SAPSIDI - 4 in Gujarati Moral Stories by Chaula Kuruwa books and stories PDF | સાપસીડી... - 4

Featured Books
Categories
Share

સાપસીડી... - 4

સાપસીડી …..૪.

દુબઈ માં વિશ્વના ૨૦૯ દેશોના ;લોકો સાથે હળીમળીને રહે છે.

એક વખત દુબઈના પ્રવાસે જાઓ તો તેના પ્રેમમાં પડી જ જવાય એમ પ્રતીકને લાગયું .

અહી સખત કાનૂનો છે તો મસ્ત અને લાજવાબ લાઈફસ્ટાઇલ છે

.એ આ શહેરની ઓળખ છે.

સ્વયમ શિસ્ત અને ભવ્યતા તેમજ સ્વચ્છતા માં દુબઈની તોલે ભાગ્યેજ કોઈ બીજું શહેર આવી શકે .


દુબઈમાં ૩૩ ટકા તો ભારતીયો છે બીજા પાકિસ્તાનીઓ,બંગ્લાદેશ ના અને મલેશિયાનાછે.

અરબી લઘુમતીમાં છે .

બુર્જ ખલીફા જે પેલા બુર્જ દુબઈ તરીકે પણ ઓળખાતું હતું. આ દુનિયાનું સોથી ઊંચું ટાવર છે.

દુબઈમાં આવીતો દુનિયાની ખાસ કહેવાય એવી સંખ્યાબંધ ઈમારતો છે .

જેમાં વિશ્વનો સોથી મોટો દુબઈ મોલ છે. તો વિશ્વનો સોથી મોટો ડાન્સિંગ ફાઉન્ટેન છે ,વિશ્વની સોથી ઝડપી લીફ્ટ પણ છે.

અહી ભારતીયનું વેપાર માર્કેટમાં મોટું સામ્રાજ્ય છે . ઘણા મોલ અને દુકાન ખાસ કરીને જ્વેલરી બજારમાં ભારતીયો જોવા મળશે.

તો નોકરી કરતા પણ મોટી સંખ્યામાં ભારતીયો છે. અને પ્રવાસીઓમાં પણ ભારતીયોની મોટી સંખ્યા જો વા મળશે.

દુબઈ એટલે જ્યાં વિશ્વની સોથી ઉંચી ઈમારત, વિશ્વનો સોથી મોટો મોલ, વિશ્વની સોથી ઝડપી લીફ્ટ, વિસ્વ્નનો સોથી મોટો ડાન્સિંગ ફાઉન્ટેન છે.

દુબઈ એ ,....ગ્લોબલ સીટી પણ છે અને બીઝનેસ સેન્ટર પણ છે...પણ પ્રવાસીઓ માટે સ્વર્ગ છે…


આ હાઇટેક સિટી ખાણીપીણી અને ખરીદીનું આ સ્વર્ગ તો છે પણ ઘણું મોંઘુ પણ છે.

એટલે ખરીદીમાં સાવધ રહેવું જરૂરી છે.

જ્યાં જુઓ ત્યાં મેડ ઈન ઇન્ડિયાની ઢગલા બંધ ચીજો દેખl શે.

એટલેજ પ્રતિક અને તેના સાથીઓ માટે ખરીદી જટિલ બની હતી.

મુસ્ત્ફાની દુકાનો તો ઠેરઠેર છે પણ ભારતીય માલ વધારે મળશે.

તો દુબઈ મોલ કે સીટી મોલ માં જ દિવસો નીકળી જાય તેવી સ્થિતિ છે …

સોનું ખરીદવું હતું પણ કઈ સમજ ન પડે તેવું હતું.

પેસા સારા એવા આપતા સારું મળશે કે કેમ તેની ખબર નહોતી.

પણ બેન માટે અને પરિવાર માટે કેટલીક ચીજોની યાદી બનાવી હતી.

બીજી તરફ મિત્રો અને પાર્ટીના ખેરખાઓ માટે ને સાથીઓ માટે પણ નાનીમોટી ગીફ્ટો ની ખરીદી કરવી હતી.

આમ તો ખરીદી માટે સ્પેશિયલ ટ્રીપ જ કરવી પડે…સાઈટ સિઇંગ માટે પણ સ્પેશિયલ ટ્રીપ જોઈએ...

જોકે શરૂઆતના દિવસોમાં જ મુખ્ય ડેઝર્ટ સફારી ને બુર્જ ખલીફlની ટુર તેમજ ગોલ્ડ માર્કેટની સફર થઈ ગઈ .


