The mystery of skeleton lake - 6 in Gujarati Fiction Stories by Parthiv Patel books and stories PDF | ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ-૬ )

Featured Books
Categories
Share

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ-૬ )

"ટ્રીન..ટ્રીન ......ટ્રીન..ટ્રીન......ટ્રીન..ટ્રીન ......!" ટેલિફોન રણક્યો
" હલ્લો , હુ બાબુલાલ ...તમે ...? "
" અરે બાબુકાકા , જય શ્રી ક્રિષ્ના .... હું તમારી સ્વાતિ . તમે મારો અવાજ ના ઓળખ્યો... કિટ્ટી જાવ "
" અરે સ્વાતિ દીકરા તુ ... માફ કરજે બેટા..!! તું કેટલા સમય થી આવીજ નથી એટલે ભૂલી ગયો ..."
" વહાલા બાબુકાકા એટલે જ તો ફોન કર્યો છે તમને , ખુશખબર આપવા કે હું ટ્રેન માં બેસી ગઈ છુ . કાલે બપોરે ડ્રાઈવરને મોકલી દેજો મને તેડવા ..!" .આ વાત સાંભળી બાબુકકનો આનંદનો પાર ના રહ્યો. આ વાત ઝડપથી ડૉ.રૉય ને કહેવી જોઈએ એવું લાગ્યું તો સીધા દોડ્યા અને ત્યાં સોફા પાસેની ત્રિપોઈ સાથે અથડાઈ પડ્યા . ધપ... થઈને અવાજ થયો . ત્યાં ડૉ.રોય અને બંને મહેમાનો દોડી આવ્યા .
"શુ થયું બાબુકાકા , તમે આમ અચાનક કેમ પડી ગયા ...!!??"
" એ બધું છોડો સાહેબ ... વાત જ કૈક એવી છે ને...,કાલે સ્વાતિ દીકરી આવવાની છે . એ ખુશખબર આપવા દોડ્યો ...ને પડી ગયો " સ્વાતિ આવવાની છે એ ખુશીમાં બાબુકાકા બધું દુઃખ-દર્દ વિસરાઇ ગયું હતું . જાણે અમાસની રાત્રીએ અચાનક પૂર્ણ ચંદ્રના દર્શન થતા ચાતક પક્ષીને થતી લાગણી જેવા ભાવો હતા , ભર ઉનાળે મેહૂલો વરસતા મોરને થના આનંદ જેવી લાગણી હતી એ , વર્ષો પછી પોતાના અશુર મામાનો વધ કરીને આવેલા પુત્ર કૃષ્ણના દર્શન પછી માતા દેવકીને થતી લાગણી જેવીજ લાગણી હતી એ .પરંતુ...... આ સ્વાતિ હતું કોણ ..!?? એ આગળ ખબર પડી જ જશે .
"બાબુકાકા , આખા ઘરને દિવાળીના તહેવાર માફક સજાવી દો ...કાલે...કાલે ઘણા સમય પછી મારી દીકરી આવવાની છે ...કોઈ કસર ના રહેવી જોઈએ ...!!!"
"તમે કહ્યું હતું ને લક્ષ્મી વગર ઘર અધુરું છે ...!!? તમારા મોઢામાં ઘી-સાકર જોવો મારી દીકરી આવી રહી છે " ડૉ.રોયે કહ્યું
"પરંતુ તમે કીધું હતું...."
" હા બળવંતરાય, હું તમારો સવાલ સમજી ગયો કે મેં કિધેલું કે મારી પત્ની મારા ચાર મહિનાના બાળકને અને પુત્રીને લઈને ચાલી ગયેલી તો આ સ્વાતિ મારી દીકરી ક્યાંથી .. સાચું ને ..??"
" એકદમ બરોબર સાઇબ " બળવંતરાય બોલ્યા
" વાત કૈક એમ છે કે આજથી ૨૨ વર્ષ પહેલાની વાત છે , મારી મોનીનો જન્મ દિવસ હતો એ દિવસે " અરે મોની એટલે કે પત્ની સ્પષ્ટતા કરતા કહ્યું
"મોનીને દર વખત જેમ સરપ્રાઈઝ આપવા હું કેક લઈને જઇ રહ્યો હતો . ત્યાં અચાનક શિયાળાની કડકડતી ઠંડીમાં હું ગાડી લઈને જઈ રહ્યો હતો . ત્યાં અચાનક કોઈ સ્ત્રીની ચીસો સંભળાઈ રહી હતી . આજુબાજુ કોઈજ દેખાતું નહોતું બસ શિયાળાની શાંત રાત્રીમાં પવનના સુસવાટા અને આ તીક્ષ્ણ ચીસો એકબીજા સાથે લયબદ્ધ રીતે ધ્વનિ કરી રહી હતી.
