Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૫

Featured Books
  • ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1

    ​પ્રકરણ ૧: રહસ્યમય ટાપુ​પ્રવેશ: આરવ, એક સાહસિક યુવાન, પોતાના...

  • નિર્દોષ - 2

    ​અધ્યાય ૩: શંકાનું બીજ અને બુદ્ધિનો અજવાળ​૩.૧. તર્કની લડાઈ​ઇ...

  • સૂર્યકવચ

    ​સૂર્યકવચ: કેદીનું સત્ય – તપાસનો નાટ્યાત્મક વળાંક​પ્રકરણ ૧:...

  • ટેલિપોર્ટેશન - 1

    ટેલિપોર્ટેશન: પહેલું સંકટ​આરવની ગાથા (Aarav Ni Gatha)​પાત્ર...

  • એકાંત - 56

    કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૫

છાયા અને ડોક્ટર સાહેબ સાથે કરેલી વાત વિક્રમ સાંભળી જાય છે. અને તેની પાસે આવીને કહ્યું. "ત્યાં જવાની કોઈ જરૂર નથી, ત્યાં છે તેના પિતાજી"
સમજી ગઈ ને...!!!!

છાયા શાંતિ થી વિક્રમ ને સમજાવે છે.
જો વિક્રમ... છાયા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તે તું સારી રીતે જાણે છે. અત્યારે તે વિકટ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહી છે. મારી તેને અને તેમાં પપ્પાને જરૂર છે. એટલે પ્લીઝ મને ત્યાં જવાદો..

છાયા ઘણું સમજાવે છે પણ વિક્રમ કોઈ સંજોગોમાં તેની વાત માનતો નથી. આ બંને વચ્ચે નો મિઠો ઝગડો વિક્રમ ના પપ્પા સાંભળી જાય છે અને તેમની પાસે આવે છે. વિક્રમ ને બસ એટલું કહે છે. "બેટા જવા દે ને છાયા ને, તને શું પ્રોબ્લેમ છે. આમ પણ તે તેની ફ્રેન્ડ ને તો મદદ કરવા તો જાય છે. હું તો કહું છું તું પણ તેની સાથે જા."

પપ્પા ની આગળ વિક્રમ કઈ બોલતો નથી. અને છાયા ની સાથે જવાના બદલે તેને એકલી હોસ્પિટલ મોકલે છે.

હોસ્પિટલ પહોંચી ને છાયા જીનલ પાસે જાય છે. જીનલ ડોક્ટરના નજીકના રૂમમાં સૂતી હોય છે. બાજુમાં તેમના પિતા પણ બેઠા હોય છે. એટલે જીનલ રૂમની અંદર જતી નથી તેને દૂર થી જોઇ લે છે અને ડોક્ટર સાહેબ ને મળે છે.

બોલો ડૉક્ટર સાહેબ આપ જીનલ વિશે કઈક કહેવા માંગતા હતા.? છાયા થોડી ગંભીર બનીને ડૉક્ટર સાહેબ ને પૂછ્યું.

છાયા આજે મે જીનલ ની તપાસ કરી તો, તે તો ગર્ભવતી છે.!!! તું આ બાળક વિશે કઈ જાણે છે. બાળક નો પિતા કોણ હોઈ શકે..?

ડોકટર સાહેબે વધુ પૂછતા કહ્યું. જો લગ્ન ન થયાં ન હોય અને તેની જાણ બહાર કે પરિવાર વિરૂદ્ધ ગર્ભવતી થઈ હોય તો આ પોલીસ કેસ ગણાય એટલે તારી પાસે જીનલ વિશે ની જે કોઈ માહિતી હોય તે મને જણાવ એટલે આગળ જતા કોઈ મુશ્કેલી ન પડે.

