Nyara of the world - 2 in Gujarati Fiction Stories by CA Aanal Goswami Varma books and stories PDF | વિશ્વ ની ન્યારા - 2

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વિશ્વ ની ન્યારા - 2

અંક - ૨


ચાર એક વાગ્યે એક પોલીસ વાન આવી અને એમણે કોલ કરતા એમ્બ્યુલન્સ આવી. વિશ્વ અને ન્યારા ને એમ્બ્યુલન્સ માં બેસાડવા માટે જ્યારે સ્ટ્રેચર પર મુકવામાં આવ્યા ત્યારે સહેજ આંખો ખોલી ને કણસતી હાલતમાં ન્યારા વિશ્વ, વિશ્વ બોલતી રહી. એનો અવાજ સાંભળીને ને બોલ્યો હોય એમ વિશ્વ ન્યારા હું અહીંયા છું, ન્યારા, મને માફ કર હું તને ના બચાવી શક્યો, આવું તૂટક તૂટક બોલ્યો અને એનો અવાજ બંધ થઈ ગયો. ન્યારા ક્યાંય સુધી વિશ્વ, વિશ્વ બોલતી રહી.


પુરા ૨૪ કલાક પછી જયારે ન્યારા ને હોશ આવ્યો ત્યારે એની બાજુ ના બેડ પર એને વિશ્વ ને જોયો. એના મોઢા પર, હાથ પર અને પગ પર પાટા બાંધેલા હતા. જમણો પગ પાટો બાંધીને લટકાવેલો હતો. ગાલ ને છોડીને આખા મોં પર ઘસરકા હતા . માથા માંથી ખૂબ લોહી વહી ગયું હશે એટલે જ પાટા માંથી થીજી ગયેલું લોહી દેખાતું હતું. આ ન જોવાતા ન્યારા જેવું પડખું ફરવા ગઈ કે યોની માં થતા દર્દ થી ચીસ પાડી ઉઠી. ન્યારા ને યોની ના ભાગે સખત દર્દ હતું. દવાની અસર છતાં એનાથી લગભગ ચીસ પડાઈ ગઈ. એના આખા શરીર એ ઉઝરડા પડેલા હતા. એને ભાન માં જોતા, નર્સ બહાર ઉભેલા વિશ્વ અને ન્યારા ના મમ્મી પપ્પા ને અંદર બોલાવે છે.

પોતાની માં ને જોઈને ને ન્યારા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. અને એની જોડે એની માં અને સાસુ પણ રડી પડ્યા. એક સ્ત્રી ની પીડા બીજી સ્ત્રી જ સારી રીતે સમજી શકે. એના રુદન થી બંને પપ્પા પણ પોતાના આંસુ ઓ ને ખાળી ન શક્યા. વિશ્વ્ હજી પણ તંદ્રા માં હતો. મન ખાલી કરીને રડ્યા પછી ન્યારા ને થોડું સારું લાગ્યું. નર્સ પણ રડી ઉઠી. ન્યારા ને આરામ મળે એટલે એણે બધા ને બહાર બેસવાનું કહ્યું. બધા બહાર જતા ન્યારા આંખો બંધ કરીને સુવા માટે પ્રયત્ન કરવા લાગી. ઊંઘી રહેલા વિશ્વ ને જોઈ રહી.


