Dost in Gujarati Moral Stories by Mital Ahir11 books and stories PDF | દોસ્ત

Featured Books
Categories
Share

દોસ્ત

ફ્રેન્ડ, દોસ્ત, બેહનપણી,ભાઈબંધ , યાર, મિત્ર, સખી, જીગરી....., જેવા અનેક નામો થી આપણે બોલાવીએ છીએ.અને તે મિત્ર ને પણ આપણે અનેક..., અનોખા ઉટ - પટાંગ નામો આપી દીધા હોઇ છે. તેને તેના પોતાના નામ થી તો ભાગ્યે જ બોલાવ્યા હોઈ છે. આ જ ઉટ - પટાંગ નામ વાળા સાથે જ અનેક...., ઉટ - પટાંગ હરકતો ને કારનામા કર્યા હોઈ છે.જે જિંદગી ભરના યાદગાર સ્મરણો બની રહે છે.આપણી અમુક કુટેવો ને વ્યસનો પણ એની જ દેન હોઈ છે.જે વાત કોઈ પણ જગ્યાએ ન ઠાલાવી શકયે ને તે વાત એક દોસ્ત પાસે કરી શકાય છે.

દોસ્તી એ એવો સબંધ છે જેમાં જાત, ધર્મ, કે રંગ કે રૂપ કે સ્ટેટ્સ સાથે તેને કોઇ પણ લેવા દેવા નથી . દોસ્તી તો માત્ર પરસ્પર ના વ્યવહાર ની લેવડ-દેવડ છે. ઇશ્વર જયારે લોહી ના સબંધો બનાવી ને પણ...., કોઈ નજીક નો સબંધ બાકી રહી ગયો હશે ને ત્યારે..., દોસ્તી ને બનાવી હશે.

હજારો ટેન્શનો હોઈ , ગમે તેટલી ઉંમરે પહોચી ગયાં હોઈ ,પરંતું છતા પણ જેને મળી ને હળવાસ નો એક હાશકારો થાઇ તે મિત્રતા . જયારે તેની સાથે હોયે ત્યારે ...અનેક એવી આદતો ને લક્ષણો ને વર્તન ફુટે છે..., જેનાથી કદાચ તમારો પરીવાર પણ અજાણ હશે. માત્ર આનંદ ની ક્ષણો ને અંકુરો ફૂટે તે મિત્રતા.જે તમારી હર એક કારનામા કે ઉટ - પટાંગ હરકતો માં ને પાગલપન માં સાથ આપે તે મિત્રતા . સ્કૂલ ની છેલ્લી બેન્ચ પર કે પછી ક્લાસ ની બહાર નીકળી ને અંદર બેશેલા દોસ્ત ને ચાળી કરવી. બાળપણ ના મિત્રો ની તો વાત જ અલગ હોઈ છે. કેમ કે..., તે એક નિર્દોષ ભાવ થી બંધાયેલ ભાવના છે. અત્યારે આપણે ઓછા - વતા પ્રમાણ માં ક્યાંક તો મિત્રો નું ગ્રૂપ પણ સ્ટેટ્સ જોઈ ને બનાવીએ છીએ.

જ્યારે વર્ષો પછી પણ જો જૂનો મિત્ર મળી જાય છે. તો દિલ થી લગાવી લેવા ની ઈચ્છા થાય તે મિત્રતા છે. જેના સામે દિલ ખોલીને દરેક બાબત ને વ્યકત કરી શકયે તે મિત્રતા છે. તમારી દરેક પર્સનલ વાતો....ત્યાં સુધી કે તમે તમારી familly ની વાતો પણ તેની પાસે આરામ થી ને હળવાશ થી કરી શકો તે મિત્રતા. પણ દરેક ના નસીબ માં એવા મિત્રો હોતા નથી . કેમ કે..., અત્યારે દરેક ને હર એક વાત ક્યાં કહી શકાય છે. હદય ના એક ખૂણે ક્યાંક તો એક સવાલ ને શંકા ખૂંચતી રહે છે કે ..., " તે કોઈ ને કહી દેશે તો..?" પણ જો તમારી પાસે કોઈ એવો મિત્ર છે . જેને તમે દિલ ખોલીને દરેક વાત કરી શકો છો . તો તમે બહુ નસીબદાર છો. કેમ કે, બધું જ મળી રહે છે. પણ જ્યાં આપણી હતાશા ને ઢોળી શકી તેવું વ્યક્તિ મળવું બહુ મુશ્કેલ છે.

વિચાર કરો ....., જો તમારી પાસે મિત્ર જ ન હોત તો? તો તમારી દુનિયા કેવી હોત? તમારું પાગલપન કોને બતાવત ? જ્યારે તમારી ઈચ્છા ...., નિયમ વિરદ્ધ કાઈ કરવાની થતી હોત ત્યારે કોણ સાથ આપત ? જ્યારે તમે દુઃખી ને હતાશ હોત ત્યારે કોણ તમારી વાત સાંભળત?

સાચો મિત્ર એ છે...., જે તમારા સુખ ને પણ વધાવે ને...., તમારા ગુસ્સા ને પણ એક મજાક માં ફેરવી ને તમને હસાવી દે છે. જે તમને તમારા ગુણો થી રુબરુ કરાવે . જે તમને તમારા ધ્યેયો ને લક્ષ્યો માટે પ્રોતસાહિત કરે . તે ખરો મિત્ર. સુદામા અને ક્રિષ્ન થી મોટો મિત્રતા નું શ્રેષ્ઠ ઉદાહરણ હોઈ જ ન શકે. ક્રિષ્ન ના જીવન માં દરિદ્રતા ન આવે ને માટે સુદામા દરિદ્રતા ના યોગ માં ક્રિષ્ન ના ભાગ ના ચણા ખાય ગયા . જેથી કરી ને ક્રિષ્ન ગરીબ ન બને. એટલે જ તો કહ્યું છે કે...., સાચો મિત્ર દુઃખ માં ઢાલ બની રહે છે..., ને સુખ માં એક કદમ પાછળ .

એક તારણ માં કેહવાયું છે કે ..., જે લોકો નું મિત્ર નું ટોળું મોટું હોઈ છે તે dipreshon માં ઓછા જાય છે. દરેક પાસે એક એવા મિત્ર નું ટોળું પણ હોવું જોઇએ જે "નોનસેન્સ" હોય જે તેના પાગલપન થી તમને દરેક દુઃખ ને dipreshon ને ભુલાવી દે. ને તમારી એકલતા ને શણગારે દે. મિત્ર એ છે જેની સાથે તમે કોઈ પણ ઉંમરે પણ એક પેહલા ની જેમ જીવી શકો છો.

હજારો ની ભીડ માં ને હજારો લોકો સાથે ના સબંધો માં...., બધે બધું જ સાચવવાનું જ છે. પરંતુ આપણે જે સાચવી લે તે ખરો મિત્ર. જ્યાં તમે ખુદ ને પણ ભૂલી જાવ ને ખુલ્લી રીતે વર્તી શકો તે મિત્રતા . બને તેટલા મિત્રો ની નજીક રહો જેથી કરી ને dipreshon ને એકલતા જેવી negetiviti તમારા થી દુર રહે.

અંતે તો :-
બધે બધું જ સાચવવાનું છે . પરંતુ આપણે જે સાચવી લે તે દોસ્તી.