Safarna Sathi in Gujarati Love Stories by Binal Dudhat books and stories PDF | સફરના સાથી

Featured Books
Categories
Share

સફરના સાથી

જીવનમાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે અેની જિંદગીમાં કોઈ એવું હમસફર હોય કે જે જીવનનાં સફરમાં હંમેશા સાથે
રહે, ખોટા હોય ત્યાં હકીકત સમજાવે, મુશ્કેલીમાં સાથ નિભાવે અને જીવનને ખુશીઓથી ભરી રાખે.....!

ઘણી વખત આપણી ઈચ્છાથી કંઇક ઊલટું જ થતુ હોય છે...!
જીવનમાં ઘણી વખત એવું પણ બને છે
જે વ્યક્તિને ઓળખતા જ ના હોય એ વ્યકિત હમસફર બને છે,
તો ઘણી વખત પ્રેમ કર્યો હોય જેની સાથે લગ્ન કરવા માંગતા હોય એમની સાથે લગ્ન ના પણ થાય,
તો ઘણી વખત અજાણતાં જ કોઈ ધાર્યો કરતાં સારુ મળી જાય,
અને કોઈ વખત કોઈનો બે પળ નો સાથ જિંદગી જીવાડી જાય....!


વાર્તા


અેક વખત કંઇક અેવું બને છે કે અેવીના સાથે.....

અેવીના અને આરવ કોલેજ વખતથી સારા દોસ્ત હોય છે,
સમય જતાં એમને એકબીજા સાથે પ્રેમ થઈ જાય છે...

એક દિવસ અેવીના ને ઘરે થી લગ્ન કરવાની વાત કરે છે તો
અેવીના ગભરાઈ જાય છે અને આરવ ને કહે કે હવે આપણે લગ્ન વિશે વિચારવું જોઇએ, ત્યારે મજાકમાં આરવ કહે "સારુ તું કહે ત્યારે કરી લઈશું"

અેવીના ઘરે વાત કરે છે આરવ વિશે,
પણ એમના ઘરેથી કોઈ માનતું નહી અને અેવીના ને એ બધું ભૂલી જવા કહે છે અને બીજે લગ્ન કરવા કહે છે..!

આરવ અેવીના ને કહે છે " હું કંઈક કરીશ તું થાય એ થવા દે,
તારા લગ્ન મારી સાથે જ થશે...! "

અેવીનાના પપ્પા છોકરો શોધી લે છે અને અેવીના હા પણ પાડી દે છે...!
લગ્ન ના દિવસે અેવીના આરવને કહે આજે તો આવ નહિ તો લગ્ન થઈ જશે...
આરવ કહે તો ચાલ તું આવી જા તૈયાર થઇ કોર્ટ મેરેજ કરી લઈએ .

અેવીના આરવની વાત માની કોર્ટ મેરેજ કરવા માટે આવી જાય છે.

લગ્નના દિવસે 3 કે 4 કલાક રાહ જોવે પણ આરવ ના તો ફોન રીસીવ કરે કે ના કશે દેખાય...!
અેવીના એ ઘરે પણ ચિઠ્ઠી લખી ને જાણ કરી હોવાથી એ ત્યાં પણ જઈ શકે તેમ નહિ હતી....
આખરે આરવ નો ફોન આવે છે અને એમ કહે છે કે એ તો મજાક કરતો હતો એમ થોડી લગ્ન થાય.. હજી જિંદગીમાં ઘણું કમાવાનું છે, સેટલ થવાનું છે... તે તો આ સીરીયશ લઇ લીધું, હું લગ્ન માટે પ્રિપ્રેર નથી... તું એમની સાથે જ લગ્ન કરી લે.... bye "

અેવીનાને કહેવા કે જવા માટે કંઈ બચતું નહિ.... એ ઝાડ નીચે બાકડા પર બેસેલી હોય છે અને રડતી હોય છે....

બીજી બાજુ ત્યાં કોર્ટ બહાર મલય નામનો અમીર ઘરનો અને બિઝનેસમેન એમના લગ્ન માટે વિદેશથી આવ્યો હોય છે પણ એમના જેની સાથે લગ્ન હતાં એ બીજા કોઈ સાથે ભાગી જાય છે....
આબરૂ રાખવા અને સમાજમાં વાતો ના થાય એટલે એને ત્યારે, એ સમયે જ લગ્ન કરવા હોય છે.....ઘણાં લોકોને કોન્ટેક કરી ને કહે છે પણ લગ્ન માટે કોઈ છોકરી મળતી નહીં.

