DEATH AFTER DEATH. the evil of brut - 55 in Gujarati Horror Stories by Nirav Vanshavalya books and stories PDF | DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 55

Featured Books
  • Fatty to Transfer Thin in Time Travel - 13

    Hello guys God bless you  Let's start it...कार्तिक ने रश...

  • Chai ki Pyali - 1

    Part: 1अर्णव शर्मा, एक आम सा सीधा सादा लड़का, एक ऑफिस मे काम...

  • हालात का सहारा

    भूमिका कहते हैं कि इंसान अपनी किस्मत खुद बनाता है, लेकिन अगर...

  • Dastane - ishq - 4

    उन सबको देखकर लड़के ने पूछा की क्या वो सब अब तैयार है तो उन...

  • हर कदम एक नई जंग है - 1

    टाइटल: हर कदम एक नई जंग है अर्थ: यह टाइटल जीवन की उन कठिनाइय...

Categories
Share

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 55

રોમના ત્રણ વર્ષના મારેલા  શિકારોના બચેલા અવશેષો  પણ અહીં નિર્જન જંગલમાં ઠેર ઠેર જોવા મળી રહયા  છે. કોઈ પશું  નું માથુ કપાયેલી હાલતમાં છે તો કોઈકના હાથ પગ તો વળી કોઈકના આતરડાઓ અહીં નિર્જન વનમાં આમતેમ પડ્યા છે. કારણ કે રોમન તેમનો શિકાર કરીને માત્ર માસ જ ખાતો હતો બાકી બધું ફેકી  દેતો હતો. કેટલાક મૃત પશુઓના દેહો સુકાઈ ગયા છે અને રીતસર તેમની  ખોપડી ઓ અને હાડપિંજરો પણ દેખાવા લાગ્યા છે.આ મૃતદેહોને કોઈ ખાઈ  શકે તેમ પણ નથી કારણ કે આટલા નિર્જન વિસ્તારમાં અન્ય કોઈના માટે નો એન્ટ્રી જ છે. ઠેરઠેર રક્ત ના  ભરેલા  પાત્રો છે. ઠેરઠેર માસ અને મૃતદેહો છે.અને ઠેરઠેર હાડપિંજરો છે અને આજ બધી ભયાનકતાઓમાં રોમન રાત્રે સુતો પણ હતો અને દિવસે  જાગતો પણ હતો.દ્રશ્ય ની ભયાનકતા અને નિર્મમતા  તથા કરુણતા એટલી બધી છે કે જો કદાચ તેને  પ્રેતો નો સરદાર પણ જોઈ લે તો તે પણ એકવાર તો કંપી જ  ઊઠે. પરંતુ આ ફીમેલ છે , ઇન્ટરનેસ્ડ  કમર ફિમેલ. જેને કદાચ ભય લાગતો હોવા છતાં પણ કદાચ તે અહીં રહેવા માટે વિવશ છે.

સૂર્યાસ્ત થઈ ચૂક્યોો છે અનેેેેે થોડીવાર પછી જંગલી  જાનવર અને આદમખોર માનવી કરતાં પણ ભયંકર લાગતો રોમન બગાસાં ખાવાના  ચાલુ  કરે છે.અને થોડીવાર પછી તેના મંચ પર ચડવા લાગે છે અને ghost with human body (Branch ghost) જેવો લાગતો રોમન સુવાની તૈયારી કરી રહ્યો છે. થોડી જ વારમાં રોમન ની આંખો બંંધ થાય છે અને દેવી નિદ્રાનો દાસ બની જાય છે.
 
અને તરત જ તેના  મંચ પરથી કોઈક ઓલ્ટરનેટિવ ચાલ સાથે નીચે ઉતરતું હોય તેવો અવાજ સ્પષ્ટ સંભળાઈ  રહ્યો છે.આ અવાજ પણ સ્પષ્ટ સંભળાય જ કેમ કે સમગ્ર વિસ્તાર નિરજન છે અને નૉઈઝ  લેસ પણ. જેમ જેમ સમય પસાર થઇ રહ્યો છે તેમ તેમ આ અવાજ સમગ્ર નિર્જન વનની અંદર સંભળાઈ રહ્યો છે અને છેલ્લે છેક નિર્જન ની સીમાઓ સુધી પણ.એટલે લાગે છે કે ફિમેલ તેના સામ્રાજ્ય વાળા આ નિર્જન વન ની અંદર રાત્રે આટા મારી રહી છે. નિરજન વન ની સીમાઓ દેખાઈ રહી છે અને તે સીમા દેખાતા ની સાથે જ ઓલ્ટરનેટિવ વૉક નૉઈઝ  બંધ થાય છે.
એ સીમાઓની બહાર વન્ય જીવનની ચહેલ  પહેલ  પણ દેખાઈ રહી છે.અને તેના અવાજો પણ સંભળાઇ રહ્યા છે.એક નિશાચર એનાકોન્ડા ત્યાંથી પસાર થઈ રહ્યો છે પરંતુ ફીમેલ ની ઉપસ્થિતિની અનુભૂતિ કરી ને તે અચાનક  જ ઝાટકો ખાઈને પાછો વળી જાય છે. અને રીતસર જંગલમાં દોડવા લાગે છે. female તેના સામ્રાજ્યમાં પાછી ફરે છે પરંતુ પાછા ફરતી વખતે પણ તે દ્રશ્ય ની ભયાનકતા  માં વધારો જ કરી રહી છે.
 
ઝાડની ડાળીઓમાં થી બનાવેલી કલમો પણ એટલી બધી રક્તરંજિત અને નિર્મમ દેખાઈ રહી છે કે જાણે આ કલમો એ લેખનનું નહીં બલ્કે કોઈક ની હત્યા કરવાનું કામ કર્યું હોય. પરંતુ નિર્જન વન ની  આ બધી જ નિર્મમતા ઓ અને ભયાનકતા ઓ સર્વથા ક્ષમ્ય જ હતી. કારણ કે સંસાર જ્યારે રોમન ની વિકસીત કરેલી  સ્પ્રિંગ લેંગ્વેજ ને પ્રાપ્ત કરશે ત્યારે બહુ મોટી અંધશ્રદ્ધા દૂર થશે અને માનવી પ્રેત  લોકોને પણ આદર અને સન્માન થી જોઈ શકશે જેના તેઓ હકદાર તો છે જ.
 
મિત્રો હવે કથા તેના અંત બાજુ પ્રયાણ કરી રહી છે.અને જેમકે તમે જાણો છો તેમ કથા બહુ જ પેચીદી  છે.એટલે કથાને તેના અંતિમ ચરણમાં મુકતા પહેલા તેને થોડીક  રીવાઇન્ડ કરીને કથા ના  highlights એટલે કે મુખ્ય અંશો ને યાદ કરી લેવા પણ અનિવાર્ય છે.