મિશન 5
ભાગ 6 શરૂ
જેક અને તેની ટિમ જ્યાં સુધી રોકેટ પાસે પહોંચ્યા ત્યાં સુધી આજુબાજુમાં ઉભેલા દરેક લોકો તેઓનું સન્માન કરી રહ્યા હતા. કારણ કે સ્પેસમાં જઈને કોઈ સંશોધન કરવું તે દરેક દેશ માટે એક ગૌરવની બાબત છે. રોકેટની ચારેય તરફ ખૂબ જ વધારે પ્રમાણમાં સિકયુરિટી હતી. જેથી કોઈ જાસૂસી ના થઇ શકે.
"ગુડ બાય ઓલ જિંદગી રહી તો ફરી મળીશું" આટલું કહીને જેક અને તેના સાથીમિત્રો સ્પેસક્રાફટમાં બેસી ગયા. આટલું મોટું રોકેટ હવે થોડીકવારમાં આ રોકેટનો સિત્તેર ટકા હિસ્સો પીગળી જશર અને માત્ર એક નાનકડી કેપસુલ તેમણે સ્પેસમાં લઈ જશે.
"અરે સ્પેસ્ક્રાફ્ટમાં તો મને ખુબ જ બીક લાગી રહી છે આ વખતે?" નિકિતા ડરતા બોલી.
"અરે શું કામ ચિંતા કરે છે તું આ સ્પેસ્ક્રાફ્ટ ક્રેશ નહિ થાય તું ચિંતા ના કર" ઝોયાએ કહ્યું.
"અરે બાબા હું એટલે નથી ડરતી. પણ ઘણા સમય પછી હું કંઈક આવું મિશન કરી રહી છું એટલે" નિકિતાએ ઝોયાને કહ્યું.
"અરે હું તારી સાથે છું નિકિતા તો પછી તારે ચિંતા કઈ વાતની" જેક બોલ્યો.
"રોહન તું કેમ મુંજાઈને બેઠો છે" રીકે પૂછ્યું.
"અરે આપણે આટલા બધા દૂર તો આવી ગયા પણ શું આપણે સફળ થઈ શકીશું? કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આપણા પાછા પૃથ્વી ઉપર જીવતા આવવાના ચાન્સ માત્ર એક એક કે બે ટકા જ છે. "
"અરે યાર તું શું એવી ચિંતા કરે. કાં તો આપણે ઇતિહાસ રચિશું કા પછી ઇતિહાસ બનીશું. જો ઇતિહાસ રચ્યો તો તારું સન્માન થશે નીચે પૃથ્વી ઉપર. અને જો આપણને કઈ થઈ ગયું તો ઇતિહાસમાં નામ તો લખાશે જ. " રીકે રોહનને કહ્યું.
"મિત્રો આપણે સફળતાપૂર્વક સ્પેસમાં એન્ટર કરી ચુક્યા છીએ. અને પૃથ્વીના વાતાવરણને છોડીને હાલ હવે આપણે બધા શૂન્યવકાશમાં છીએ. હવે જો કોઈએ સ્પેસ્ક્રાફ્ટમાં જ ઉડવું હોય તો પોતાના બેલ્ટ ખોલી શકે છે" જેક ખુશ થઇને બોલ્યો. ,
"આ વખતે કિસ્મત પણ આપણી સાથે જ છે એટલે આપણે કોઈ પણ અડચણ વગર પૃથ્વીથી બહાર આવી ગયા. હવે બસ માત્ર પહોંચવાનું છે તો 55 કેન્ક્રી ઇ પાસે, બસ ત્યાં પહોંચી જઈએ એટલે બસ" ઝોયાએ ટીમ મેમ્બર્સને કહ્યું.
"અરે જરૂર પહોંચી જઈશું જો આમ ને આમ આપણે આગળ વધતા રહ્યા તો" રિક બોલ્યો.
બધા લોકોએ પોતાના સેફટી બેલ્ટ ખોલી નાખ્યા અને હવમાં હર ઉડવા લાગ્યા. હવે તેઓએ સ્પેસસુઇટ પહેર્યું કારણ કે રોહન અને રિકને સ્પેસક્રાફટની બહાર જવું હતું.
"અરે આ જો તો આ અવકાશ કેટલું સુંદર છે!આકાશને પૃથ્વી ઉપરથી જોવું અને અહીંયાથી તેમાં કેટલો ફરક છે"
"આ યાર અહિયાનો નજરો કેટલો સુંદર છે. ચારેય અંધારું અને એકદમ શાંતિ. એમ થાય છે એ અહીંયા જ રહી જાવ"
"હા તું અહીંયા રે રિક હું અંદર જાવ છું"
"એ ઉભો રે રોહન હું પણ આવું છું"
"અરે ભાઈ શું તકલીફ હતી બહાર થોડી વધારે વાર રહેવામાં?"
"બહાર કોઈ ગરમ ધાતુ જેવી વાસ આવતી હતી એટલે હું અંદર આવી ગયો"
"કાઈ વાંધો નહિ આપણે પછી જઈશું"
"અરે ઝોયા, નિકિતા તમેં કેમ હજુ આ પટી બાંધીને જ બેઠા છો બહારનો નજારો ઓ જોઈ આવો!" રિક હરખભેર બોલ્યો.
"અરે અમને બન્નેને ઉલટી જેવું થાય છે કમજોરી લાગે છે" નિકિતાએ રિકને કહ્યું.
