The Corporate Evil - 45 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-45

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-45

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-45
નીલાંગી અમોલ સાથે નવી ઓફીસ જવા નીકળી ગઇ હતી. એ લોકો વાતો કરતાં નવી ઓફીસ પહોંચી ગયાં હતાં. નીલાંગીતો ઇમ્પોર્ટેડ કાર એની લકઝરી બધુ જોઇને નવાઇ પામી ગઇ હતી એને થયું પૈસાવાળાનો રોબજ જુદો છે. એ કારણ-અકારણ ખેંચાઇ રહી હતી. અમોલ એને ત્રાંસી નજરે માપી રહેલો જેનાથી નીલાંગી સાવ અજાણ હતી.
નવી ઓફીસમાં બીલ્ડીંગ આવી ગયાં અમોલે 10 માળ સુધી ગાડી લીધી ત્યાં સુધીનો ડ્રાઇવે અને પાર્કીગ હતું નિલાંગીની આંખો જ પહોળી થઇ ગઇ હતી એનાં જીવનમાં પ્રથમવાર બધું જોઇ રહી હતી. ત્યાં ગાડી પાર્ક કરી બંન્ને ઉતર્યા અને ત્યાંથી એની ઓફીસમાં જ લીફ્ટ જાય એવી વ્યવસ્થા હતી એની પર્સનલ લીફ્ટમાં બંન્ને જણાં લીફ્ટમાં પ્રવેશ કર્યો અને અમોલે બટન દબાવી કહ્યું "આ આપણી પર્સનલ લીફ્ટ છે જે સીધી આપણી ઓફીસમાંજ ખૂલશે. અને 36માં માળે ઓફીસ તરફ લીફ્ટ ગતિ કરી રહી હતી અને નીલાંગીનાં મનમાં વિચારો દોડી રહેલાં... વાહ કેવી ઓફીસ હશે આટલી બધી લકઝરી ?
36માં માળે લીફ્ટમાં સ્ક્રીન પર નામ બ્લિન્ક થયું કે ઓફીસ આવી ગઇ લીફ્ટ ઉભી રહી એટલે ઓટોમેટીક ડોર ખૂલ્યો અને સીધી ઓફીસમાં લીફ્ટ ખૂલી. નીલાંગીએ કહ્યું ઓહ સીધી ઓફીસમાંજ લીફટ ?
અમોલે કહ્યું "આ મારી પર્સનલ લીફ્ટ છે અને સીધી મારી ચેમ્બરમાંજ ખૂલે. ઓફીસમાં પ્રવેશ કર્યા પછી તો નીલાંગીની આંખો ચકાચોંધ થઇ ગઇ ઓહ આટલી વિશાળ ચેમ્બર જેમાં બધીજ વ્યવસ્થા હતી એ ચારેતરફ જોઇ રહી હતી અમોલે ચાલ આવ હું તને બધું બતાવુ એમ કહીને નીલાંગીને અંદર લઇ ગયો.
ચેમ્બરમાંથી પડતી બાલ્કની ત્યાંથી સીધો દરિયો દેખાતો હતો પછી ત્યાં પેન્ટ્રી, ટોયલેટ, વોશરૂમ, બેડરૂમ, મીટીંગરૂમ એની પર્સનલ ચેમ્બર પછી એમાંથી નીકળી બહાર વિશાળ ઓફીસ જેમાં સ્ટાફ બેસવાનો હતો જેની લીફ્ટ અલગ થી હતી.
નીલાંગીએ કહ્યું સર આ ઓફીસ છે કે મોટું એપાર્ટમેન્ટ ? અહીંતો બધીજ સગવડ છે વાહ અહીં કામ કરવાની કેવી મજા આવે ?
અમોલ એને માપી રહેલો એણે કહ્યું મારી ચેમ્બરની બાજુમાંજ તારી કેબીન છે કેબીન શબ્દ વાપર્યો પણ એ પણ ઘણી મોટી હતી એની અંદરનું ફર્નીચરને બધુ જોઇ નીલાંગી મનમાં ને મનમાં ખૂબ ખુશ થઇ રહી હતી. અમોલને કોઇ ફોન આવ્યો એટલે સ્ક્રીન પર નામ જોઇ બોલ્યો નીલંગી તું આખી ઓફીસ જોઇ લે અને ખાસ તારી કેબીન એમાં કંઇ વધારે ફેસીલીટી જોઇએ તો કહીદે એ પણ થઇ જશે હું ફોનમાં વાત કરી લઊં.
