The Corporate Evil - 47 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-47

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-47

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-47
નીલાંગી બીયર પી રહી હતી અને નીલાંગ આવી ગયો. એણે નીલાંગીને પૂછ્યું કેમ અચાનક મૂડ બની ગયો ? કેમ એવું શું થયું ? નીલાંગીએ કહ્યું આજે તારી સાથે બધુંજ શેર કરીને મારે હલકા થવું છે તને ખુશ કરી દઊં આપણે હમણાંથી ઝગડ્યાજ કરીએ છે. મળ્યા પણ નહોતા તો જરા મૂડ બનાવવો હતો. મારોજ નહીં તારો પણ...
નીલાંગે પણ બીયર પીધી અને એક સાથે પુરી કરી દીધી બીજી ઓર્ડર કરી સાથે પીઝા મંગાવ્યાં બંન્ને જણાએ પેટ ભરીને પીધું અને જમ્યાં. નીલાંગીએ કહ્યું હવે બસ મારી લીમીટ આવી ગઇ છે. નીલાંગે કહ્યું હું બે ટીન લઇ લઊં છું સાથે રાખુ છું દરિયેજ જઇએ છે ત્યાં બેઠાં બેઠાં વાતો કરીશું હું બીયર ગટગટાવીશ ઘણાં સમયે મેં બીયરને હાથ લગાવ્યો છે.
નીલાંગીએ બે ટીન ઓર્ડર કર્યા અને બીલ મંગાવી લીધુ બેઠો બીલ અને બે ટીન પેક કરીને લાવ્યો. નીલાંગ પૈસા ચૂકવવા માંડ્યો નીલાંગીએ કહ્યું "નો નીલુ આઇ વીલ પે. પ્લીઝ આ ટ્રીટ મારા તરફથી છે. નીલાંગ આર્શ્ચથી જોઇ રહ્યો. એને એણે કીધું ઓકે નીલાંગીએ પર્સમાંથી પૈસા કાઢી ચૂકવી દીધાં.
નીલાંગ અને નીલાંગી ત્યાંથી નીકળ્યાં અને ફુટપાથની બાજુમાં કોર્નર પર ભૈયાજીનો પાનનો ગલ્લો આવ્યો. નીલાંગીએ કહ્યું પાન બંધાવ પ્લીઝ નીલાંગે કહ્યું તું અહીં ઉભી રહે હું લઇને આવુ છું ત્યાં બધાં પુરુષોની ભીડ છે. નીલાંગી કંઇક બોલવા ગઇ પણ નીલાંગ ત્યાં સુધીમાં ગલ્લે ગયો અને ભૈયાજીને કહ્યું બે બનારસી 120નાં પાન બનાવો અને ભૈયાજીએ ભીના કાથામાં મસ્ત બે બનારસી 120નાં પાન બનાવી બાંધી આપ્યાં. નીલાંગે 4 સીગરેટ પણ લીધી બધુ લઇને પૈસા ચૂકવી નીલાંગી પાસે આવ્યો.
નીલાંગે કહ્યું બાઇક પર સામે જવુ છે કે ચાલતાં ? નીલાંગી ? કહ્યું અહીંજ રહેવા દે બાઇક સેઇફ છે આપણે સામેજ છે દરીયો ચાલતા જઇએ પ્લીઝ.
નીલાંગે કહ્યું ઓકે અને નીલાંગીએ નીલાંગનો હાથ પકડી લીધો અને બંન્ને સાવચેતી પૂર્વક રોડ કોસ કરીને દરિયા કિનારે આવી ગયાં. નીલાંગે ભીડ જોઇને કહ્યું ચાલ પેલી તરફ અહીં ઘણી ભીડ છે. બંન્ને ભીડ વટાવીને આગળ ગયાં થોડું ચાલી જ્યાં ભીડ નહોતી એવી એકાંત જગ્યાએ બંન્ને જણા બેસી ગયાં નીલાંગી હાથથી રેતીનો ઢગલો જેવો બનાવી એનો ટેકો ટેકો લઇને બેસી ગયો. નીલાંગી એની બરોબર બાજુમાં બેસી ગઇ. નીલાંગે કહ્યું શાંતિથી બેસ હવે અને એણે ઘડીયાળમાં જોઇને કહ્યું ઘણો સમય છે આપણી પાસે. ઘણાં સમયે આજે શાંતિથી વાત કરીશું. પછી એણે એક પાન ખોલીને કાઢ્યુ એણે એનાં મોઢામાં પાન મૂક્યું અડધુ. બહાર રાખ્યુ અને બોલ્યો આ તારાં ભાગનું તું અહીંથી લઇલે.. નીલાંગીએ નિલાગંના ચહેરાં પાસે ચહેરો લાવી એનાં મોઢામાંથી અડધુ રહેલું બહાર જે પાન હતું એ ખાવા મોં ખોલ્યુ અને બચકુ ભર્યુ નીલાંગે થોડું પાન જવા દીધુ. અને નીલાંગીનાં હોઠ પર હોઠ મૂકી દીધાં બંન્ને જણાં પાનનાં રસ સાથે પ્રેમરસ ચૂસી રહ્યાં પછી નીલાંગીએ પાન ચાવતા કહ્યું બહુ લૂચ્ચો પણ આવી રીતે પાન ખાવાની મજા આવી ગઇ બંન્નેનાં હોઠ અને હડપચી બધુ લાલ લાલ થઇ ગયું બંન્ને જણાં એકબીજાની સામે જોઇને હસી પડ્યાં. નીલાંગે કહ્યું વાહ મજા આવી ગઇ.
