visit in bus - 4 in Gujarati Love Stories by Mr.Rathod books and stories PDF | બસ માં મુલાકાત - 4

Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

બસ માં મુલાકાત - 4

ચાલતા ચાલતા કોલેજ ના ગેટ સુધી પહોંચ્યો અને કેમ્પસ માં પ્રવેશતા જ ......

 

 

" કોલેજ કેમ્પસ માં "

મારો મીત્ર ઉત્સાહ સાથે તૂટી પડ્યો મારી પર, " કા ભાઈ શુ થયું કઈ મેળ પડ્યો...? કઈ વાત થઈ..? તારી ગાડી આગળ વધી કે નહિ..? પાર્ટી નું સુ છે કયારે આપો છો....?"

સાવ અજાણ બનતા મેં કહ્યું " શેની પાર્ટી ? અને સેનો મેળ પાડવાની વાત કરે છે? "

"અરે ભાઈ પેલી બસ વાળી છોકરી જોડે, જે રોજ તારી બાજુ માં આવીને ઉભી રહે છે એની." - મિત્ર એ કહ્યું .

મેં કીધું " ના ભાઈ અજુ સુધી કઈ મેળ નથી પડ્યો "

તો એણે કીધૂ " ભાઈ ગપ્પા ના માર ચહેરો કહીદે છે કે આજે વાત થયી જ હશે" 


મારો ખાસ મિત્ર છે, એટલે એના થી હું કઈ વાત છુપાવતો નથી. મેં એને બધી વાત માંડી ને કરી. 


એને મારો બયડો થપ થાપવાતાં કીધું " વાહ સાવજ વાહ, આજ તો વાત કરીજ લીધી અમને "


મેં કીધું " તો યાર ક્યાં સુધી રાહ જોવી , પણ ભાઈ કઈ ખાસ વાત બની નહિ."


મારા મિત્ર એ મને કીધું " અરે ભાઈ આજે એટલું થયું કાલે વધારે થશે, ધીરજ ના ફળ મીઠા "


મેં મનને મનાવતા કીધું " હા ભાઈ ધાર્યું ધણી નું થાય". પણ હાલ તો ક્લાસ માં નહિ ગયા તો સાહેબ આપણી વાંહે ધાર્યું લઇ ને દોડશે. એટલે સીધા જ દોડતા દોડતા ક્લાસ માં. પછી કોલેજ થી છૂટી ને ઘરે ગયા.

રાત્રે જમીને એયીને ધાબે વહેલા ચડી ગયો સુવા માટે, પણ પથારી માં પડ્યા પડ્યા આજના દિવસ વિશે જ વિચારતો હતો. ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ના રહી.

"બીજા દિવસની સવાર"


ફટાફટ ફ્રેશ થઈ ને નાસ્તો કરી હું કોલેજ જવા નીકળી ગયો અને જેવો જ બસસ્ટૅન્ડ પહોંચ્યો તો શુ જોયું મેં..?મારો ફ્રેન્ડ ત્યાંજ ઉભો હતો.


હું એને જોઈ ને ચકિત થઈ ગ્યો કોઈ દિવસ નહિ ને કોલેજ જવાના ટાઈમે આ ભાઈ અહીં કેમ, ફટાફટ ત્યાં જઈને પૂછ્યું એને

" ભાઈ આજ કેમ આ બાજુ....? કઈ કામ"


"કેમ ભાઈ આ એરિયામાં તમારું રાજ હાલે છે..?" એને મજાક ના મૂડ માં જવાબ આપ્યો.

"અરે કોઈદી નહિ ને આજ આવ્યા... એટલે ખાલી પૂછું છું" મેં કીધું એને.

"અરે ભાઈ આજ તો તમારા પેલા દુપટ્ટા વાળા મેડમ ને મળવા નું છે. એટલે આવ્યા છીએ." એને વળતો જવાબ આપ્યો.

ઘડીક તો મને કઈ સુજ્યું જ નહિ. કેમ કે આ ભાઈ જો આવશે તો કંઈક ને કંઈક ડખો કરશે એટલે.

મેં એને કીધું " અરે ભાઈ શુ તું પણ, એના માટે થઈ ને અહીં લાંબુ થવાય..?"

"ભાઈ વાત બીજા કોઈક ની હોઈ તો ના થવાય પણ મામલો તમારો છે એટલે આવુજ પડે અને હા આજ તો તારી અને એની દોસ્તી ફાઇનલ. "એને પુરા જોસ થી જવાબ આપ્યો .

"તું એવું કાંઈપણ ના કરતો કે મામલો બગડી જાય." મેં થોડો નર્વસતા થી જવાબ આપ્યો. 


એટલા માં બસ આવી ગઈ એટલે અમે દોડી ને આપડી ફિક્સ સીટ પર બેસી ગયા.

હું થોડો વિચારો માં હતો કે ભાઈ આજ આવ્યા છે જોડે તો કઈ આડું- અવળું ના કરી નાખે. એટલા માં મારો મિત્ર બોલ્યો. 


"અરે..તું મારા પર વિશ્વાષ રાખ હું બધું ઠીક કરી દઈશ."

 

આગળ કહાની માં શું થયું એ જાણવા તમારે થોડી રાહ જોવી પડશે....

એ માટે કહાની નો આગળ નો ભાગ વાંચતા રહો....

 


to be continue...........