The Next Chapter Of Joker - 4 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | The Next Chapter Of Joker - Part - 4

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

The Next Chapter Of Joker - Part - 4

Written By Mer Mehul

“સૉરી બ્રો… રાત્રે ફોન ચાર્જિંગમાં રાખતાં ભૂલી ગયો હતો….” તેજસે કહ્યું. તેજસની વાત અવિનાશનાં કાને પડી જ નહોતી. અવિનાશ સામે બસ સ્ટેન્ડ પર ઊભેલી બુરખાવાળી છોકરીને જોવામાં જ મગ્ન હતો. બરાબર એ જ સમયે એક બસ સ્ટેન્ડ પાસે આવીને ઉભી રહી. એ છોકરીએ છેલ્લીવાર અવિનાશ સામે જોયું અને બસમાં ચડી ગઈ.

બસ ચાલવા લાગી એટલે અવિનાશે તેજસને ઉદ્દેશીને કહ્યું, “બેસ જલ્દી….”

તેજસ બાઇક પાછળ બેઠો એટલે અવિનાશે બસ પાછળ બાઇક ભગાવી મૂકી. વિજય ચોક પાસે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાને કારણે બસ ત્યાં થંભી ગઈ. અવિનાશ ઉતાવળથી બાઇક પરથી ઉતર્યો, તેજસને બાઇક સોંપી અને ‘બસ પાછળ આવજે…’ કહેતાં પાછળથી બસમાં ચડી ગયો. આ બધું શું થઈ રહ્યું છે એ તેજસને નહોતું સમજાતું. સિગ્નલ ગ્રીન થયો એટલે બસ વળાંક લઈને ઇન્ડિયા કૉલોનીનાં રસ્તે આગળ વધી. તેજસે પણ તેની પાછળ બાઇક ચલાવી.

બીજી બાજુ અવિનાશ બસમાં ચડ્યો એ વાતની નોંધ બુરખાવાળી છોકરીએ લીધી હતી. એ આગળની સીટ પરથી વારંવાર પાછળ ફરીને અવિનાશ તરફ જોતી હતી. અવિનાશ પણ આજે ચુંબકની જેમ તેનાં તરફ ખેંચાઈ રહ્યો હતો. ઠક્કરનગર એપ્રોચનો બ્રિજ પાર કરીને બસ ઉત્તમનાગર સ્ટેન્ડ પર આવીને ઉભી રહી. છોકરી એ સ્ટેન્ડ પર ઉતરી એટલે પાછળનાં જ દરવાજેથી અવિનાશ પણ ઉતરી ગયો. કંડક્ટર આગળની સાઈડ હતો એટલે અવિનાશને કોઈ રોકવાવાળું નહોતું.

અવિનાશ નીચે ઉતર્યો એટલે તેજસે તેનાં પગ પાસે આવીને બાઇક થોભાવી.

“શું છે અલા…કેમ અહીં લઈ આવ્યો.” તેજસે પૂછ્યું.

“તું વેઇટ કર…હમણાં કહું તને...” કહેતાં અવિનાશે બુરખાવાળી છોકરી તરફ નજર ફેરવી. એ છોકરી ઉત્તમનગરથી બદ્રીનારાયણ સોસાયટી તરફ જવાનાં રસ્તે આગળ વધતી હતી. અવિનાશ માપસરનું અંતર જાળવીને તેની પાછળ પાછળ ચાલ્યો.

રસ્તામાં એકવાર છોકરીએ પાછળ ફરીને નજર કરી, અવિનાશને તેની પાછળ આવતાં જોઈ તેણીએ ચાલવાની ગતિ વધારી દીધી. અવિનાશે પણ પોતાનાં પગને જોર આપ્યો. લગભગ ત્રણસોએક મીટર આગળ ચાલીને એ છોકરી જમણી બાજુએ એક એપાર્ટમેન્ટમાં ઘુસી ગઈ. અવિનાશ એપાર્ટમેન્ટ બહાર ઉભો રહ્યો. ચાર માળનાં એપાર્ટમેન્ટમાં આશરે ત્રીસેક અથવા તેનાથી વધુ ફ્લેટ હતાં. એ છોકરી ક્યાં ફ્લેટમાં ગઈ હશે એ અવિનાશ માટે જાણવું મુશ્કેલ હતું. છોકરી જ્યાં સુધી બહાર ના નીકળે ત્યાં સુધી ત્યાં જ રાહ જોવાનું નક્કી કરીને અવિનાશ ત્યાં ટકી રહેવાનું બહાનું શોધવા લાગ્યો.

છોકરી જે એપાર્ટમેન્ટમાં ઘુસી હતી એ ઉત્તમનગરનો છેલ્લો એપાર્ટમેન્ટ હતો. ત્યાંથી આગળ ઠક્કરનગર એપ્રોચથી રતનબા તરફ જવાનો રસ્તો નીકળતો હતો. સોસાયટીનાં ગેટ પાસે એક પાનનો ગલ્લો હતો.  અવિનાશ એ પાનનાં ગલ્લા તરફ આગળ વધ્યો, એ ત્યાંથી એપાર્ટમેન્ટનાં ગેટ પર નજર રાખી શકતો હતો.

