my poem part 16 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરુખો ભાગ : 16

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

મારો કાવ્ય ઝરુખો ભાગ : 16

ગમતા ના કરીએ ગુલાલ અને માણસ માત્ર નુ હું હું હું ઉપર થી પ્રેરાય ને મે કાવ્ય લખ્યા છે આશા રાખુ તમે એને પણ પ્રેમ થી વધાવી લેશો...

તમારો પ્રેમ લાગણી આમ જ સાથે રહે તેવી આશા સાથે તમારી સૌ સમક્ષ મારો કાવ્ય ઝરુખ
મારા જન્મદિવસ ઉપર પ્રસ્તુત કરુ છું...

કાવ્ય 01


"અનામી"...

ગાલિબ, મિર્ઝા, બેનામ, બેખુદ,
અંજાન, ગુલઝાર તખલ્લુસ નામધારી
થયા ખુબ નામી તેમના લખાણ થકી
હું રહી ગયો બદનામ "અનામી" બની ...

લખ્યા નાના મોટા મે કઈક લખાણ
ફર્યા આગળ નામ મારું મિટાવી
હું રહી ગયો બદનામ "અનામી" બની...

લાગણી અનુભવ અને વ્યથા ને
કલમ થકી કાગળ ઉપર છલકાવ્યા
લખાણ સમજી લૉકો એ નજઅંદાજ કર્યાં
હું રહી ગયો બદનામ "અનામી" બની...

આકાશ માં યાદ રહે માત્ર ચાંદ ને ચંદ તારાઓ
બીજા "અનામી" ચમકતા તારલા
ના નામ ક્યાં યાદ છે લોકો ને
હું રહી ગયો બદનામ "અનામી" બની...

"અનામી"..

02) કાવ્ય 02

માણસ માત્ર નું "હું"..."હું"..."હું"... ઉપર થી પ્રેરાય ને આ કાવ્ય લખ્યું છે...

"હું"

વાતો થય કઈક એવી
હવા ભરાઇ છું "હું" કંઇક

મારા વગર હલે નહિ એક પતું
એવી કંઇક મારા મન માં રાઇ ભરાઇ

મારા વખાણ સાંભળી હરખુ "હું"
દુનિયા માં નથી મારા જેવું કોઇ બીજું

"હું" છું તો છે બધું વાત મન માં ઠાંસી
જમીન થી બે વેંત અઘ્ધર "હું" હાલું

"હું" "હું" કરતાં ભૂલ્યો "હું" મારું ભાન
તુચ્છ છે બાકીના એવું કર્યું ગુમાન

એક દિવસ આવ્યુ એવુ તોફાન
ઉડાડી લઈ ગયું મારું ગુમાન

છે બધી માયાજાળ પ્રભુ નો ખેલ
"હું" તો છું માત્ર ઈશ્વર ના ખેલ ની કઠપૂતળી
જાણ્યું તથ્ય ત્યારે બહૂ મોડુ થઈ ગયું...

03) કાવ્ય 03

લાગણી...

કહેવું હોય ઘણુ અને શબ્દો ખૂટી પડે
મૌનથી સમજાય જાય એ લાગણી

બાળક ની બે મૌન આંખો મા પ્રેમ દેખાય ને
માં ના હ્રુદયમાં પ્રેમનો નો ધોધ છૂટે એ લાગણી

લાગણી ને ક્યા પાંખો હોય છે
પ્રેમનો ઢાળ દેખાય ને લાગણી ઢળી પડે

લાગણી ભીંજવી જાય પથ્થરદિલ ને પણ
લાગણી વગર નો મનુષ્ય પથ્થરદિલ માં ખપે

નાની પણ મીઠા પાણી ની વીરડી આગળ
ખારો સમુંદર પણ તુચ્છ ને લાગણીવીહીન લાગે

પ્રેમ, આદર અને સન્માન લાગણી હોય ત્યાં મળે
લાગણી તો સુખ ના ખજાના ની ચાવી છે

લાગણીઓ વહેંચીએ ખોબે ખોબે
તો લાગણીનો અગાધ સાગર પામીએ

દુનિયામાં રૂપિયા ખર્ચતા બધુ મળે
પણ લાગણી વેચાતી ક્યાંય ના મળે...

04 ) કાવ્ય 04

સફર... જીવન સફર

સફર માં હોય હમસફર જોડે
સફર લાગે મજાની

સફર માં જોડાય જો દોસ્તો
સફર બને ઓર મજાની

સફર તો છે એક મજાનું બહાનું
શાંતી થી એક્બીજા જોડે રહેવાનું

સફર માં થાય અનુભવ અલક મલક ના
સફર માં થાક કયારેય ના અનુભવાય

સફર શરૂ થાય આનંદ ઉલ્લાસ સાથે
સફર ક્યારે પુરી થાય ખબર જ ના પડે

જીંદગી ની સફર પણ છે કઈક આવી
માં - બાપ ભાઈ - બહેન ના સાથ સાથે
જીવન સફર શરૂ થાય આસાની થી

જીવન સફર વધે આગળ મોજ થી
હમસફર અને દોસ્તો ના સાથ થી ....

05) કાવ્ય 05


વધતી ઉમર....

આંખ ના નૂર ઓછા થયા ને
વહી જતી ઉમર ને કેદ
કરવા નાહક નો મે પ્રયત્ન કર્યો

ટાલ પડતા પાંખા થયા કેશ ને
દાઢી માં દેખાણા સફેદ વાળ અને
ઉમર છૂપાવવા નો મે પ્રયત્ન કર્યો

ફાંદ ચાડી ખાય ઉમર ની ને
ફિટ ટી શર્ટ પેન્ટ પહેરી
જુવાન દેખાવવાનો મે પ્રયત્ન કર્યો

ચાર પાંચ કિલોમીટર ચાલતા
ચડે શ્વાસ અને લાગે થાક
છતા ફીટ છું બતાવવા નો મે પ્રયત્ન કર્યો

બીપી સુગર બોર્ડર ઉપર ઊભા રહી
ટકોરા મારે ઉમર ના અને કહે
ઘ્યાન રાખ હવે તારી તબિયત નુ

વધતી ઉંમરે દિલ છે મારું મજબુત
દિલ ઊપર હાથ રાખી
વહી જતી ઉમર ને કેદ કરવા
નાહક નો મે પ્રયત્ન કર્યો



06) કાવ્ય 06

મૃગજળ

ગમતું હતું એ બધું મૃગજળ નીકળ્યું,

ને મહોબ્બત કરી બેઠા ઝાંઝવા ના નીર સાથે ..

જંગલી બાવળ આગળ ગુલાબ ની આશા રાખી,

ભૂલી ગ્યા હતા કે નકલી ફુલ સુગંધ આપતા નથી ,

દરેક વખતે કાદવ મા કમળ ખિલતા નથી,

વગર હવા એ ફુગ્ગા આકાશે ચડતા નથી,

ભૂલી ગયા રણ ના મૃગજળ ક્યારેય પ્યાસ બુઝાવતા નથી,

તૂટેલા તળિયા નો ઘડો લઈ અમે તો પાણી ભરવા નીકળી પડ્યા,

મીઠા જળ ની આશ રાખી હતી દરિયા થી ને નાની મીઠી વીરડી ને અજાણતા ખોઈ બેઠા,

ઊભા રહ્યા વિશાળ દરિયા ની સામે અને તરસ્યા રહી ગ્યાં.. ....