" મેં ગાડી ઉભી રાખી ...ટોર્ચ અને કૈક ઓઝાર લઈને બહાર નીકળ્યો , કોઈક મુસીબતમાં હોય લાગે એમ લાગતું હતું .એમની મદદ કરવા ગયો " ડૉ.રોયે આગળ કહ્યું " આજુબાજુમાં જોયું તો ઝાડીમાં એક કાર અથડાયેલી પડી હતી .કોઈ એ ગાડીને ટક્કર મારીને ચાલ્યું ગયું હતું . ગાડીમાં લોહીથી ખરડાયેલ એક સ્ત્રી પડી હતી અને બાજુની સીટ પર એક પુરુષ કદાચ એમનો પતિ જેમના માથાના ભાગે ભયંકર ઇજા થતા બેહોશ થઈ ગયા હતા . ર્ડા.રોયે પેલા એ મહિલાને તપાસી અને એમ્બ્યુલન્સને ફોન લગાવી દીધો પોતે પેલા પુરુષને તપાસ્યો . શ્વાસ રોકાઈ ગયા હતા , અને શરીર ઠંડુ પડી રહ્યું હતું . લગભગ ૩..૪ કલાક તો થઈ જ ગયા હતા .
" એમ્બ્યુલન્સની રાહ જોવાય એટલો સમય નહતો , મહિલા ગર્ભવતી છે . જો જલ્દી કઇ થયુ ન હોટ તો આ મહિલા અને આવનાર બાળક બંને માટે ખતરો હતો તેથી એમ્બ્યુલન્સ આવતા વાર લાગશે એવું વિચારી પેલી મહિલાને શાંતિથી ઉપાડી ગાડીમાં બેસાડી અને ગાડી દોડાવી પાછી હોસ્પિટલ તરફ ભાગ્યો. ૪૬ મિનિટનો રસ્તો માત્ર ૨૮ મિનિટમાં કાપી ડોક્ટર હોસ્પિટલ પહોંચ્યા. પેલી મહેલાંને પ્રસૂતિની અસહય પીડા થઈ રહી હતી સાથે સાથે અકસ્માતમાં થયેલા મારનું દર્દ પણ થઈ રહ્યું હતું .આખા રસ્તા દરમિયાન હું આશ્વાસન આપતો રહ્યો ' હિંમત રાખ બેન , તને કઈ નઇ થવા દવ , મારો ભગવાન સૌનું સારું કરે છે ' એ હિંમત ના પરિણામે જ હોસ્પિટલ સુધી પોહચી શકી હતી એ મહિલા . ઇમેર્જનસીવૉર્ડ લઈ જવામાં આવી અને નોર્મલ ડિલિવરી થઈ. રાતનો સમય હોવાથી હોસ્પિટલનો સ્ટાફ હાજર ન હતો તેથી મારે એકલા હાથે બધુ કામ કરવું પડ્યું .બાળકનું મોઢું જોતા જ એ મહિલાએ ઘણા સમયથી સાચવેલી રાખેલ સહનશક્તિનો બંધ તૂટ્યો અને એના ધસમસ વહેતું પાણી એ મહિલાના પ્રાણ વહાવી ગયું. અને મેં એ દીકરીને દત્તક લેવાનું વિચાર્યું ' આજથી તું મારી દીકરી છે ... સ્વાતિ .. સ્વાતિ મોની કૃષ્ણકાંત રોય ....!!"
