આબુ મા પ્રેમ મારી નજીક આવવાનો એક પણ મોકો મુક્તો નહીં, આ વસ્તુ મારા ધ્યાનમાં હતી જ. હું તેમાં ક્યાંક અંકુર શોધતી હતી. મારા મનના લગભગ દરેક ખૂણામાં અંકુરની છબી અકબંધ હતી. મેં પ્રેમ ને ચોખ્ખું કહી દીધું હતું કે હું કોઈ ના પ્રેમમાં હતી પરંતુ નિષ્ફળ થતાં હું શીખી નથી આથી તે પચાવી નહી શકી. પ્રેમ ને મારી દરેક વાત મંજૂર હતી જ્યારે અમે પાછા આવતા હતા ત્યારે પ્રેમે મને માત્ર એટલી જ વાત કરી, મને તારી દરેક શરત મંજૂર છે પણ મને બસ માત્ર તું જોઈએ..આમ પાછા ફરીને મેં અંકુરની માત્ર એક ઝલક જોવા માટે તેને ફોન લગાવ્યો પરંતુ તે સતત વ્યસ્ત આવતા હતા બે દિવસ સતત ટ્રાય કરી પછી એ વાત છોડી દીધી.ને પછી બીજા દિવસે પ્રેમને હા પણ નહીં ને ના પણ નહિ અને જે થશે તે હું સ્વીકારી લઈશ એવું નક્કી કર્યું. આટલા વર્ષોમાં મંત્રને મુગ્ધા દસમાં ધોરણમાં આવી ગયા હતા. મને ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસરની નોકરી મળી ગઈ. પ્રેમ સાથે લગ્ન થયા હું અને પ્રેમ સારી રીતે જીવતા હતા, પરંતુ મારામાં ક્યાંક અંકુર પણ જીવતો હતો. મારી આંખ સતત કયાક ને કયાંક અંકુર ને શોધતી.પેલું કહેવાય છે ને કે ૪૦ વર્ષ પછી કદાચ જવાની પછી યાદ આવે. પ્રેમ કમ્પ્યુટરના વ્યવસાયમાં વ્યસ્ત થઈ ગયો અને હું મારી કોલેજમાં. વિધાથીૅ કહતા કે મેમ આ એજ મા પણ તમે પ્રોફેસર કરતા વિદ્યાર્થી જેવા લાગો છો. બી.એસ.સી ના છેલ્લા વર્ષ નો વિદ્યાર્થી નૈમિષ માથુર મારી પાસે મારા સબ્જેક્ટ ના ટોપિક સમજવા આવતો. તે મારા વખાણ કર્યા કરતો. કદાચ ઈશ્વરના પણ મારા માટે કંઈક અલગ વિચાર હશે,આમ પણ તેણે અમને કોઈ પાસવર્ડ આપ્યો ન હતો, જે અમારા સંસાર ને જોડતો હોય, અમારા બગીચા મા કોઈ ફૂલ ન હતુ આથી હું એવી ને એવી જ હતી. નૈમિષ મારા વખાણ કરતો એ મને ગમતું, ખબર નહીં કેમ પણ મારી એવી કોઈ ઈચ્છા ન હતી કે મારા કોઈ સાથે કઈ પણ ખાસ પ્રકારના કે ખરાબ સંબંધો હોય પણ હા હું થોડી લાગણીશીલ હતી. હું બધા સાથે વાતો પણ કરતી ,પણ એની માટે એવું માની લેવાનુ નથી કે મારે બધા સાથે ખરાબ સબંધો હશે,, પણ આ વિશે પ્રેમ થોડો બદલાય ગયો હતો. નૈમિશ ના લીધે થોડા વધૂ છોકરાઓ મારી પાસે ટ્યુશન માટે આવ્યા.પ્રેમ ની ઈચ્છા નહોતી કે હું ટ્યુશન કરું.એને લાગતુ હતુ કે હું સંબંધો સાચવવા માટે આ કરૂ છું.તેણે મને એક વાર કહ્યુ હતું કે,, "કેટલો સારો પગાર છે તારો અને આપણી આગળ સંસાર માં કોઈ પણ નથી તો શા માટે આ બધુ ? છોડી દે ને આપણે આનંદથી જીવી લઈશું આપણે બે જણાને વળી જોઈએ શું ? પણ મેં કીધું કે નહીં મારે એક ચેરિટી સંસ્થા ઉભી કરવી છે કે જે હું અનાથ અને જરૂરીયાતવાળા બાળકો ને મદદ કરી શકે. આજે મંત્ર તથા મુગ્ધા પગભર થઈ ગયા.