અમોલ વાત કરવા એની ચેમ્બર તરફ આવ્યો નીલાંગીતો ઓફીસમાં ફરવા માંડી એને થયું સારું થયું મેં ના ના પાડી અહીં કામ કરવાની કેવી મજા આવશે. અચાનક નીલાંગનો ખ્યાલ આવ્યો એને થયું નીલાંગ ઓફીસ જોશે તો ચક્કર ખાઈ જશે. પછી એ એની કેબીનમાં ગઇ ત્યાં એનુ મોટુ ટેબલ -રેક-ખુરશી સામે મોટો સોફો અને મોટી ફલોર સુધીની વીન્ડો જેમાંથી સામે સફાટ સાગર દેખાતો હતો એ તો લોકેશન અને વ્યવસ્થા જોઇને જાણે ગાંડી થઇ ગઇ એને થયુ એક દિવસમાં તો આખી ઓફીસ જોવી શક્યજ નથી.
ત્યાંજ અમોલ આવી ગયો એણે કહ્યું "જોઇ લીધી તેં તારી કેબીન ? કંઇ ખૂટે છે ? રીક્રેશનમેન્ટ માટે પણ પેન્ટ્રીમાં બધી વ્યવસ્થા છે અહીં બસ ખંતથી કામ કરજે અને મને મારાં કામમાં સહકાર આપજે.
નીલાંગીએ કહ્યું "સર કંઇ ખૂટતુંજ નથી આવી એડવાન્સ ઓફીસ મેં કદી જોઇજ નથી મને અહીં કામ કરવાની ખૂબજ મજા આવશે હું ખૂબ ખંતથી કામ કરીશ તમને સહકાર આપીશજ.
અમોલે જોયુ કે નીલાંગી પુરેપુરી એનામાં આવી ગઇ છે આ ચકાચોધે એને શિકાર બનાવી દીધી છે એણે કહ્યું બસ હવે બે દિવસમાં તો આપણે અહીંથી કામ ચાલુ કરી દઇશુ કાલે પેલી ઓફીસથી બધી ફાઇલો અને જરૂરી સામન બધો શીફ્ટ કરી દેવાનો છે. તારી ફાઇલો તારી કેબીનમાં એટલે જોસેફને હું સૂચના આપી દઇશ તું એની સાથે રહીને કાલે બધી ગોઠવણી કરાવી દેજે.
નિલાંગીએ કહ્યું શ્યોર સર કાલે હું બધુંજ કરાવી દઇશ પછી એણે પ્રશ્ન કર્યો સર ઓફીસમાં આટલાં મોંધા ઝુમ્મર ને આટલું રાચ રચીલું ? આતો ઓફીસ નહીં કોઇ ફાઇવ સ્ટાર હોટલને શરમાવે એવુ છે.
અમોલે કહ્યું આપણાં કલ્યાન્ટ કે પરદેશથી આવતાં મહેમાનો માટે ઉતારાની પણ વ્યવસ્થા છે એ ઉપરનાં ફલોર પર છે. નીલાંગીતો અવાક થઇને બધુ સાંભળીને જોઇ રહી હતી અમોલને પાકો ભરોસો થઇ ગયો કે આ સંપૂર્ણ કાબૂમાં આવી ગઇ છે એટલે એને ચેમ્બરમાં લઇ આવ્યો અને પોતે એની ચેરમાં બેઠો. નીલાંગી સામે બેઠી. અમોલે છેલ્લો દાવ ફેંખતો કહ્યું "નીલાંગી મને લાગે છે કે તું હવે સંપૂર્ણ કમ્ફરટેબલ છે એમ આઇ રાઇટ ?
નીલાંગીએ આનંદ સાથે કહ્યું "યસ સર યુઆર રાઇટ આઇ એમ વેરીમચ કમ્ફર્ટેબલ એટલે અમોલે કહ્યું અહીંનો સ્ટેટસ પ્રમાણે તારો સેલેરી રહેશે મેં 35k નો વિચાર કરેલો પરંતુ હું તને 50K મહીને આપવા વિચારી રહ્યો છું પણ મારી એક રીક્વેસ્ટ છે કે બીઝનેસ ડીલ માટે જવું પડે તો તારે મને કંપની આપવી પડશે. તને... અમોલ આગળ બોલે પહેલાંજ નીલાંગીએ કહ્યું સર તમે મારાં માટે આટલું વિચારો છો તો હું પણ તમને મદદ કરીશ અને અમોલે પૂરી સમજણ સાથે દાવ મારતાં કહ્યું નીલાંગી હું સાવ એકલો થઇ ગયો છું.. તને તો ખબરજ છે કે મારી વાઇફ... પછી ચહેરો ઢીલા કરીને કહ્યું હું કારણ વિનાનો ફસાઇ ગયો છું. મારાં પર કોઇ વિશ્વાસ નથી કરતું પણ હું સાવ નિર્દોષ છું અને થોડીવાર ચૂપ રહ્યો.