આજે મોનીને સરપ્રાઇઝ નહી અપાય , જોકે આમાં સરપ્રાઈઝ જેવું કશુ હતું પણ નહોતું , દર વર્ષની જેમ આ વર્ષે પણ મોની જાણતી જ હતી કે ડૉ.રોય કેક લઈને આવશે અને સૌની પહેલા એજ જન્મદિવસ સૌ પેલા શુભકામના આપશે . પોતાના માટે કોઈ ગિફ્ટ લાવશે અને આલિંગન સાથે ગાઢ ચુંબન આપશે . પરંતુ આજે કદાચ મોંની ની આશા તૂટવાની હતી , ડોક્ટરને આ વાતનું ભાન થતા તરત ઘરે ફોન લગાવ્યું
"ટ્રીન..ટ્રીન.....ટ્રીન...ટ્રીન.....ટ્રીન..ટ્રીન......" આખી રિંગ પતી ગઈ પણ કોઈએ ફોન ઉઠાવ્યો નહીં . બીજી વખત ...ત્રીજી વખત... પણ કોઈએ ફોન ના ઉપાડતા
"આજે મારી મોની રાહ જોઈને જલ્દી સુઈ ગઈ લાગે છે ,આવું વિચારી હું કામે લાગ્યા . પોલીસ બોલાવી અને અકસ્માત વિશે સંપૂર્ણ જાણકારી આપી . અકસ્માત ના સ્થળે પહોંચી પંચનામું કર્યું અને મારા હસ્તાક્ષર લીધા . મહિલા અને પુરુષને પોસમોટોમ માટે મોકલવામાં આવ્યા . પેલી નવજાત શિશુને દત્તક લેવાની પ્રક્રિયાની જાણકારી મેળવી. નવજાત બાળકીને નિરીક્ષણ હેઠળ રાખીને હું ઘરે જવા નીકળ્યા . લગભગ ૨-૨:૩૦ વાગ્યે હું ઘરે પહોંચ્યા અને મેં ઘરનો ડોરબેલ વગાડ્યો "
"ટીંગ..ટોન્ગ.....ટીંગ...ટોન્ગ , કોઈ જવાબ ના આપતા દરવાજો ઠપકાર્યો પણ દરવાજો તો ખુલ્લો જ હતો . આ જોઈને મને ફાળ પડી અને અણધાર્યા સંકટ વિશે મારી ધડકને મને સચેત કર્યો , મારા ધબકારા વધી ગયા , શાંત વાતાવરણ માં શ્વાસોશ્વાસ નો અવાજ સંભળાઈ રહ્યો મેં મોનીને અવાજ આપ્યો ' મોની સોરી , મને ખબર છે આજે મોડો પડી ગયો છુ ,હેપી બર્થડે મારી વહાલી મોની ..ક્યાં છે તું ..!!? જવાબ તો આપ ' "
" મેં બૂમ પાડી .પણ કોઈ પ્રતીયોતર ના મળતા આખું ઘર ફંફોડી જોયું પણ ક્યાંય મોનીનો પતો ના લાગ્યો . આજ પહેલાં કોઈ દિવસ મોનીએ આવું કર્યું નહતું ... તો આજે શુ થઈ ગયું હશે....?? બહાર જઈને પાર્કિગ તપાસ્યું લાલ ફિયાટ પોતાના સ્થાન પર જ ઉભેલી હતી , મોડી રાત હોય ડ્રાઈવર અને બીજા નોકર-ચાકર એમના સ્થાને સુતા હતા. ના છૂટકે તેમને જગાડ્યા અને પૂછ્યું " મોની મેડમ ક્યાં ગયા છે કોઈને જાણ છે ....??" આ પ્રશ્નનો કોઈની પાસે જવાબ નહોતો .
" મેડમને લઈને આજે હું તમારા કલીનીક પર આવી રહ્યા હતો , આજે સામે ચાલીને કેક લઈને અમે આવી રહ્યા હતા . પણ અચાનક કોઈ અકસ્માત જોઈને ડરી ગયા કે કેમ પણ એ જોઈને રડી પડ્યા અને ગાડી પાછી લેવા જણાવ્યું ...!!"ડ્રાઈવરે જણાવ્યું
મને અચાનક ફાળ પડી કે કદાચ મને જોઈને તો....!!??
"તમે એ અકસ્માત વિશે વધુ જણાવી શકશો ...??" મેં પૂછ્યું
" કઈ ખાસ નહીં પરંતુ અમે જ્યારે અકસ્માતના સ્થળ પાસેથી નીકળ્યા કોઈ તમારા જેવો જ માણસ એક સ્ત્રીને ઉપાડીને જય રહ્યો હતો . પછી થોડા આગળ નીકળ્યા અને પછી મેડમે પાછા વળી જાવા કહ્યું "
" ઓહ ક્રિષ્ના ... ખરેખર એ મને જોઈને પાછી વળી હશે ...!? કે પછી બીજા કોઈ કારણ થી ...!!? " હું જળ બની ઉભો રહી ગયો.
" સાહેબ...." ડ્રાયવરે મને ટકોર્યો
"હમ્મ... હા પછી પછી શુ થયું ...??" મેં પૂછ્યું
"પછી તો.....અમે ઘરે આવી ગયા અને મેડમે રજા આપી દીધી હતી "
હું મોનીને ખુશખબર આપવા આવ્યા હતા , પણ મળ્યું શુ ...?? દુઃખદ ઘટના . જન્મદિવસ ની ભેટ.... મોનીના ખાસ સગા-સંબંધી પણ નહોતા જેના ઘરે તે જય શકે . મીત્રો પણ આંગળીના વેઢે ગણાય એટલા . જેના ઘરે ટેલિફોન હતા એમના ઘરે ફોન કરીને મેં પૂછ્યું અને બાકીનાને રૂબરૂ મળી આવ્યા પણ મોનીના કોઇ ભાળ ના મળ્યા . અંતે પોલીસ સ્ટેશન જઈને FIR લખાવી અને બધી જાણકારી વિગતે જણાવી . એ દિવસ અને હાલની ઘડી નથી મળી મોની કે નથી મળ્યો મારો પુત્ર મળ્યું છે તો બસ એ હતાશા ભર્યું સ્વપ્ન .