.. અમીરાત દુબઈ ના મોલનો પણ સોએ રાઉન્ડ મારી લીધો. એ દિવસે ખાણીપીણી ને ડિનર પણ ત્યાંજ પતાવ્યું.

જોકે આમl પ્રતિકની ખાસ ખરીદી ન તો મોલ માંથી થઈ કે ન તો ગોલ્ડ માર્કેટ માંથી.. જેટલું લેવાય એટલું લઈ લીધું. કારણ લિસ્ટ પ્રમાણે જ નો તો સમય જ નહોતો….


પ્રતીકે એ તો નક્કી કરી લીધું હતું કે ડ્રાંયફ્રુટ ને ચોકલેટ ખૂબ લઈ જવી છે .જે સોને કામમાં આવશે અને તેને ગિફ્ટમાં આપી પણ શકશે .

એટલે ખાલી હાથે આવ્યા તેમ તો નહીં જ લાગે. આમl તેની સમજ પણ હતી. એટલે તેને વિશ્વાસ હતો કે સારું જ લઇ શકશે.


મયુરનો ફોન આવ્યો કે એ દુબઈ આવવા રવાના થાય છે. પ્રતીકને હાશ થયું ચાલો હવે શોપિંગ સારી કરી શકાશે.

મયુર સાથે પ્રતિક તેની બહેનના લગ્ન કરાવવા માંગતો હતો. લગભગ બધું ફાઈનલ હતું. દુબઈથી આવ્યા પછી આ કામ કરવાનું હતું.

પણ અહી આવ્યl પછી એ કામમાં બીઝી થઇ ગયો હતો . ફરવાનું અને કામ બને સાથે હતા .

. મીટીંગો અને કોન્ફરન્સો ધમધોકાર ચાલતા હતા.


મયુરની ઓફિસમાં કામ હોઈ તેની રજાઓ

ટુકાવવામાં આવી હતી. બે ચાર મહીને ફરી આંટો મારી જઈશ .

દુબઈ થી અમદાવાદ ક્યાં બહુ દુર છે કહીને તેણે ટીકીટ બુક કરવી લીધી.. નોકરી પહેલી પછી બીજું બધું થશે.

અlરબ શેખો સાથે મીટીંગો કરી તેમની સાથે ડીલ કરવાનું કામ થોડું માથાકુટીયું ખરું.

પણ ઇન્ડિયા પરનો તેમનો ભરોસો અને રાજકીય સંબધો બને દેશના સારા હોઈ mou સારી રીતે એક પછી એક થતા જતા હતા…


સરકાર અને ખાનગી કમ્પનીઓ એ પણ એક થી વધુ અને એકથી વધુ દેશોની …..સાથે મળીને જંગી રકમના અનેક પ્રોજેક્ટો કરવાની હતી.

Shah એન્ડ vyas કંપની એ લગભગ ત્રીસ જેટલા નાના મોટા ડીલ કોન્ટ્રેક્ટ પેપર્સ જુદી જુદી કંપનીઓ અને યુએઇ સરકાર સાથે સાઈન કર્યા .

એના ફોલોઅપ કામો અને પેપર્સ અલગ …. આ બધું હવે અગામી દસકો ચાલવાનું હતું. અને થયું તો કાયમ માટે કહોને…..

અહી ઓફીસ પણ ખોલવી પડશે એમ માની નવી ઓફીસ શરુ કરવા કરતા અહીજ અl લોકોની ઓફિસમાં જ પોતાનું કામ હાલ તો શરુ કરી દીધું હતું.

એની સ્પેસ પણ આપી દીધી હતી. જો કે નવી ઓફીસ પણ ટુકમાં શરુ કરી દેવાની જ હતી.


દુબઈ યુએઇનુ મુખ્ય અને વર્લ્ડ બીઝનેસ નું મથક છે. યુએઈના સાત શહેરો મળીને અl રબ અમીરાત દે શ બને છે .

અબુધાબી એ રાજધાનીનું શહેર છે. અબુધાબી ,દુબઈ અને શારજાહ જાણીતા શહેરો છે .

બીજા ચાર ઓછા જાણીતા અજમાન ,રસ અલ ખેમા,કુજઈરાહ, અને ઉમ્મ અલ કુવૈત છે. ઓછી વસ્તી અને ઓછા વિકસિત છે.

છે લા દાયકાઓમાં અબુધાબીનો મોટો વિકાસ થયો છે. પ્રતીકની ક્પની ની જેમ અનેક કંપનીઓ દુબઈ અને અબુધાબીના વિકાસના કર્યો કર્યા છે અને કરી રહ્યા છે.

બીજા શહેરોના વિકાસની કેટલીક યોજનાઓ માટે પણ આ લોકોએ દુબઈમાં એમઓયુ સાઈન કર્યા .


