Personal Diary - Zindagi Ki Talash Mein Hum .. in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - જિંદગી કી તલાશ મેં હમ..

Featured Books
  • Fatty to Transfer Thin in Time Travel - 13

    Hello guys God bless you  Let's start it...कार्तिक ने रश...

  • Chai ki Pyali - 1

    Part: 1अर्णव शर्मा, एक आम सा सीधा सादा लड़का, एक ऑफिस मे काम...

  • हालात का सहारा

    भूमिका कहते हैं कि इंसान अपनी किस्मत खुद बनाता है, लेकिन अगर...

  • Dastane - ishq - 4

    उन सबको देखकर लड़के ने पूछा की क्या वो सब अब तैयार है तो उन...

  • हर कदम एक नई जंग है - 1

    टाइटल: हर कदम एक नई जंग है अर्थ: यह टाइटल जीवन की उन कठिनाइय...

Categories
Share

અંગત ડાયરી - જિંદગી કી તલાશ મેં હમ..

અંગત ડાયરી
============
શીર્ષક : જિંદગી કી તલાશ મેં હમ...
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ: ૨૮, ફેબ્રુઆરી ૨૦૨૧, રવિવાર

તમે બજારમાં ખરીદી કરવા નીકળ્યા હો ત્યારે અનેક અજાણ્યા લોકોમાં કોઈ સોસાયટી કે શેરી મિત્ર મળી જાય એટલે સહજ સ્મિત અને પોતીકાપણાનો ભાવ જાગે. જામનગરવાસી હો અને અમદાવાદ કે સુરત ગયા હો, ત્યાં કોઈ જામનગરી મળી જાય તો અંગત લાગે. મુંબઈ કે ગોવા ગયા હો અને કોઈ ગુજરાતી મળી જાય તો જામો પડી જાય. અમેરિકા કે મોરેશિયસ ગયા હો અને કોઈ ઈન્ડિયન મળી જાય તો એ અજાણ્યું હોવા છતાં અંગત, પોતીકું લાગે. એવું કેમ? અજાણ્યું હોવા છતાં, એનું નામ પણ ન સાંભળ્યું હોય, કદી મળ્યા પણ ન હોઈએ છતાં આપણી ભીતરે પોતીકાપણાનો આ ભાવ કેમ જાગતો હશે?

આપણે ખરેખર શું છીએ? વિદ્યાર્થી, ટીચર, પોલીસ, ડોક્ટર કે અમદાવાદી, જામનગરી, સુરતી, રાજકોટીયન, ભાવનગરી કે હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કે ઈન્ડિયન, અમેરિકન, ઓસ્ટ્રેલિયન, જાપાનીઝ કે કંઈક બીજું જ? આપણી ખરેખર ઓળખ શી? મારા ભાણિયાએ કહ્યું: “આપણે સજીવ છીએ..” એ નાનું મગજ કૂતરાં, બિલાડાને તો સજીવ માનતું હતું. બાવળ, તુલસી, જાસૂદ પણ સજીવ છે એવું સમજતા એને બહુ વાર લાગી. પર્વતો, ઈંટ, રેતી, માટી પણ સજીવ છે એવું આપણે પણ ક્યાં માનીએ છીએ? એક સંતે જયારે કહ્યું કે પુષ્પોમાં જીવંતતાનું જે લેવલ છે એનાં કરતાં મનુષ્યોમાં ખૂબ ઓછું છે અને પથ્થરમાં તો મનુષ્યો કરતાં પણ સાવ નજીવી જીવંતતા હોય છે, ત્યારે હું મારા ફળિયામાં જાસૂદના ફૂલ અને ક્યારાની ઈંટ સામે બે ઘડી તાકતો બેસી રહ્યો હતો.

ફૂલ, જે રાત્રે કળી હોય એ સવારે તો ખીલી ઉઠે અને બીજા દિવસે સાંજે તો કરમાઈ જાય. બોંતેર કલાકમાં આખી જિંદગી જીવી લે. આપણે જન્મીએ, ખીલીએ અને કરમાઈએ ત્યાં સુધીમાં બોંતેર વર્ષ નીકળી ગયા હોય. જ્યારે પર્વતો એ જ જિંદાદિલી વાપરવામાં બોંતેર હજાર વર્ષ કાઢી નાખે. જીવંતતાની મૂડી તો ત્રણેય પાસે છે, એક બેફામ જીવે છે તો એક નિર્જીવની જેમ જીવે છે.

