The mystery of skeleton lake - 12 in Gujarati Fiction Stories by Parthiv Patel books and stories PDF | ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૨ )

Featured Books
Categories
Share

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૨ )

ઝાલાની ગાડી એક સુમસામ વિસ્તારમાં પ્રવેશી પાછળ કાળી એમ્બેસેડર આવી રહી હતી . આ વિસ્તાર કોઈ ઔદ્યોગિક વિસ્તાર હતો , અને જ્યાં તેઓ જઈ રહ્યા હતા તે કોઈ ફેક્ટરી હતી જે ઘણા સમયથી બંધ હોય એવી નિર્જન જણાતી હતી . ખખડધજ લોખંડનો દરવાજો ખોલી બંને ગાડી અંદર પ્રવેશી . ધોળા દિવસે પણ કોઈ પક્ષી સુધા ત્યાં ફરકતુ નહોતું .કોઈ ભૂતની ફિલ્મમાં બતાવેલા દ્રશ્ય જેવું જ દ્રશ્ય હતું એ . જગ્યા ખાલી હોવાથી વૃક્ષોના સૂકા પાંદડાનો અવાજ પણ ડરાવનો લાગતો હતો . જો કોઈ પહેલી વાર એકલું ગયું હોય તો ડરીને જરૂર ભાગી જ જાય ... થોડા જ દૂર જતા બંધ ફેક્ટરીનો મધ્યભાગ આવ્યો . ડી.જે. ઝાલા બહાર ઉતર્યા . પોતાની ગાડીના આગળના બે વ્હિલ ત્યાં બંધ સટર આગળ રહેલા નાના ખાડામાં ઉતાર્યા અને ગાડીને પેલા ગિયરમાં ચાલુ કરી . આગળના બંને વ્હિલ ફરવાના કારણે ત્યાં રહેલા મિકેનિસમને લીધે સટર ઊંચું થવા લાગ્યું. થોડા જ સમયમાં સટર ઊંચું થતા ગાડી આપમેળે અંદર સરકી ગઈ અને પાછળ પેલી કાળી એમ્બેસેડર ... આ સમગ્ર ઘટના આશ્ચર્ય પમાડે તેવી હતી .
ત્યાં અંદર એક કાર્યાલય બનાવવામાં આવ્યું હતું , જેનો હેતુ અમુક ગતિવિધિઓ પર બહારથી નજર રાખવાનો હતો . આની જાણ ડિપાર્ટમેન્ટમાં કોઈને નહોતી . ૬ વર્ષ પહેલા જ્યારે પોતાને ભાવના રેડ્ડીના કૅસના લીધે ટ્રાન્સફર અપાયું હતું ત્યારે જ ઝાલા સાહેબે આવા એક કાર્યાલયનું નિર્માણ કરવાનું વિચાર્યું હતું જેથી કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિઓનું ધ્યાન બહારથી રાખી શકાય . જે કેસ પરથી આ કાર્યાલય બનાવવાનો વિચાર આવ્યો હતો એજ કેસ આજે અહીંયા સોલ્વ કરવા એક ટિમ કામે લાગેલી હતી .
ડિટેક્ટિવ સોમચંદને એમના સોંર્સ દ્વારા કાળી એમ્બેસેડર અને એના હાલના સ્થાનની માહિતી મળી હતી , સાથે જ જગુ નામનો ગુનેગાર ભાગી ગયો એ સમાચાર પણ મળ્યા હતા . એમની માહિતી મુજબ એમ્બેસેડરનું હાલનું સરનામું અને એને ઉઠાવી જનારનું નામ પેલા રાક્ષસી યંત્ર (કમ્પ્યુટર) પર થોડી સ્વીચો દબાવી લખ્યા . થોડી સેકૅન્ડો માટે એક ચક્કર ગોળગોળ ઘૂમ્યુ અને એક અસ્પષ્ટ ચહેરો દેખાયો જે ધીમેધીમે ક્લીઅર થતો જતો હતો , નીચે એની ઇન્ફોર્મેશન હતી . નિવૃત પી.એસ.આઇ. ડી.જે.ઝાલા , છેલ્લું પોસ્ટીંગ :- આહવા , ડાંગ . નીચે એની આખી કુંડળી હતી . કેટલી વાર ટ્રાન્સફર થયું..અને શા કારણે ..!? એમની વર્તણુક...પરિવાર ... બધી જ માહિતી હતી . જે સોમચંદ ઉપરછલી તપાસી રહ્યા હતા . એમનું છેલ્લા ટ્રાન્સફરનું કારણ જાણી તેઓ ચોંકી ગયા . ભાવના રેડ્ડી રેપ એન્ડ મર્ડર કૅસ ....
