The Corporate Evil - 59 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-59

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-59

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-59
કાંબલે સરની ગાડીને ધેરી વળેલાં ચારે જણાં એકજ નિર્ણય પર આવી ગયાં. ચોક્કસ પેલાં પ્રેસ વાળીજ ગાડી છે પણ સાલાઓ અહીથી ગૂમ કેવી રીતે થઇ ગયાં ? કોપ્સના લીડરે કહ્યું ગાડીને કોઇપણ રીતે ખોલી નાંખો અને તલાશી લો. અને એક પોલીસવાળાએ કળથી કાચ ખોલી ગાડી ખોલી નાંખી અને અંદરની બાજુ ગાડીનાં ખાનાં સીટો-સીટ કવર બધુ. ખોલીને તપાસ્યુ પણ કંઇ હાથમાં ના આવ્યું ખાનામાંથી આર.સી.બુક ઇન્સયોરન્સ, પીયુસી, માળા, ચશ્મા, ડિયોડ્રન્ટ વિગેરે મળ્યુ એ બધુ એ લોકોએ જમા કરી લીધું.
લીડરે કહ્યું હજી બરાબર તપાસો કંઇ બાકી ના રહેવું જોઇએ પાછળની ડેકી ખોલી નાંખી એમાં ફન્ફોળ્યું પણ કંઇ નહતું જેક સિવાય આખી ડેકી ખાલી હતી. પેલાએ ગાડીને એક જોરથી લાત મારી સાલા આમાંતો કશુ નથી. ચોક્કસ એ લોકો સાથે લઇને ભાગી ગયાં.
કોઇએ કહ્યું એ લોકો ગાડી પાર્ક કરી દૂર નહીં ગયા હોય ઝડપ કરો એ લોકોને પકડો નહીંતર સી.એમ.આપણને માફ નહીં કરે કોઇ પણ રીતે પુરાવા અને એ લોકોને હાથ કરવાનાં છે. એ ચારમાંથી બે જણાં કાર પાસે રહ્યાં. બીજા બે જણાં આગળ જોવા માટે ચાલ્યાં. જીપ રોડની વચ્ચે વચ્ચ ઉભી હતી બીજી લોકલ પબ્લીક ત્યાંથી કૂતૂહૂલથી જોતી જોતી પસાર થઇ રહી હતી.
આ બાજુ કાંબલે સર અને નીલાંગ પેલી ખૂલ્લી દુકાન તરફ ગયાં હતાં એમણે જોયું કે ત્યાં માણસો માલ ફેરવી રહેલાં નીલાંગ બાજુમાં ઉભો રહી ગયો. ત્યાં કાંબલે સરને વિચાર આવ્યો નીલાંગને ઇશારો કરી કહ્યું આપણે બંન્ને છૂટા પડી જઇએ કોઇ અહીં આવે તું નીકળી જા હમણાં પ્રેસ પર કે ઘરે ના જઇશ પછી ફોનથી સંપર્ક કરીશું. મારું સીમ બદલ્યુ એ તને ખબર છે ને ?
નીલાંગે કહ્યું સર મારી પાસે બધાં નંબર છે તમને ક્યું સીમ આપ્યું છે મને ખબર છે નંબર યાદ નથી પણ હું પછી સંપર્ક કરીશ. કાંબલે એ કહ્યું હું અહીંથી કોઇ પણ રીતે નીકળી જઇશ એ લોકોને આપણાં ચહેરાં ખબર નથી તું ટેક્ષીમાં નીકળી જા એ લોકોએ કારજ જોઇ છે. નીલાંગે કહ્યું ઓકે સર..બટ ટેઇક કેર કાંબલેએ ઘડીયાળમાં સમય જોતાં કહ્યું રાતનાં 10.30 થઇ ગયાં છે મુંબઇનો દિવસ તો હવે શરૂ થશે તું નીકળ બરાબર 12.0 વાગે મારો સંપર્ક કરજે. નીલાંગ કહે ભલે. અને એ દુકાનમાંથી નીકળ્યો હોય એમ હળવાશથી એણે બહાર તરફ પગલાં માંડ્યાં. ત્યાં દૂરથી ટેક્સી આવતી જોઇને એણે હાથ કર્યો અને ટેક્ષી ઉભી રાખી અને એમાં બેસી ગયો અને બોલ્યો દાદર સ્ટેશન....