પાન ખાધાંની થોડીવાર પછી નીલાંગી કહે અરે મને ચક્કર જેવું કેમ આવે છે ? પાનમાં શું નંખાવેલું તે ? નીલાંગે હસતાં હસતાં કહ્યું એમાં તમાકુ હતું. મસ્ત 120.. નીલાંગીએ કહ્યું ઓહ એટલે મને અસર થઇ.
નીલાંગે કહ્યું કેમ બીયરનો નશો ઓછો હતો આનાં કરતાં ? નીલાંગીએ કહ્યું જે હતું એ પણ મજા આવી ગઇ એમ કહીને નીલાંગને વળગીને વ્હાલ કરવા માંડી.
નીલાંગે એને છાતીએ રાખી સામે વ્હાલ કરવા માંડ્યુ દરિયાનો મીઠો ઠંડો ઠંડો પવન આવી રહેલો બંન્ને જણાં ક્યાંય સુધી એમજ વ્હાલ કરતાં બેસી રહ્યાં. પછી નીલાંગીએ સરખા બેસીને કહ્યું "કેમ મજા આવીને ? તારો ગુસ્સો ઉતરી ગયો છે ને ?
નીલાંગે કહ્યું મને ગુસ્સો જ ક્યાં આવેલો ? તારાં ઉપર ગુસ્સો કરીને શું કરું ? તું તો મારું સર્વસ્વ છે. એમ કહીને એનાં ગાલ પર કીસી કરી લીધી.
નીલાંગીએ કહ્યું "તું મારાં કામ પર વ્હેમ લાવે છે મને નથી ગમતું નીલુ હું બધુ સંભાળીનેજ કામ કરુ છું હું મારી જાત, સંભાળીશ ચિંતા ના કર અને જેમ તું તારુ કામ કરે છે એમ હું કરું છું બી પ્રોફેશનલ ડાર્લીંગ નીલાંગીએ આગળ વાત કરતાં કહ્યું "જો નીલુ આપણે બંન્ને સાવ સામાન્ય કુટુંબમાથી આવીએ છીએ કામ કરવાનુંજ છે એ નક્કી છે મને કોઇ સારાં પૈસા કમાવાની તક મળે હું કરી લઊં છું એમાં ખોટું શું છે ? તું પણ કામ કરેજ છે ને ? મારે પૈસાની જરૂર છે ઘણી વીશ પુરી કરવાની છે મારે મારાં ઘરની જવાબદારી મારેજ ઉપાડવાની છે મારે કોઇ બીજો ભાઇ કે બહેન નથી અને હવે ઘરનાં ખર્ચા મારેજ ઉપાડવાનાં છે. બહુ ગરીબી સહન કરી છે હવે તો થોડાં પૈસા કમાઇ લેવા દે પછી બધુંજ છોડી દઇશ.
નિલાંગ બધુજ સાંભળી રહેલો. એણે નીલાંગીને બોલવા દીધી પછી કહ્યું તું કામ કરે એનાંથી મને ક્યાં વાંધો છે ? પણ તારો ઉપયોગ ના થાય તું ક્યાંય સપડાઇ જાય નહીં એનું ધ્યાન રાખુ છું હું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે ? અને તને પૂછવામાં તને ખરાબ લાગે છે. મેં તને એટલું માત્ર પૂછ્યુ તું કોની સાથે ક્યાં જાય છે રોજ, શું કામ કરે છે ? તેં મને કહી દીધુ તારે જે કરવું હોય એ કર હું મારું કરી લઇશ તને વિશ્વાસ ના હોય તો મને ફરી ના મળીશ.
આવું કહીને છેલ્લે પાટલે બેસી ગઇ પછી મેં તને કંઇ પૂછ્યુ નથી તને ફોન કર્યો કે મળવા આવ્યો ? તને કંઇ અસરજ નથી અને તને કોઇ ફરકજ નથી પડતો.
તું ક્યાંક ફસાઇ ના જાય એટલેજ હું... નીલાંગ બોલતો હતો અને નીલાંગીએ કહ્યું "ના તું મારાં સ્વમાન પર ઘા મારે છે તું મારાં પર શંકા કરે છે એ મને નથી ગમતું એટલેજ એ દિવસે મારાંથી એવું કહેવાઇ ગયેલું સોરી નીલુ... ?