એક રહસ્યમય રાત્રીથી શરૂ થયેલી ઘટના વધુને વધુ જટિલ બનતી જતી હતી . ક્યાંકને ક્યાંય ૬ વર્ષ પહેલાની ઘટનાને આની સાથે સંબંધ હતો , કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે ૬ વર્ષ પહેલાની ઘટનાથી સંપૂર્ણ વાકેફ હોય અને પોતાની (સોમચંદની) મદદ કરી શકે . એવી એક જ વ્યક્તિ હતી નિવૃત્ત પી.એસ.આઇ ડી.જે.ઝાલા સાહેબ...આ માણસ આખી વાત સમજવામાં કડીરૂપ બની શકે એમ હતું .તેથી હવે આ ઝાલાને મળવું ખૂબ જરૂરી હતું . તેથી સોમચંદ તરત ઝાલાને મળવા નીકળી પડ્યા .
સી.કે.વી પોતાની તમામ કુશળતા વાપરીને પેલા કેમેરાના કાર્ડને અનલૉક કરવા પ્રયત્ન કરી રહ્યો હતો . કમ્પ્યૂટર સ્ક્રીન પર કાળા પડદા પર કૈક લૉક ખોલવા અલગ અલગ પાસવર્ડની જોડ ઑટોચેક થઈ રહ્યા હતા . કી-બોર્ડ પર પોતાની તમામ આવડતને કામે લગાડી રહ્યો હતો જેથી તમામ ડેટા સુરક્ષિત મળી રહે અને ઝાલા પોતાનો હેકિંગનો કેસ રફાદફા કરવામાં મદદ કરે .આ કામ બીજા કામની સરખામણીમાં થોડું અઘરું હતું . કારણ કે ડેટા ફોર્મેટ થવાનો ભય હતો . પરંતુ સી.કે.વીને પોતાની આવડત પર વિશ્વાસ હતો . કેમ ના હોય .... !!?? બેંકની વેબસાઈટ હેક કરી શકતો માણસ આવું નાનું કામતો આસાનીથી કરી જ શકે ....!!!
ઇન્સપેક્ટર બાજવા જપીને બેસે તેવા આદમી નહોતા . એમને ઓમકાર રેડ્ડીને જેલમાંથી મુક્ત કરવામાં મદદ તો કરી પરંતુ હવે એ પેલા પુસ્તક વિશે , પેલા ખજાના વિશે ધાક-ધમકી આપીને , ડરાવીને કોઈ માહિતી મેળવવા ઇચ્છતા હતા . એમના મગજમાં પણ ખજાના અંગે , પેલા પુસ્તકના લીધે થનારા ફાયદા અંગે લાલચ જાગી રહી હતી .જેમ આપણે જાણીયે છીએ લાલચ માણસને રાક્ષસ બનાવી દે છે , હવે બાજવામાં જાણે રાક્ષસી લક્ષણો દેખાતા હતા . સતયુગના રાક્ષસોને શીંગડા હતા , લાંબા દાંત હતા મોટી મોટી લોહિયાળ આંખો હતી અને ભયંકર દેખાવ હતો જેથી માણસ એને દૂરથીને પિછાની જતો અને સલામત રહી શકતો . પરંતુ કળિયુગના રાક્ષસો સૂટબુટમાં , સુંદર દેખાવમાં આવે છે ... પોતાના મિત્રો બનીને , સગા-સંબંધી બનીને તો ઘણીવાર કહેવાતા સ્વજનો અને સુભચિંતકો બનીને .... જેને પાલતુ પશુની જેમ પાડ્યા હોય તે સર્પની જેમ દંશ આપે છે .. ચોરી..છેડતી ... હેરાનગતિ કરે છે . એવી જ રીતે આજે જનતાના રક્ષક પોલીસ ઓમકાર રેડ્ડીની હેરાન કરી રહી હતી ..માત્ર પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા ખાતર ...