પહેલી વાત તો એ કે જીનલ ની સગાઈ કે લગ્ન નથી થયા. કારણે કે હું તેને કોલેજ વખત થી ઓળખું છું. હા તેને એક સાગર સાથે પ્રેમ હતો એવું લાગ્યું પણ તેઓ આવું પગલું ભરે તે ખબર નહિ. પણ સાહેબ સાગર મૃત્યુ પામ્યો એને તો ઘણા મહિના વિતી ગયા. બસ આથી વિશેષ હું કઈ જાણતી નથી. કદાચ મારી જાણ બહાર તેને કોઈ સાથે પ્રેમ હોય... છાયા એ બધી વાત ડૉક્ટર સાહેબ ને કરી. અને ડોક્ટર સાહેબ ની રજા લઈ ઘરે જવા નીકળે છે.

છાયા ઘરે પહોંચી એટલે ગુસ્સે ભરાયેલો વિક્રમ તેને પોતાની રૂમમાં બોલાવે છે. જેવી છાયા તેમના બેડરૂમમાં પ્રવેશી તરત વિક્રમે દરવાજો બંધ કરીને છાયા સાથે ઝગડો કરવા લાગ્યો.
શું જરૂર હતી ત્યાં જવાની.??
એક તો અડધી મરી ચૂકી છે. છે તેની પાછળ કરવા વાળું છે. તું આ ઘર સાંભળ ને..!?? એમ કહી મનફાવે તેને છાયા ને વિક્રમ ધમકાવવા લાગ્યો. છાયા એકદમ ચૂપ રહી. તે કઈ બોલી નહિ. બધું સંભાળી લીધા પછી એટલું બોલી.

જીનલ ની જગ્યાએ હું હોત અને તમે મારી જગ્યાએ હોત તો શું તમે પણ આવું કરેત..?

જાણે કે છાયા ને એક થપ્પડ મારી દેશે એવો ચહેરો બનાવી વિક્રમ બોલ્યો. અત્યારે તું મારી પત્ની છાયા છે. હું જે કહુ તે તારે કરવાનું. મને પૂછ્યા વગર કઈ પણ જઈશ નહિ ને કઈ પણ કરીશ નહિ.

પહેલી વાર વિક્રમ નું આવું રૂપ જોઈને છાયા ની આંખ માં આશુ આવી ગયા તે બધું ચૂપચાપ સહન કરીને તેની કિસ્મત પર દોષ દેવા લાગી. પણ અંદર થી તેમના મુખમાંથી બે શબ્દો સરી પડ્યા.
જેમ હું તમારી પત્ની છું તેમ તમે મારા પતિ છો. હા તમારી પત્ની સાચી પણ દાસી નહિ. આપણે બંને સમોવડિયા જ છીએ. ખબર નહિ કેમ છાયા માં હિમ્મત આવી ને વિક્રમ ને સંભળાવી દીધું.

હજુ વિક્રમ કઈક બોલે તે પહેલાં તેના ફોન પર કોઈનો ફોન આવે છે અને વાત કરતો કરતો બેડરૂમ માંથી બહાર નીકળી પોતાની ગાડી લઈને સિટી તરફ નીકળી ગયો.

છાયા ના ગયા પછી ડોક્ટર સાહેબ મૂંઝવણ માં આવી ગયા. જો જીનલ ના પેટમાં રહેલું બાળક ને ગર્ભપાત કરી મારી નાખવું એક પાપ ગણાશે અને એક કેસ પણ ગણાશે. અને જો બાળક ને ઉછેરવા દેશે તો જીનલ ના જીવ નો જોખમ રહેશે. કેમ કે જીવિત ઓરત જ સંતાન ને જન્મ આપી શકે. જીનલ તો અડધી મૃત અવસ્થામાં છે.

ડોકટર સાહેબ શું કરશે. બાળક નો ઉછેર કરવા દેશે કે ગર્ભપાત કરશે. તે જોશું આગળ ના ભાગમાં.

વધુ આવતા ભાગમાં...

ક્રમશ....