પેલી ટેક્ષીવાળો ઓકે કહીને ટેક્ષી દોડાવી દીધી. થોડાં સમયમાં ટ્રાફીકમાંથી નીકળતાં દાદર સ્ટેશન આવી ગયો. ટેક્ષી છોડીને એ સ્ટેશનમાં ઘૂસ્યો એની નજર ચારેબાજુ ફરી રહી હતી નીલાંગીને શોધી રહી હતી. ત્યાં એક સ્ટેશનની બેંચ પર નીલાંગી બેઠી હતી.
નીલાંગને આશ્ચર્ય થયું અરે નીલાંગી તું હજી અહીં બેઠી છે ઘરે તારી આઇ ચિંતા કરે છે ? નીલાંગીએ નીલાંગની આંખોમાં જોયું અને બોલી હું તો તારી રાહ જોઇ રહેલી ક્યારની. મેં તને જોયો કોઇ ગાડીમાં આવ્યો અને પછી તરતજ તું નીકળી ગયો શું થયું ? શેની દોડાદોડી કરે છે ?
નીલાંગે કહ્યું બીજું બધુ પછી પહેલાં ઘરે જા આટલી રાત થઇ ગઇ છે આઇબાબાનો તો વિચાર કર મારું તો કામજ એવું છે મારે દોડાદોડ છે ખૂબ હું મારાં લક્ષ્યથી નજીક છું અને એને નીલાંગીનાં ફોટાં યાદ આવી ગયાં.
નીલાંગીએ કહ્યું મેં આઇ સાથે વાત કરી લીધી છે મેં કીધું હું તારી સાથે છું મોડું થશે આવતાં નીલાંગે કહ્યું પણ તું મારી સાથે ક્યાં છું ? અને તને ઓફીસથી ઓટલી વાર લાગી ? તું તો....
નીલાંગીએ કહ્યું પણ મારે તને કોઇપણ હિસાબે આજે મળવું હતું... નીલો તને મારાં ફોટાં અને પુરાવા મળી ગયાં ને ? હવે તારે મને કંઇ પૂછવાનુંજ ક્યાં રહ્યું ? તારે મારી કોઇ મદદ જોઇતી હોય તો કહે હું તને ઘણી મદદ કરી શકું એમ છું.
નીલાંગ નીલાંગીને આશ્ચર્યથી જોઇ રહેલો એટલે કહ્યું "હાં બધાં પુરાવા મળી ગયાં પણ દુઃખ છે કે એ પુરાવામાં તું સંડોવાઇ છું તારો ગુનો નથી પણ તું ફસાઇ ગઇ છું.
નીલાંગીએ મ્લાન સ્મિત કરીને કહ્યું તારી વાત સાચી છે હું ફસાઇ ગઇ છું પણ તું ક્યાંય નહીં ફસાય એનું હું ધ્યાન રાખીશ તારાં લક્ષ્ય સુધી પહોચવા તને મદદ કરીશ... મારી નોકરીએ મને બહું બધું શીખવ્યુ છે આપ્યું છે અને પછી બધુ જ ઝૂંટવી લીધું છે.
નીલાંગે કહ્યું તું ઘરે જવા નીકળી હતી તું પાછી કેમ આવી ? મને ફોન કરેલો નીલાંગ બૂમ પાડી પછી તું કંઇ બોલીજ નહીં પછી મેં તને પાછા ફોન કરવા માંડ્યા તારો ફોન સ્વીચ ઓફ આવ્યો શું થયેલું ? તું ક્યાં ગઇ હતી ? કોઇ બીજી ડીલ કરીને આવી ? આટલાં મોડાં સુધી સ્ટેશન પરજ રહી ? તું શું કરી રહી છે ? તને ખબર હતી કે હું અહીં દાદર સ્ટેશન આવીશ ?
નીલાંગી નીલાંગનાં બધાંજ પ્રશ્ન સાંભળી રહી એની આંખમાંથી અશ્રુ સરી રહ્યાં એને ડૂમો ભરાઇ ગયો કંઇ બોલી ના શકી નીલાંગે કહ્યું શું થયું છે તને ? તું ક્યાં ફસાઇ છું ? ચલ ઉભી થા આપણે ક્યાંક રેસ્ટોરન્ટમાં જઇએ કંઇક ખાઇએ પીએ મને પણ ભૂખ લાગી છે તું કંઇ જમી કે નહીં ?
નીલાંગીએ કહ્યું તને ભૂખ લાગી છે ? ચાલ તો આપણે રેસ્ટોરામાં જઇએ અહીં બહાર રસ્તા પર નીકળીને આગળજ છે એમાં બેસીએ મારે ઘરે જતાં પહેલાં તારી સાથે વાત કરવી છે ઘણી વાતો કરવી છે પછી સમય મળશે કે કેમ ?
