Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૪

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૪

જીનલ પોલિસ સ્ટેશન તરફ જાય છે ત્યાં વિક્રમ તેને રોકે છે. અને એક પ્રોમિસ આપે છે કે હું છાયા સાથે ગમે તે ભોગે લગ્ન કરીશ નહિ.

તો પણ જીનલ ને વિશ્વાસ બેસતો નથી. આખરે વિક્રમ તેને લગ્ન ના આગળના દિવસે ભાગી જવાની વાત કરે છે. પણ જીનલ માનવા તૈયાર થઈ નહિ. આખરે વિક્રમ તેને પ્રેમની કસમ આપે છે ત્યારે જીનલ માની જાય છે. અને વિક્રમ ને હા પડીને તેની ઘરે જતી રહે છે.

વિક્રમ ને કઈજ સમજ પડી રહી ન હતી કે આખરે હું કયો નિર્ણય લવ જેનાથી કોઈને તકલીફ ન પડે ઘણો વિચાર કર્યો પણ તેને કોઈ રસ્તો મળ્યો નહિ એટલે તેણે તેના નશીબ પર બધું છોડી દીધું અને લગ્ન ની તૈયારી કરવામાં મશગુલ થઈ ગયો.

લગ્ન ને એક દિવસ ની વાર હતી. વિક્રમના ઘરે બધા મહેમાનો અને મિત્રો આવી ચૂક્યા હતા. વિક્રમ ને એક બાજુ પોતાના લગ્નના વિચાર આવી રહ્યા હતા તો બીજું બાજુ જીનલ ના વિચારો. જીનલ પણ વિક્રમના ફોન ની રાહ જોઈ બેઠી હતી. વિક્રમે કહ્યું હતું લગ્ન ની આગળની રાત્રે આપણે બંને ભાગી જશું. એટલે જીનલ સાંજ પડવાની રાહ જોઈ રહી હતી.

સાંજ પડી એટલે જીનલ પોતાનો સામાન પેક કરીને વિક્રમના ફોન ની રાહ જોવા લાગી. આખો દિવસ છાયા ના ફોન જીનલ પર આવી રહ્યા હતા કે જીનલ તું ક્યારે આવશે. ક્યારે આવશે.. જીનલ તેને આશ્વાસન આપતી એટલું કહેતી મારે આજે નીકળી શકાય તેમ નથી હું કાલે સવારે ત્યાં આવી જઈશ. છાયા પણ પોતાના લગ્નના ઉત્સાહ અને મહેમાનો સાથે મશગુલ થઈ ગઈ.

રાત્રિ ના બાર વાગ્યા પણ વિક્રમ નો કોઈ ફોન જીનલ પર આવ્યો નહિ. એટલે જીનલે સામે થી વિક્રમને ફોન કર્યો પણ વિક્રમ નો ફોન તો બંધ આવી રહ્યો હતો. ઘણી કોશિશ કરી પણ વિક્રમ નો ફોન બંધ જ આવી રહ્યો હતો. આખરે તે વિક્રમના ઘરે જવા તે ઘર ની બહાર નીકળી. ત્યાં તેના પપ્પા જીનલ ને જોઈ ગયા એટલે પૂછ્યું.
બેટી અડધી રાત્રે ક્યાં જઈ રહી છે.?

અચાનક પપ્પા નો અવાજ સાંભળી ને જીનલ તો સ્તબ્ધ થઈ ગઈ. શું જવાબ આપવો તે વિચારવા લાગી. ત્યાં ફરી પપ્પાએ કહ્યું. "બેટી ક્યાં જઈ રહી છે."

પપ્પા છાયા ના લગ્ન છે તો છાયા ના ઘરે જાવ છું. થોડી પાસે આવીને જીનલે પપ્પાને જવાબ આપ્યો.

દીકરી નો હાથ પકડી ને તેને અંદર લઈ જઈને કહ્યું બેટી અડધી રાત્રે કોઈને ઘરે જવાતું ન હોય. કાલે વહેલી સવારે જજે. અત્યારે તારા રૂમમાં જઈને સૂઈ જા.
પપ્પા બહાર હોલ માં સૂઈ ગયા ને જીનલ તેના રૂમમાં જઈને સૂઈ ગઈ.

એક કલાક વિતી એટલે જીનલ ફરી જાગી અને વિક્રમ ને ફોન કર્યો પણ હજુ વિક્રમ નો ફોન બંધ આવી રહ્યો હતો એટલે ફરી બહાર જવા તેનો રૂમનો દરવાજો ધીમે થી ખોલ્યો ત્યાં સોફા પર સૂતેલા તેના પપ્પા પડખું ફર્યા. જીનલ ને લાગ્યું પપ્પા જાગી રહ્યા છે એટલે અત્યારે બહાર નીકળવું યોગ્ય નથી. ફરી તેના રૂમનો દરવાજો બંધ કરીને જીનલ સૂઈ ગઈ.

જ્યારે આંખ ખુલી તો સવાર ના નવ વાગી શુક્યા હતા. હાથમાં ફોન લઈને વિક્રમને ફોન કર્યો પણ વિક્રમ ફોન રિસિવ કરી રહ્યો ન હતો. હવે જો જીનલ ત્યાં વહેલેસર ન પહોંચે તો વિક્રમ અને છાયા ના લગ્ન થઈ જાય. એટલે ફટાફટ તૈયાર થઈ અને પોતાની સ્કુટી લઈ ને નીકળી. ઉતાવળમાં જીનલ પોતાની સ્કુટી તેજ ચલાવવા લાગી. આજે પહેલી વાર જીનલ ઉતાવળ માં પોતાની સ્કુટી તેજ ચલાવી રહી છે.

આ બાજુ વિક્રમ જાન લઈને છાયા ના ઘરે આવી પહોંચ્યો હતો. અને મંડપ માં છાયા ના આવવાની રાહ જોવા લાગ્યો. ત્યારે એક વિચાર જરૂર થી આવ્યો હતી કે જીનલે કેમ મને ફોન કર્યો નહિ. તેનો વિચાર ફરી તો નહિ ગયો હોય ને..! આ વિચાર થી તે મંડપ માં ખોવાયેલો રહ્યો ત્યાં મંડપ માં છાયા ની હાજરી થતાં તે ભાનમાં આવ્યો ને સોળે શણગાર સજીને આવેલી છાયા ને વિક્રમ જોઈ રહ્યો.

તેજ સ્કુટી ચલાવી રહેલી જીનલ ના મનના ઘણા વિચારો ઘૂમી રહ્યા હતા તો તે અતિ ક્રોધમાં પણ આવી ગઈ હતી. બે કાબૂમાં ચલાવી રહેલી તેની સ્કુટી એક સામે થી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાય છે. અને સ્કુટી સાથે જીનલ ફંગોળાઈ જાય છે.

એક્સીડન્ટ માં જીનલ ને કઈ થઈ તો નહિ જાય ને.? તે જોશું આગળ.

વધુ આવતા ભાગમાં..

ક્રમશ....