તિઓ માટે પ્રિય શાક છે. આપણામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે કે ૧૭૭ વર્ષ પહેલા થી 31 માર્ચે વિશ્વ પોટેટો દિવસ તરીકે રજા નો દિવસ માનવામાં આવતો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સન 2008ને આંતરરાષ્ટ્રીય બટાકા વર્ષના રૂપમાં મનાવવાનો નિર્ણય લેવાયો હતો. ચીનમાં આખા વિશ્વના અન્ય દેશો કરતાં સૌથી વધુ બટેટા ઉત્પાદન કરવામાં આવે છે.અમેરિકન વૈજ્ઞાનિકોએ એક સંશોધનથી એવું તારણ કાઢ્યું છે કે પેરુના ખેડૂતો આજથી લગભગ ૭,૦૦૦ વર્ષ પહેલાંથી બટેટા ઉગાડી રહ્યા છે સોળમી સદીમાં સ્પેને બટેટાને યુરોપ પહોંચાડ્યા. તે પછી બ્રિટન જેવા દેશોએ બટાટાને દુનિયાભરમાં લોકપ્રિય બનાવી દીધા. આજે પણ આયર્લેન્ડ અને રશિયાની મોટાભાગની જનતા બટેટા પર નિર્ભર છે. તો ભારતમાં બટેટા સૌથી લોકપ્રિય શાક છે .
આમ તો બટાકામાંથી અનેક ખાદ્ય સામગ્રીઓ બને છે. બટાકા વડા,વડા પાઉં, ચાટ,બટેટા ની કચોરી, ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ સમોસા,ટીક્કી વગેરે..તો બટાકાને અન્ય શાક સાથે મેળવીને જાતજાતની વાનગીઓ અને શાક બનાવાય છે‌. તરુણ અને યુવાનો ને પ્રિય એવા ભુંગળા બટેકા સૌથી વધુ વપરાતુંું ફાસ્ટ ફૂડ છે. બટાકા એ બધા પ્રકારના શાકભાજી માં સૌથી વધુ મિલનસાર છે‌. અર્થાત્ તે લગભગ દરેક શાક સાથે મિક્સ કરી શકાય છે. બાળકોથી માંડી વૃદ્ધો ..તમામ‌ લોકોનું માનીતું શાક બટેટા છે.આમ બટાકા વગર શાકભાજી ની કલ્પના કરવી મુશ્કેલ છે. એ જ રીતે એકટાણાં કે ઉપવાસ માં ફરાળમા સૌથી વધુ વપરાતી બટેટાની વિવિધ વાનગીઓ પ્રિય છે.
બટાકા ની ખેતી તાપમાન પર આધારિત હોય છે, તેથી તેનું વાવેતર 15 નવેમ્બર ની આજુબાજુ થાય છે. જે એક શાક છે. વનસ્પતિવિજ્ઞાનની દ્રષ્ટિએ એક પ્રકાંડ છે. તેનું ઉદ્ગમ સ્થાન દક્ષિણ અમેરિકાનું પેરુ દેશ છે‌. બટાકા ઘઉં, ધાન્ય તથા મકાઈ પછી સૌથી વધુ ઉગાડવામાં આવતો પાક છે. ભારતમાં ઉત્તર પ્રદેશમાં વધુ ઉગાડવામાં આવે છે. ત્યારબાદ પંજાબ, ગુજરાત હરિયાણા અને દિલ્હીમાં બટાકાની ખેતી વધુ થાય છે. બટાકાની હિન્દીમાં આલુ અંગ્રેજીમાં પોટેટો કહેવામાં આવે છે. સૌથી વધુ બટેટા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં થાય છે. તે જમીનની નીચે પાકે છે. બટાકાના ઉત્પાદનમાં ચીન અને રશિયા પછી ભારત ત્રીજા સ્થાન પર છે. ‌ ‌
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો બટેટામાં કેલ્શિયમ, લોહ, વિટામિન સી અને ફોસ્ફરસ પોટેશિયમ વધુ પ્રમાણમાં મળે છે. બટેટા ખાતા રહેવાથી રક્તવાહિનીઓ લાંબી ઉંમર સુધી નરમ બની રહે છે અને કઠોર નથી થતી. આથી બટેટા ખાઈને લાંબુ આયુષ્ય મેળવી શકાય છે. કેટલીક તકલીફોમાં અને રોગોમાં દવા તરીકે પણ બટેટાનો ઉપયોગ થાય છે જેમકે બેરીબેરી નામના રોગમાં ચાલી શકાતું નથી જેમાં બટેટાની દબાવી રસ કાઢી એક ચમચી પીવાથી કે બટેટા ચાવીને તેનો રસ ગળે ઉતારવાથી આ તકલીફ દૂર કરી શકાય છે. ગળ્યા દૂધમાં બટેટા મેળવીને ખાઈ શકાય છે. બટેટાને છાલ સાથે ગરમ રાખમાં બાફીને ખાવાથી તે ગુણકારી બને છે‌. અથવા તેના છાલ સાથે પાણીમાં ઉકાળી પણ શકાય છે ,જે પાણીમાં બટેટા ઉકાળવામાં આવે, તે પાણીને ફેંકી ન દેતા તેમા બટેટાનો રસ બાફી લેવો, આ પાણીમાં મિનરલ અને વિટામિન્સ સારા પ્રમાણમાં હોય છે. આમ પણ બટાટામાં વિટામિન સી સારું મળે છે‌.કાચા બટેટા રક્તપિત્તને દૂર કરે છે‌. પડી કે વાગી જવાથી લાગતા ઘા ની કારણે ત્વચા પર લીલા ડાઘ થઈ જાય છે. જેના પર કાચા બટેટા પીસીને લગાવવાથી એ તકલીફ દૂર થાય છે. દાઝી ગયેલા ભાગ પર કે તડકામાં બળી ગયેલી ત્વચા પર કાચા બટેટા પીસીને લગાવવાથી રાહત થાય છે. ત્વચાના સૌંદર્ય માટે પણ આ રીત ઉપયોગી છે. બટેટામાં પોટેશિયમ રહેલું હોય છે. જે પિત્તને રોકે છે. રોટલી સાથે બટાટા ખાવાથી ઘઉંની રોટલી નું પાચન તરત થાય છે. ગઠીયા કે વા ની તકલીફ માં ચાર બટેટાને શેકીને તેના છાલ ઉતારી તેના પર મીઠું મરચું નાખી રોજ ખાવાથી આ તકલીફ દૂર થાય છે.
આમ જોવા જઈએ તો બટેટા પ્રિય જનતા માટે આવો કોઈ ખાસ દિવસ ઉજવવાની રાહ જોવાની જરૂર નથી. મોટાભાગના તો દરરોજ બટાકા દિવસ મનાવતા જ હોય છે. તો ચાલો આજે વિશ્વ બટેટા દિવસ નિમિત્તે થઈ જાય ખાસ કોઈ નવી બટેટાની વાનગી ??!!!