Pranaybhang - 24 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | પ્રણયભંગ ભાગ – 24

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

પ્રણયભંગ ભાગ – 24

પ્રણયભંગ ભાગ – 24

લેખક - મેર મેહુલ

અખિલ રડતો હતો, તેને શાંત કરવા વાળું હાલ કોઈ નહોતું.તેનું નાક વહી રહ્યું હતું, આંખો સોજી ગઈ હતી, પૂરું શરીર કાંપતું હતું. વ્યક્તિ સતત એક કલાક રડે ત્યારે કદાચ આવું થતું જ હશે.

અખિલે કેટલાં સપનાં જોયાં હતાં, એ બધાં સપનાં વિશે હાલ એ વિચારી રહ્યો હતો, ‘ હું મામલતદાર બનીશ પછી સિયાને લગ્ન માટે પ્રપોઝ કરીશ અને સિયા કુદીને મને ગળે વળગી જશે.સિયા એક વિધવા છે એનું કલંક ભૂંસાઈ જશે અને તેની ગોદમાં એક મારું બાળક હશે. અમે સિત્તેર વર્ષના થશું ત્યારે પણ એકબીજાને એટલો જ પ્રેમ કરીશું. બધું પાણીમાં વહી ગયું’

‘ના, હું હાર નહિ માનું’ અખિલે પોતાની જાતને કહ્યું, ‘ભલે હવે અમે સાથે ના રહી શકીએ. મારે એની પાસેથી જવાબ જોઈએ છે. મારામાં શું ખામી હતી? ,કેમ એણે ચિરાગને મારાં કરતાં વધુ મહત્વ આપ્યું?’

અખિલે મોબાઈલ હાથમાં લીધો. વારાફરતી ચિરાગ અને સિયાને કૉલ લગાવ્યા પણ બંનેના ફોન બંધ આવતાં હતાં.

‘કોઈ તો રસ્તો હશે તેઓના સુધી પહોંચવાનો’ અખિલે વિચાર્યું.

‘કાલે સોસાયટીમાં સિયા વિશે પૂછપરછ કરીશ, કોઈને તો ખબર હશે જ’

*

સવારે ઉઠીને અખિલે સિયાની તપાસ હાથ ધરી. પુરી સોસાયટીમાં સિયાને કોઈ ઓળખતું જ નહોતું. અખિલ જ્યારે સિયાનો ફોટો બતાવતો ત્યારે લોકો ‘આને એક્ટિવા પર આવતાં-જતાં જોયેલી’ એમ કહેતાં. અખિલ સિયાનાં ક્લિનિકે પહોંચ્યો.ક્લિનિક પર ‘ શાહ ક્લિનિક’ નું બેનર હજી લટકતું હતું. અખિલે બાજુની શોપ પરથી દુકાનના માલિકનો નંબર લીધો અને કૉલ લગાવ્યો.

“હેલ્લો કોણ ?” સામેથી ઘેરો અવાજ આવ્યો.

“હું અખિલ સંઘવી, તમારાં કોમ્પલેક્ષ નીચે ઉભો છું, મારે એક શોપ વિશે માહિતી જોતી હતી”

“બોલો”

“તમારી શોપ નં.23 જેણે ભાડે રાખી છે એના વિશે તમે કંઈ જાણો છો?”

“એક મિનિટ હોલ્ડ કરજો” એ વ્યક્તિએ કહ્યું,

“તમે મિસ.સિયા શાહ વિશે જાણવા માંગો છો ?” થોડી ક્ષણો પછી એ વ્યક્તિએ પુછ્યું.

“હા, એનાં વિશે જ” અખિલ ઉત્સાહમાં આવી ગયો.

“જો ભાઈ, આમ તો હું કોઈને માહિતી ના આપી શકું પણ તું આ ઔરત વિશે પૂછે છે એટલે કહું છું તને, એક નંબરની પાગલ ઔરત હતી”

“મતલબ ?”

“હું કોઈને એક મહિના માટે દુકાન ભાડે આપતો નથી, ઓછામાં ઓછા છ મહિનાનું ભાડું એડવાન્સમાં લઉં છું.આ ઔરતને એક મહિના માટે દુકાન ભાડે જોતી હતી”

“તો તમે શું કર્યું પછી ?” અખિલે પુછ્યું.

“મેં એની પાસે ચાર મહિનાનું ભાડું વસુલ્યું અને એક મહિના માટે દુકાન ભાડે આપી દીધી”

“તને એની પાસેથી કોઈ પુરાવા તો લીધાં હશે ને ?”

