vaishyalay - 18 in Gujarati Fiction Stories by MaNoJ sAnToKi MaNaS books and stories PDF | વૈશ્યાલય - 18

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

વૈશ્યાલય - 18

ભવ્યએ અકસ્માત કર્યો એ વાતની તો ખબર પડી ગઈ પણ સાથે થયું શુ એ જાણવાની ઈચ્છા પર ખૂબ તીવ્ર હતી. રસ્તો કઈ રીતે કપાય ગયો ખબર જ ન પડી. ઘરે આવી. મારી માઁ સૂતી હતી. મેં કહ્યું, " આપણા શેઠ છે ને તેનો દીકરો વિદેશ થી આવ્યો છે. પરમ દિવસ રાતે એને અકસ્માત કર્યો હતો તો પોલીસ આવી હતી. મને ખુબ ડર લાગ્યો કે કઈ ચોરીનું તો નહીં હોય ને પછી નિરાંત થઈ કે એવું કશું નથી.. માઁ તું સાંભળે છે ને.....? કે પછી સૂતી છે...?" હું એની નજુક ગઈ, માથા પરથી ઓઢેલી ચાદર મેં સરકાવી, મારી મોટે થી ચીસ નીકળી ગઈ...માઁ........

ખુદને સાંભળી શકું એ તાકાત ત્યારે મારામાં ન હતી. ચહેરો એકબાજુ ઢળી ગયો હતો ને આંખો ખુલ્લી નિસ્તેજ બની ગઈ હતી. ગરીબી, શોષણ, પીડા, વેદના અને દર્દમાંથી મુક્ત થઈ એ જતી રહી હતી પરલોકમાં. ખૂબ અફસોસ થયો મને છેલ્લીવાર હું તેની સાથે વાત પણ કરી શકી. મારી ચીખ સાંભળી આજુબાજુ વાળા દોડી આવ્યા. મને રડતી જોઈ બીજી સ્ત્રીઓએ મને થોડું એકબાજુ કરી, મારી માને તપાસવા લાગ્યા પછી કરુણ અવાજે બોલ્યા, "દેવ થઈ ગઈ દીકરી તારી માઁ..."

હું આવક હતી, શરીરમાં જાણે લોહીની ગતિ રોકાય ગઈ હોય. જન્મદાત્રી જતી રહી હતી. મને આ કાદવમાં છોડીને, જીવનનો પહેલો મોટો માનસિક આઘાત હતો જેને સહન કરવો ખૂબ કઠિન હતો. હું ત્યાં જ ઢળી પડી. કદાચ મુરચ્છિત થઈ ગઈ હતી. શુ બની ગયું એ પછી કઈ જ ખબર ન હતી. થોડા સમય પછી હોસ આવ્યો. મને પાણીનો પ્યાલો બાજુવાળા દાદીએ આપ્યો. મારી માની નનામી તૈયાર હતી. મોહલ્લાના વડીલો પણ ભેગા થઈ ગયેલા હતા. મા નો અંતિમ શણગાર કરવામાં આવ્યો હતો. હું ધ્રૂજતી હતી. આંખોમાંથી આંસુ પડતા ન હતા. મારે ખૂબ રડવું હતું પણ રડી શકતી ન હતી. અચાનક લાગેલા આચકાને કારણે અશ્રુઇન્દ્રી સુકાઈ ગઈ હોય એવી હાલત મારી હતી.

ધ્રુજતા અને કરુણ અવાજે મેં મારી ઈચ્છા વ્યક્ત કરી, " મારે મારી માતાને અગ્નિદાહ આપવો છે." ત્યાં રહેલી બધી સ્ત્રીઓ એ મને ખુબ સમજાવી કે " આપણ સમાજમાં સ્ત્રીઓને સ્મશાને ન જવાય." પણ હું એ બંધન તોડીને પણ જવા માંગતી હતી. મારી રડમસ ઈચ્છાને વસ થઈ લોકો મને સ્મશાને લઈ જવા માટે તૈયાર થયા. મારા હાથમાં એક દોણી આપવામાં આવી, જેમાં થોડી આગ હતી. ધીરેધીરે હું આગળ ચાલવા લાગી, પગ ખૂબ ભારે થઈ ગયા હતા. મોટો દુઃખનો પહાડ ઊંચકીને ચાલતી હતી. મને સલાહ આપવામાં આવી હતી કે આગળ ચાલતું રહેવાનું પાછળ નહિ જોવાનું. મારી સાથે પેલા દાદી પણ ચાલતા હતા. મને એમણે થોડી ખંભાથી પકડી રાખી હતી. મોહલ્લાના ચાર પુરુષો કાધિયા બન્યા હતા.

સ્મશાન આવી ગયું. ફૌલાદી પાલખીમાં લાકડા ગોઠવાઈ ગયા હતા. માતાની નનામી ઉઠાવી ડાધુઓ પાલખીની પ્રદક્ષિણા કરતા હતા. પછી દેહને નનામી માંથી ઉપાડવામાં આવ્યો, ખડકેલા લાકડા પર રાખી દીધો. માથાની બાજુ માંથી કફનને ખેંચતા ગયા અને પગ તરફથી લાકડા દેહ પર ગોઠવતા ગયા. પુરા જીવનનો બોજ મારી માતાએ સહયો હતો. એટલે આ લાકડાનો બોજ તો સહી જ લેશે એવું મગજમાં આવી ગયું. પૂરું કફન દેહથી અલગ થઈ ગયું હતું ને દેહ પર લાકડાનું આવરણ આવી ગયું હતું.

