Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૮

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૮

ગોપાલભાઈ પાસે થી નીકળી ને કીર્તિ પોલિસ સ્ટેશન પહોંચી. ત્યાં હાજર પોલીસ ઇન્સ્પેકટર ને ગુમશુદા સાગર વિશે ઘણા સવાલો કર્યા. ત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ ન્યૂઝ રિપોર્ટર ને માહિતી આપવી જોઈએ તે હેતુ થી કીર્તિ ને સાગર ના કેસ વિશે માહિતી આપી અને સાગર ના કેસ ની ઝેરોક્સ કોપી આપી.

કીર્તિ સાગર ના કેસની ફાઈલ લઈને ઘરે પહોંચી અને આખી ફાઈલ તેણે વાંચી. તે ફાઈલ માં સીસીટીવી પુરાવા ના આધારે લખ્યું હતું. સાગર સવારે ના પહોરે પરફેકટ હોટલ ની બહાર ઉભો ઊભો કોઈની રાહ જોઈ રહ્યો હોય છે. ત્યાં એક કાર ઊભી રહે છે અને તે તેમાં બેસી જાય છે. તે કાર ના નંબર કે કાર ની અંદર કોણ કોણ બેઠું હતું તે ફાઈલ માં કઈજ લખ્યું ન હતું.

આગળ લખ્યું હતું. તે કાર હાઇવે પર ગઈ તે પછી ક્યારે પાછી આવી અને આખરે તે ક્યાં છે તેના વિશે કોઈ ઉલ્લેખ ન હતો. ફાઈલ વાંચીને એટલું તો કીર્તિ સમજી ગઈ કે સાગર ખુશી થી તે કારમાં બેઠો હતો એટલે તે કાર તેના મિત્ર કે તેના સગા ની હોવી જોઇએ. તે કેસ ને બારિકી થી કીર્તિ એ આખી રાત વિચારી અને તેને સમજવા ની કોશિશ કરતી રહી.

સવાર થયું એટલે કીર્તિ ગોપાલભાઈ ના ઘરે પહોંચી અને ગોપાલભાઈ પાસે થી સાગરના મિત્ર ની માહિતી મેળવી. ગોપાલભાઈ બસ એક જીનલ વિશે જાણતા હતા. તે પણ એકવાર સાગરે તેમને કહ્યું હતું કે મારી એક ફ્રેન્ડ છે અને તેનું નામ જીનલ છે. ગોપાલભાઈ બીજું સાગરના ફ્રેન્ડ વિશે કશું જાણતા ન હતા એટલે કીર્તિ ને કહ્યું બેટી હું બસ જીનલ નામની એક ફ્રેન્ડ સાગર ની હતી. તે પણ કોલેજ સમયમાં પણ હું જીનલ ને ક્યારેય મળ્યો નથી.

કીર્તિ બીજું કંઈ ગોપાલભાઈ ને પુછ્યુ નહિ. અંકલ તમે ચિંતા કરો નહિ. હું છું ને..આટલું કહી કીર્તિ ત્યાંથી નીકળી ને સાગરે જે કોલેજ માં અભ્યાસ કર્યો હતો ત્યાં પહોંચી. કોલેજ ના પ્રિન્સીપાલ ને મળીને ગયા વર્ષમાં અભ્યાસ કરતી જીનલ વિશેની માહિતી લીધી. પહેલા તો પ્રિન્સીપાલ જીનલ વિશે ની માહિતી આપવા તૈયાર થયા નહિ પણ ગુમશુદા સાગર ની જિંદગીનો સવાલ છે એમ લાગતા પ્રિન્સીપાલે કીર્તિને જીનલ માં ઘરનું એડ્રેસ અને તેના વિશે નું અમુક માહિતિ આપી.

પ્રિન્સીપાલે આપેલ જીનલ ના એડ્રેસ પર કીર્તિ પહોંચી. દરવાજો અંદર થી બંધ હતો એટલે કીર્તિ એ ડોર બેલ વગાડી. ત્યાં જીનલ ના પપ્પાએ દરવાજો ખોલ્યો.

તમે કોણ..? અને કોનું કામ છે. જીજ્ઞાશા વસ જીનલ ના પપ્પાએ કીર્તિ ને પૂછ્યું.

કીર્તિ વિચારવા લાગી જો હું ન્યૂઝ રિપોર્ટર છું તો તે ઘણા સવાલો મને કરશે એટલે કીર્તિ એ કહ્યું હું જીનલ ની કોલેજ ફ્રેન્ડ કીર્તિ છું અને હું જીનલ ને મળવા માંગુ છુ.!!

કોલેજ ની ફ્રેન્ડ છે. એમ માની ને જીનલ ના પપ્પા એ કીર્તિ ને ઘર ની અંદર આવવા દીધી. અંદર પ્રવેશતા આજુ બાજુ જીનલ ને શોધતી હોય તેમ કીર્તિ નજર ફેરવવા લાગી. "જીનલ ઓ જીનલ" એમ સાદ પાડવા લાગી. પણ જીનલ તેને ક્યાંય દેખાઈ નહિ. એટલે કીર્તિ એ પૂછ્યું જીનલ ક્યાં છે અંકલ.?

બેટી એ તેના રૂમમાં સૂતી છે.
જમવા ના સમયે જીનલ સૂતી છે.!! કીર્તિ ને થોડું અજોગતું લાગ્યું. વધુ ન પૂછતાં કીર્તિ જીનલ ના રૂમ તરફ ગઈ. અને જુએ છે તો જીનલ સૂતી હોય છે. પાસે જઈ ને ફરી કીર્તિ સાદ કરે છે "જીનલ ઓ જીનલ" પણ જીનલ તો કોઈ અવાજ સાંભળતી જ ન હોય તેમ ચૂપચાપ સૂઈ રહી હતી. ઘણા સાદ કર્યા એટલે જીનલ ના પપ્પા કીર્તિ પાસે આવ્યા.

બેટી તું જીનલ ની ફ્રેન્ડ છે..? સાચું કહેજે..!!

આ સવાલ થી કીર્તિ ને થોડો ધ્રાસકો પડ્યો કે જીનલ ના પપ્પા મને ઓળખી ગયા છે. હવે જો સાચું નહિ કહુ તો કદાચ હું જીનલ ને મળી નહિ શકું કે નહિ તેના વિશે કઈ જાણી નહિ શકું એટલે કીર્તિ સાચું બોલવા લાગી.

અંકલ હું જીનલ ની ફ્રેન્ડ નહિ પણ ન્યૂઝ રિપોર્ટર છું. અને જીનલ ને હું થોડા સવાલો કરવા આવી છું.

જીનલ ને તું ઓળખતી નથી અને તેને શું થયું છે તે ખબર નથી. તો શા માટે તું અહી આવી છે. આટલું કહી જીનલ ના પપ્પા એ કીર્તિ નો હાથ પકડી ને કીર્તિ ને ઘર ની બહાર કાઢી મૂકી.

શું કીર્તિ જીનલ વિશે કઈ જ જાણી નહિ શકે. જીનલ ના પપ્પા કીર્તિ ને જીનલ વિશે કોઈ માહિતી આપશે કે નહિ તે જોશું આગળ...

વધુ આવતા ભાગમાં.

ક્રમશ...