ડોક્ટર સામે બેઠેલા ત્રણેયને પોતાના ભૂતકાળની વાતો કહી રહ્યા હતા અને ઘરમાં રહેલી દિવાલ ઘડિયાળમાં ત્રણ ટકોરા પડ્યા " ટન...ટન.....ટન" જે સવારના ૩ વાગ્યાનો સમય બતાવતી હતી . ડૉ.રોય તંદ્રા માંથી ઉઠ્યા . ત્રણે જણાં પોતાની વાત મંત્રમુગ્ધ બનીને સાંભળી રહ્યા હતા .
"ચાલો બાકીની વાતો પછી કરીશુ... સમય ઘણો વીતી ગયો છે " ડૉ.રોય બોલ્યા
" હા , એ બધું તો ઠીક પણ છેલ્લે એ તો કહો કે સ્વાતિ આવે છે ક્યાંથી ...!!?" મુખી એ પૂછ્યું .
" મારી દીકરીને પહેલેથી સેવા કરવાની વૃત્તિ છે , તો એને ડોક્ટર બનીને પછાત ગામડામાં સેવા કરવી હતી . MBBS કરવા હિમાચલ પ્રદેશ મોકલેલી . ત્યાંથી અમને મડવા આવે છે " રોયે જવાબ આપ્યો
બે ક્ષણ રાહ જોઈને પોતપોતાના રૂમમાં આરામ કરવા પોહચ્યા . ડૉક્ટર પોતાના ભૂતકાળમાં ગર્ત થઈ ગયા હતા . કેમે કરીને એમને નીંદર આવતી નહોતી . બીજી તરફ બળવંતરાય પણ ઊંઘ નહોતી આવી રહી . "કોઈ માણસ આટલો પરોપકારી કેવી રીતે હોઈ શકે ...!??" આ પ્રશ્ન અંદર જ કોરી ખાઈ રહ્યો હતો . એમના મગજમાં કોઈ ગડમથલ ચાલી રહી હતી . જે મુખીને સુવા નહોતી . શુ હતી એ ગડમથલ....!!?
સવારે ૬ વાગ્યે હોસ્પિટલથી ફોન આવ્યો , કે પેલા પાગલ પેસેન્ટને જેમ બને તેમ જલ્દી મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરવી પડે એમ છે . તો એના માટેની પ્રોસેસ જેમ બને તેમ જલ્દી પુરી કરવી પડશે . મુખીની વાત સાંભળી બંને માંથી કોઈ એકને જલ્દી ઠીક કરવો જરૂરી લાગ્યું . અંતે એમને પણ આખી વાત જાણવાનો રસ પડ્યો હતો . તેથી તેઓ પોતે હોસ્પિટલમાં હાજર રહી ડિસ્ચાર્જ કરશે અને નવા ડૉક્ટર ..... ને અંગત રીતે ...ભલામણ કરશે જેથી જેમ બને એમ જલ્દી સારવાર મળી રહે .
" સાહેબ.... કેટલો સમય થશે ત્યાં હોસ્પિટલમાં ...!!? આજે સ્વાતિ દિકરીને લેવા પણ જવાનું છે ."
" અરે હા ...એતો હુ ભૂલી જ ગયો. આતો હોસ્પિટલનું કામ કહેવાય ક્યારે નવરા થવાય ખબર નહીં ..... સ્વાતિને લેવા માટે .... અં.." ડોક્ટર સ્વાતિને લેવા જવા કૈક વિચારી રહ્યા હતા .
" ડૉકટર સાહેબ .... તમારું આ કામ કરી શકું તો મને ગમશે ....આમ પણ તમારું ઘણું ઋણ છે અમારા પર ...."
" ના , ના ...તમે તો અમારા મહેમાન . અને મહેમાન મારે મન ભગવાન.."
" ભગવાન ને પણ કોઈ વાર મોકો આપો કામ કરવા માટે નો " ઘણી આનાકાની પછી ડો.રોય માન્યા . ડૉ.રોય હોસ્પિટલ જવા નીકળ્યા અને મહેન્દ્રરાય મુખીને હોસ્પિટલ છોડીને રેલવે સ્ટેશન જવા નીકળ્યા .

( ક્રમશ )