Mission 5 - 9 in Gujarati Science-Fiction by Jay Dharaiya books and stories PDF | મિશન 5 - 9

Featured Books
Categories
Share

મિશન 5 - 9

ભાગ 9 શરૂ

"આઈ થિંક આ સ્પેસક્રાફટ અચાનક તેણે ઇમપેક્ટ પડ્યું એટલે બંધ થયું હતું હવે કદાચ શરૂ થઈ જવું જોઈએ" જેકે કહ્યું. 

"અરે એ બધું તો ઠીક જેક પણ સ્પેસ્ક્રાફ્ટમાં ઝોયા નથી દેખાઈ"

"ઝોયા સ્પેસક્રાફટમાં નથી તો ગઈ કયા?" જેક નવાઇ પામતા બોલ્યો. 

"અરે હમણાં તો આપણી સાથે જ હતી અને જ્યારે આપણે અંદર આવ્યા ત્યારે પણ કદાચ આપણી" હજુ રોહન આટલું બોલ્યો ત્યાં તો જેકે કહ્યું કે"હું આ મિશન માટે એક બલિદાન આપી શકું પણ આપણું બીજું સભ્ય ગૂમ થઈ જાય આ સહન કરી જ ન શકું" આટલું કહેતા જ સુસવાટા કરતો જેક સ્પેસ્ક્રાફ્ટની બહાર નીકળ્યો. 

"અરે જેક તને શું થાય છે પહેલા નિકિતા અને ઝોયા અને હવે આપણે આવી બેવકૂફી કરીશું તો આખું મિશન સફળ થવા છતાં આપણે અહીંયા જ મૃત્યુ પામીશું. એટલે હવે ચાલ પૃથ્વી ઉપર" રોહને અકળાઈને જેકને કહ્યું. 

"ના રોહન હવે હું પાછો સ્પેસ્ક્રાફ્ટમાં નહીં આવું તમારે જવું હોય તો તમે બન્ને બિન્દાસ્ત જઇ શકો છો સોરી હું નહીં આવી શકું. હું અહીંયા ઝોયાને શોધ્યા વગર આવીશ જ નહીં"

 

"અરે જેક તું વાતને સમજ"

 

"રોહન મારે કોઈ વાતને નથી સમજવી તું મારી સાથે આવતો હોય તો આવ નહિતર સ્પેસ્ક્રાફ્ટમાં પૃથવી ઉપર જા"

 

"તારા દોસ્ત છીએ યાર તને મૂકીને એમ નહીં જઈએ ચાલ હવે તે આપણી મોત આ ગ્રહ ઉપર જ નક્કી કરી છે તો પછી એ જ સાચું ચાલો આગળ" રીકે જેકને જવાબ આપતા કહ્યું. 

 

જેક, રોહન અને રિક ચારેક કિલોમીટર જેટલું ચાલ્યા ત્યાં તો એક સુંદર પહાડો દેખાયા અને ત્યાં એક નદી પણ હતી જેમાં ઘન સ્વરૂપે પાણી હતું. અને આ સમયે આકાશમાં લીલા કલરની સુંદર લાઈટો થતી હતી જે આખા ગ્રહની શોભાને વધારી રહી હતી. આ પહાડોની પહેલા એક મોટું જંગલ જેવું દેખાતું હતું જ્યાંથી પ્રકાશ આવતો હતો. 

 

"પેલા પહાડોની પાસે જો રોહન ત્યાં પ્રકાશ આવતો દેખાય છે"

 

"હા જેક પણ મને એ વાત નથી

સમજાતી કે જે ગ્રહ ઉપર માનવ સભ્યતાનો વિકાસ જ નથી થયો ત્યાં આ પ્રકાશ ક્યાંથી આવી શકે?અને અહીંયા આ જંગલ જેવું છે મતલબ અહીંયા માનવ જીવન ભૂતકાળમાં હોવું જ જોઈએ"

 

"હા તારી વાત તો બિલકુલ સાચી છે ચાલોને હવે આપણે ત્યાં જઈને જ તપાસ કરીએ કે આ પ્રકાશ આવે છે ક્યાંથી" જેક આતુરતાથી બોલ્યો અને તે લોકો ત્યાં જંગલમાં એ પ્રકાશ તરફ આગળ વધ્યા. 

