Ego - 11 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | અહંકાર - 11

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

અહંકાર - 11

અહંકાર – 11

લેખક – મેર મેહુલ

પંદર મિનિટનો બ્રેક લઈને બંને ઓફિસમાં પરત ફર્યા ત્યાં સાડા અગિયાર થઈ ગયા હતાં. જયપાલસિંહે પોતાની ખુરશી પર બેઠક લઈને બીજી ફાઇલ હાથમાં લીધી, જે બ્લડ રિપોર્ટની હતી.

શિવનાં શર્ટ પર જે બ્લડ મળ્યું હતું એ હાર્દિકનું જ હતું, સાથે હાર્દિકનાં હાથનાં નખોમાં જે બ્લડનાં સેલ મળ્યાં હતાં એ શિવનાં હતાં. દીવાલ પર મળેલી ઈંટ પર જે બ્લડનાં સેમ્પલ મળ્યા હતાં એ હર્ષદ મહેતાનાં હતાં. એ સિવાય શિવ, જય, ભાર્ગવ અને મોહિતનાં જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં શિવનાં બ્લડ રિપોર્ટમાં વધારે પડતું ઍલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું હતું. મોહિત અને ભાર્ગવે ડ્રિન્ક નહોતું લીધું એટલે તેઓનાં રીપોર્ટ નોર્મલ હતાં જ્યારે જયનાં રિપોર્ટમાં પણ થોડા પ્રમાણમાં ઍલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું હતું.

અનિલ જયપાલસિંહનાં બોલવાની રાહ જોઇને બેઠો હતો. જયપાલસિંહે રિપોર્ટ વાંચીને નજર ઊંચી કરી.

“હર્ષદનું સ્ટેટમેન્ટ લેવું પડશે..”જયપાલસિંહે કહ્યું, “ઈંટ પરનાં બ્લડ સેમ્પલમાં હર્ષદનું બ્લડ મળી આવ્યું છે, એનો સીધો મતલબ એમ થાય છે કે હર્ષદે હત્યારાને જોયો હતો અને હત્યારાએ જ હર્ષદનાં માથે ઈંટ મારીને બેહોશ કર્યો હતો”

“થોડીવારમાં જ દિપક એનું સ્ટેટમેન્ટ લઈને આવશે એટલે એ વાતનું પણ સમાધાન થઈ જશે..” અનિલે કહ્યું.

“બરાબર..” કહેતાં જયપાલસિંહે બ્લડ રિપોર્ટની ફાઇલ બાજુમાં રાખી અને ત્રીજી ફાઇલ ઉઠાવી, જે હાર્દિકનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની હતી.

“હું આ ફાઇલ વાંચું છું ત્યાં સુધીમાં તું બધા ફોટોને ધ્યાનથી જોઈ લે અને કશું ખાસ જણાય તો કહે..” જયપાલસિંહે અનિલને સૂચના આપી. અનિલે જયપાલસિંહની સૂચનાનું પાલન કરીને ફાઇલ હાથમાં લીધી.

પોસ્ટમોર્ટમમાં હાર્દિક પાઠકનાં મૌતનું કારણ અંગોમાં પુરતાં પ્રમાણમાં ઓક્સિજન ન પહોંચવાનું દર્શાવવામાં આવ્યું હતું. મતલબ હાર્દિકને પહેલાં ગળા પર વાર કરવામાં આવ્યો હતો, જેનાં કારણે તેનાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા અટકી ગઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર હાર્દિકનું મૃત્યુ રાતનાં એકથી બે વાગ્યાનાં વચ્ચે થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્દિકને ફેફસાનું કેન્સર હતું એ પણ જણાવવામાં આવ્યું હતું.

જયપાલસિંહે પોસ્ટમોર્ટમની ફાઇલ બંધ કરી અને અનિલ તરફ નજર ફેરવી.

“મળ્યું કંઈ ?” જયપાલસિંહે પૂછ્યું.

“ખાસ તો નહીં પણ ફોટો જોતા બધા ઘાવ પર જુદા જુદા હથિયાર ઉપયોગમાં લેવામાં આવ્યા છે એ વાત નક્કી છે”

“બીજું કંઈ ?” જયપાલસિંહે પૂછ્યું.

“ના.. બીજું કંઈ ધ્યાનમાં લેવા જેવું નથી…” અનિલે કહ્યું.