નીલાંગી કંઇ બોલી નહીં સાંભળી રહી.. અમોલે કહ્યું આખી દુનિયા મારી સામે ગુનેગારની જેમ જુએ છે પણ મેં અનિસાને હાથમાં ને હાથમાં રાખી હતી પણ એ મોડલીંગ કરતી હતી ત્યારનો એનો કોઇ ફ્રેન્ડ હતો એની સાથે એનો અફેર ચાલુ હતો છતાં મે... છેવટે એનો પાપનો ઘડો ભરાઇ ગયો પકડાયા પછી એને લાગ્યુ કે એ ઉઘાડી પડી જશે એટલે સુસાઇડ કરી નાંખ્યુ છેવટે મને ફસાવતી ગઇ પણ હું સાચો હતો તો બચી ગયો.
અમોલે ચહેરો દયામણો કરી નાંખેલો જાણે હમણાં આંસુ નીકળી આવશે. નીલાંગી અવઢવમાં પડી કે શું જવાબ આપવો ? એ ફરીથી ચૂપ રહી સાંભળતી રહી.
અમોલે કહ્યું મીડીયાથી માંડી બધાં મારી પાછળ પડી ગયાં છે પણ હું સાચો છું તો શા માટે ડરું ? નીલાંગી તને લાગે છે કે આમાં ક્યાંય મારો વાંક છે ?
નીલાંગીએ હવે મોં ખોલ્યુ "સર દુનિયા છેજ એવી કોઇની પ્રગતિ જોઇ શકતાં નથી અને ઇર્ષ્યાથીજ બદલો લેવા ફરતાં હોય છે તમે બચી ગયાં એજ બતાવે છે તમે નિર્દોષ છો. અમોલે કહ્યું "તે આટલું કહ્યું મારાં માટે ઘણું છે થેંક્સ નીલાંગી તું આટલા વખતથી ઓફીસ આવે છે તુંજ મને ઓળખી શકી છું. અને મારો સ્વભાવજ ઉદાર છે કે જે કોઇ સાચુ કામ ખંતથી કરે એને માલામાલ કરી દઊં છું શ્રોફ સરે વિશ્વનાથને રેકમન્ડ કર્યો હું એને પણ સ્ટાર્ટીંગ 35k આપવાનો છું મને તો વિશ્વાસુ માણસો જોઇએ છે ભલે પૈસા આપવા પડે.
નીલાંગીએ કહ્યું "યસ સર અમોલે કહ્યું તારાં 50K નક્કીજ કાલથી તું અહીં કંપનીનાં રોલ પર ચાલુ તું જેમ જેમ કામ કરતી જઇશ વિશ્વાસ જીતતી જઇશ એમ તારી સગવડ અને પગાર વધતાં જશે બસ તારે ઓફીસનું અને મારું પર્સનલ કામ સંભાળી લેવાનું છે. મને કોઇ ફરિયાદ નાં જોઇએ.
નીલાંગીએ કહ્યું તમને મારી ક્યારેય ફરિયાદ નહીં મળે હું બધાંજ કામ સરસ રીતે ઉપાડી લઇશ. અમોલ હવે સમજી ગયો કે કામ પતી ગયુ નીલાંગી ઓફીસમાં કામમાંતો હુંશિયાર છેજ ટ્રેઇન પણ થઇ ગઇ છે હવે વાંધો નહીં આવે.
અમોલે કહ્યું નવી ઓફીસમાં તેં પ્રથમવાર પગ મૂક્યો છે તારી અહીં નોકરી પાકી અને કાયમી છે કાલથી કામ સંભાળી લેજે... મારુ એક સૂચન છે જો તું સ્વીકારે તો ?
નીલાંગીએ કહ્યું "હાં હાં સર બોલો શું કહો છો ? અમોલે કહ્યું તારી જોબ અને મારી નવી ઓફીસની ટ્રીટ હું તારી સાથે ઉજવવા માંગુ છું એ તું સંમતિ આપે તો ?
નીલાંગીએ કહ્યું "હાં સર ઇટ્સ માય પ્લેઝર શું કરવુ છે ? અમોલે વાત પાકી જાણતાં કહ્યું પેન્ટ્રીમાં ફીઝમાં શેમ્પેઇન છે એ આપણે ફોડીએ અને ટ્રીટ કરીએ.
નીલાંગી થોડી અચકાઇ ગઇ પછી બોલી સર..આજે.. અમોલે કહ્યું તારી ઇચ્છા ના હોય તો વાંધો નથી છોડ નથી ફોડવી તું પાછી મારાં માટે કંઇ બીજુ વિચારીશ...
નીલાંગીએ કહ્યું ના ના સર એવુ કંઇ નથી પણ પછી મારે એક કામે જવાનું છે ત્યાં... અમોલે કહ્યું શેમ્પેઇન છે દારૂ નથી એમાં કંઇ ના થાય. એમ કહી ઉભો થઇને શેમ્પેઇનથી લઇ આવ્યો અને 2 ગ્લાસ.
નીલાંગી દબાણમાં આવી ગઇ અને અમોલે શેમ્પેઇન ફોડી બે ગ્લાસ ભર્યા અને એક પોતે બીજો નીલાંગીને....
વધુ આવતાં અંકે -- પ્રકરણ-46