 

જંગલમાં જતાવેંત જ જ્યાંથી પ્રકાશ આવતો હતો તે પ્રકાશ બંધ થઈ ગયો અને ત્યાં અંધારું છવાઈ ગયું. 

 

"હવે આટલા કાળા અંધારામાં આપણે સ્પેસ્ક્રાફ્ટ પર પાછા કેવી રીતે જી શકીશું?" રીકે જેકને કહ્યું. 

 

"અરે રિક તું અત્યારે શાંતિ રાખ આટલી દૂર આપણે પાછા સ્પેસ્ક્રાફ્ટમાં જવા થોડા આવ્યા છીએ. આપણે તો આ જંગલમાં પેલા પ્રકાશનો સ્ત્રોત શું હતો તે શોધવાનો છે. એટલે ભલે અંધારું હોય આગળ વધ્યા કરો કંઈક તો નવું આપણી નજરે પડી જ જશે"

 

રિક અને જેક ચર્ચા કરતા હતા ત્યાં તો પેલો પ્રકાશ પાછો દેખાયો અને હવે વધારે વાર ના લગાડતા તેઓ સીધા તે પ્રકાશ પાસે પહોંચ્યા. 

 

"અરે વાહ કેટલું સુંદર છે" રોહન નવાઈ પામતા બોલ્યો. 

 

"હા હવે ખબર પડી કે આ પ્રકાશ ક્યાંથી હતો મતલબ આ ગ્રહ ઉપર તો એવા ફૂલ પણ છે જે ચોક્કસ સમયે પ્રકાશિત થાય છે કુદરત પણ કેટલી કમાલ છે એ અહીંયા જોવા મળ્યું" જેક આતુરતાથી બોલ્યો. 

જેક હજુ વાત કરતો હતો ત્યાં રિકે ત્યાં પ્રકાશિત થનારા ફૂલોમાંથી એક ફૂલ તોડી નાખ્યું અને હાથમાં લઈ લીધું. 

 

"આ તે શું કર્યું આપણે પહેલા પણ વાત કરી હતું ને રિક કે આ ગ્રહ ઉપર આવેલી કોઈ પણ અજાણી વસ્તુને આપણે હાથ નહિ લગાડીએ હવે આ ફૂલ પાછો અહીંયા મૂકી દે"

 

"અરે ના જેક આ ફૂલ મારી પાસે રહેકે દેને એમ પણ જો આ ફૂલ મારા હાથમાં જ છે ને મને કોઈ થયું તો ચાલ હવે આગળ વધીએ"

 

"અરે તું પણ કમાલ છો યાર કાંઈ નહીં ચાલ આગળ વધીએ"આટલું કહીને તેઓ હજુ થોડાક આગળ વધ્યા ત્યાં તેમણે વરચોવરચ ઝોયા બેહોંશ થયેલી મળી. 

 

"અરે ઝોયા તો અહીંયા બેહોંશ પડી છે જેક, રિક અહીંયા આવો"

 

"વેલ ડન રોહન આપણને હિમા મળી ગઈ હો અને ઝોયાના સ્પેસસુઇટ પર કોઈ જગ્યાએ પ્રોબ્લેમ તો નથી થઈને એ જોઈ લેજો નહિતર આપણે તેનું ખૂબ જ મોટું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે" જેકે રોહનને કહ્યું. 

 

"ઝોયાના હેલ્મેટ ઉપર નાનકડી તિરાડ દેખાય છે તો ચાલો હવે જલ્દી ઝોયાને ઉપાડો અને સ્પેસ્ક્રાફ્ટ તરફ લઈ જાવ કારણ કે આ સમસ્યા આપણે જલ્દીથી સોલ્વ કરવી પડશે" આટલું કહીને રોહન, જેક અને રિક ત્રણેય ઝોયાને ઉઠાવીને પાછા સ્પેસ્ક્રાફ્ટ તરફ ઉઠાવીને લાવ્યા. અને બેહોંશ ઝોયાને પાછી સ્પેસ્ક્રાફ્ટમાં બેસાડી. 