“બરોબર..” કહેતા જયપાલસિંહ સહેજ ટટ્ટાર થયો, “હવે કોણ કોણ સસ્પેક્ટ છે એની ચર્ચા કરી લઈએ..”

“સૌથી પહેલા તો આ ચાર લોકો, જેઓ આ ઘટના બની ત્યારે ઘટના સ્થળ પર હાજર હતાં..” અનિલે કહ્યું.

“ત્યારબાદ હર્ષદ મહેતાં..”

“નેહા ધનવર, કિરણ જોશી અને સંકેત રાઠોડ…” અનિલે કહ્યું.

“હાર્દિકનો પેલો કસ્ટમર પણ..” જયપાલસિંહે કહ્યું.

“મોહિત સાથે જે છોકરી હતી એને પણ અવગણી ના શકાય..”

“ના.. એ તો ગણિકા છે…” જયપાલસિંહે કહ્યું, “એ તો એક રાત માટે જ આવી હતી…”

“સમજ્યો…” અનિલે કહ્યું, “તો એ છોકરીને બાદ કરતાં કુલ મળીને નવ સસ્પેક્ટ એવા છે જેની પાસે હાર્દિકની હત્યા કરવાનું કારણ હતું”

“લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરતી અન્ય છોકરીઓમાંથી પણ કોઈ હોય શકે..” જયપાલસિંહે તર્ક કાઢ્યો, “એ ડિપાર્ટમેન્ટમાં કુલ કેટલી છોકરીઓ છે ?”

અનિલે પોતે તૈયાર કરેલી ફાઇલ હાથમાં લીધી અને પહેલા પેજ પર લખેલાં નામો પર નજર ફેરવીને કહ્યું, “હોમ લોનની ક્રીમબેલ પ્રોડક્ટમાં પ્રીતિબેન દવે કરીને એક લેડી છે..જેની ઉંમર પિસ્તાલીસ જેટલી છે…હાર્દિક જ તેનો સેલ્સ મેનેજર હતો અને પ્રીતિબેનનાં જણાવ્યા અનુસાર હાર્દિક તેને બહેન કહીને બોલાવતો, એટલે એનાં પર શંકા કરવી વ્યર્થ છે. ત્યારબાદ પર્સનલ લોનમાં બે છોકરીઓ છે, જેમાં એક નેહા ધનવર છે અને બીજી ખુશ્બુ ગહરવાલ છે. નેહાને તો આપણે સસ્પેક્ટમાં ગણી જ લીધી છે અને ખુશ્બુની પાછળ મેં મારા ખબરીઓ રાખી દીધાં છે. ત્યારબાદ SSBમાં માનસી ઓઝા કરીને એક છોકરી છે અને કસ્ટમર કેરમાં નિશા પ્રજાપતિ છે. કુલ મળીને ચાર છોકરીઓ અને એક પિસ્તાલીસ વર્ષની મહિલા આ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી છે”

“નવ અને ત્રણ…કુલ બાર સસ્પેક્ટ થયા..” જયપાલસિંહે ગણતરી કરી, “તેરમાંથી ચાર લોકો સાથે મેં પૂછપરછ કરી છે અને હર્ષદને બાદ કરતા બીજા લોકો સાથે તે પૂછપરછ કરી છે, હવે હર્ષદનું સ્ટેટમેન્ટ આવે પછી જ આગળની કાર્યવાહી થઈ શકશે..”

“આવશે નહિ આવી ગયું સર…” બારણે ઉભેલા દીપકે કહ્યું, “અને હર્ષદનું સ્ટેટમેન્ટ પુરા કેસને હચમચાવી દેવાનું છે એ પણ જાણી લો..”

“હર્ષદે એવું તો શું જણાવ્યું છે ?” જયપાલસિંહે પૂછ્યું.

