Corona અને Mission Impossible 2 in Gujarati Moral Stories by Anil Patel_Bunny books and stories PDF | Corona અને Mission Impossible 2

Featured Books
Categories
Share

Corona અને Mission Impossible 2

નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે આ વિકટ સ્થિતિ માં આપ સૌ કુશળ મંગળ હશો. સમગ્ર વિશ્વ માં કોરોના વાઇરસ ને લીધે જે મુશ્કેલીઓ આવી છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે આવનારા સમય માં આ સંક્રમણ વધુ મુશ્કેલીઓ સર્જશે. ધીમે ધીમે પણ મક્કમ ગતિ એ વિશ્વ આ મહામારી સામે લડવા સક્ષમ બની રહ્યું છે. વાત કરીએ ભારત ની તો બીજા દેશો ની સાપેક્ષ માં ભારત દેશે આ મહામારી નો ખુબ જ સારી રીતે સામનો કર્યો છે. આ જોઈને અને સાંભળીને એક ભારતીય હોવાનો દરેકે ગર્વ લેવો જોઈએ. પરંતુ કોરોના સામે નો જંગ હજુ સમાપ્ત નથી થયો હજુ આપણે ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે.

આ Lockdown ના સમય માં લોકો ને પરિવાર સાથે ઘણો સારો સમય પસાર કરવા મળ્યો. સૌ લોકો એ પોતપોતાની રીતે સારો સમય પસાર કર્યો. રોજેરોજ આવતા સમાચાર થી ખુદ ને માહિતગાર પણ રાખ્યા. એક દિવસે લોકડાઉન માં સવારે જ છાપું વાંચતી વેળા એ એક સમાચાર પર નજર પડી, જેમાં લખેલું હતું અમેરિકન ટીવી ચેનલ ફોક્સ ન્યુઝ નો દાવો છે કે ચીને વુહાન ની લેબ માં કોરોના વાઇરસ પેદા કર્યો હતો જેથી તે દુનિયા ને બતાવી શકે કે તેમના વૈજ્ઞાનિકો અમેરિકનો થી ઘણા આગળ છે. વિસ્તાર માં વાત કરીએ તો, ચીન ના વુહાન ના એક લેબ માં જાણી જોઈને આ કોરોના વાઇરસ ને પેદા કરવામાં આવ્યો એવો દાવો અમેરિકન ન્યુઝ ચેનલ ફોક્સ એ કર્યો છે જેમાં એ લોકો એ એવો તર્ક આપ્યો છે કે વુહાન ના જે વેટ (wet) માર્કેટ થી કોરોના ફેલાયા ની આશંકા છે, ત્યાં ચામચીડિયા વેચાતાં જ ન હતા. આવું કરીને ચીન વિશ્વ ને એવું બતાવવા માંગે છે કે ચીન ના વૈજ્ઞાનિકો એક વાયરસ નો ઈલાજ શોધી ને આ મહામારી નો સામનો વિશ્વ ના બીજા દેશો કરતા સારી રીતે કરી શકે છે. આ તર્ક વિતર્ક માં ઘણા બધા પાંસા હોઈ શકે છે, કોણ સાચું અને કોણ ખોટું એ લાંબી ચર્ચા નો વિષય છે.