*

રમણિક શેઠ પોતાનાં આલીશાન બંગલાનાં પ્રાઈવેટ રૂમમાં વિચારમગ્ન અવસ્થામાં ખુરશી પર બેઠાં હતાં હતાં. તેનાં મગજમાં અત્યારે અંકિતા ઘૂમી રહી હતી. જ્યારથી તેણે અંકિતા સાથે શરીર સુખ માણ્યું હતું ત્યારથી તેઓ સુધબુધ ભૂલી ગયા હતા. લાંબા સમય પછી પોતાની શરીરની આગ શમાવ્યા પછી એક રીતે તેઓ રાહત અનુભવી રહ્યા હતાં પણ તેનાં દિલમાં અત્યારે જે આગ લાગી હતી એ અંકિતા સિવાય કોઈ બુઝાવી શકે એમ નહોતું. રમણિક શેઠ માટે અંકિતાને પામવાની ઈચ્છા સમય સાથે તીવ્ર થતી જતી હતી. બે વર્ષનાં વિધુરવાસ બાદ પોતાની કામેચ્છા અને નવું લગ્ન જીવન વસાવવા અંકિતાને પોતાનાં આલીશાન બંગલામાં લાવવા માટે તેણે થોડા પ્રયાસ કર્યા હતાં.

ઠક્કરનગર એપ્રોચ પાસે વસંતનગરનાં છાપરાની બાજુમાં રહેલાં એક અલાયદા બંગલામાં શાંતા નામની સ્ત્રી રહેતી હતી. આ એ જ સ્ત્રી હતી જેણે રમણિક શેઠને ‘શિવરંજની એપાર્ટમેન્ટ’માં મોકલ્યાં હતાં. એ સમયે બંને વચ્ચે થયેલી વાર્તાલાપ રમણિક શેઠનાં માનસપટલ પર જીવંત થઈ ઉઠી.

‘શાંતા બાઈ….તમારાં બંગલાની મહેમાન નવાજી તો બોઉં કરી…હવે કોઈ નાજુક કળી સાથે પણ મેળાપ કરાવી આપોને…’ રમણિક શેઠે પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કહેલું.

‘જુઓ શેઠ…મારી પાસે ચૌદ વર્ષથી ચાલીશ વર્ષ સુધીની કળીઓ છે…તમે જેવી કિંમત કરશો એવી કળી તમને મળશે…’

‘કિંમત ના જુઓ બાઈ…તમને તો મારી ખબર જ છે…હું ખુશ થઈ ગયો તો રૂપિયા પાછળ નથી જોતો….તમે બસ અરમાન ખુશ થઈ જાય એવું કંઈક કરી આપો..’ છેલ્લાં બે મહિનાથી અતૃપ્ત રહેલાં શેઠે પોતાની કામેચ્છા રજૂ કરી.

‘તો આજે તમને એવી કળી આપું છું, જેની ઈચ્છા તમે સ્વપ્નેય નહિ કરી હોય…શિવરંજની એપાર્ટમેન્ટમાં સી/11 નંબરનાં ફ્લેટમાં ચાલ્યાં જાઓ…મારું નામ આપશો એટલે બધી વ્યવસ્થા થઈ જશે…’

‘સારું..તમે કહો એમ..’ કહેતા રમણિક શેઠે સો રૂપિયાનું બંડલ શાંતા બાઈનાં હાથમાં રાખ્યું.

રમણિક શેઠ ઉભા થયા, ‘બીજી કિંમત હું મળીને નક્કી કરીશ…’ કહેતાં તેઓ શિવરંજની એપાર્ટમેન્ટ તરફ આગળ વધ્યાં. જ્યારે રમણિક શેઠે પહેલીવાર અંકિતાને જોઈ ત્યારે તેઓ અભિભૂત થઈ ગયા હતા. શાંતા બાઈએ કળીનાં જેટલા વખાણ કર્યા હતાં તેનાથી અનેકગણો તેઓને સંતોષ મળશે એવું તેઓએ વિચારેલું. શરીરસુખ તો એકબાજુ રહ્યું પણ જ્યારે તેઓએ અંકિતનો ઉદાસ અને મુર્જાયેલો ચહેરો જોયો ત્યારે અંકિતા તેનાં દિલમાં વસી ગઈ. અંકિતા હતી જ એટલી ખુબસુરત, કોઈ પણ પહેલી નજરે તેની માટે પોતાનું બધું કુરબાન કરવા તૈયાર થઈ જાય તો રમણિક શેઠ તો ભૂખ્યા શિકારી હતાં. તેઓએ વિચારીને અંકિતા સામે પોતાનો પ્રસ્તાવ મૂક્યો પણ અંકિતા કોઈ જવાબ ન આપ્યો એટલે શેઠે અત્યાર પૂરતી વાતને સીમિત રાખવાનું મુનાફિસ સમજ્યું હતું.

“બેન આવી ગયાં છે….” એક નોકરે આવીને કહ્યું એટલે રમણિક શેઠની ધ્યાન અવસ્થા ભંગ થઈ.

“બેસારો એને… હું આવું છું….” કહેતાં રમણિક શેઠ ઊભા થયાં.

(ક્રમશઃ)