દિપક હાથમાં ફાઇલ લઈને રૂમમાં પ્રવેશ્યો. ફાઇલ ટેબલ પર રાખીને તેણે કહ્યું, “હર્ષદ રાતનાં અઢી વાગ્યાં આસપાસ હાર્દિકને જોવા માટે ગેલેરીમાં ગયો હતો, ગેલેરીમાં અંધારું હતું એટલે તેણે મોબાઇલની ફ્લેશ લાઈટ વડે હાર્દિક ઠીક છે કે નહીં એ તપાસ્યું હતું. તમે વિશ્વાસ નહિ કરો…એ સમયે માત્ર હાર્દિકનાં ગળા પર જ ઘાવ હતો, જો કે હાર્દિક એ સમયે મૃત્યુ જ પામ્યો હતો અને આ વાત બધાને જણાવવા હર્ષદ રૂમમાં જવાની તૈયારી કરતો હતો, બરાબર એ જ સમયે કોઈ દીવાલ કૂદીને ગેલેરીમાં પ્રવેશ્યું. હર્ષદનાં કાને ફૂદવાનો અવાજ પડતાં તેણે એ તરફ ફ્લેશ લાઈટ ઘુમાવી હતી. એ બુરખો પહેરીલી કોઈ છોકરી હતી.

“કોણ છે ?” એમ કહીને હાર્દિક એ તરફ આગળ વધ્યો અને એ છોકરી પાસે પહોંચી ગયો. બરાબર એ જ સમયે છોકરીએ તેનાં માથે ઈંટ વડે વાર કર્યો. ઈંટનાં વારને કારણે હર્ષદને તમ્મર ચડી ગઈ, તો પણ પોતાનાં દોસ્તોની મદદ લેવા બારણાં તરફ ચાલ્યો. એ જ સમયે છોકરીએ ઈંટનો બીજો વાર કર્યો અને હર્ષદ બેહોશ થઇ ગયો. ત્યારબાદ તેની આંખો સીધી હોસ્પિટલમાં ખુલ્લી હતી”

“આનો શું મતલબ થયો ?” અનિલે પૂછ્યું, “જો એ બુરખાધારી છોકરીએ જ હાર્દિકની હત્યા કરી તો એ ફરી શા માટે ગેલેરીમાં આવી હતી ?”

“કોઈ વસ્તુ ભૂલી ગઈ હોય અથવા હાર્દિક મૃત્યુ પામ્યો છે એ વાતની ખાત્રી કરવા..” જુવાનસિંહે તર્ક કાઢ્યો.

“એ પણ બની શકે..” દિપક બોલ્યો, “અથવા બીજા કોઈની પણ હત્યા કરવાનાં ઇરાદેથી આવી હોય..”

“એ છોકરી જે કોઈ પણ છે એ ઘરનાં ભૂગોળ અને સાંજે પાર્ટી થવાની છે એ વાતથી વાકેફ હશે..” જયપાલસિંહે કહ્યું.

“એક..એક..મિનિટ સર..” અનિલને કંઈક યાદ આવ્યું એટલે તેણે કહ્યું, “મર્ડર પુરા પ્લાન સાથે થયું છે અને તમે કહો એ મુજબ, એ છોકરી ઘરનાં ભૂગોળથી વાકેફ હતી. ઉપરાંત હાર્દિકનો મોબાઈલ લૉક હતો તો પણ તેનાં મોબાઈલમાંથી ડેટા ડીલીટ કરવામાં આવ્યો હતો. એનો સીધો મતલબ એ જ છે કે એ છોકરી હાર્દિકને ઓળખતી હતી અને રાત્રે આ લોકો પાર્ટી કરવાનાં છે એ વાતની પણ તેને જાણ હતી”

“ચારેય દોસ્તોએ તેનાં જન્મદિવસનાં દિવસે જ આ પાર્ટીનું આયોજન ગોઠવ્યું હતું. પાર્ટી બાબતે બધા વચ્ચે બે વાર ચર્ચા થઈ હતી. એક સવારની મિટિંગમાં સ્ટોર રૂમમાં અને બીજી ચાની લારીએ…” જયપાલસિંહે કહ્યું.

“સ્ટોરરૂમમાં બધા વાતો કરી રહ્યા હતાં ત્યારે લોન ડિપાર્ટમેન્ટનો પ્યુન અરવિંદ રૂમમાં આવ્યો હતો એ વાત જયે જણાવી હતી..” દીપકે કહ્યું.

“અને ચાની લારી પર આ વાતો થઈ એ પહેલાં હાર્દિક દ્વારા સંકેતને બેઇજત કરવામાં આવ્યો હતો..” જયપાલસિંહે કહ્યું.

“એ બંનેએ આ પ્લાનની વાતો સાંભળી હોય અને કોઈને ખબર પહોંચાડી હોય એવું બની શકે છે…” અનિલે કહ્યું.

“તો સ્ટૉરી ઘૂમી ઘૂમીને લૉન ડિપાર્ટમેન્ટ પર જ આવે છે..” જયપાલસિંહે કહ્યું, “આપણે ક્લસ્ટર હેડ સાથે વાત કરવી પડશે..”

