Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૯

Featured Books
  • ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1

    ​પ્રકરણ ૧: રહસ્યમય ટાપુ​પ્રવેશ: આરવ, એક સાહસિક યુવાન, પોતાના...

  • નિર્દોષ - 2

    ​અધ્યાય ૩: શંકાનું બીજ અને બુદ્ધિનો અજવાળ​૩.૧. તર્કની લડાઈ​ઇ...

  • સૂર્યકવચ

    ​સૂર્યકવચ: કેદીનું સત્ય – તપાસનો નાટ્યાત્મક વળાંક​પ્રકરણ ૧:...

  • ટેલિપોર્ટેશન - 1

    ટેલિપોર્ટેશન: પહેલું સંકટ​આરવની ગાથા (Aarav Ni Gatha)​પાત્ર...

  • એકાંત - 56

    કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૯


પોલીસ ના પૂછેલા સવાલ માં વિક્રમ કહે છે. સાહેબ મને કોલ આવ્યો હતો, તે રોંગ નંબર હતો. અને મને તે સમયે એક કામ યાદ આવી ગયું હતું એટલે હું તરત ઘરે થી ભાગ્યો હતો. તે કામ હતું બની રહેલી બિલ્ડિંગ નું, એટલે હું ત્યાં ગયો હતો.

આપ મને જાણો છે કે મારે નવી નવી બિલ્ડિંગ બાંધવાનું કામ હોય.. તે બિલ્ડિંગ ઘણા સમય થી તેનું કામ અટકી ગયું હતું અને હું તે બિલ્ડંગ નું કામ કરવા માગતો હતો એટલે હું ત્યાં બિલ્ડિંગ જોવા ગયો હતો. પણ ખબર નહિ હું બિલ્ડિંગ ની નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે કોઈએ પાછળ થી ઘા કર્યો ને હું બેહોશ થઈ જમીન પર પડી ગયો. હું તે જોઈ શક્યો નહિ કે આખરે મારા પર કોણે હુમલો કર્યો છે.

વિક્રમ નો ગુમશુદા કેસ સોલ તો થઈ ગયો પણ ઉપર થી આ વિક્રમ પર હુમલા નો કેસ આવી જતા, પોલીસ ફરી ગોથે ચડી ગઈ. આખરે વિક્રમ ની જુબાની લઈને પોલીસ તે હમલખોર ને શોધવા નીકળી પડી.

પોલીસ ના ગયા પછી છાયા વિક્રમ પાસે આવે છે ને તેને ગળે વળગી રડવા લાગે છે.
મને માફ કરી દે વિક્રમ..હવે તમે કહેશો તેજ હું કરીશ. બસ તમે મારાથી ક્યારેય દૂર જતા નહિ..

વિક્રમે છાયા ના માથા પર હાથ ફેરવતો બોલ્યો. અરે ગાંડી તું મારી પત્ની છે. ક્યારેક આપણી બંને વચ્ચે નોકઝોક ચાલ્યા કરે...

પણ આવી રીતે તમારું ઘરે થી ક્યાંક જતું રહેવું મારો જીવ લઈ લે છે. વિક્રમ ના હાથમાં હાથ રાખીને છાયા બોલી.

હજુ તો બંને વચ્ચે ખાટી મીઠી વાતો ચાલી રહી હતી ત્યાં ડોક્ટર સાહેબ આવ્યા.
"વિક્રમ હવે તું ઘરે જઈ શકે છે. અને થોડા દિવસ મલમ પટ્ટી અહી કરાવી જજે."

ડૉક્ટર સાહેબે ઘરે જવાની વિક્રમ ને રજા આપતા છાયા એ વિક્રમ નો હાથ પકડી ને તેને ઘરે લઈ ગઈ. અને તેની પાસે રહીને સારવાર કરવા લાગી.

