The Corporate Evil in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-65

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-65

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-65
પોલીસ કમીશ્નર અને ચીફની મિનિસ્ટર અભ્યંકર ફોન પર વાત કરી રહેલાં કમીશ્નર રિપોર્ટ કરી રહેલો. અભ્યંકર ભડક્યો અને ગભરાયેલો હતો કમીશ્નરને સૂચના આપી હતી. કે ત્રણે જણાને કોઇ પણ હિસાબે પકડી લો.. વાતમાં જાણે કોન્ફરન્સ કોલ હોય એમ ત્રીજો અવાજ આવ્યો. ખડખડાટ હસવાનો અને એય અભ્યંકર... સાલા નપાવટ... તું અભ્યંકર નહીં ભયંકર છે પણ તારાં માથે પણ તારો બાપ છે યાદ રાખજે તારી હવે છેલ્લી ઘડીઓ ગણાય છે. તારાં પાપા યાદ કરવા માંડ.. અને પાછો હસવાનો અવાજ...
અભ્યંકરે કહ્યું. કોણ છો ? કોણ છો તમે ? એ સિધ્ધાર્થ આ વચમાં કોણ બોલે છે ? કોણ ધમકી આપે છે ? ક્યાંથી બોલે છે ? સિધ્ધાર્થ કહ્યું સર.. મને જ નથી ખબર હું તમને પૂછું છું આ વચ્ચે કોણ બોલે છે ?
ખડખડાટ હસતાં આગળ અવાજ આવ્યો એય અભ્યંકર વચ્ચે નહીં તારાં માથે જ બેઠી છું જો તારી સામે તો છું. દેખાતી નથી ? તારું મોત બનીને આવી છું તારે જે કબૂલાત કરવાની છે એનાં માટે તૈયાર રહે હવે બીજો કોઇ રસ્તો નથી તું તારાં ગમે તેટલાં ખાખી ડગલાંવાળાને કામે લગાડ કંઇ જ હાથમાં નહીં આવે.
અભ્યંકર ગભરાયો આ કોણ બોલે છે ? એણે એની ચેમ્બરમાં જોયુ સામે જોયું માથે હાથ ફેરવ્યો કોણ છે ? કોણ છે ? એનો ફોન કમીશ્નર સાથેનો કપાઇ ગયો.
અભ્યંકરની ચેમ્બરમાં અંધારૃં છવાઇ ગયું. અભ્યંકરે બૂમ પાડી સદાનંદ સદાનંદ લાઇટો કેવી રીતે ગઇ ? સદાનંદ સાંભળે છે ? એનો અવાજ ચેમ્બરની બહાર નહોતો જતો. ત્યાં એને અંધારામાં ઓળો દેખાયો એને માત્ર બે આંખ દેખાતી હતી લાલ લાલ અને ખડખડાટ હસવાનો અવાજ આવ્યો એય અભ્યંકર તું શું સમજે છે ? તારી પાસે સત્તા છે પૈસો છે એટલે તું કંઇ પણ કરી શકીશ ? તારી પાસે કાલનો દિવસ છે તું કબૂલાત કરી દે આજ સુધીનાં બધાં પાપ કબૂલી લે તારાં પાપનો ઘડો ભરાઇ ગયો છે કાલે ટીવી પર જાહેર કર તું ગુનેગાર છે નહીંતર ગુરુવારે સવારનાં બ્રેકીંગન્યૂઝ તારાંજ હશે.....
અને આટલું બોલી અવાજ બંધ.. લાઇટો આવી ગઇ. અભ્યંકરનાં કપાળે ફુલ એસી ચેમ્બરમાં પણ પરસેવો વળી ગયો. ચહેરો ખૂબ ગભરાયેલો હતો એને થયું આ કોણ બોલે છે ? કોઇ ભૂત પ્રેત શું હતું ? એણે કમીશ્નરને ફોન લગાવ્યો પણ બીઝી આવ્યો હતો સદાનંદને રાડ પાડી બોલાવ્યો.
સદાનંદ ચેમ્બર ખોલીને અંદર આવ્યો હાં સાબ હું તો અહીં જ છું બહાર જ આ અભયંકરનો પિત્તો ગયો ક્યારનો તને બોલાવુ છું. સંભળાતુ નથી ? લાઇટો કેવી રીતે ગઇ ? આ ફોન પણ કામ નથી કરતો. તારે ઘરે બેસવું છે ?
સદાનંદે ગભરાતાં ગભરાતાં કહ્યું પણ સર તમારી બૂમ કે અવાજ સંભળાયો જ નથી લાઇટો ગઇ નથી બહારતો ચાલુજ છે સર બોલો શું થયુ ?