8.
ડી.જે.ઝાલા પોતાના ખુફિયા કાર્યાલય પર હતા . ગાડીઓનો જાણકાર મિકેનિક ગાડી તપાસી રહ્યા હતો ... એમ કહી શકાય કે ગાડી પાસે પોતાના માલિકની માહિતી કઢાવી રહ્યો હતો . એટલી ચીવટપૂર્વક પોતાનું કામ કરી રહ્યો હતો જાણે ઝવેરી હીરાને પારખી રહ્યો હોય .ગાડીનો એકએક ભાગ , નાનામાં નાની જગ્યા પણ એનાથી છૂટે એમ નહોતું . એને શરૂવાત ગાડીની બોડી પરથી કરી ....એને ગાડીને એક હળવો સ્પર્શ કર્યો જેમ માતા પોતાના નવજાત શિશુને સ્પર્શે એમજ અને તરત જ કહ્યું
" ગાડી પર કાળો કલર કરવામાં આવ્યો છે ...." એક સ્પર્શ માત્ર થી આટલું જણાવી દીધું .મિકેનિક હવે સીધો નંબર પ્લેટ જોવા માટે ગયો . આગળની બાજુ હળવેકથી ખેંચતા એ બહાર આવી ગઈ , નંબર પ્લેટની આગળપાછળ અલગ અલગ રાજ્યના અલગઅલગ નંબર હતા . લોખંડની નંબર પ્લેટ સામે રહેલા મેગ્નેટ પર ચોંટાળેલી હતી , તેથી સમય પડ્યે ઝડપથી બદલી શકાય . એક નંબર હતો GJ01 RX 3173 બીજો નંબર હતો KL01 V6032 . એક જ નંબર પ્લેટ પર આગળપાછળ આ બંને નંબર લખેલા હતા . આટલું ઓછું હોય એમ ત્રીજો નંબર કે જે મેગ્નેટ લાગેલું હતું ત્યાં હતો . એ જોઈને લાગતું હતું કે આજ સાચો નંબર છે . ત્રીજો UK13 RM2742 . ઝાલા જુના પોલીસ સ્ટેશન પર ફોન કર્યો અને ત્રણે નંબર પોતાના એક જુનિયર ઓફિસરને આપ્યા . એમાંથી કયો નંબર સાચો છે ...!? અને બાકીના બે નંબર કોના છે એ જાણવા માટે .
મિકેનિક આગળ કામ કરી રહ્યો હતો .અંદર ડીકકીમાં બે મોટી સૂટકેસ પડેલી હતી . એ ખોલતા અંદર નોટોના બંડલ ભરેલા હતા. ત્યાં હાજર માણસો માંથી લગભગ કોઈએ આટલી રોકડ એકસાથે જોઈ નહોતી . બધાના ચહેરાઓ આશ્ચર્યથી ખુલ્લા રહી ગયા હતા . આ એજ રૂપિયા હતા જે પેલા પૈસાદાર મોટી ગાડીવાળા માણસે હોટેલ તુલસીમાં આપ્યા હતા . એની કોઈ સગવડ કરે અથવા આગળ મિશન માં રોકે એના પહેલા ઝાલાએ ઓચિંતો હુમલો કર્યો હતો અને ગાડી પોતાના કબજે લીધી હતી . આગળના ખાનામાં એક ૩૨ બોરની પિસ્તોલ હતી , ચાર દેશી તમંચા હતા અને એક ઔટોમેટિક રાઇફલ AK47 હતી . બાજુમાં એક લાકડાનો શંદૂક જેવો ડબ્બો પડ્યો હતો જેમાં પડેલા અલગ અલગ ભાગોમાં બુલેટ્સ રાખવામાં આવી હતી . પાછળની સીટ પર એક લેધર બેગ પડ્યું હતું જેમાં કશાક કાગળો ભર્યા હતા . ખરેખર કોઈ આતંકવાદીની છાંવણી પર છાપો માર્યો હોય એવું લાગતું હતું . અઢળક નાણાં , આટલા બધા શસ્ત્રો અને એની કારતુસો એનો મતલબ શુ હોઈ શકે છે ..!? એમનો ઉદેશ્ય શો હોઈ શકે છે ...!? એ જાણવું ખૂબ જરૂરી બની ગયું હતું .
