A storm of faith in Gujarati Moral Stories by hasu thacker books and stories PDF | વિશ્વાસ નું વાવાઝોડું

Featured Books
Categories
Share

વિશ્વાસ નું વાવાઝોડું

શું વાત છે... ડિયર તું... આજે ડીપ્રેશ લાગે છે, રોનકે તેના પાર્ટનર અજય ને પ્રેમથી પૂછ્યું.
''જવા દે ને યાર, વાતમાં કોઈ દમ નથી'' અજયે નિરાશવદને કહ્યું...
''તો પછી તું પરેશાન કેમ દેખાય છે ?'' રોનકે ફરી અજય ને પ્રશ્ન કર્યો....
પુના શહેર ની સરસ સવાર ના સથવારે સ્કુલ બોયઝ રોનક અને અજય ગાઢ મિત્રો હતા. બન્ને મિત્રો ના ઘર નજીક હોઈ, દરેક જગ્યાએ તેઓ બંને સાથે જ જતાં , એ પછી સ્કૂલ , ટ્યુશન , કે રમવા જવાનું હોય, આ પાકી મિત્રતા કોલેજમાં પણ સાથે જોવા મળતી, બન્નેએ સાથે જ સોફ્ટવેર એન્જીનીયરની પદવી મેળવી ને સાથે જ સોફ્ટવેર એન્જીનીયર બની ગયા અને પછી પુનામાં પાર્ટનરશીપમાં કંપની નું નિર્માણ કરી. બે ત્રણ વરસમાં તો તેમની ફ્રર્મ જામી ગઈ, કમાણી વધતી ગઈ અને બન્નેના ઘેરથી લગ્નની તૈયારી રૂપે કન્યાની શોધખોળ શરૂ થયેલ.
" અજય " દેખાવમાં સામાન્ય લાગતો આ યુવાન , રંગે શ્યામવર્ણ , ભાચર ચહેરો, બેઠી દડી સાથે મોઢા ઉપર ડાઘ દેખાવા ના કારણે સાવ સરળ લાગતો હતો. આમ છતાં પણ તેમની બ્રાહ્મણ જ્ઞાાતિમાંથી દેખાવડી સુંદર કન્યાઓના માંગા આવતા હતા , તો બીજી તરફ
" રોનક " હેન્ડસમ ની સાથે રૂપવાન ચહેરા નો આ માલિક ફેશનેબલ પણ હતો, જેથી કોઇ પણ વ્યક્તિ ને ગમી જાય તેવો આ સુંદર અને દેખાવડો યુવાન જાણે હિન્દી ફિલ્મ નો હીરો જોઇ લો ! આમ
છતાં બન્ને વચ્ચે સરસ મિત્રતા હતી. છોકરીઓ જોતાં જોતાં અજય ના લગ્ન નક્કી થઇ ગયા. તેનું નસીબ તો જુઓ ! તેની ફિયાન્સી
" અંજના " સરસ, દેખાવડી અને આકર્ષક હતી. તેના રૂપ અને દેખાવ આગળ અજય સાવ ફીક્કો પડી જતો.
બે મહિનામાં તો લગ્ન પણ થઇ ગયા. બધાને અદેખાઈ થયા કરતી કે કાગડો દહીંથરું લઇ ગયો.
લગ્નની શરૂઆતમાં તો જુવાનીનો જુસ્સો અને આકર્ષણ હોવાથી છ મહિના સરસ પસાર થયા, પછીથી બન્નેનું લગ્નજીવન લળખડવા લાગ્યું. કદરૂપો અજય હવે જાણે અંજના ને દીઠોય ગમતો ન હતો.તોય અજય ઉત્સાહપૂર્વક અંજના ને પ્રેમ કરતો, પણ અંજના ને અજય નું નજીકપણું ગમતું ન હતું. અંજના પડખુ ફરીને સુઇ જતી. આવી હરકતો જોઈ ને અજયનું દિલ દરેક રાત્રે તુટ તું જતું હતું...
કંપની પુનામાં હોઈ ઘેરથી દુર બંને ભાગીદારો રોનક અને અજય પુના ની રીચ એરિયા માં આવેલ લક્ઝરી ફ્લેટમાં બાજુ બાજુ માં રહેતા હતા. રોનક ના લગ્ન હજુ થયાં ન હોવાથી તે બાજુના નાના ફ્લેટમાં રહેતો હતો.
