Spiritual and Ideological World Guru - Shri Krishna in Gujarati Philosophy by Manjar books and stories PDF | આધ્યાત્મિક અને વૈચારિક વિશ્વગુરુ - શ્રી કૃષ્ણ

The Author
Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

આધ્યાત્મિક અને વૈચારિક વિશ્વગુરુ - શ્રી કૃષ્ણ

Knowledge is power but proper application of knowledge is more powerful, than only you can meet the success!’
હજારો વર્ષો પહેલા આપણો કાળીયો ઠાકર ‘શ્રી કૃષ્ણ’ એ આ સનાતન સત્યને આચરણમાં મૂકી બતાવ્યુ છે . સામાન્ય ભાષામાં કહું તો કૃષ્ણ એ multi~dimentional અને flexibal છે.
સાધુ થવું તે કરતાં સીધા થવું એવું કૃષ્ણ જ શીખવાડી શકે છે. દરેક વ્યક્તિ એ કૃષ્ણનું રૂપ, એમની રૂપરેખા જુદી જ જણાય છે. રાધા,રુક્મિણી, સુદામા, વિદુર, અર્જુન, ભીષ્મ, દુર્યોધન, શકુની હોય કે પછી નરસિંહ મેહતા, મીરાં, સુરદાસ કે ગાંધીજી હોય કે મારા અને તમારા જેવા સામાન્ય મનુષ્ય હોય! બધાયના મનોહ્રદયમાં કૃષ્ણ અલગ અલગ રીતે સમ્મિલિત છે. બધાં માટે કૃષ્ણ એ અનેરું વ્યક્તિત્વ છે હતું અને રેહશે!
મારી દ્રષ્ટિ એ કૃષ્ણની પ્રતિભા ભલે પ્રાચીન હોય પણ ઉપદેશ હમેશા અર્વાચીન જ લાગે છે. જે હમેશા યુદ્ધાત્વ અને બુદ્ધત્વ નો પરિચય કરાવે છે .જેનું જીવન ઉદાસીન નહિ પણ ઉત્સવનું દર્શન કરાવે, જે પોતે ideal નહી પણ practical હોય જેની પૂજા નહિ પણ પ્રેમ કરવાનું મન થાય તે કૃષ્ણ છે .
અન્ય અવતારી પુરોષોએ થીયરીયો આપી છે . કૃષ્ણ ના કોઈ વાદ , મત કે વિચારધારાઓ નથી. દરેક કૃષ્ણભક્તો તેને પોતાની રીતે ભાજી શકે છે. બાંસુરી વાળા symbol એકમાત્ર musical and dancing god . જેમને નૃત્ય,સંગીત,રમુજ પ્રિય છે એટલા જ તત્વજ્ઞાન અને રાજ નીતિ!
જેણે હમેશા સંગઠન નો જ મહિમા ગયો છે . મુખપર સ્મિત અને દિમાગમાં દાવપેંચ એમની ખાસિયત છે . ઘસાઈને પણ ઉજળા થઈએ. જી હા ! કૃષ્ણે ખુબ સુખ આપ્યું છે વ્રજની ગોપી , મથુરાના યાદવો , પાંડવો કે પાંચાલી , સાંદિપની કે સુદામા, અર્જુન કે બલરામ બધાં સુધી . કોઈને આપતીમાં જોઇને તેની સહાય , સમર્પણથી સેવા, બાંસુરી ની ધૂનથી, ઉપદેશના વચનોથી, હૃદયના પ્રેમીથી, રક્ષણના શૌર્યથી , સ્મિતથી, સુદર્શન ચક્રથી, ..............મારા મુરલીધર ના મુકુટ ના મોરપીંછ જેવી મેઘધનુષી કૃપા વર્ષી .
મહાભારતના અનુસાશન પર્વમાં ઋષિ દુર્વાસાએ પ્રસન્ન થઇને કૃષ્ણને આશીર્વાદ આપતા કહ્યું છે કે “જ્યાં સુધી અન્નમાં ભાવ રહેશે ત્યાં સુધી માનવજાતને તારા પ્રત્યે પણ ભાવ રહેશે જ!” આ આશીર્વાદ સંપૂર્ણપણે સચ્ચા પડ્યા. જગતની દરેક સમૃદ્ધ વિચારશક્તિ અને પ્રગતિશીલ પ્રજાને પોતીકા લાગે એવા ‘Larger than life’ કાલ્પનિક ‘superhero’ ની જરૂર છે.
