The Author જયદિપ એન. સાદિયા Follow Current Read મન અને હ્રદય By જયદિપ એન. સાદિયા Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books The Presentation # THE ROBOT HELPERS## By Vijay Sharma Erry---# Chapter 7: Th... Building Hope # THE ROBOT HELPERS## By Vijay Sharma Erry---# Chapter 8: Bu... Unexpected Challenges # THE ROBOT HELPERS## By Vijay Sharma Erry---# Chapter 11: U... Conflict of Emotions - 8 Conflict of Emotions (The emotional conflict of a girl towar... THE LAST BLOOM The waves whispered against the rocks as Arun Mehta, seventy... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share મન અને હ્રદય (5.5k) 1.2k 4.4k *Disclaimer * " આ વાર્તા નાં બધાં નામો, વિષયો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. " ************શ્રેષ્ઠ મિત્રતા નું ઉદાહરણ એટલે પ્રાણનગરી ની " મન અને હ્રદય ની જુગલબંધી ". પ્રાણનગરી માં રહેતું દરેક જીવ હંમેશા તેમની મિત્રતા નાં ગુણગાન ગાતું. મન અને હ્રદય ને પણ એમની મિત્રતા પર એટલું જ ગર્વ થતું. કોઈકવાર હ્રદય મન જોડે ટીખળ કરતું તેમ છતાં મન હ્રદય ની વાત ને અવગણી હંમેશા હ્રદયની જોડે મિત્રતા નિભાવતું. મન હંમેશા વિચારો ને સમજી, જાણી ને ઉકેલ લાવવા મથામણ કરતું જ્યારે હ્રદય કોઈ ને કોઈ રીતે લાગણી અને ભાવનાની કદર કર્યા વગર જવાબદારી થી છટકબાજી કરતું. એક તરફ મન હંમેશા શાંત અને ગંભીર સ્વભાવ થી જીવતું જ્યારે હ્રદય કશી ચિંતા વિના મોજીલું જીવન જીવતું .હ્રદય ઘણીવાર મન ને કોઈને કોઈ રીતે પોતે શ્રેષ્ઠ અને સુંદર જીવન જીવી રહ્યું છે એવું વ્યક્ત કરાવ્યાં કરતું તેમ છતાં મન હંમેશ ની જેમ અવગણતું હતું. એક દિવસ મન સંવેદનશીલ વાતાવરણની વહેણ માં આવી ગયું અને અત્યંત ભાવુક વિચારો થી પીડિત થવાં લાગ્યું આ જોઈ હ્રદય ફરી મન જોડે ટીખળ કરી મન ને નીચું પાડી બતાવવાં નો પ્રયત્ન કર્યો અને ના બોલવાનું મન ને બોલવા લાગ્યું.ચૂપચાપ રીતે આજ સુધી સાંભળતું અને સહન કરતું આવતું આ મન આજે તેનું મૌન તોડી અને હ્રદય ને કહે છે, તે કોઈ દિવસ કોઈની લાગણીને જાણવાનો કે સમજવાનો પ્રયત્ન કર્યો છે કોઈ જોડે આત્મીયતા બાંધી છે? હંમેશા લાગણી ની સાથે રમત જ રમી છે કદર કરવાંને બદલે કાંકર માની ને એકતરફ તારવતો રહ્યો છે. મને આ પ્રાણ નગરી માં " વિચારો નો ' સ્પર્શ ' " મળ્યો છે જ્યારે તને તો" લાગણી અને પ્રેમ સાથે જોડાયેલા તમામ વિષય નો સ્પર્શ" મળ્યો છે. તને આ સ્પર્શ ની કિંમત જ નથી કારણ કે તને પ્રેમ શું એ ખબર જ નથી હું એ વિષય સાથે સીધી રીતે જોડાયેલો નથી તેમ છતાં હું ભાવુક થઈ જાઉં છું. માત્ર એક વાર , બસ એક જ વાર સાચાં અર્થ માં પ્રેમનાં ઋણાનુબંધ થી જોડાઈને ત્યારે તને " વિરહ , આક્રંદ , પીડા , દુઃખ , વલોપાત કોઈ માટે ની સાચી અને કિંમતી લાગણી નું ભાન થશે તેમજ આ તમામ ભાવુક વિષય નું જ્ઞાન થશે અને તું એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી પણ તું એ અસહ્ય પીડાથી સદાય તને કોસતો જ રહીશ યાદ રાખજે આ શબ્દો બસ એક વાર પ્રેમ થવાં દે તારું આ મોજીલું જીવન તને એકાએક મૌન તરફ દોરી જશે ના તું કોઈને કહી શકીશ ના તું રહી શકીશ. " ગમે તેટલી ગાઢ મિત્રતા હોવા છતાં માત્ર એક ભૂલ એ મન અને હ્રદય નાં શ્રેષ્ઠ મનાતાં સંબંધ ને અવશેષ માં પરિવર્તન કરી દીધો. વર્ષો વીતી ગયાં તેમ છતાં આ પ્રાણનગરી માં મન આજે પણ અસંખ્ય વિચારો ના વહેણ સાથે ખુશી થી સ્વતંત્ર જીવન જીવી રહ્યું છે જ્યારે હ્રદય આજે પણ મન દ્વારા છોડેલાં શાબ્દિક બાણ ની પીડા ભોગવી રહ્યું છે. "આ વાત આપણાં સામાજિક જીવન માં પરસ્પર રહેલાં સંબંધો માં પણ ઘણાં ખરાં અંશે સામ્યતા દર્શાવે છે. વાત ભલે સાવ સામાન્ય હોય પણ સ્વમાન ને ઠેસ પહોંચે ત્યારે ગમે તેટલો ગાઢ સંબધ હોય તે ધરાશય થતાં વાર નથી લાગતી. Download Our App