ભારતીયો માટે તો દુબઈ બીજું ઘર છે. અહી નોધપાત્ર વસ્તી ભારતીયો ની છે.

નોકરી કરતા અને ધંધામાં બને જગ્યાએ ભારતીયો મોટી સંખ્યામાં જોવા મળે છે.

અહી નોકરી મેળવવી સહેલી છે પણ ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવું બહુ મુશ્કેલ છે.

સડકો પર તેમજ ટેક્ષી બસ વગેરે ઠેર ઠેર કેમેરા લાગેલા છે. પોલીસ ભાગ્યેજ દેખાય.

પણ કોઈ પ્રોબ્લેમ થાય તો સંખ્યાબંધ પોલીસ વાનો પાંચ જ મીનીટમાં હાજર થઇ જાય...

ભારેખમ દંડ અને લાયસન્સ જપ્ત એ બે ટ્રાફિક ને કાયદાપાલન ના પોલીસના શસ્ત્રો છે.

બોલીવુડ પાર્ક જે લાપીતા રિસોર્ટમાં આવેલું છે તેના થીમ પાર્ક નિહાળીને સો કોઈ રોમાંચિત થઇ ગયા .

દિવસભરના કામનો થાક ઉતરી ગયો. ફીલગુડ થઈ જવાય અને રીલેક્ષ થઇ જવાય એવા અસંખ્ય સ્થળો અહી છે.

બોલીવુડના આપણl સ્ટારો ના મહેલ જેવા મકાનો , એમણે અહી પણ લીધા છે તેને દુરથી જોઈ સો હોટેલ પરત ફર્યા...દિવસ પણ પૂરો થયો હતો. .

ટ્રાવેલ એજન્ટની વ્યવસ્થા પણ અદ્ભુત હતી.

સાઈટ સીઈંગ થી માંડીને સેમીનાર અને કોન્ફરન્સો હોય કે પછી હોટલ રૂમ હોય

ચા- કોફી- સૉફ્ટડ્રીન્કસ અને સેન્ડવીચ તો લગભગ દિવસ ભર ને રાત સુધી જયારે જોઈએ ત્યારે એવરરેડી રહેતા…

પાછા તેમાં પણ લાઈટ સ્નેક્સ માં સમોસા, બર્ગર ને જલેબી તો ખરા જ ....

વળી એક બે વાર તો ઢોકળાનો અને હાંડવl નો ટેસ્ટ પણ ડેઝર્ટ સફારી અને સાઈટ સીઈંગ માં ચાખવા મળ્યો…

ભેળ -પાણીપુરી ને ઢોસા હોય કે પાઉભાજી , ઊંધિયું બધુજ સ્વાદીસ્ટ એટલે કે અદલ ઇન્ડિયન ડીશો અને ગુજરાતી મિશ્ર વાનગીઓ ને ભોજન લાંચ -ડીનર ને સ્નેક્સમાં તેમજ બ્રેકફાસ્ટમાં દુબઈ ટ્રીપમાં ખlવા મળશે તેની કલ્પના કરી નહોતી…

તમામ ભારતીય રસોઈ ભારતીયો દ્વારા આરોગવા ની મોજ્જ કઈ ઓરજ હોય છે અને એ પણ વિદેશ ટ્રીપમાં….


શોપિંગ પણ ખlસી થઇ ગઈ….કપનીના બધા સાથે કે અલગ અલગ ટાઇમ કાઢીને બધું જોઈ ફરીને લીધું..

મયુર સાથે હતો તેનો ફાયદો થયો એટલે પ્રતીકની શોપિંગ નિરાતે મજેદાર થઇ .

જોકે તેની ધારણા પ્રમાણે ચાઇનીઝ અને ઇન્ડિયન માલ વધારે હતો માર્કેટમાં ….

આજકાલ આજ સ્થિતિ આખી દુનિયાની થઇ ગઈ છે. દુનીયાના બજારો ઉપર ચાઈનીજ અને ઇન્ડિયન માલનો ઈજારો બધે જ છે.

પાકિસ્તાની કપડા અને ચીઝો પણ બ્ન્ગ્લાદેશની ચીજોની સાથે હવે પગ જમાવી રહી છે.

એશિયાના બીજા દેશોની બનાવટો તો ખરીજ...પણ દુબઈ ની બનાવટો ન મળે…...દુબઈમાં માત્ર બીઝનેસ ને વ્યાપાર જ મુખ્ય છે.


દુબઈ દુનિયાનું વર્લ્ડ ક્લાસ ટ્રેડ સેન્ટર વિશેષ છે.