ઝાલાએ પેલી લેધર બેગ હાથમાં લીધે . એમાં થોડું ફંફોડતા એક ડાયરી મળી આવી . જેની અંદર કૈક અસ્પષ્ટ કોડમાં લખેલું હતું જેની સામે 1L , 2.7 L , 1.87L આવું બધું લખેલું હતું . આ જોઈને સ્પષ્ટ લાગતું હતું કે આગળ કોડવર્ડમાં નામ લખ્યા છે પાછળ ચૂકવેલા નાણાં .... આગળ બેગમાં એક આલબમ હતું જેમાં અલગ અલગ ફોટા હતા . અંદર ભાવના રેડ્ડીનો , ઓમકાર રેડ્ડીનો , બાબુડાનો , પેલા પાગલ થઈ ગયેલા આદમીનો , ડી.જે.ઝાલાનો એટલે કે પોતાનો , રાઘવકુમારનો અને બીજા ઘણા બધાના ફોટોગ્રાફ હતા . જેની પાછળ ફોટાવાળી વ્યક્તિની માહિતી હતી. એમાંથી એક ફોટો અલગ તરી આવતો હતો . જે પેલા અજાણ્યા પાગલ થઈ ગયેલા માણસનો હતો . એના ફોટો ફરતે ગોળ કુંડાળું કરેલું જતું અને ચોકડી મારવામાં આવી હતી . પાછળ માત્ર એક જ લાઈન લખવામાં આવી હતી ....કિલ ધ બાસ્ટર્ડ ....બીજા એક શબ્દનો પણ ઉલ્લેખ નહોતો ....!!
ઝાલા હજી બેગ ચેક કરી રહ્યા હતા ત્યાં સટર પર ત્રણ ટકોરા પડ્યા , અંદર હાજર સૌ ચોકી ગયા . કારણ કે અગાવ જાણ કર્યા સિવાય કોઈને અંદર આવવાની પરમિશન નહોતી ..ખુદ ઝાલાને પણ અહીં આવતા પહેલા જાણ કરવી પડતી . બધા એકબીજા સામે જોઈ રહ્યા કારણ કે રજીસ્ટરમાં કોઈના આવવાની ખબર નહોતી . ફરીવાર વધુ જોરથી ટકોરા પડ્યા . બધાના મોઢા પર થોડો ડર હતો . પરંતુ ડરે એ ડી.જે. ઝાલા શેના ..!?? એમને લોખંડની એક પાઇપ હાથમાં લીધી અને પાછળના દરવાજાથી બહાર નીકળી આગળ જોવા ગયા . લપાતા-છુપાતા જેવા આગળના સટર જોડે પહોંચ્યા તો ત્યાં કોઈ હાજર નહોતું..... બસ એક ફૂલનો મોટો બુકે હતો . ત્યાં નજીક આવ્યા બુકે હાથમાં લઈને તપાસ્યો પછી ફરી પાછળના દરવાજેથી અંદર જતા રહ્યા . ઝાલાને ફૂલો લઈને આવતા જોઈને બધાને નવાઈ લાગી . એક ટેબલ પર આ બુકે મુક્યો અને સાથે રહેલો કાગળ ઉપાડ્યો ."સ્પેશ્યલ ગિફ્ટ ફોર બ્રેવ ડી.જે.ઝાલા - ટર્ન પેજ " બસ એટલુંજ લખ્યું હતું . આ વાંચી ઝાલા સ્વાભાવિક જ થોડા ફુલાઈ ગયા . કાગળ પાછળ ફેરવતા નીચે કાગળનો નાનો ટુકડો ચોંટાળેલો હતો . એ ઉખાડતા અંદર એક માઇક્રો એસ.ડી કાર્ડ હતું . એને પીસી પર લગાવવામાં આવ્યું . મોટા પડદા પર એક વિડિઓ ચાલુ થયો . જેમાં પેલો જગતાપ લંગડાતો લંગડાતો આગળ વધતો દેખાય છે . અંધારામાં પેલા અવાવરું બસ સ્ટેન્ડમાં જતો દેખાય છે . મોડી રાત્રે એક ગાડી આવીને એને ઉઠાવી જાય છે . અને વીડિયો પતી જાય છે . છેલ્લે એક નોટ લખેલી છે " જો જગતાપ જીવતો જોઈતો હોય તો અમદાવાદ વન મોલના પાર્કિંગમાં રૂપિયા 10 લાખ લઈને આવી જજો ...અને હા સાથે કોઈને લાવવાની ભૂલ કરી છે તો ........ આગળ બોલવાની જરૂર નથી ..તમે હોશિયાર છો ......તમારો સુભચિંતક "
જગતાપ હાલ આખા રહસ્ય ઉકેલવા માટે ચાવીરૂપ આદમી હતો . આમ પણ બે સૂટકેસ ભરીને રૂપિયા પેલી કાળી એમ્બેસેડર માંથી મળ્યા હતા . તેથી એક બેગમાં દસ લાખ રૂપિયા ભરીને ઝાલા અમદાવાદ વન મોલ જવા માટે નીકળ્યા . પેલો મિકેનિક હજી પોતાનું કામ કરી રહ્યો હતો .