શું પુષ્પોમાં જીવંતતાના પાઠ શીખવવા માટે કોઈ અભ્યાસક્રમ કે વ્રત, જપ, તપ કે કથા વાર્તા કે મોટીવેશનલ સ્પીચનો કાર્યક્રમ ગોઠવાતો હશે? શું કોયલને મીઠા મધુર ટહુકાઓ કરવા માટે કોઈ ગીત-સંગીતની તાલીમ મળતી હશે? શું આંબાની ડાળી પર લટકતી કેરીઓને જીવનમાં મીઠાશ ભરવા કોઈ મેડીટેશન કે યોગની શિબિરો યોજાતી હશે? શું ડોલર, મોગરા કે જાસૂદની પ્રાચીન પેઢીઓમાં કોઈ કાનુડો જન્મ્યો હશે? ગુલાબને પૂર્ણપણે ખીલવાનું જ્ઞાન કોણ આપતું હશે? જો તમે કહેતા હો કે આ બધું તો કુદરતી છે તો આપણે કઈ કૃત્રિમતાનો ભોગ બન્યા છીએ?

તાજું જન્મેલું બાળક અને છોડ પર ખીલેલી નાનકડી કળી એકસરખા જ લાગતા હોય છે. વેરી ક્યુટ.. જીવનના અંતિમ દિવસોમાં માણસ જે વસવસો કે ખેદ અનુભવે છે એ જ વસવસો શું ખરતા પહેલા ફૂલડાંને પણ થતો હશે? કે પછી મેં તો મારામાં હતી એ બધી જ જિંદાદિલી પૂરેપૂરી ખર્ચીને ખીલી લીધું, મહેકી લીધું, જીવી લીધું એવો સંતોષ ફૂલડાંઓ માણતાં હશે? શું આપણે વપરાયા વિના પડી રહેલી લાગણી, ઉમંગ, ઉત્સાહ બદલ દુઃખ અનુભવતા હોઈએ છીએ? શું બહુ ઈમોશનલ ન થવાય એવો મંત્ર જાપ જે આજકાલ ફેશન બન્યો છે, એની ઉપાસના આપણને નિર્જીવતા તરફ તો નથી ધકેલી રહીને? પ્રેક્ટિકલ અને પ્રોફેશનલ બનવાનો જે નવો રિવાજ આપણે શરુ કર્યો છે એ ભવિષ્યમાં આપણા હાસ્ય કે રુદનને પથ્થર જેવું નિર્જીવ તો નહીં બનાવી દે ને?

તાજાં જન્મેલા બાળપુષ્પને વારસામાં શું મળ્યું હોય છે? જમીન, જાયદાદ કે બેંક બેલેન્સ નહીં. ખીલવાની, ખૂલવાની, મ્હોરવાની, મહેકવાની કળા, સ્કીલ, હુનર, કૌશલ્ય. ખીલેલા ગુલાબને કે નૃત્ય કરતા મોરલાને, ટહુકતી કોયલને કે મહેકતા મોગરાને મળતા લાઇકની કે કમેન્ટની સંખ્યા એ ભરપૂર જીવતા સમુદાયોમાં ટોચ પર હશે. આપણે આપણી જિંદગીને માર્કેટ વેલ્યુ સાથે જોડી દીધી છે. આપણે આપણો ઉત્સાહ વેચીને જમીનનો પ્લોટ લઈએ છીએ, હાસ્ય કે નૃત્ય વેચીને બેંકમાં એફ.ડી. કરીએ છીએ કે સત્ય અને ઈમાનદારી વેચીને મોંઘી ફોરવ્હીલર ખરીદીએ છીએ. બહુ હોંશિયાર એવા આપણે, જીવંતતા-જિંદગી-જિંદાદિલી છોડીને નિર્જીવતા-નિર્જનતા-નીરવતાના ઉપાસક બની ગયા છીએ.

મનુષ્યોમાં પથ્થરદિલ વાળા ઘણાં જોવા મળશે, પુષ્પોમાં નહીં. મનુષ્યના પેટે પથરો પાકે છે, પુષ્પોના નહીં. આપણે એવા મોર છીએ કે જેને નૃત્ય, ટહુકા તો આવડતા જ નથી, પણ કોઈ કરે એ ગમતુંય નથી. મોરના ઈંડા જેવી આપણી આવતી પેઢી પણ વધુ નિર્જીવ થવા તૈયાર છે. આપણી પેઢીએ પ્રસન્નતાનો કદી અનુભવ નથી કર્યો, આપણી આવતી પેઢી કદાચ આનંદ કે હરખનો અનુભવ નહીં કરે. ઈમોશન વગરના આપણી અને પથ્થરની વચ્ચે એક જ ફર્ક હશે, આપણે બોલતાં, હાલતાં, ચાલતાં હોઈશું.

ફળિયામાં ઉગેલા જાસૂદના ફૂલ અને ક્યારાની ઈંટ પરથી મેં નજર ઉપાડી તો શેરીમાં રમતાં નાના બાળકો હસતાં, રમતાં મારી નજરે ચડ્યા. બે ઘડી મન ભરી હું એમને તાકી રહ્યો.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)