Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૬

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૬

વિક્રમ કિસ કરતો કરતો બધું આગળ વધવા જાય છે ત્યાં જીનલ રોકે છે.
પ્રેમ ના પ્રપોઝ ની ગિફ્ટ હાથ ચૂમવા અને આલિંગન સુધી હોય પણ તુતો લીપ કિસ સુધી પહોંચી ગયો. પ્રેમ ની મજા અહી સુધી જ હોય. પ્રેમ તો અહેસાસ છે નહિ કે શારીરિક..!!!!

બસ બસ પ્રેમ ની ફિલોસોફી તારી પાસે રાખ જીનલ જરૂર પડશે તો માંગીશ બસ અત્યારે તને મનભરી ને માણી લેવા દે.

ગાલ પર ચિપટી ભરી ને જીનલ બોલી પ્રેમ માટે આખી જિંદગી પડી છે વિક્રમ. પણ અત્યારે મોડું થઈ રહ્યું છે ને રૂમ પર મારી ફ્રેન્ડ રાહ જોતી હશે. જો મોડી પહોંચીશ તો તેના સવાલો ના જવાબ હું નહિ આપી શકું.
ચાલ વિક્રમ આપણે જઈએ.
વિક્રમે ફરી જીનલ ને બાહોમાં ભરી અને બંને શહેર તરફ રવાના થયા.

વિક્રમ નું કોલેજ આવવાનું કોઈ ઠેકાણું ન હતું તેની મરજી પ્રમાણે તે કોલેજ આવતો. એટલે ત્રણ દિવસ પછી વિક્રમ કોલેજ આવ્યો. જીનલ ને ખબર પડી કે વિક્રમ કોલેજ આવ્યો છે એટલે તેની પાસે થી પસાર થઈ એટલું કહેતી ગઈ કોલેજ પછી હું રોડ પર તારી રાહ જોવ છું. વિક્રમ સમજી ગયો.

કોલેજના ક્લાસ પૂરા થયા એટલે જીનલ એકલી ચાલતી થઈ. અત્યાર સુધી જીનલ એકલી રૂમ પરથી જતી ને એકલી આવતી. છાયા હંમેશા વહેલી કોલેજ જઈ લાઇબ્રેરી માં પુસ્તક વાંચતી તો ક્લાસ પૂરા થયા પછી પણ લાઇબ્રેરી માં જઈ પુસ્તકો વાંચતી. એટલે જીનલ સાથે કોલેજ આવી કે કઈ શકતી ન હતી.

જીનલ થોડી ચાલી હશે ત્યાં વિક્રમ પોતાની કાર લઇને તેની પાસે ઊભી રાખી. વિક્રમની કાર જોઈને તે કારમાં બેસી ગઈ અને કહ્યું મને રૂમ સુધી મૂકી જા એટલા માં મારે જે વાત કરવી છે તે થઈ જાય.

વિક્રમ કઈ પૂછે તે પહેલાં જીનલ બોલવા લાગી. આજ પછી આપણે કોલેજ માં મળીશું નહિ, કે વાતો કરીશું. આપણે બહાર જ મળીશું. હું નથી ઈચ્છતી કે કોલેજ મા આપણા પ્રેમ ની વાત થાય અને આ વાત મારા ઘર સુધી પહોંચે. હું શું કહી રહી છું તે તું સમજે છે ને વિક્રમ..?

અરે જીનલ હું પણ તને એ જ કહેવાનો હતો કે મારું કોલેજ આવવાનું કોઈ ઠેકાણું રહેતું નથી. મને પણ તારી સાથે કોલેજ માં વાતો કરવી યોગ્ય નથી લાગતી. તું કહે તો આપણે એક કામ કરીએ. અઠવાડિયા માં એક વાર મળીએ અને મનભરીને ત્યારે વાતો કરીએ. એટલે તારું અભ્યાસ ના ધ્યાન રહેશે અને આપણો પ્રેમ પણ જળવાઈ રહેશે. શું કહેવું છે જીનલ. હાથ પર હાથ મૂકીને વિક્રમે કહ્યું.

ઓકે વિક્રમ આપણે હવે દર રવિવારે તું કહીશ ત્યાં મળીશું. સારું મારી રૂમ આવી ગઈ છે મને અહી ઉતાર..
ગાડી ઉભી રહી એટલે જીનલ કાર માંથી નીચે ઉતરી અને વિક્રમે કાર આગળ ચલાવી.

વિક્રમ સામે મીઠી સ્માઇલ કરી અને હાથ હલાવી બાઇ કહીને જીનલ રૂમ ની અંદર પ્રવેશી. હસતો ચહેરો અને પેલી કાર જીનલ ને મૂકવા આવી એ છાયા જોઈ ગઈ એટલે છાયા એ જીનલ ને કહ્યું. લાગે છે મેડમ પ્રેમમાં તો નથી પડ્યા ને...!!?

અરે ના છાયા... હું કોલેજ થી આવી રહી હતી તો મને ચક્કર આવવા લાગ્યા તો તે મને જોઈ ગયો ને તેની કારમાં બેસાડી મને અહી પહોંચાડી દીધી એમ પ્રેમ ક્યાંથી આવ્યો છાયા ..!!

સારું બસ બાકી તારી આખો એ જ કહી રહી છે કે તું કોઈના પ્રેમ ના છે. મારે જીનલ નથી જાણવું તું કોનાં પ્રેમ છે પણ એટલું ધ્યાન રાખજે પેલા ફેમિલી અને ભવિષ્ય નું વિચારવું. પ્રેમ થી છાયા સમજાવવા લાગી જીનલ ને. છાયા સમજી ગઈ હતી કે હમણાં જીનલ ખોવાયેલી રહે છે ને તેનું અભ્યાસ માં પણ ધ્યાન રહેતું નથી.

છાયા એ જીનલ ને એ પણ કહ્યું તું અત્યારે તારા અભ્યાસ પર ધ્યાન આપ. પ્રેમ તો લગ્ન પછી પણ થઈ શકે. અને સમય પહેલા જે આપણે મેળવીએ છીએ તે હંમેશા યોગ્ય નથી હોતું.
પણ જીનલ તો વિક્રમના વિચારોના ખોવાયેલી હતી એટલે છાયા ની બધી વાતમાં હા હા કરવા લાગી.

ત્યાં જીનલ ના ફોનમાં કોઈએ અનનોન નંબર પરથી ફોટોઝ મોકલ્યા. ફોટોઝ ખોલીને જોવે છે તો તે ચોંકી ઊઠે છે. તે ફોટોઝ બીજા કોઈના નહિ પણ તેના હતા. તે બધા ફોટોઝ જીનલ સ્નાન કરતી હોય ત્યારે ખેંચેલા. અને તે પણ નગ્ન.

આવી હરકત કોણે કરી હશે તે જાણીશું આગળના ભાગમાં.

વધુ આવતા ભાગમાં..

ક્રમશ...