સી.કે.વી હજી પેલા કાર્ડને અનલૉક કરવામાં સફળ થયો નહોતો . હજી અલગ અલગ રીત વાપરી એ પ્રયત્ન કરી રહ્યો હતો . એ થોડો રઘવાયો થયો હતો કારણ કે પોતે એક બેંકની વેબસાઈટ સરળતાથી હેક કરી હતી પરંતુ આ કાર્ડને અનલૉક કરવું ખૂબ કઠિન થઈ પડ્યું હતું .
ડૉ.ગીતાંજલી આશા છોડી ચુક્યા હતા અને પેલા પાગલ માણસને ફરી ડૉ.રોયની હોસ્પિટલમાં ભરતી કરી દીધો હતો . એની પરિસ્થિતિ પેલા કરતા ખૂબ સારી હતી . એને એનો ભૂતકાળ ઠીક યાદ આવતો નહોતો પણ અકસ્માત પછીના લોકોને ઓળખવા માંડ્યો હતો . જેમ કે ડૉ.ગીતાંજલી , ડૉ.રોય , સ્વાતિ અન્ય નર્સ વગેરે . પરંતુ અફસોસ.... એ પોતાનો ભૂતકાળ યાદ કરી શકતો નહોતો . ડૉ.ગીતાંજલીને લાગ્યું કે એને અકસ્માત વાળી જગ્યાએ લઈ જવાની સલાહ આપી હતી. આમ કરવાથી કદાચ એને ફરી બધું યાદ આવી શકે એમ હતું . તેથી એ ગાંડાને વ્યક્તિને ડૉ.રોયે પોતાના ઘરે લઈ જવાનું નક્કી કર્યું , જ્યાંથી બળવંતરાયને ફોન કરીને આ બધી માહિતી અપાઈ
" શુ...શુ વાત કરો છ.... ઓલો..ઓલો ગોંડો હાજો થઈ રયો છે .... !!!??" ધ્રાસકો પડ્યો હોય એમ બળવંતરાયે પૂછ્યું
" હા .. એ વાત સારી છે ...બરાબરને ...!!?? " ડૉ.રોયે પૂછ્યું
" હા...હા સાઇબ..." કાપતાં અવાજમાં કહ્યું
" તો પછી ગભરાઈ ગયા હોય એવું કેમ લાગે છે ....!!?તમે ઠીક તો છો ...??! " ડો.રોયે પૂછ્યું
" ના..ના સાઇબ હાંધુયે બરાબર છૈ... આતો બાબુડો ચમ હજી સરખો ના થયો એ વાતની થોડી ચૈન્તા છ દાક્તર સાઇબ ..બીઝુ કોઈ નઇ "
બળવંતરાયને અચાનક શુ થઈ ગયું એ ડૉ.રોયને સમજાતું નહોતું . પાગલ ધીમેધીમે સાજો થઈ રહ્યો છે એ સાંભળી એમને શુ થઈ ગયું હતું ..!? એ એમને સમજાતું નહોતું . કૈકતો હતું જે બળવંતરાય છુપાવી રહ્યા હોય એવું લાગતું હતું .