અભ્યંકર ગભરાયો પરસેવો લૂછતાં કહ્યું કંઇ નહીં ચાલ મારે ઘરે જવુ છે ગાડી કાઢ.. અને ચેમ્બર છોડી ઘરે જવા નીકળી ગયો.
************
કમીશ્નર સિધ્ધાર્થ વિચારમાં પડી ગયો સીએમ સાથે વાત કરતાં કોણ વચ્ચે જોડાયું ? આતો હોટ લાઇન છે કેવી રીતે શક્ય બને ? અભ્યંકર સરનાં માથે ચોક્કસ મુસીબત આવી છે.. પછી મનમાં બબડ્યો કરે એવું ભરે. એણે વિચાર કર્યો અને આસ્ટિટને બોલાવી પૂછ્યું પેલાં પરાંજપે અને દેશમુખ ક્યાં છે ? ક્યાં રાખ્યાં છે ?
આસીસ્ટને કહ્યું સર અહીં બાજુની રૂમમાંજ રાખ્યાં છે આસીસ્ટને કહ્યું સર એક વાત કહુ ? નાના મોઢે મોટી વાત કરુ છું પણ કહેવી જરૂરી છે.
સિધ્ધાર્થે કહ્યું બોલ શું વાત છે ? આસિસ્ટન્ટે કહ્યું સર મને અહીં નોકરી કરતાં 30 વર્ષ પુરા થયા આપણાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં આ બે જેવા પ્રમાણિક કોઇ પોલીસકર્મી નથી કોઇ લાંચ નહીં કોઇ પ્રલોભન નહીં સાચાં માણસો છે એ કોઇ ગુનો કરેજ નહીં.
સિધ્ધાર્થ સાંભળી રહ્યો પછી બોલ્યો મને ખબર છે મારે એ લોકોને મળવું છે ચાલ.. અમે એ બંન્ને જણાં પરાંજ્પે અને દેશમુખને રાખેલાં એ રૂમમાં ગયાં.
બંન્ને જણાં દેશમુખ અને પરાંજપે ડર વિના શાંતિથી બેઠાં હતાં એમની બોડીલેંગ્વેજ સિધ્ધાર્થ જોઇ રહ્યો અને...
***********
બીજા દિવસની સવાર પડી. નીલાંગ ઉઠયો એણે જોયું નીલાંગીને વળગીને એ સૂઇ રહેલો નીલાંગી હજી સૂઇ રહેલી છે. એણે નીલાંગીને ઢંઢોળીને ઉઠાડી. નીલો ઉઠ... નીલાંગી ઉઠી ઉઠીને તરતજ નીલાંગને ચૂમી લીધો. ઉઠી ગયો ? કેવો ઘસઘસાટ ઊંઘી ગયેલો તું.. નીલાંગે કહ્યું આવી ઊંઘ આખી જીંદગીમાં નથી આવી પણ ઉઠ્યો ત્યારથી બધાં વિચાર આવી રહ્યાં છે. હવે આપણે એક્શનમાં આવવુ પડશે. વધારે રાહ જોવી નથી.
નીલાંગીએ કહ્યું નીલું તું કહે એમ હું કરવા તૈયાર છું બોલ શું પ્લાન છે ? મારી દ્રષ્ટિએ આજ સાંજ સુધી રાહ જો અને પહેલાં તો તું ફ્રેશ થઇ જા. તને ભૂખ લાગી છે મને ખબર છે. હું ચા નાસ્તાની વ્યવસ્થા કરું ત્યાં સુધીમાં ફેશ થઇ જા.
નીલાંગને વિચારોની વચ્ચે પણ હસુ આવી ગયું અહીં તું શું વ્યવસ્થા કરીશ ? નીલો બહારથીજ લાવવુ પડશે. અહી સૂવા ન્હાવા સિવાય કોઇ વ્યવસ્થાજ નથી.
નીલાંગીએ કહ્યું તું પરવારી જા ત્યાં સુધી હું બધીજ વ્યવસ્થા કરુ છું મારાં પર છોડ તું બહાર ના નીકળીશ જા તું હું બધુંજ લઇને આવું છું... નીલાંગ નીલાંગીને ચૂમી હસ્તો હસતો બાથરૂમમાં ગયો.
નીલાંગીએ ગરમા ગરમ ચા, બટાકાવડા, ગોટા, ફાફડા નીલાંગને ભાવતો બધો નાસ્તો લઇ આવી અને ડીશમાં કાઢી તૈયાર કર્યું ત્યાં ટુવાલથી વાળ લૂછતો લૂછતો નીલાંગ આવ્યો અને બધી તૈયારી જોઇ બોલ્યો. વાહ એટલીવારમાં બધુ હાજર ? કેવી રીતે સ્ટેશન ગઇને આટલી જલ્દી આવી ગઇ ?