“એક મહિનામાં ચાર મહિનાનું ભાડું મળે તો એવી માથાકૂટ કોણ કરે ભાઈ !” પેલાં વ્યક્તિએ કંટાળીને કહ્યું.

“મતલબ તમારી પાસે બીજી કોઈ માહિતી નથી” અખિલે નિરાશ થઈને પુછ્યું.

“ના, મારી પાસે બીજી કોઈ માહિતી નથી”

અખિલે ફોન કાપી નાંખ્યો.

‘એણે એક મહિના માટે જ કેમ ક્લિનિક ખોલ્યું હશે?’ અખિલ વિચારમાં પડી ગયો.

અખિલને હજી સિયા વિશે કોઈ માહિતી નહોતી મળી, સિયા સુધી કેવી રીતે પહોંચવું એ પણ અખિલ જાણતો નહોતો. અખિલ બસ એટલું જ જાણતો હતો કે તેની લાઈફમાં સિયા નામનું એક તુફાન આવ્યું હતું અને બે મહિનામાં બધું બરબાદ કરીને જતું રહ્યું હતું.

અખિલ હિંમત હારે એવો વ્યક્તિ નહોતો.એ રોજ સિયા સુધી કેવી રીતે પહોંચવું એનાં વિશે વિચારતો. એકવાર સિયાએ તેનાં ફેસબુક એકાઉન્ટનો ઉલ્લેખ કરેલો, અખિલે પુરો દિવસ ફેસબુક ખોળ્યું પણ સિયાનું એકાઉન્ટ ના મળ્યું.

સમય રેતીની જેમ સરતો રહ્યો. અખિલ સિયાની લાઈફમાંથી જતી રહી છે એવું અખિલે પણ સ્વીકારી લીધું હતું પણ અખિલ એકવાર સિયાને મળવા ઇચ્છતો હતો. સિયાએ આવું શા માટે કર્યું તેનાં જવાબ ઇચ્છતો હતો અને જ્યાં સુધી તેને આ જવાબ નહોતાં મળવાના ત્યાં સુધી એ જંપવાનો નહોતો.

જોતજોતામાં અખિલની પ્રિલિયમ એક્ઝામનું પરિણામ આવી ગયું.અખિલ મેરિટમાં આવી ગયો હતો.બે મહિના પછી તેને મેઇન્સ આપવાની હતી.અખિલ પાસે સમય નહોતો, એ બંનેમાંથી એક કામ કરી શકવાનો હતો, મેઇન્સની તૈયારી અથવા સિયાની તપાસ.

અખિલે દસ દિવસ સુધી સિયાની તપાસ કરવાનું નક્કી કર્યું, પછી પણ જો સિયાની કોઈ ભાળ ન મળે તો મેઇન્સની તૈયારીમાં લાગી જવાનો અખિલે નિર્ણય લીધો.

સવારે ઉઠીને અખિલે સિગરેટ સળગાવી, આજે કોઈ પણ હાલતમાં સિયાનો પત્તો લગાવવો જ એવો દ્રઢ સંકલ્પ કરી અખિલ તૈયાર થયો.અખિલે શરૂઆતથી શરૂ કર્યું.

બંનેની સ્ટોરીમાં ચિરાગની એન્ટ્રી થઈ એ પહેલાં બધું ઠીક ચાલતું હતું,ચિરાગના આગમન પછી સિયાનું વર્તન બદલાયું હતું.સિયા ચિરાગ સાથે વધુ વાતો કરતી.એક દિવસ અચાનક સિયાએ ગોવા જવાનો પ્લાન બનાવ્યો જ્યાં લગભગ સિયા જંગલી થઈ ગઈ હતી.

ગોવા જતાં જ તેણે પોતાની ભડાસ કાઢી અને પછીના દિવસોમાં સિરિયસ થઈ ગઈ હતી. જુદી જુદી પરિસ્થિતિઓમાં ફિલોસોફી આપતી અને તેને કદાચ મૂડ સ્વીંગની બીમારી પણ થઈ ગઈ હતી.ગોવામાંથી જ સિયાએ ખોટું બોલવાની શરૂઆત કરી હતી.તે ચિરાગ સાથે ચોરીછુપે વાતો પણ કરતી અને એક ડોક્ટર સાથે પણ….

‘હા….’અખિલ ચમક્યો, ‘તે કોઈ ડોક્ટર સાથે વાત કરતી,એનો નંબર મેં લીધેલો છે’

અખિલે મોબાઈલ હાથમાં લઈ ગેલેરીમાંથી એ સ્ક્રીનશોટ કાઢ્યો જે તેણે સિયાનાં મોબાઈલમાંથી લીધો હતો.તેમાં ડૉ.પારેખનાં નામે નંબર સેવ હતો.અખિલે એ નંબર ડાયલ કરી લગાવ્યો.