બે ત્રણ અઠવાડિયા થી અજયને પત્નિ અંજના નાં વર્તનમાં પરિવર્તન લાગ્યા કરતું હતું. દરરોજ શ્રૃંગાર કરીને સજધજ તૈયાર થતી રહેતી તેના યોવન ચહેરા સાથે નું હાસ્ય પરત ફરવા લાગ્યું હતું. અજય ને નવાઇ લાગતા, તે વિચારમાં પડયો કે, આ પરિવર્તન નું કારણ શું હોઈ શકે ?
એક દિવસ સાંજે અચાનક અજય ની તબિયત ઠીક ન જણાતાં તે ઓફિસે થી વહેલો ઘરે જવા નીકળ્યો , ઘેર પહોંચતા ની સાથે ફ્લેટનો દરવાજો ખુલ્લો હોઈ અજય ને ઘર માં પ્રવેશતા જોઈ ને તરત જ અંજના એ ફોન કાપી નાખ્યો. અજય ને શંકા ગઇ 'તે કોની સાથે વાતો કરતી હશે ?' તરત જ અંજના બોલી ઊઠી...અરે ..
એ તો મારી કોલેજ સમયની બહેનપણી નો ફોન હતો અંજનાએ ઠંડે કલેજે જવાબ આપ્યો. અજય વિચારી રહ્યો હતો કે અંજના નો મોબાઈલ હાથ માં આવે તો નંબર જોવા મળે, પ્રયત્ન કર્યો પણ નિષ્ફળતા હાથ લાગી !
અંજના તેનો મોબાઈલ છોડતી જ ન હતી.
બીજા દિવસે રાત્રે પણ અંજના બેડરૂમ માં મોબાઈલ થી અન્ય કોઈ શખ્સ જોડે ગપસપ કરતી હતી , અજય ને ઘર માં પ્રવેશતા જોઈ અને તરત વાતચીત એકાએક બંધ થઈ જતાં. અજયનો શક હવે હકીકત તરફ મજબુત થઇ રહયો હતો, નક્કી અંજના નું કોઈ જોડે લફરું થઇ ગયું લાગે છે. આ ચિંતા અને વિચારો ના કારણે અજય બપોરે ટીફીન માં રહેલ ભોજન પણ કરી શકતો ન હતો. જ્યારે
તેનો પાર્ટનર રોનક લંચ માટે ઘરે જતો , અપરણિત હોઈ મમ્મીના હાથની રસોઇ ખાવા મળતી. આજ પણ રોનકે, અજયને વધારે ચિંતામાં જોયો અને ફરી પ્રશ્નો ચાલુ કર્યા. ' શું છે તારી ચિંતાનું કારણ કહેતો નથી, એટલે એ વાત નક્કી છે કે તું મને તારો અંગત મિત્ર માનતો નથી.'
''ના, એવું નથી, પણ મને લાગે છે કે મારી અંગત વાત તને કરવી કે નહીં ?'' અજયે નિરાશ થઇ જવાબ આપ્યો.
રોનકે પણ 'વાત શું છે, એ તો કહે ? વાતો માં વધારે મોણ નાખ્યા કરે છે ?'
અજયે કહયું ''મને છેલ્લા બે અઠવાડિયા થી અંજના નું વર્તન બદલાયેલું લાગે છે, તેનું કોઈ સાથે લફરું થયું લાગે છે.'' રોનકે કહ્યું.
''શું વાત કરે છે ? હજુ તારા લગ્ન ને સાત આઠ મહીના જ થયા છે ને ભાભીની આવી વાત કરતાં તેને શરમ નથી આવતી ?'' રોનકે ખીજાઈને અજય ને ઠપકાર્યો.
''ભાઈ, હું સાચું કહું છું, મેં તેને બે થી ત્રણ વખત કોઇ જોડે અંજના ને પ્રેમથી વાતો કરતાં સાંભળી છે. છેલ્લા બે અઠવાડિયાથી તેનો મારી સાથે સંબંધ જ નથી.'' અજયે નિરશ અવાજે શંકા જતાવી.
'તું ખોટી શંકા કરવાની રહેવા દે, અંજના જેવી પવિત્ર પત્ની તને ક્યારેય નહીં મળે.' રોનકે ફરીથી તેના પાર્ટનર અજય ને ઠપકાર્યો.
અજય ઠંડો પડી ગયો. તેને મનમાં થયું. મેં પત્ની સામે શંકા કરીને ભૂલ તો નથી કરીને ? તેનું મન ઓફિસ કામમાં લાગતું જ ન હતું.