આ સમાચાર વાંચીને મને જુના સંસ્મરણો તાજા થઈ ગયા. ઘણા વર્ષો પહેલા મેં એક હોલિવૂડ મુવી જોયેલી એ અફલાતૂન મુવી નું નામ છે, Mission Impossible 2. મારી જેમ હોલીવુડ મુવી રસિકો ને આ મુવી વિશે ખ્યાલ હશે જ અને જેને ખ્યાલ ના હોઈ એને જણાવી દઈએ કે હોલીવુડ ની સુપરહિટ મુવી franchise માં ની એક 'Mission Impossible' શ્રેણી નો આ બીજો પાર્ટ છે જે 2000 ની સાલ માં આવેલો હતો. આ મુવી યાદ આવવાનું કારણ એટલું જ કે આ મુવી ની સ્ટોરી પણ મહદઅંશે અત્યાર ના કોરોના મહામારી ને લાગતી વળગતી છે. સ્ટોરી કંઈક આવી રીતના છે, ઓસ્ટ્રેલિયા ના સિડની શહેર માં Biocyte Pharmaceuticals, જે ખોટ માં ચાલી રહી છે તે ખોટ થી ઉભરવા તે કંપની તેના જીવ-રસાયણ નિષ્ણાંત Dr. Vladimir Nekhorwich ને એક જીવલેણ વાઇરસ 'Chimera' (કાઈમેરા) અને તે વાઇરસ ની રસી 'Bellerophon' (બેલેરોફોન) બનાવવા કહે છે. Dr. Nekhorwich આ સંશોધન કરતા હોઈ છે ત્યારે તેમને અંદાજો નથી હોતો કે આ પાછળ કંપની નો ઉદ્દેશ્ય શું છે. Biocyte કંપની આ વાઇરસ ફેલાવી પછી એની રસી માર્કેટ માં ઉપલબ્ધ કરાવી ખોટ માં ચાલી રહેલી કંપની ને નફો રળવા આવું કરવા માંગતી હોઈ છે. જ્યારે આ વાત ની ખબર Dr. Nekhorwich ને થાય છે ત્યારે એ પોતાના જુના મિત્ર અને વાર્તા ના નાયક એવા Ethan Hunt (જે રોલ હોલીવુડ ના સુપર સ્ટાર Tom Cruise એ નિભાવ્યો છે), જે એક ખુફિયા એજન્સી I.M.F. નો સિક્રેટ એજન્ટ છે, નો સંપર્ક કરે છે. આવા સમયે Ethan પોતાના વેકેશન પર હોવાના લીધે I.M.F. તેના બીજા ભ્રષ્ટ એજન્ટ Sean Ambrose ને Ethan નો રૂપ ધારણ કરીને (જે Mission Impossible શ્રેણી ની દરેક ફિલ્મ ની વિશેષતા છે) Dr. Nekhorwich પાસે મોકલે છે. આવા સમયે Sean Ambrose I.M.F. સાથે ગદ્દારી કરે છે અને Dr. Nekhorwich ને મારીને તેમની પાસે થી 'Chimera' અને 'Bellerophon' હાંસલ કરી લે છે. આ પાછળ Sean Ambrose નો ઉદ્દેશ્ય એવો હોઈ છે કે તે આ કાઈમેરા વાયરસ નો ફેલાવો કરી ને એનો ઈલાજ કરી આપતી રસી જે તેની જ પાસે છે એનો સોદો Biocyte સાથે કરે જેમાં એને મોં માંગી કિંમત મળે. આ વાયરસ ને ફેલાવતી અટકાવી અને એનો સોદો Biocyte સાથે કરતા Sean Ambrose ને અટકાવવો એ જ Mission, Ethan Hunt ને મળે છે જે એક પ્રકારે Impossible છે. આ Impossible Mission ને Ethan Hunt કેમ Possible કરે છે એ જાણવા તમારે આ મુવી જોવી પડશે. આ મુવી ની બૉલીવુડ માં ઘણા લોકો એ ઉઠાંતરી કરવાની કોશિશ કરી (એમાંની એક Krrish 3 પણ છે) પણ એકેય ફિલ્મ એની ગુણવત્તા ની આસપાસ પણ પહોંચી શકી નથી.

આજે આ ફિલ્મ નો ઉલ્લેખ કરવાનો મુખ્ય કારણ એ છે કે, એ દિવસ નું છાપું અને એમાંય પહેલી ન્યૂઝ વાંચીને મને તરત જ દિમાગ માં આ ફિલ્મ યાદ આવવી. 2000 ની સાલ માં આવેલી પણ આજ ના સમય ને દર્શાવતી આ ફિલ્મ ચોક્કસ એક Futuristic Vision સાથે બનેલી અફલાતૂન મુવી છે. તેના દરેક પાત્ર પણ અમુક ને અમુક લોકો સાથે સરખાવી શકાય એમ છે. જેમ કે, Biocyte Pharmaceuticals ને ચીન ની લેબ સાથે સરખાવી શકાય. Dr. Nekhorwich ને ચીન ના Dr. Li Wenliang સાથે સરખાવી શકાય કે જેમને સૌથી પહેલાં આ વાઇરસ વિશે જાણકારી થઈ હતી, પરંતુ અફવા અને અસત્ય ફેલાવા ના આરોપસર એમની અવાજ દબાવી દેવામાં આવી (શાયદ જાણી જોઈને) અને અંતે તે પોતે પણ આ વાયરસ નો શિકાર બન્યા અને મૃત્યુ પામ્યા. Sean Ambrose ને એવા લે-ભાગું લોકો સાથે સરખાવી શકાય જે આવા સંકટ ના સમય માં પણ પોતાનો જ નફો કરવામાં વ્યસ્ત છે. આશા રાખીએ આપણને પણ 'Ethan Hunt' જેવો નાયક મળે જે આપણને આ મહામારી માંથી મુક્તિ અપાવે.


✍️ Anil Patel (Bunny)