Sakaratmak vichardhara - 12 in Gujarati Motivational Stories by Mahek Parwani books and stories PDF | સકારાત્મક વિચારધારા - 12

Featured Books
  • એકાંત - 55

    કુલદીપ ગીતાને ભુલવાં તૈયાર થઈ ગયો હતો, ત્યાં અચાનક જાણવાં મળ...

  • MH 370 - 22

    22. કેદી?હું ઊભો થયો. અત્યારે અંધારિયું ચાલતું હતું તેથી ચંદ...

  • રક્તાહાર

              જમશેદપુર નામનું એક ખુબ જ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત રાજ...

  • ભીમ અને બકાસુર

    યુધિષ્ઠિર મહારાજ, ભીમ, અર્જુન, સહદેવ અને નકુળ પાંચ પાંડવો તે...

  • પ્રાણી જગતનાં સુપરહીરો

    સુપરહીરો માત્ર સાયન્સ ફિકસનની દેન છે પણ એ વાસ્તવિકતા છે કે પ...

Categories
Share

સકારાત્મક વિચારધારા - 12

સકારાત્મક વિચારધારા 12


"દરિયો ના મળે તો શું?
નાળા માંથી નૌકા પાર લગાડીશું.

આસમાન ના મળે તો શું?
ચાંદ તારા ને જમીં પર બોલાવીશું?

કિસ્મત ના આપે સાથ તો શું?
ખુદા ને દોસ્ત બનાવીશું."

રમીલા બેન, ગામડા ના રહેવાસી માત્ર બે ચોપડી ભણેલા,પણ નાનપણ થી જ બહુ જિજ્ઞાસુ છોકરી દરેક બાબતે પ્રેક્ટિકલ જ્ઞાન ધરાવનાર.દરેક વાત તેમણે તેમની પાપાથી શીખેલી.વાત પછી રસોડા માં કામ કરવાની હોય કે પછી તેમના પોતાના ખેતર માં કામ કરવાની હોય.તેમની જિજ્ઞાસાવૃત્તિ બનેં જગ્યાએ તે સરખી જ રહેતી. તેમના આવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ થી અંજાઈને તેજેશ્વર ભાઈ. જે ગ્રેજયુએટ અને ગામ માં સૌથી વધુ ભણેલ વ્યક્તિ હતા. તેમણે એટલે કે, ગામ ના સરપંચ ના પુત્ર એ લગન નો પ્રસ્તાવ રમીલાબેન ને ત્યાં મોકલાવ્યો.રમીલાબેન માટે તો આ પ્રસ્તાવ તો ઈશ્વર ની કૃપા હતી.
વડીલો ની સ્વીકૃતિ થી બંને ના હસ્તમેળાપ થયા અને ગૃહસ્થ જીવન ની શરૂઆત થઈ. સમય વીતતો ગયો સમય ની સાથે રમીલા ને પુત્ર પ્રાપ્તિ થઈ, સમય પસાર થતાં ફરી પુત્રી ની પ્રાપ્તિ થઈ.ઈશ્વર ની કૃપા થી પરિવાર સમપૂણૅ થયો.
રમીલાબેન તેમના પરિવાર સાથે ખૂબ ખુશ હતા .બાળકો ની રજા હોવાથી તેઓ બાળકો ને લઈને પિયરે ફરવા ગયેલા. તેજેશ્વરભાઈ તેમને મૂકવા ગયેલા અને ઘરે પાછા ફરતી વખતે તેમની બાઈક એક બસ,વાળા સાથે અથડાઈ ગઈ અને ન થવાનું થઇ ગયું.તેજેશ્વર ભાઈ ત્યાં જ મૃત્યુ પામ્યા. આખા ગામમાં હાહાકાર મચી ગયો.
ત્યારબાદ જાણે રમીલાબેન માથે આભ તૂટી પડ્યું, શરૂઆત માં તો તેમના પિયર વાળા તેમને પોતાની સાથે લઈ ગયા.બે મહિના સુધી તેઓ પોતાના બાળકો સાથે ત્યાં જ રહ્યા તેમના માતા પિતા અને ભાઈ બહેન તેમને આવી રીતે જોઈ શકતા નહોતા પણ વિધિ ના વિધાન ને કોણ બદલે? અને ક્યાં સુધી આમ સહાનુભૂતિ સાથે જીવવાનું?કેટલા દિવસ સુધી ત્યાં આવી રીતે રહેવાનું?તેમના મન માં એક જ વિચાર ચકરાવે ચઢ્યો હતો." હવે ગુજરાન ચલાવવું કંઇ રીતે? કંઇ રીતે બાળકો ને એકલે હાથે મોટા કરવા? હું તો માત્ર બે ચોપડી જ ભણેલી છું? અને કેટલા સમય સુધી ભાઈ કે દિયર પર નિર્ભર રહેવાનું ?આખરે તેમને નિર્ણય લીધો કે કંઇક તો કરવું જ છે."પણ આ વિચારે રમીલાબેન ની રાત્રિ ની ઊંઘ ઉડાડી દીધી હતી.અંતે તેમને નિર્ણય લીધો .હું ના ભણી તો શું મારા બાળકો ને તો સારું શિક્ષણ આપવાનું જ છે અને કાલ થી જ હું લાકડા કાપવા જઈશ અને ઘરે ઘરે ઓછા ભાવે કોલસા નું વેચાણ શરૂ કરીશ.થોડા જ સમય માં મોંઘા ભાવે બજાર માં વેચતા કોલસા નું વેચાણ ખૂબ ઘટી ગયું.

શરૂ શરૂ માં બજારભાવ કરતા ઓછા ભાવ માં વેચાણ શરૂ કર્યું અને પહેલાં પહેલાં માત્ર એક થેલી કોલસો ભરીને લાવતા અને પછી બે, ત્રણ, ચાર ત્યાર બાદ આખી લારી અને એકલા કામે ન પહોંચી વળતા આસપાસ ની સ્ત્રીઓ ને પણ કામ શીખવી કમિશન પર કામ કરવાનું શરૂ કર્યું ત્યાર બાદ દુકાન ખોલી. તેમના બંને બાળકો ભણી ગણી ને ડોક્ટર બન્યા.આજે એ તેમને જોઇને ખુશ થાય છે .
રમીલાબેન માત્ર પોતાના માટે નહી પણ અન્ય સ્ત્રીઓ માટે પણ રોજગારી ની તકો ઊભી કરી એટલું જ નહી ભણેલા ન હોવા છતાં સ્ત્રી સશક્તિકરણ નું બહુ
સરસ ઉદાહરણ પૂરું પાડ્યું .કોઈ પણ જાત ની ડીગ્રી અને રોકાણ વિના તેમણે પોતાનો ધંધો સ્વબળે શરૂ કર્યો અને

"એક સ્ત્રી ધારે તો કંઇ પણ કરી શકે છે."
મહેક પરવાની