24 hours - 1 in Gujarati Science-Fiction by Hitesh Parmar books and stories PDF | 24 કલાક - 1

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

24 કલાક - 1

24 કલાક

એક સ્પેસ એજન્સી ચલાવુ છું તો મારી સાથે ઘણા બધા એવા પણ અનુભવો થયા છે જે મારે આજે કહેવા છે! આ અનુભવને યાદ કરું તો આજે પણ મારી કંપારી છૂટી જાય છે! બસ એક જ ડર મનમાં આવે છે કે જો એવું કંઇક થયું તો આપનું શું થશે?! પણ સદભાગ્યે એવું કઈ હતું નહિ! કોઈ ઘટના આટલી બધી હદે જુદી કેવી રીતે હોઈ શકે એ તો મને ત્યારે જ ખબર પડેલી!

અમે અમારી એજન્સીમાં વિવિધ ઉપકરણોથી આકાશનું નિરીક્ષણ કર્યા કરીએ છીએ... આપની પૃથ્વી પર તો લોકો દેશમાં બીજા દેશ વાળાઓ ને આવવા નહિ દેતા... પણ એ તો માનવો જ હોય છે... એમના રૂપરંગ જ્ઞાનથી આપને વાકેફ છીએ, પણ શું થાય જ્યારે આવા જ પરગ્રહવાસીઓ આવે જેમના વિશે આપણને કઈ જ ખબર જ ના હોય?!

એક દિવસે અમે અમારી એજન્સી ની ઓફિસમાં હતા... અચાનક જ મારા એક જુનિયર એ મને કહ્યું - "સર, સર જલ્દી! આ જુઓ! આ કોઈ અજીબ વસ્તુ છે! કમ્પ્યુટર સ્ક્રીન પર એ મને કઈક બતાવી રહ્યો હતો તો હું જોઇને આશ્ચર્ય ચકીત જ થઈ ગયો! એક ઉલ્કા તેજીથી પૃથ્વી તરફ જ આવી રહી હોય છે!"

"ઓમાયગોડ! આની સ્પીડ શું છે?!" બીજા કલિગ ને મેં પૂછ્યું તો એને થોડી ડીટેલ્સ આપી...

"સર... ચોવીસ કલાક! બસ ચોવીસ કલાક માં તો આ ઉલ્કા પૃથ્વી પર આવી જશે!" એને કહ્યું તો હું હેબતાઈ જ ગયો!

"ચોવીસ કલાક!" મેં એ શબ્દો એવી રીતે કહ્યા જાણે કે બસ હવે આ પછી કોઈ દિવસ હોય જ નહિ!

મેં મારા લોકોને એ ઉલ્કા પર નજર રાખવા કહ્યું અને મારા બધા જ સિનિયર ઓફિસર ને કોલ કરવા લાગ્યો! મારી જ જેમ એ લોકો પણ બહુ જ ગભરાઈ ગયા હતા.

"પણ સર... એવું પણ તો થઈ શકે ને કે આપણને જે દેખાય છે એ બસ કોઈ સ્પેસમાં છોડેલ કચરો હોય! જે પૃથ્વીના ઑર્બીટ માં આવી ગયો હોય!" એક ઓફિસર એ તો ઉલ્ટાનો મારી ઉપર જ શક કર્યો!

"તમે એક કામ કરો... એની સ્પીડ ને ધ્યાનમાં રાખીને અહીંથી એક મિસાઈલ ફાયર કરો, એ દૂર સમુદ્રમાં જાય એવું કરો!" એક અન્ય એજન્સીના એક સાઇન્ટીસ્ટે કહ્યું.

"હા... એવું પણ કરીએ... પણ હજી ખબર જ નહિ કે એ કઈ મેટલ(ધાતુ)નું બનેલ છે... જોવાથી તો એવું લાગે છે જાણે કે કોઈ અન્ય જ ધાતુથી બનેલ હોય! જો અમે લોખંડ થી પ્રહાર કરીએ અને એ તૂટે નહિ તો તો એ મિસાઈલ પણ અવળી આપની તરફ જ આવશે!" મેં એમને સમજાવ્યું!

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 2(અંતિમ ભાગ - કલાઇમેકસ)માં જોશો: "હાઈ સર... હું તમારી જ જેમ એક સ્પેસ એજન્સી થી બોલું છું... એક અજીબ વસ્તુ તમારા આકાશમાં જોવા મળી રહી છે પણ ખબર નહિ એ શું છે... મને ખબર છે એ એક યુએફઓ (Unidentified Flying Object - U. F. O.) છે... એમાં એલિયન્સ છે! એ લોકો આવી રહ્યા છે... સર... સર... સર..." જાણે કે કોઈ એને મારી નાંખતું હોય એમ એણે છેલ્લે કહેલું! હું તો વધારે ગભરાઈ ગયો!

"સુહાગ... ક્યાં છે તું?! હમણાં જ આવી જા અહી!" મેં સુહાગ ને બોલાવ્યો.

થોડીવાર માં સુહાગ પણ આવી ગયો. મારી માટે તો જાણે આશાની નવી કિરણ જ બનીને આવ્યો!

"આ જો... ક્યારની આ વસ્તુ એ મને ઉલ્જાવી રાખ્યો છે!" મેં રડમસ રીતે જ કહ્યું. હું ડરેલો હતો.

સુહાગ કમ્પ્યુટર સ્ક્રીનને ધ્યાનથી જોવા લાગ્યો.