એની નજર સામે વિશ્વ્ ની આંખો ફરી રહી જેમાં એણે દર્દ અને લાચારી જોઈ હતી. વિશ્વ્ માર ખાઈ રહ્યો હોવા છતાં બેભાન થયો ત્યાં સુધી ન્યારા ને બચાવવાના પ્રયત્નો કરતો રહ્યો હતો. પોતાની પત્ની ને આમ ગુંડાઓ થી પીંખાતી કયો પુરુષ જોઈ શકે? પણ વિશ્વ્ એ આ બધું જોવું પડ્યું. કેટલા ધમપછાડા કર્યા એણે પણ તોય એ ન્યારા ને ન બચાવી શક્યો. શું વિશ્વ્ આ બધું ભૂલી શકશે? શું મને ફરીથી જોશે તો એને આ હકીકત યાદ નહીં આવે. વિશ્વ્ મારા માં એ પહેલા ની ન્યારા જોઈ શકશે ? શું હું ક્યારેય આ બધું ભૂલી શકીશ ? આમ વિચારતા જ ન્યારા ગઈ કાલ માં પહોંચી ગઈ. એ ગોઝારી યાદ માં જેને એના અસ્તિત્વ ને હલાવી નાખ્યું હતું. એની અસ્મિતા ને ચીરી નાખ્યું હતું. એ ઘટના એ એટલા ઘા કર્યા હતા કે એમાંથી બહાર નીકળવું હવે લગભગ અશક્ય હતું. હજી એ આઘાત માં જ ન હતી. દવા ની અસર હેઠળ, ઘેન હોવા છતાં એ પોતાના પર થયેલા બળાત્કાર ને જાણે ફરી અનુભવી રહી હોય એમ તરફડી રહી. એને લાગ્યું કે બે હાથ એની તરફ આવી રહ્યા છે એના સન્માન ના લીરેલીરા કરવા, એની આબરૂ ને ફરી થી નિવસ્ત્ર કરવા. એને બહુ જ જોરથી ચીસ પાડવા નું મન થયું. ઉઠી ને ભાગવાનું મન થયું. પછી અચાનક ખ્યાલ આવ્યો કે જે થવાનું હતું એ થઇ ગયું છે અને એ રડવા માંડી. પોતાના રુદન થી વિશ્વ્ ઉઠી ના જાય એ ડર થી એણે બ્લેન્કેટ મોઢા ઉપર નાખી દીધું પણ હકીકત એમ થોડી બદલાઈ જાય.


ક્યાંય સુધી એમ રડ્યા પછી એ વિશ્વ્ ને જોવા ફરી પડખું ફરે છે. વિશ્વ ને જોતા જોતા, દવા ની અસર હેઠળ એ થોડી વાર માં આંસુ ઓ થી ખરડાયેલા ચહેરે પાછી સુઈ જાય છે..

દશ એક કલાક બેભાન રહ્યા પછી, વિશ્વ ગાઢ નિંદ્રા માંથી જાગતો હોય એમ ગભરાઈને આંખો ખોલે છે અને ન્યારા ને શોધતો હોય એમ આમ તેમ ડાફોળીયા મારે છે. એને એટલું યાદ હતું કે એ ઝઝૂમી રહ્યો હતો પોતાની ન્યારા ને બચાવવા માટે પણ ...પણ એની નજર સામે એની ન્યારા પીંખાતી રહી. ખૂબ સામનો કરવા છતાં પોતે કઈ જ ન કરી શક્યો અને માથા માં કંઈક બોથડ પદાર્થ પડતા બેહોશ થઇ ગયો. હવે જયારે આંખો ખુલી તો પોતે અહીંયા હોસ્પિટલમાં હતો.પોતાની ડાબી બાજુ ના પલંગ પર આંસુ ખરડાયેલા ચહેરે સુતેલી ન્યારા ને જોતા વિશ્વ રડી પડે છે. એ ન્યારા ને ધ્યાન થી જુવે છે. એના હાથ પર ઠેર ઠેર છોલાયા ના નિશાન હતા અને ગાલ અને હોઠ ની આસપાસ ઉઝરડા હતા. એના મન પર કેટલા ઉઝરડા પડ્યા હશે એનો તો અંદાજો લગાવો પણ શક્ય ન હતો. કઈ સ્ત્રી પોતાના પતિ ની સામે આમ પોતાને બેઇજ્જત થતી જોઈ શકે? કઈ સ્ત્રી પોતાના એ પતિ ને સ્વીકારી શકે જે એની ઈજ્જત બચાવી ન શક્યો. શું ન્યારા એને માફ કરી શકશે? શું ન્યારા એને અપનાવી શકશે ? પોતે પુરુષ થઈને પોતાના માટે સમર્પિત સ્ત્રી ની ઈજ્જત ના બચાવી શક્યો તો શું એ સ્ત્રી એ મને પતિ માનવો જોઈએ ? પોતે જ પોતાની જાત ને માફ નથી કરી શકતો, તો શું ન્યારા માફ કરી શકશે મને ? આ સવાલ થી વિશ્વ નું માથું ફાટી ગયું.


વધુ આવતા અંકે...............