"અરે તમારી તબિયત તો ખરાબ નથી થઈને" રોહન એટલું બોલ્યો ત્યાંતો જેકે કહ્યું"એમ પણ અવકાશમાં આવ્યા બાદ શરીરમાં કમજોરી આવવી, ઉલટી જેવું થવું એતો કોમન છે એમાં ગભરાવવની જરૂર નથી. ઘણા બધાંના શરીર ઋતુના ફેરફારને પણ નથી સહી શકતા. તો આ તો એક પ્રકારે શૂન્યાવકાશ છે એટલે ચિંતાની કોઈ જરૂર નથી. ધીમે ધીમે રેડી થઈ જશે અને હા ચાલો હવે કોઈને ભૂખ લાગી હોય તો ખાઈ લઈએ. "
"ઓહો શું છે ખાવામાં" રોહને જેકને પૂછ્યું.
"અરે રોહન આટલો ખૂશ ના થા. અહીંયા આપણે લિકવિડમાં એટલે કે પ્રવાહીમાં જ ખાવું પડશે. "
"હા જેક આ મને ખબર છે પણ ભૂખ લાગી છે એટલે પ્રવાહી પણ ચાલશે"આટલું બોલી જેક, રિક અને રોહન જમવા બેસી ગયા. નિકિતા અને ઝોયાની તબિયત ઠીક ન હોવાથી તેઓ સુતેલા હતા.
સ્પેસની અંદર હવે જેક લોકોએ ઘણો સમય વિતાવી દીધેલો. 55 કેન્ક્રી ઇ ગ્રહ તો સૂર્યની નજીક આવેલો હતો. ત્યાં ગરમીનું પ્રમાણ પણ વધારે હતું. ધીમે ધીમે જેક લોકો 55 કેન્ક્રી ઇ નજીક પહોંચી રહ્યા હતા. તેમના સ્પેસ્ક્રાફ્ટમાં હવે ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો. હવે એવો સમય આવી ગયો કે તે લોકો સ્પેસ્ક્રાફ્ટ ની બહાર વધારે સમય રહી પણ નહોતા શકતા. કારણ કે સૂર્યમંડળનો સૂર્ય હવે તે લોકોની નજીક હતો. હવે ધીમે ધીમે જેક લોકોને 55 કેન્ક્રી ઇ દેખાવ લાગ્યો હતો. હવે બસ તેની સપાટી ઉપર લેન્ડિંગ કરવાનુ હતું.
"હવે બધા લોકો એકદમ સરખા થઈ જજો. આપણે 55 કેન્ક્રી ઇ ની સપાટી ઉપર આપણાં સ્પેસ્ક્રાફ્ટ સાથે લેન્ડ થઈ રહ્યા છીએ. " જેક સ્પેસક્રાફ્ટને લેન્ડિંગ કરાવતા બોલ્યો.
"અરે આ લાઈટ કેમ લબક ઝબક થવા લાગી?"
"અરે આ સ્પેસક્રાફટ કેમ આટલું ધ્રુજી રહ્યું છે?"
"અરે સ્પેસ્ક્રાફ્ટમા આ અંદર ગેસ ક્યાંથી આવી રહ્યો છે?"
બધા સવાલો કરતા હતા ત્યાં જ સ્પેસક્રાફટ એકદમ બંધ પડી ગયું. અને સ્પેસ્ક્રાફ્ટની ઝડપ વધારે હોવાના કારણે રિક બેહોંશ થઈ ગયો.
"અરે રિક ઉઠ... રિક" જેક રિકને હચમચાવતા બોલ્યો. ,
"આપણે પહોંચી ગયા?" રીકે પૂછ્યું.
"રિક તને સરખો ઓક્સિજન મળે છે પહેલા મને એ કે"
"હા જેક મને બરાબર ઓક્સિજન મળે છે પણ પહેલા તું મને એમ કે કે શું આપણે 55 કેન્ક્રી ઇ ઉપર લેન્ડ કરી લીધું કે?"
"એ તો હમણાં આપણે આ ડોર ઓપન કરીયે પછી જ ખબર પડશે" આટલું કહીને જેક અને તેના સાથીમિત્રોએ મેન્યુઅલી ડોર ઓપન કર્યો. કારણ કે અણઘડ લેન્ડિંગને કારણે સ્પેસ્ક્રાફ્ટની બધી સિસ્ટમ બંધ થઈ ચૂકી હતી.
"અરે ઓહ માય ગોડ આ બધું શું છે?" જેક નવાઈ પામીને બોલ્યો.
"અરે તું કેમ આમ બોલે છે આવ ઓ મને તો જોવા દે શું છે અહીંયા!" રીકે જેકને કહ્યું.
"અરે બાપ રે! શું હું જે જોવ છું એ સાચું છે જેક?"
મિશન 5 - ભાગ 6 પૂર્ણ
શું જેક લોકો 55 કેન્ક્રી ઇ ની સપાટી ઉપર પહોંચી ગયા હશે? જેકે એવું તો શું જોઈ લીધું કે તે આટલો બધો નાઈ પામી ગયો?શું 55 કેન્ક્રી ઇ ઉપર કોઈ એવી વસ્તુ છે જે જેક લોકો માટે ખતરારૂપ છે? તો આ બધા સવાલોના જવાબો જાણવા વાંચતા રહો મિશન 5.
મિત્રો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારો કિંમતી પ્રતિભાવ આપજો.