બે કલાકમાં ડી.જે.ઝાલા અમદાવાદ વન મોલની નીચે ઉભા હતા . ગાડી પાર્ક કરવા માટે બેસમેન્ટમાં જવાનું હતું . પાર્કિગ ફી ભરીને કાગળ ગાડીના ડેસ્ક પર મૂક્યું . ગાડી નીચે પાર્ક કરી અને પેલું કાગળ પોતાના ખિસ્સામાં નાખવા જઇ રહ્યા હતા ત્યાં એમની નજર એના પર લખેલા શબ્દો પર પડી . ' બેગ લઈને GJ01 KL2800માં બેસી જાવ ' આ નંબરની ગાડી ગોતવામાં થોડી પણ વાર ના લાગી , એમની ગાડીથી ત્રણ ગાડી દૂર એક ગાડી પાર્ક કરેલી હતી . નજીક પહોંચી જોતા લોક ખુલ્લું હતું એ પાછળ આવીને બેસી ગયા . હજી અંદર સરખી રીતે ગોઠવાય એ પેલા બે માણસો આવીને એમની બંને બાજુ ગોઠવાઈ ગયા . ત્રીજો એક માણસ ગાડીની ડ્રાઇવિંગ સીટ પર બેસી સેલ મારવા માંડ્યો . ઝાલાને એ વાત સમજતા વાર ના લાગી કે આ પોતાને ફસાવવાનો ટ્રેપ હતો . ફરીવાર પોતે ફસાઈ ગયા . પણ ત્રણ માણસો પાસે લાચાર ઝાલા કશું કરી શકે એમ નહોતું . ગાડી ચાલુ કરે એ પેલા એક માણસ હાથમાં ગાડીના જેકનો સળિયો લઈને આવ્યો અને ગાડીના આગળના કાચ પર માર્યો . ગાડીના કાચ પર તિરાડ પડી ગઈ . હજી ગાડીમાં બેઠેલા કોઈ કસું સમજે એ પેલાતો બહાર વાળા માણસે બધી બાજુથી પ્રહાર કરવાનું શરૂ કર્યું . પેલા ત્રણ ગુંડા સમય પારખી ભાગી ગયા અને ઝાલા અંદર જ બેઠા રહ્યા . એમના જીવને હાશ થઈ અને અંદરથી પેલા માણસનો આભાર માન્યો .
પેલો માણસ હજી બહાર ઉભો હતો . એને ઝાલાને બહાર નીકળવા મદદ કરી . ઝાલાએ પોતાની ઓળખ આપી . પેલા માણસે આશ્ચર્યથી પૂછ્યું ...
"તમે જ ઝાલા ... ડી.જે.ઝાલા છો ...!?? "
"જી હા ...તમે કોણ ..ઓળખ્યા નહીં....!??"
" હું નંદેશ ...નંદેશ પરીખ....મને મારા સોર્સ દ્વારા માહિતી મળી હતી તમે અહીંયા આવવાના છો . એટલે તમને મળવા આવી પહોંચ્યો .. મને ખબર નહોતી તમે આવી ખરાબ પરિસ્થિતિમાં ....."
" હું તમારો આભારી છુ નંદેશ .... કહો હું તમારી શુ મદદ કરી શકું ...!??"
" ભાવના રેડ્ડી રેપ એન્ડ મર્ડર કેસ......."
" તમે પણ આ કેસ પર કામ કરી રહ્યા છો .... પણ કોના માટે ...!??" ઝાલા એ સીધો પ્રશ્ન પૂછ્યો
" એક સમજો કે આપડે બંને એક જ એન્જિનના બે ડબ્બા છીએ ..... જેની મંજિક એક જ છે ...!" સોમચંદે એટલે કે નંદેશે સીધો ઉત્તર દેવાને બદલે આવો ઉત્તર આપ્યો .
" ઠીક છે ... તો ચાલો આપડે હાલ અહીંથી નીકળીએ ... રસ્તામાં વાત કરીયે ... તમે તમારી ગાડીતો નથી લઇ આવ્યાને ..!??" ઝાલા એ પૂછ્યું
" ના .."