“હેલ્લો….” સામેના છેડેથી યુવતીનો અવાજ આવ્યો.

“ડૉ.પારેખ... ”

“હાજી... ”

“હું તમને મળવા ઈચ્છું છું” અખિલે કહ્યું.

“તમારી પત્નીને શું સમસ્યા છે ?” ડૉક્ટરે પુછ્યું.

“મારાં હજી લગ્ન નથી થયાં, પણ તમે એવું કેમ પુછ્યું?”

“હું ગાયનોકોલૉજીસ્ટ છું” ડોક્ટરે હળવું હસીને કહ્યું.

“હું બીજાં કામ માટે મળવા ઈચ્છું છું” અખિલે કહ્યું,

“હા બોલો શું કામ હતું ?”

“રૂબરૂ મળીને વાત કરીએ ?”

“ચોક્કસ, હું એડ્રેસ મોકલું છું. તમે અગિયાર વાગ્યે આવી જજો”

અગિયાર વાગ્યે અખિલ ડો.પારેખે આપેલા સરનામાં પર પહોંચી ગયો.દસ મિનિટ પછી તેને અંદર બોલાવવામાં આવ્યો.

“માફ કરશો તમને રાહ જોવડાવી” ડૉ. પારેખે કહ્યું, “બોલો શું કામ હતું મારું ?”

“મિસિસ. પારેખ” અખિલે સામે બેસેલી સ્ત્રીની ઉંમરનો અંદાજો લગાવીને કહ્યું, “બે મહિના પહેલાં તમારાં કોન્ટેક્ટમાં સિયા શાહ નામે એક યુવતી હતી, હું એનાં વિશે જાણવા આવ્યો છું”

“તમે મને તારીખ અથવા મહિનો કહેશો” મિસિસ. પારેખે ટેબલ પરથી રજીસ્ટર હાથમાં લઈને કહ્યું.અખિલે જે દિવસે સિયાનાં મોબાઈલમાંથી સ્ક્રીનશોટ લીધો એ તારીખ જોઈને કહી.

“જી હા, તેઓ મારી પાસે ગર્ભવતી થવાની સલાહ લેવા આવ્યાં હતાં” મિસિસ. પારેખે ધડાકો કર્યો.અખિલ હચમચી ગયો.

“ક્યાં વિષયમાં સલાહ લેવા આવ્યાં હતાં ?”અખિલને પોતાનાં કાન પર વિશ્વાસ નહોતો આવતો.

“ઘણીવાર એક ઉંમર થયા પછી ગર્ભવતી થવામાં મુશ્કેલીઓ આવે છે, તેનાં માટે કોર્સ કરવો પડે છે અને યોગ્ય પદ્ધતિથી સમાગમ થવું જોઈએ, સિયા શાહ એ જ મુદ્દે સલાહ લેવા આવેલા”

“પછી એ ગર્ભવતી થયાં હતાં કે નહીં ?” અખિલે પુછ્યું.

“એ તો ખબર નથી પણ એક મહિના પછી તેઓએ મને ગર્ભપાત કરવા કૉલ કરેલો પણ ગર્ભપાત કરાવવો ગુન્હો છે એટલે મેં તેઓને ગર્ભપાત ન કરાવવા સલાહ આપી હતી”

અખિલને ફરી આંચકો લાગ્યો.

“તેઓની સાથે બીજું કોઈ આવતું ?” અખિલે પુછ્યું અને પાછળથી ઉમેર્યું, “મિસિસ.પારેખ હું જાણું છું તમારાં મગજમાં ઘણાબધાં સવાલ થતાં હશે પણ મારે તેઓનાં વિશે જાણવું ખૂબ જરૂરી છે”

“હું સમજી શકું છું” મિસિસ. પારેખે કહ્યું, “પણ તેઓ અહીં આવ્યાં જ નથી.તેઓની સાથે મેં માત્ર ફોનમાં જ વાત કરી હતી”

“હવે તેઓનાં ફોન આવે છે ?” અખિલે છેલ્લો સવાલ કર્યો.

“મેં ગર્ભપાત ન કરાવવાની સલાહ આપી પછી તેઓનાં કૉલ આવતાં બંધ થઈ ગયાં હતાં” મિસિસ. પારેખે કહ્યું.

“તમારો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર” કહેતાં અખિલ ઉભો થયો અને દરવાજો ચીરી બહાર નીકળી ગયો.

(ક્રમશઃ )