એક વડીલ દાદાએ મને દોણી લઈ ચિતા ની ફરતે પ્રદીક્ષિણા આપવા કહ્યું, મેં પ્રદીક્ષિણા આપી પછી એ લોકોના કહેવા મુજબ, મેં અગ્નિદાહ આપ્યો અને થોડી દૂર જઈ જોરજોરથી રડવા લાગી, આંખોમાં અટકાય ગયેલા આંસુનું પુર છૂટી ગયું હતું. આજ હું અનાર્થ થઈ ગઈ હતી. મારી મા આ ફાની દુનિયા છોડી ને જતી રહી હતી. આ સળગતી ચિતામાં એના તમામ દર્દ ભળભળ બળી રહ્યા હતા. હાડકા તૂટવાનો અવાજ આવી રહ્યો હતો. શરીરનું પાણી છમછમ કરતું સળગતી આગમાં પડી બાષ્પ થઈ રહ્યું હતું. ચિતા પર દેહને સળગવામાં વધુ વાર ન લાગી કારણ કે એ અંદરથી જ વર્ષોથી સળગી રહી હતી. ચિતાના જ્વાળા એ મોટું રૂપ ધારણ કરી લીધું અને મારી મા એમાં વિલિન્ન થવા લાગી. થોડીક ક્ષણોમાં જ્વાળા ઓછી થવા લાગી. બધા ભગવાનનું નામ લઈ રહ્યા હતા. અને સ્ત્રીઓ એ મને સંભાળી હતી.

વર્ષોથી પીડાતો દેહ આજ રાખમાં મળી ગયો હતો. મારી મા આ દુનિયા વચ્ચે મને એકલી છોડીને ચાલી ગઈ હતી. એક સંબંધનો અસ્ત થઈ ચૂક્યો હતો અને રહી ગઈ હતી બસ યાદ, એના ચહેરાના મારા દિમાગ અને દિલ પર છપાયેલ લકીરો, એન રક્તનું એક બુંદ જે મારામાં દોડી રહ્યું છે. મારી માતાની સાથે જ સૂરજ પણ અસ્ત થઈ ચૂક્યો હતો...

અંતિમ સંસ્કાર કરી ઘરે આવી. ઘર હવે ઘર જેવું ન હતું, વાતાવરણમાં રહેલી લાગણી મરી ચુકી હતી. સ્ત્રીઓના મોઢામાંથી બિચારી શબ્દ વારેવારે નીકળી રહ્યો હતો. આજુબાજુ વાળા લોકો મને દયાની નજરે જોઈ રહ્યા હતા. લોકો દિલાસો આપી રહ્યા હતા. એક ઓછીયાળા જીવનની કદાચ આ શરૂઆત ચુકી હતી. મારે ખુદ પર ઉભું થવાનું હતું, જીવવાનું હતુઝ સહેવાનું હતું, પડવાનું હતું અને ઉભા થઇ દોડવાનું હતું. લોકોની દયા દ્રષ્ટિ પર ક્યારેય જીવન ટકી શકતું હતું. આ બધી ફિલસુફી અત્યારે નિરર્થક હતી. કારણ કે હમાણ જ મારી માતાની રાખ ઠંડી થઈ હતી.

અંશ અને ભરતની આંખોમાં આંસુના ઓઝ આવી ગયા. વૃદ્ધાની ઊંડી આંખોમાંથી આંસુનો પ્રવાહ વહેતો થઈ ગયો. વાતાવરણ શાંત અને ગમગીન થઈ ગયું. સાથે ગગન સુરજ પણ હાંફીને અસ્ત થવા લાગ્યો. અભેદ મૌન ને કોણ તોડે એ જ કોઈને સમજાતું ન હતું. એટલામાં ચમેલી આવી ને કહ્યું, " માસી હવે જમ્યા પહેલાની આ દવા પીલો..." વાતાવરણ થોડું તૂટ્યું, અંશ અને ભરત વૃદ્ધા પર દયા ભરી નજરે જોઈ બોલ્યા, " હવે અમે રજા લઈ કાલે સવારે આવીશું. અને તમને જુના પ્રસંગ યાદ અપાવવા બદલ ક્ષમા માંગી છીએ..." વૃદ્ધા ભૂતકાળના વસ્ત્રો ખંખેરી બોલી, " અરે વાંધો નહિ, જે બની ગયું છે એ ક્યારેય બદલવાનું નથી તો એમાં ક્ષમા ન માંગવાની હોઈ. તમતમારે જાવ નિશ્ચિત થઈ ને....."

ભરત અને અંશ ઘર બાજુ ચાલતા થયા અને દિવસનો અંત પણ થવા આવ્યો હતો.....

(ક્રમશ:)