પાંચ મિનિટની વાર હોય છે ત્યાં એની નજર એવીના પર જાય છે અને મલય સીધું લગ્ન માટે પૂછી લે છે...!

એવીના કઇ જાણ્યાં અને જોયા વગર હા પાડી દે છે...!

કોર્ટમાં જઈ બંને ને એકબીજાનું નામ ખબર પડે છે..!
બંને માટે આ લગ્ન સમજુતી પણ નથી હોતા કે નહીં મરજી,
માત્ર સહારો હોય છે અેકબીજા માટે...!

એવીના મલય સામે જોયા વગર કહે હું મારી ફરજ નિભાવીશ અને આભાર મને સહારો આપવા માટે.

બીજીબાજુ મલય એવીનાને કહે તમારો પણ આભાર અમારી ઈજ્જત રાખવા માટે...
મલય ને એવીના પહેલાં શબ્દોમાં જ ગમી જાય છે,
મલય એવીના ને ઘરે લઈ જાય છે ત્યારે એવીના ને ખબર પડે કે એ તો એના પપ્પાનાં ખાસ મિત્ર કે જે 15 વર્ષ પહેલાં વિદેશ માં જતા રહયાં હતાં એનો જ છોકરો છે, જયાં નાનપણથી લગ્ન કરાવવા માંગતા હતાં.
પણ વર્ષોથી સંપર્ક છૂટી ગયો હતો. આ એ જ મિલું છે જેની
સાથે રમતી હતી.

પણ એવીના કોઈને કંઈ કેહતી નહી...!
ચૂપચાપ થાય એ થવા દે છે..!

મલય એવીના પ્રત્યે આકર્ષાય છે પણ પોતાની જાતને રોકે છે,
મલય અેવીના ને ખૂબ સાચવે છે, એને ગમતું હોય એ કરવાનો પ્રયત્ન કરે છે,એને ખુશ રાખવા ચાહે છે.
બીજી બાજુ અેવીના પણ મલય ખુશ રહે તેમ રહે છે અને ઘરે બધાનું દિલ જીતી લે છે..!

અેક વખત જયારે મલયનાં પિતાને ખબર પડે કે આ તો
"અમુ " છે જે એમના મિત્રની દીકરી છે જે મને ખૂબ જ લાડકી હતી.

પણ એ પણ ઘરે કંઈ કહેતા નથી.

છેવટે થોડા સમય પછી એવીના ને મલમ પૂછે છે તારા પપ્પા કયાં રહે છે એમને ખબર છે કંઈ આપણા વિશે ?

એવીના નામ કહે છે ત્યાં મલય પણ ઓળખી જાય છે અને ખુશ થઈ ને કહે
" તું મારી અમુ છો, જેની સાથે હું રમતો, સ્કૂલે જતો....?
તે કીધું કેમ નહીં આજ સુધી?
Love u yarr, miss u so much,
I never expected, you will be my life partner,
So much happy n nice to meet you such a way....
Love a lot my Amu.....!"

મલમ પહેલીવાર અેવીના ને ભેટે છે... અને કહે છે મારી જિંદગીંમાં ભગવાને આપેલી અણધારી કિંમતી અમૂલ્ય ભેટ છો, નસીબદાર છું હું કે તું મળી,
મને પહેલાં શબ્દોથી જ લાગતું હતું કોઈ મારુ મને મળ્યું હોય.....!

લગ્ન તો હું પપ્પાનાં કહેવાથી કરવા માટે આવ્યો હતો...!
બાકી મારે લગ્ન નહિ કરવા હતાં...!
પણ તું મળી તો હવે ખુશ છું...!
માફ કરજે મને પરાણે તારે મારી સાથે લગ્ન કરવા પડયાં.

એવીના : " કદાચ તું જ મારા યોગ્ય હોઈશ, અને તું મળતો નહી હોય મારા પપ્પાને , એટલે ભગવાને જ આ યોજના બનાવી હશે....હું ખુશ છું તારી સાથે, સોરી તમારી સાથે( હસતાં હસતાં ), જોયું ને જિંદગીની સફર માટે જે યોગ્ય હમસફર હોય એને જ ઈશ્ચર "સફરના સાથી" બનાવે.

મલય : તો તું હંમેશાં રહીશ ને હમસફર?
અમુ : છેલ્લા શ્વાસ સુધી...!


***