નીલાંગને નીલાંગી ખૂબ જુદી લાગી રહી હતી એણે કહ્યું ઓકે ચાલ આપણે જઇએ. અને સ્ટેશનની બહાર નીકળી ટેક્ષી કરી અને બંન્ને જણાં અંદર બેઠાં ટેક્ષીવાળાએ કહ્યું ક્યાં જઊં છે ? નીલાંગે કહ્યું બહાર મેઇન રોડ પર બાર રેસ્ટોરન્ટ છે ત્યાં લઇ લે.
નીલાંગે નીલાંગીને કહ્યું તારે આઇને ફોન કરવો હોય તો ફરીથી કરી લે મોડું થશે અને મારે તો આખી રાત કામ છે આજે. પેલો ટેક્ષીવાળો ચમક્યો એને થયું એકજ પેસેન્જર છે એ કોની સાથે વાતો કરે છે ? નથી ફોનમાં વાત કરતો નીલાંગતો બોલી રહેલો....પેલો ગભરાયો ખૂબ ઝડપથી ટેક્ષી ચલાવીને મેઇન રોડ આવી ગયેલો એણે બાર પાસે ટેક્ષી ઉભી રાખી નીલાંગ ઉતર્યો એવી મારી મૂકી નીલાંગ બૂમો પાડતો રહ્યો પેલો ઉભોજ ના રહ્યો.
નીલાંગને આશ્ચર્ય થયું કે પેલો આમ કેમ ભાગી ગયો ? નીલાંગી ખડખડાટ હસી પડી એણે પૂછ્યું પેલા ટેક્ષીવાળાને શું થયું ? કેવો ભાગ્યો જાણે કોઇ ભૂત જોયું હોય નીલાંગ હસતાં હસતાં કહ્યું "આવા સમયે સાલા બધાં પીધેલાંજ હોય છે એમ કહી બારમાં પ્રવેશ્યાં.
અંદર એસી કેબીનમાં જઇને બંન્ને જણાં બેઠાં અને નીલાંગે બે બીયર અને સાથે સ્નેક્સ ઓર્ડર કર્યા પછી કહ્યું તારે શું ખાવું છે વિચારી રાખ તો એ પણ ઓર્ડર કરી દઇએ એમ કહીને ઘડીયાળ જોઇ. 11.30 થવા આવેલાં એણે બીયર આવ્યો એવો એકજ શ્વાસે પી ગયો અને સાથે આવેલું સ્નેક્સ ખાવા લાગ્યો.
નીલાંગીએ બીયર લીધો અને એ પણ પીવા માંડી નીલાંગે જોયુ કે નીલાંગી બીયર પીવે છે એનાં ગળામાં ઉતરતી બીયર પણ જાણે એ જોઇ શકે છે. એણે નીલાંગીને પૂછ્યું તારાં ગળામાં બીયર જાય એ પણ હું જોઇ શકુ છું આવું કેવી રીતે શક્ય છે. નીલાંગીએ હસતાં હસતાં કહ્યું છોડ બધી વાતો મારે તારી પાસે બધી કબૂલાત કરવી છે ત્યાં સુધી મને ચેન નહીં પડે.
નીલાંગે કહ્યું તું નહી કરે તોય મને તો બધીજ ખબર છે પહેલાં શંકા હતી હવે તો પાકો વિશ્વાસ છે મારી પાસે પુરાવા ઘણાં છે પણ હું તને ફસાવા નહીં દઊં તું ફસાઇ ગઇ છું તને ખબ જ નહોતી કે તું આ બધાં પીશાચોનાં હાથમાં રમી રહી હતી.
નીલાંગીએ કહ્યું "નીલાંગ હવે શું થવાનું ? પણ મારે તને એવુ કહેવું જણાવવું છે કે જે તને હજી સુધી ખબરજ નથી તને આશ્ચર્ય થશે અને ગુસ્સો આવશે કે મેં તને કેમ ના જણાવ્યું ? નીલાંગ મારાં પીયુ તું બધીજ રીતે સાચો હતો તેં મારી ખૂબ કેર લીધી મને સમજાવી હતી પણ મારાં મગજમાં ખોટો રોબ અને નશો હતો મારી જાત પર ઓવર કોન્ફીડન્સ હતો અને જે ના થવું જોઇએ એવું બધું થયું. નીલાંગ સાંભળી રહેલો એણે બીયર પુરો કરી જોયુ 12.00 વાગ્યા છે અને એ ચમક્યો....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-60