આટલી વાત કરી સોમચંદ અને ઝાલા ફરી ઝાલાની ગાડીમાં ગોઠવાયા અને અમદાવાદથી દૂર જાવા નીકળી પડયા . ઝાલાની ગાડી અમદાવાદ વન મોલની બહાર નીકળતા જ પેલા ત્રણ ગુંડા ફરી બેસમેન્ટ પાર્કિગમાં આવ્યા અને સોમચંદની ગાડી લઈને નીકળી ગયા . બહાર નીકળી સોમચંદને ફોન લગાવ્યો
" તમારું કામ થઈ થઈ ગયું છે ... ગાડી ત્યાંથી ઉઠાવી લીધી છે ..ક્યાં આપવાની છે ..?!"
" મહેંદી સાડીના શૉ-રૂમ પાસે ત્યાં ઇડર માંજ પાર્ક કરી દેજો , ત્યાં બહાર ચાની કીટલી વાળાને ચાવી આપી કહેજો નંદુએ પાઉચ આપવાનું કહ્યું છે , તમને તમારું પેમેન્ટ મળી જશે " સોમચંદે કહ્યું
" ઠીક છે સાહેબ ..."
આ ત્રણ ગુંડા બીજા કોઈ નહીં પણ સોમચંદે મોકલેલા જ માણસો હતા . મતલબ કે આ આખી ચાલ સોમચંદના ઈશારા પર ચલાઈ હતી . ત્યાં ફૂલોનો બુકે આપવો , પેલો વિડિઓ બતાવવો , અમદાવાદ વન મોલમાં ઝાલાને બોલાવવા , એમના પર ગુંડાઓ દ્વારા એટેક કરાવવું અને એમને બચાવવાના બહાને એમની સાથે મિત્રતા કરી ટીમનો હિસ્સો બનાવવા . ખરેખર ખૂબ લાંબી ચાલ ચાલી હતી સોમચંદે કારણકે તેઓ જાણતા હતા કે ઝાલા એમનામ કશી માહિતી આપે એમ નહોતા . હવે પ્રશ્ન એ હતો કે જગતાપના કિડનેપીંગનો વિડિઓ સોમચંદ પાસે ક્યાંથી આવ્યો ...!?? જો એમની પાસે એટલું સ્ટ્રોંગ નેટવર્ક છે તો એનું હાલનું સરનામું ગોતિને એને પકડી પાડી એની પાસે માહિતી કેમ નથી કઢાવી લેતા ...!??
બીજી તરફ ઝાલા હજી સોમચંદનો આભાર માની રહ્યા છે , એ આ ઘટના વિશે માહિતગાર નથી કે આ બધું સોમચંદે કરાવ્યું છે . ઝાલા સોમચંદને પોતાના ખુફિયા કાર્યાલય પર લઈ જઇ રહ્યા હતા . એમના આંખ પર કાળી પટ્ટી બાંધી દીધી હતી જેથી એનું ઠેકાણું સોમચંદને ખબર ના પડે . સોમચંદ અંદર જ અંદર હસી રહ્યા હતા કારણ કે થોડા સમય પહેલા જ પોતે અહીં આવીને ફૂલોનો ગુચ્છ સાથે પેલો વિડિઓ સંદેશો મૂકી ગયા હતા . એ પોતાની જાત પર સંયમ રાખી હસવાનું રોકી રહ્યા હતા . થોડી જ વારમાં ગાડી પેલી ખુફિયા જગ્યા પર પહોંચી . ફરી આગળના બંને વ્હિલ દ્વારા દરવાજો ખોલાયો અને અંદર જઈને પટ્ટી ખોલવામાં આવી .અંદરનું દ્રશ્ય સોમચંદ માટે નવું હતું .પોતાના અડ્ડા જેમ જ અહીં પણ એક ભાગમાં કોમ્પ્યુટર રાખવામાં આવ્યા હતા , બીજી એક તરફ ગાડીના ગેરેજ જેવું કૈક હતું . એક ભાગમાં ફાઈલો અને કાગળો માટે એક ખાનું બનાવવામાં આવ્યું હતું . અંદર પેલી કાળી એમ્બેસેડર પણ હતી જેને ટ્રેક કરીને આ સ્થાન સોમચંદે ગોતી કાઢ્યું હતું . હવે કેસ આગળ કેમ વધારવો એ નક્કી કરવાનું હતું .

(ક્રમશ )