My Poems - Part 4 in Gujarati Poems by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા કાવ્યો - ભાગ 4

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

મારા કાવ્યો - ભાગ 4

લેખનો પ્રકાર:- કાવ્ય
કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


મથામણ

છે મથામણ મનમાં, શું થશે? કેમ થશે?
લાંબી છે મજલ અને સાથ નથી કોઈનો!
કોને કહેવું વ્યથા કે શું ઈચ્છું છું હું,
નથી કોઈ જે સમજી શકે આ મથામણ!
ઊભા છે ઘણાં પડકારો આંખ સામે,
વિચારે છે મન કેમ કરી પાર થશે પડકારો,
અનુભવે છે મથામણ આ મન,
શું કરીશ આગળ?
છે આખી જિંદગી જીવવા,
પણ નથી કોઈનો સહારો.
છે મથામણ મનમાં કે શું જરૂરી જ છે
કોઈનો સહારો? કોઈ ન હોય તો
શું હંમેશા બનવું લાચાર?
મન અનુભવે છે મથામણ અને કહે છે,
નથી જરુર કોઈની રાખ હિંમત,
કર ભરોસો ભગવાન પર,
પડશે પાર બધું, નહી હારી જઈશ.
આવશે પડકારો તો કર સામનો.


હું અને તમે

હતી પહેલા એકલી હું એક,
મળ્યા તમે એક દિવસ,
હતા તમે પણ એક,
વિચાર્યું ઘરનાં લોકોએ,
કરવો આપણો મેળાપ,
થાય બંને એકના બે,
થયાં લગ્ન આપણાં બેના,
થવું હતું એકના બે આપણે,
પણ થયો પ્રેમ એવો કે,
થયાં બેનાં એક આપણે,
જાણ્યું ત્યારે પહેલી વાર,
ન થાય એક વત્તા એક બે હંમેશા,
હોય જયાં સાચો પ્રેમ થાય ત્યાં,
એક વત્તા એક બરાબર એક.


અંતહિન સફર

આવે છે આ જીવનનો ક્યારેક તો અંત,
થશે મૃત્યુ અંતે એ જ છે સત્ય,
ના ડર એ માનવી તુ મૃત્યુથી,
એ તો ઈચ્છા ન હોવાં છતાં મળશે જ!
માટે હે માનવી! જે સફર છે જિંદગીની
જીવ તુ ફરિયાદ વગર.
છે મુસીબત આ સફરમાં ડગલે ને પગલે,
પણ અટકીશ નહીં એ મુસાફર,
કર્યે રાખ તુ સતકર્મો,
ભલે અંત છે તારા આ જીવન સફરનો,
પણ અંતહિન સફર છે આ સતકર્મોની,
અને અંતહિન સફર છે આ આત્માની.


પ્રવાસ

પર્યટન સ્થળો રાહ જુએ છે,
એનાં રસિકોનાં, ક્યારે આવશે
બધાં પાછા પહેલાંની જેમ.
કરશે પ્રવાસ અને માણશે કુદરત,
મળશે રોજગાર સ્થાનિકોને,
ભૂલકાઓ પામશે જ્ઞાન નવા
સ્થળ વિશે જઈને પ્રવાસ!
છે ઘણાં સ્થળો પ્રવાસ માટેનાં,
સૌથી મુશ્કેલ પ્રવાસ છે
એકના મનથી બીજાના મન
સુધીનો પ્રવાસ.


અનંત

છે અનંત આ મનની ઊંડાઈ,
જાણે ભાસે એ અનંત આકાશ!
ક્યારેક વિચારે ખુશીની પળો,
ક્યારેક યાદ કરે દુઃખના દિવસો!
ક્યારેક મન થાકી જાય,
ક્યારેક મન હારી જાય,
છે અનંત મનની શક્તિઓ,
જો ઓળખો તો ધન્ય છો,
નહીં તો આવેલી તક પણ ગુમાવશો.
ન લેશો પોતાનાં મનની શક્તિઓને
હળવાશથી, છે એ એટલી અનંત કે
ન કોઈ આવશે મુસીબત,
કે ન કોઈ તકલીફ.
ધ્યાન રાખવું એક જ બાબત,
ન પહોંચાડો કોઈ નકારાત્મકતા
આ અનંત મન સુધી,
એ તો છે તમામ શક્તિઓનો ભંડાર.


અવિસ્મરણીય ભેટ

મળ્યું છે જીવન,
આ માનવદેહ સ્વરૂપે,
નથી મળ્યો કોઈ એવો જીવ,
કે જે ભટકે ખાવા પીવાને,
જીવ સમાય છે પ્રભુ ભક્તિમાં,
લાગે છે ડર પ્રભુનો કંઈક ખોટું
કરતાં કે ખોટું બોલતાં,
નથી વિચાર્યું ખરાબ કોઈનાંય
વિશે ક્યારેય, બસ આથી વિશેષ
તો શું હોઈ શકે ભગવાને આપેલ
અવિસ્મરણીય ભેટ!


વસંત

ખીલે છે કુદરત જ્યારે આવે છે વસંત,
ખુશ થાય છે વનરાજી અને બને છે તાજી,
જ્યારે જ્યારે આવે છે વસંત.
રાજી થાય છે એ પક્ષીઓ જોઈને
પોતાનાં લીલાછમ ઘર,
વ્યકત કરે છે આભાર વસંતનો,
ગાઈને નિતનવા ગાન.
કલબલાટ એ પક્ષીઓનો સંભળાય છે ચારેકોર,
જ્યારે આવે છે વસંત.
આવો જ ઉમળકો, આવો જ અનુભવ
થાય છે એક યુવતીને, જ્યારે હોય છે
પોતાના પ્રિયતમ સંગ.
ખીલી ઊઠે છે એનાં ચહેરાની વસંત
જ્યારે પણ જુએ છે ચહેરા સામે પ્રિતમ.
નથી વસંત માત્ર કુદરતનું સૌંદર્ય,
એ તો છે કવિઓ અને લેખકો માટે
પોતાની રચનાઓ ખીલવવાનું એક પ્રેરકબળ.
પાંગરે છે નવી નવી રચનાઓ,
આકાર લે છે પ્રણયની કથાઓ.
મેળવે છે મનોરંજન સહુ કોઈ,
વાંચીને આ વસંતઋતુની રચનાઓ.