પોલીસે ઘણી પુછપરછ અને ઘણી મહેનત કરી પણ એ જાણી શકી નહિ કે વિક્રમ પર કોણે હુમલો કર્યો હતો. જે જગ્યા પર ઘટના બની હતી તે જગ્યા પર કોઈ રહેણાંક પણ હતું નહિ અને ન હતા સીસીટીવી કેમેરા, એટલે પોલીસ ના હાથમાં કોઈ એવી જાણકારી મળી નહિ એ હુમલો કરનાર કોણ વ્યક્તિ હતો. આખરે બીજા કેસ ની જેમ તે કેસ પણ પેન્ડિંગ કેસ તરીકે મૂકી દીધો.

એક બાજુ વિક્રમ સાજો થઈ રહ્યો હતો, એટલે છાયા ના ચહેરા પર ખુશી છવાઈ રહી હતી. તો બીજી બાજુ જીનલ ના પેટમાં ઉછેરી રહેલું બાળક મોટું થઈ રહ્યું હતું એટલે ડોક્ટર સાહેબ ને ચિંતા માં વધારો કરી રહ્યું હતુ.

ડોકટર સાહેબ જીનલ ના હોશ માં આવવાની એક મહિના ની રાહ જોઈ રહ્યા હતા તે એક મહિનો કેમ નીકળી ગયો તે ખબર જ ન રહી. હવે ડોક્ટર સાહેબ પાસે એક જ રસ્તો હતો કે જીનલ ને બચાવવી હોય તો ગર્ભપાત કરાવવું પડે તે માટે પોલીસ અને કોર્ટ ની મંજૂર જરૂરી હતી. એટલે ડોક્ટર સાહેબે પોલીસ ને હોસ્પિટલ બોલાવી ફરી આ જીનલ ની ગંભીર વાત જણાવી.

સાહેબ જીનલ ને બચાવવી હોય તો ગર્ભપાત કરવું અનિવાર્ય છે. જો નહિ કરવામાં આવે તો જીનલ અને બાળક ને બચાવવી મુશ્કેલ રહેશે. આ એક પોલીસ કેસ છે એટલે આપની પરવાનગી વગર અમે કઈ જ કરી ન શકીએ. બોલો સાહેબ શું કરીશું..? ડોકટર સાહેબ ગંભીર થઈ પોલીસ ને સવાલ પૂછી લીધો.

ડોકટર સાહેબ ની વાત સાંભળી પોલીસ એટલું બોલી ડોક્ટર સાહેબ આ અમારા હાથની વાત નથી કે અને કહીએ એટલે આપ કરી શકો.!!
આ માટે અમારે પણ કોર્ટ નો ઓર્ડર લાવવો પડે. એટલે જેમ બને તેમ જલ્દી અમે કોર્ટ પાસેથી ઓર્ડર લાવી આપીશું. પછી જ આપ ગર્ભપાત કરી શકો છો.

બીજે દિવસે પોલીસ તત્કાળ માં જીનલ નો કેસ કોર્ટ માં ચલાવે છે અને કોર્ટ ની સામે બધી વાત રજૂ કરીને ગર્ભપાત કરવાની મંજુરી મેળવી લે છે.

પોલીસ તે ગર્ભપાત નો મંજૂરી કાગળ ડોક્ટર સાહેબ ના હાથમાં આપતા કહે છે.
સાહેબ હવે આપ ગર્ભપાત કરવી શકો છો.

ડોકટર સાહેબ પહેલી વાર કોઈનો ગર્ભપાત કરવા જઈ રહ્યા હતા. તેનો જીવ હજુ આ કાર્ય કરવા રોકી રહ્યો હતો પણ એક જીવ બચાવવા બીજા જીવ ની બલી ચડાવવાની હતી. ડોકટર સાહેબ તેના કેબિન માં જઈ વિચારવા લાગ્યા.

ડોકટર સાહેબ ખરેખર ગર્ભપાત કરશે.? કે નહિ..? તે જોશું આગળના ભાગમાં..

વધુ આવતા ભાગમાં...

ક્રમશ...