નીલાંગે કહ્યું "હું તને પૂછું એમાં શું થઇ ગયું તારું સ્વમાન ઘવાઇ ગયું ? તને ખબર છે ? શ્રોફ બહુ મોટી પહોચેલી માયા છે ભલે એ ગમે તે વાત કરતાં હોય પણ મેં એની બધી તપાસ કરી છે એનાં મોટાં ભાગનાં ટ્રાન્ઝેકશન બે નંબરનાંજ હોય છે તું ક્યાંક ફસાય નહીં એટલેજ હું તને પૂછું છું.
નીલાંગી થોડીવાર ચૂપ રહી પછી બોલી એવું કંઇ નથી મોટાં ઘંધાવાળાને બધું કરવું પડે એ લોકો સાથે સાથે એમનાં પૈસા ઇન્વેસ્ટ કરેલાં હોય અને જોખમ પણ મોટાં લેતાં હોય છે પણ એમાં આપણે શું ? એમનો ધંધો છે એમને જેમ કરવું હોય એમ કરે ધ્યાન રાખવા માટે ગર્વમેન્ટનાં બધાં ડીપાર્ટમેન્ટ છેજ. અમને કામનાં પૈસા મળે છે ને કામ કરીએ છીએ હું એકલી નહીં કેટલાય માણસો કામ કરે છે. હું નહીં કરું તો બીજો કરશે એમનું કામ બંધ નથી થવાનું પૈસા ફેકશે બીજા માણસો મળી જશે. હું કરું છું અને પૈસા લઊં છું એમાં ખોટું શું છે ? સમજાવ મને.
નીલાંગને મનમાં થયું એણે મનમાં બધું ગોઠવીજ દીધુ છે એનું કામ જસ્ટીફાય કરીને મનેજ ખોટો સાબિત કરી રહી છે. નીલાંગે બીયરનું ટીન તોડીને મોઢે માંડ્યુ થોડીવાર બંન્ને જણાં ચૂપ થઇ ગયાં પછી નીલાંગે કહ્યું જો નીલો હું તને એક વાત સમજાવી દઊં તદ્દન સ્પષ્ટજ આ દુનિયામાં અને ખાસ કરીને આ પ્રોફેશનલ દુનિયામાં ગીવ એન્ડ ટેકનો વ્યવહાર હોય છે તમે "કંઇક" એવું કરી આપો એનાં તગડાં પૈસા ચૂકવાય. તને 50K એવાં "કોઇક" કામનાંજ ચૂકવાયા અને એ કામ એવું હતું કે જે ખોટું હતું હું એટલેજ તને પૂછી રહેલો.
આ પ્રોફેશનલ્સ તમારો ક્યારે ઉપયોગ કરી નાંખશે તમને ખબર પણ નહીં પડે. હું પુરુષ છું હું બધુંજ જાણું છું આ દુનિયા પુરુષ પ્રધાન છે ભલે સ્ત્રી સરખે સરખી કામ કરે ખભાથી ખભો મિલાવી આગળ વધી રહી હોય એવી ગુલબાંગો અને પ્રોપોગેન્ડા ચાલે છે પણ અંતે સહન સ્ત્રીએજ કરવાનું છે.
પુરુષ એ પુરુષજ રહેવાનો એ સ્ત્રીને વાપરવાની વસ્તુજ સમજે છે અને લાલચ અને દેખાડો કરતો આ સમાજ તમને જરૂર હશે ત્યારે તમારી મદદે નહીં આવે પણ એવા સમયે ઉપરથી તમને પ્રશ્ન કરશે તું સ્ત્રી હતી કેમ તું મર્યાદામાં ના રહી ? ધંધામાં સ્ત્રીઓનો ઉપયોગ દારૂની બોટલની જેમ થાય છે જેમ... પછી ટીન આખું પીને એણે ફેંકી દીધુ અને પછી કહ્યું "જો આ બીયર પીને ટીન ફેંકી દીધુ ને એમ તમને ફેંકી દેવાશે એ યાદ રાખજો મનમાં તમે ગમે તેવી ફીશીયારી પાળો પોષો છો પણ તમે તો પુરુષનાં હાથમાં રમતી "વસ્તુ" કઢપૂતળીજ છો એ એનાં કામ કઢાવી લેશે... તમારું શરીર પણ અભડાવી પ્રેમનું નાટક કરી ચૂસીને ફેંકી દેશે અથવા બહુ વચ્ચે આવશો તો મારી નાંખતાં વિચાર નહીં કરે એ આ સમાજમાં પુરુષ સૌથી મોટો રાક્ષસ છે... ત્યાં નીલાંગીએ પૂછ્યું તો તું શું...
વધુ આવતા અંકે --- પ્રકરણ-48