 

"અરે ઝોયા ઉઠ... જો તું ક્યાં છો.. ઝોયા ઉઠ" જેક ઝોયાને હચમચાવતા બોલ્યો. 

"અરે હું ક્યાં છું" ઝોયાને ધીમે ધીમે હોંશ આવવા લાગ્યો અને ઝોયા બોલી ઉઠી. 

 

"અરે વાહ.. ઝોયા જીવતી છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ" રિક બોલ્યો. 

 

"હું જીવતી છું મતલબ તારો કહેવાનો મતલબ શું છે રિક?હું અહીંયા જ હતી"

 

"અરે ઝોયા તને ખબર નથી તારી સાથે શું થયું હતું?"

 

"ના મને એટલી ખબર છે કે આપણે ઇન્વેસ્ટિગેશન માટે બહાર નીકળેલા પછી હું અત્યારે સ્પેસ્ક્રાફ્ટમા આવી"

 

"અરે શું નોનસેન્સ જેવી વાત કરે છે યાર યાદ કર તને પેલું જીવ પકડીને લઈ ગયેલું અને તું ગમ થઈ ગયેલી"

 

"અરે શું તમે બધા મારી પાછળ પડયા છો મને એવું કંઈ પણ યાદ નથી હું તો થા ઇન્વેસ્ટિગેશન કરીને અત્યારે અહીંયા આવી મને એટલી જ ખબર છે"

 

"અરે ઝોયા ઇટ્સ ઓકે આપણને ઝોયા મળી ગઈ તેનાથી મોટી વાત આપણી માટે કાંઈ ના હોઈ શકે એટલે હવે તે વિશે કોઈ વાત નહિ કરે" જેકે તેના સાથીમિત્રોને કહ્યું. 

 

"તો ચાલો હવે નીકળીએ પાછા પૃથ્વી ઉપર બધા તૈયાર રહો" કહીને જેકે સ્પેસ્ક્રાફ્ટને ચાલુ કર્યું પણ સ્પેસ્ક્રાફ્ટ શરૂ થતાં જ પાછું બંધ થઈ ગયું. જેકે બીજીવાર કોશિશ કરી પણ આ વખતે સ્પેસ્ક્રાફ્ટ બંધ થતાની સાથે જ આખા સ્પેસ્ક્રાફ્ટમાં લાલા કલરની રેડ એલર્ટ ની લાઈટ થવા લાગી. જે સ્પેસ્ક્રાફ્ટમાં કોઈ મોટી ખરાબીનો નિર્દેશ કરતું હતું. 

 

"આ વળી કઈ મુસીબત આવી ગઈ આપણાં સ્પેસ્ક્રાફ્ટમાં?"

 

"અરે તું ઉભો રહે જેક લાવ મને જોવા દે સ્પેસ્ક્રાફ્ટનું લેવલ તો બરાબર છે ને?"

 

"ના સ્પેસ્ક્રાફ્ટનું લેવલ તો બરાબર જ છે કારણ કે એ બધું તો અહીંયા આ ગ્રહ ઉપર લેન્ડ કર્યા પછી મેં જ ચેક કરેલું હતું એટલે સમસ્યા કંઈક બીજી જ છે" રોહન ગભરાઈને બોલ્યો. 

 

મિશન 5 - ભાગ 9 પૂર્ણ

 

સ્પેસ્ક્રાફ્ટમાં શું થયું હશે?શું સ્પેસ્ક્રાફ્ટ હવે પૃથ્વી ઉપર જઇ શકશે?શું સ્પેસ્ક્રાફ્ટ પૃથ્વી ઉપર નહિ જઇ શકે તો જેક અને તેના સાથીમિત્રો શું કરશે?શું સ્પેસ્ક્રાફ્ટમાં થયેલું રેડ એલર્ટ કોઈ આવનારા ખતરાનું આમંત્રણ છે?શું આ મિશન 5 સફળતાપૂર્વક થઈ શકશે?

 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

 

વાંચકમિત્રો જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી પ્રતિભાવ અમને જરૂર આપજો.