પણ ભારતના ‘superhero’વર્ષો થી જ શ્રીકૃષ્ણ જ રહ્યા છે . કોઈ વાર્તા, ફિલ્મ કે વાસ્તવિક વીરનાયક તેમના સ્થાનની નજીક ની દાવેદારી નોધાવી શક્યું નથી. ભારતીય સંસ્કૃતિના અન્ય તમામ ચરિત્રો આદર્શ મર્યાદા ના પાલક છે. રૂઢિઓને અનુસરવાનું ગૌરવ મળ્યું છે, પણ કૃષ્ણ પરંપરા ભંજક છે, માનવતાનું ખંડન કર્યું છે. અસત્ય બોલે છે, સકારણ, શૃંગાર કરે છે પણ વિલાસ નહિ , યુદ્ધ કરે છે પણ હિંસા નહિ ,પાઠ પ્રદર્શન માં મને છે પણ આંધળા અનુકરણ માં નહિ. કૃષ્ણ એ તળિયાથી ટોચ સુધીની વ્યક્તિને , પોતાના દલાલ કે એજટો જેવા સાધુ બાબા કે અલગ અલગ સંપ્રદાયના વડાઓની મદદ વિના સમજાય તેવાં ‘લોકાભિમુખ’ ભગવાન છે. શ્રીકૃષ્ણ એમના સમયથી આજ સુધીના શ્રેષ્ઠતમ રાજનીતિજ્ઞમાં ના એક છે. પણ એમને સત્તા કે રાજ સિંહાસન નો મોહ નથી. એમની રાજનીતિ પોતાના કે પાંડવો માટે નથી. ધર્મ, સત્ય અને પ્રજા માટે છે . આવી જ રાજનીતિ ચાણક્ય અને ગાંધીજી એ અપનાવી.
કૃષ્ણ situation મુજબ judgement લે છે. Judgemental બની situation ને oneway નિહાળ્યા નથી. કૃષ્ણ મીડીએટર, મોટીવેટર અને મેનેજર પણ બન્યા છે. કર્ણના સેનાપતિ પદ પછીનો હાહાકાર, મૌન અર્જુનનો તપારો જોઇને ખસ્યા નથી. કણૅના ને કારણે યુધિષ્ઠિર અને અર્જુનના વિચારયુદ્ધ ને વાળવા માટે કૃષ્ણ મિડીએટર બન્યા અને સત્ય ની ઉત્તમતા સમજાવી.
કૃષ્ણની ખૂબી જગજાહેર છે. તેઓ multidimentional and flexibal છે. કોઈપણ પરિસ્થિતિ માં ભાગ્યેજ પોતાની ધીરજ ગુમાવી છે. જ્યાં બાંસુરીથી થી હૃદય જીતે છે ત્યાં ચક્રનો ખોટો ઉપયોગ કરતા નથી. જ્યાં ચક્ર વાપરી દિમાગને કબજે કરવાનો છે ત્યાં બાંસુરી વગાડવામાં વખત બરબાદ કર્યો નથી. જે ભાષામાં ગોપી સાથે વાત થાય તે જ ભાષામાં પૂતના સાથે ન થાય. આદર્શ leader આવો જ હોવો જોઈએ. બરફ અને અગ્નિ, પ્રેમ અને પડકારના perfect combination વાળો! જે સાચું બોલવામાં ના શરમાય, જેને ક્યારે કેટલું ન બોલવું એની પણ ખબર પડે, જે વચ્ચે પડતાં પહેલા પોતાના resources નો ઉપયોગ કરી પૂરી માહિતી બધી બાજુ થી મેળવી લે, નુકસાન નો અંદાજ બાંધે ને બધાનો boss બનવાના ઉધામા ના કરે . પણ પોતાની પાસે solutions એવા તૈયાર રાખે કે આપમેળે બધાં તેની મદદ લેવા દોડે એને પોતાના માથા પર બેસાડે . Value ,ethics અને social responsibilities કૃષ્ણ માટે seminar માં ભાષણ નો નહિ પણ આચરણનો વિષય છે. વિશ્વનું first motivational discussion (જે સ્પીચ નથી,પણ સવાલ જવાબો છે.) ભાગવત ગીતા રૂપે આપનારા કૃષ્ણ એમાં જ કહે છે ‘જે જ્ઞાની છે તેઓ યુક્તિપૂર્વક રાગી~વૈરાગી હોય છે તેમને કર્મ કરાવવા અને કરવાં!’ leadership ની વ્યાખ્યા આપતું આથી પ્રાચીન વાક્ય છે બીજે ક્યાંય? ગીતામાં મિત્રભાવે અર્જુને પૂજ્યા

છે,માટે ગીતા કેવળ આદેશ કે ઉપદેશ નહિ પણ સવાલ~જવાબ, કારણ અને ઉપાય શંકા અને સમજુતી નો સવાંદ છે. ૨૧મી સદીનું ધર્મપુસ્તક ચુકાદા આપે તેવું નહિ પણ ચર્ચા જગાવે તેવું હોવું જોઈએ. For that Geeta is hit!
કૃષ્ણ પૂર્ણાવતાર છે, કારણ કે તે મસ્તીખોર છે, મહાજ્ઞાની છે, મિત છે, મહારથી પણ છે, કૃષ્ણ અભય અને મૌલિક છે. કૃષ્ણ ફન્ડા simple અને practical છેઃ-
Krishna is reason and season for everyone. Krishna is smart art for every heart. Krishna is evolution, revolution and ultimate solution.
મેઘા સંપત ‘માંજર’ 🌱