નીલાંગીએ કહ્યું ચાલની બહારજ રીક્ષાવાળો હતો એને લઇને ગઇ એજ રીક્ષામાં પાછી આવી. તું બધી પચાંતમાં ના પડ પહેલાં ગરમાગરમ ચા નાસ્તો કરી લે.
નીલાંગે કહ્યું તું તો બધાં ચમત્કાર અને જાદુજ કરે છે તું સાવજ બદલાઇ ગઇ છે. નિલાંગ વધારે બોલે પહેલાં નીલાંગીએ એનાં મોઢામં બટાકાવડુ મૂકી દીધું. તું નાસ્તો કરી લે પહેલાં પછી બીજી વાત.
નીલાંગ કહ્યું તું પણ ફ્રેશ થઇ આવ નાહી ધોઇલે પછી સાથે કરીશું નાસ્તો. નીલાંગીએ કહ્યું હું તો મોડા પરવારીશ બધુ હજી તો.. બીજી વાર તને પરસેવો પડાવવાનો છે.
નીલાંગે એનું નાક ખેંચતા કહ્યું લુચ્ચી પણ ખૂબ ખવાઇ ગયું અને બંન્ને જણાએ નાસ્તો કર્યો. નીલાંગીએ નીલાંગની સામેજ જોયાં કર્યું અને નાસ્તો કરાવ્યો. એને કોઇ અગમ્ય સંતોષ મળી રહેલો નીલાંગે કહ્યું "તેં તો કંઇ ખાધુજ નહીં બધુજ મને ખવરાવી દીધુ. કેમ આવુ કરે ?
નીલાંગીએ કહ્યું નીલુ તને નાસ્તો કરતો જોઇનેજ હું તો ઘરાઇ ગઇ આવું સુખ મને ક્યારે મળવાના હાશ થઇ તને જોઇને. નીલાંગ કહ્યું હવે તો ફોન ચાલુ કરુ ને ?
નીલાંગીએ કહ્યું તારો નહીં હમણાં મારો ફોન ચાલુ કરુ છું જો કોઇ લાઇવ ન્યુઝ હોય તો જોઇએ. એમ કહી ફોન ચાલુ કર્યું ન્યુઝ એપ ચાલુ કરી એમાં લાઇવ ન્યુઝ આવી રહેલાં એમાં બ્રેકીંગ ન્યુઝ હતાં ધ ઇવનીંગ સ્પોટ ન્યુઝપેપરનાં માલિક અને પત્રકાર ભૂગર્ભમાં હજી પત્તો લાગ્યો નથી.
ત્યાંજ ન્યૂઝ બદલાયાં અભ્યંકર સરકારનું ભાવિ ડામોડોળ એમનાં આક્ષેપો સાબિત કરવા માટે પડકાર કર્યો છે ધ ઇવનીંગ ન્યુઝ સ્પોટનો પત્રકારે આજ સુધીનો સમય આપ્યો છે નહીંતર ગુરુવારે સવારે સરકાર અને ઉદ્યોગપતિની બધી જ પોલ ખૂલ્લી કરી દેશે. આખાં રાજ્યમાં ચક્ચાર છે અને ચૌરે ચૌટે બધાનાં મોઢે આજ વાત ચર્ચાય છે.
ન્યૂઝ સાંભળી નીલાંગ ચમક્યો. અરે મારાં નામેં કોણ ન્યૂઝ મોકલે છે ? અભ્યંકરની તો ઢીલી કરી નાંખી નીલો આપણે તો અહીં છૂપાયેલા છીએ આ કેવી રીતે બન્યું ?
નીલાંગીએ કહ્યું તારાં બોસે વાત લીક કરી હશે કંઇ નહીં આજનોજ દિવસ છે કાલે કલાઇમેક્સ રચાશે અને બધાં ખૂલ્લા પડશેજ કંઇ નહીં હવે તારો ફોન ચાલુ કર.
નીલાંગે જેવો ફોન ઓન કર્યો અને તરતજ રીંગ આવી રાનડે સરનો ફોન હતો નીલાંગે ઉપાડ્યો. હાં સર, અરે નીલાંગ હજી તો આપણે પ્લાનીંગ પણ નથી કર્યું અને આ ન્યૂઝ ચાલી રહ્યાં છે શું પ્લાનીંગ છે ? આમ અમારી જાણ વિનાંજ તે...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-66