“તમે કહો તો એને અહીં બોલાવી લઉં..” અનિલે કહ્યું.

“ના.. હું ત્યાં જ તેને રૂબરૂ મળવા ઈચ્છું છું અને લોન ડિપાર્ટમેન્ટની પેલી ચાર છોકરીઓ સાથે પણ પૂછપરછ કરવા ઈચ્છું છું…”

ત્રણેય ચર્ચા કરી રહ્યા હતા એ સમય દરમિયાન ભૂમિકા દરવાજો ખોલીને રૂમમાં પ્રવેશી.

“તમે કહ્યું હતું એ મુજબ કાજલ પર મેં નજર રાખી હતી…” ભૂમિકાએ કહ્યું, “કાજલ સાચું કહેતી હતી.. એ એક ગણિકા છે અને હાર્દિક મર્ડર કેસમાં એનો કોઈ હાથ નથી..”

“ગુડ ચાલો એક શંકાનું સમાધાન થઈ ગયું..” જયપાલસિંહે કહ્યું, “હવે ઓમદેવકાકા આવે એટલે બીજી શંકાનું પણ પરિણામ આવી જાય…”

એ જ સમયે દીપકનો ફોન રણક્યો.

“કાકાનો જ છે..” કહેતાં દીપકે ફોન રિસીવ કરીને સ્પીકર પર રાખ્યો.

“શું ખબર છે કાકા ?” જયપાલસિંહે પૂછ્યું.

“જય હિંદ સાહેબ..” ઓમદેવકાકાએ કહ્યું.

“કેટલીવાર કહ્યું..સાહેબ ના કહો કાકા.., દીકરાની ઉંમરનો છું…ખબર શું એ જણાવો..”

“તો સાંભળ…હાર્દિકનો કસ્ટમર, જેનું નામ વિજય ઠાકર હતું એ હજી જેલમાં જ છે…તેને દોઢ વર્ષની સજા થઈ હતી પણ જેલમાં એક કેદી સાથે મારપીટ કરવાને લીધે તેની સજા છ મહિના વધારી દેવામાં આવી છે…”

“ઓહ..” જયપાલસિંહે હુંકાર ભર્યો, “તો એ વ્યક્તિ પણ શંકાનાં દાયરામાંથી બહાર નીકળી ગયો, “તમે હાર્દિકનાં ઘરે ચાલ્યાં જાઓ કાકા…કોઈ હરકત નોંધાય તો જાણ કરજો..”

“જય હિંદ બેટા..” કાકાએ કહ્યું.

“જય હિંદ કાકા” જયપાલસિંહે મુસ્કુરાઈને કહ્યું.

“એક વ્યક્તિની બાદબાકી થતાં હવે અગિયાર સસ્પેક્ટ વધ્યાં છે, જેની ફરી પૂછપરછ કરવાની છે..” જયપાલસિંહે કહ્યું.

“હા સર…”

“એક કામ કરીએ…લોન ડિપાર્ટમેન્ટનાં કર્મચારીઓ સાથે હું પૂછપરછ કરું અને અનિલ તું આ છોકરાઓ સાથે પૂછપરછ કરી લે. ભૂમિકા તું મારી સાથે ચાલીશ, જેથી છોકરીઓની પૂછપરછ કરવામાં મને સરળતા રહે અને દિપક તું, અનિલ સાથે વાત કરી લે…તેણે ક્યાં ખબરીને કોની પાછળ લગાવ્યો છે એની જાણકારી મેળવી લે અને તેનો ફોલોપ લે…સાંજે આપણે ફરી અહીં મળીશું..”

“યસ સર…”બધાએ સહમતીપૂર્વક માથું ધુણાવીને કહ્યું.

“ગુડ…તો લાગી જાઓ કામ પર..” જયપાલસિંહે ક્લેપ કરતાં કહ્યું. અનિલ અને દિપક વાત કરવા બહાર નીકળી ગયાં. જયપાલસિંહ અને ભૂમિકા બેન્કે જવા તૈયાર થઈ ગયાં. બંને બહાર આવીને ચોકીનાં પરસાળમાં પહોંચ્યા એ જ સમયે જયપાલસિંહનો ફોન રણક્યો.

કોનો કૉલ હતો એ ?

(ક્રમશઃ)