ભૂખ પણ ન લાગતી ,ઘેર થી આવેલ ટીફીન નું શું કરવું તે વિચારતો હતો. તેવા માં પટાવાળા એ આવીને કહ્યું 'સાહેબ, સીસીટીવી કેમેરાવાળો સર્વિસ માટે આવેલ છે, તરત જ અજય ને વિચાર આવે છે કે ચાલ ને ઘેર પણ નાનકડો કેમેરો એવી રીતે લગાવી દઉં છે કે કોઇને ખ્યાલ ન આવે અજયે વાયરલેસ સીસીટીવી કેમેરા તેના બેડરૂમમાં ફીટ કરાવવાનો આઈડીયા મગજમાં આવી ગયો.
રવિવારે સવારે જ અંજના તેની કાકીને ઘેર ગઇ ત્યારે અજયે તત્કાલ કેમેરાવાલાને બોલાવી ફોટાની ફ્રેમ પાછળ કેમેરા ફીટ કરાવી દીધો. વાયરલેસ કેમેરાના સીડી પ્લેયરને તેના કબાટના લોકમાં ફીટ કરાવી દઈ ને કેમેરા ને સ્ટાર્ટ કરી દીધેલ, કોઇને જરા પણ શંકા ન થાય તે રીતે સેટિંગ ગોઠવાઈ ગયું હવે અંજના ની પોલ પકડાશે, પછી હું રોનક ને બતાવીશ કે જો આ તારી ભાભીના લફરા !
બીજા દિવસે રોનક ઘેર જમવા જતાં પહેલાં અજય ને ઠપકારતો ગયો. 'શું યાર તું અંજના જેવી પવિત્ર સ્ત્રી પર શંકા રાખે છે , શરમાતો નથી ?'
અજયે કરુણતા સાથે કહયું કે 'ના ના, હવે હું કોઈ શંકા નહી કરૂ. બીજા દિવસે અજયે આગલા દિવસની સીડી લાવીને ચાલુ કરી તો સવારે દશ થી એક સુધી કોઈ અવરજવર નહીં, અજય વિચારમાં પડયો, આ શું ?'
પણ પછીનું દ્રશ્ય જોઈને તે ડઘાઈ ગયો, કાપો તો લોહી ના નીકળે તેવી હાલત થઇ સ્ક્રીન પર તેનો પરમ મિત્ર રોનક ને તેના બેડરૂમમાં જતો જોઈ અને અંજના સાથે ની વાતચીત સાંભળીને અજય દંગ રહી ગયો
રોનક કહ્યું 'કાલે તારા વરને બરાબરનો ઠપકાર્યો છે, હવે તારી તરફ જરા પણ શંકા નહી કરે જો જે.'
'મને પણ એજ ડર છે કે અજયને મારી પર શંકા થઇ છે .' અંજનાએ ડરતા ડરતા કહ્યું.... તરત જ રોનકે કહયું
'હા, હા, હા, એ તો શંકા કર્યા કરે, આવા કાળીયા કદરૂપા વરને તારા જેવી રૂપાળી પત્ની હોઈ જ ના શકે' તે દિલચશ્પ વાત કરતા ની સાથે રોનકે અંજના ને બાહુપાશમાં લઇ લીધી. તે પછી ના દ્રશ્યો અજય જોઈ શકે તેવી પરિસ્થિતિ માં ન હોઈ, ત્યાં જ FM પરથી ગીત ચાલુ થયું.
'' બડે બેવફા હે...યે હુસ્ન વાલે... પર તેરી બાત કુછ ઔર હે.. '' અજય ગુસ્સાથી થર થરી રહયો હતો , જાણે એની નજર સમક્ષ બેડરૂમમાં છૂપી રહેલ સીસીટીવી કેમેરો જાણે મંદ મંદ હાસ્ય કરી રહયો હોય તેવો આભાસ અજય ને થઈ રહયો હતો... તોફાને ચડેલા વિચારો એ અજય ની જિંદગી ને વેર વિખેર કરી મુકી, ઝડપભેર આગળ વધી રહેલાં મન રૂપી આ તોફાની વાવાઝોડા એ સાચી મિત્રતા સાથે નું આ વિશ્વાસુ જીવન અજય ને અંધકારમય ગુમનામ શહેર તરફ લઈ ગયું..... બેવફા દોસ્તી નો પ્રેમ...💔