પણ મારા મમી પાપા એ અમારો ઉછેર ગરીબી માં કેમ કર્યો છે તે હું જાણું છું. આજે મુગ્ધા એડવોકેટ છે ને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે અને મંત્રની પોતાની સી.એ.ની ફમૅ છે. બંને પોતાની રીતે સેટ થયા છે.એમએસ.સી દરમિયાન મને ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી મળી જતા મારામાં પણ થોડું અભિમાન આવી ગયુ હતું. એક વખત પ્રેમ ખૂબ થાકી ગયો હતો અને અમારી વચ્ચે કોઈ ઉગ્ર ચર્ચા પણ થઈ અને પ્રેમે સંભળાવી દીધું કે આમ પણ તું પ્રોફેસરની નોકરી પછી થોડીક અલ્લડ અને ઉદ્યત્ત થઈ ગઈ છે તારા મિત્રવર્તુળમાં પુરુષો વધી ગયા છે. હું ઉદાસ થઇ ગઈ ત્યારથી અમારા સંબંધ માં ઊષ્મા ન રહી. હું વિચારતી રહી કે શું આ જ હતી અમારા સંબંધો ની ગરિમા? સાત ફેરા ના સાત વચન ની લાગણી? આ દરમિયાન ચેરિટી સંસ્થા બાબતે બેંકના કામકાજ બાબત દરમિયાન બેંકના જનરલ મેનેજર સાથે ઓળખાણ માં આવી.એ આ શહેર માટે નવા હતા,અને ખૂબ મિલનસાર હતા. તે
પોતાની પત્ની સાથે રહેતા હતા, તેની એક દીકરી હતી જે અમેરિકા સેટ થઈ હતી. અમે રોજ સાંજે કોફીશોપમાં મળી જતા. ઓળખાણ પાકી થઇ પછી તેમણે મને પોતાની ઘરે ડિનર નુ આમંત્રણ આપ્યું.બીજા દિવસે જયારે હું ત્યાં ગઈ અને તેની પત્ની સાથે મળી તો નવાઇ લાગી, તે બીજુ કોઈ નહિ પણ આકાંક્ષા હતી અંકુર ની આકાંક્ષા ! !તે પણ મને જોતા જ ઓળખી ગઈ, અને હું રહી ના શકી મારાથી તને પૂછ્યું ગયું કે,,"તમે અહીં છો તો અંકુર?અને મને આકાંક્ષા એ કહ્યું કે,,"" મારી સાથે લગ્ન માત્ર જીદ પર જ કર્યા હતા તેને એમ હતુ કે તમે મનાવા આવશૉ કે ફોન તો કરશો જ પણ આમ ન થયુ.બાકી એક પણ દિવસ એવો ન હતો કે તમને યાદ ન કર્યા હોય,તે તમને ભૂલી જ ના શક્યા અને અમારી વચ્ચે ઝઘડા થતા આથી મેં તેને ડિવોર્સ આપી દીધા. એ સાંભળતા જ મારી પાસે અફસોસ સિવાય કંઈ જ ન હતુ. હું પ્રેમ પાસે જઈ ન શકી. હવે હું ક્યાં જવાની હતી? અહમ અને જીદ પાછળ અમે બંને ફંટાઈ ગયા જો મે અંકુર પાસે જવાની હિંમત કરી હોત તો આજે મારી જિંદગી માં પણ કોઈ આકાંક્ષા ન આવી હોત. મે બધુ ખોઈ નાખ્યું અને ગુસ્સામાં આવીને ઘરે જઈને પ્રેમને એક કાગળ માં જાણ કરી દીધી કે મને માફ કરજે હું એવી જગ્યાએ જાઈશ કે મને કોઈ ન ઓળખી શકે.ને મારી જાતને ધિક્કારતી હું જયાં નસીબ લઇ જશે ત્યાં જઈશ.ને નામ,ગામ ને મૂકી ને હું ચૂપચાપ ચાલી નિકળી.હું અનામી જેના નામ ના અંકુર જ ન હતા.