મિશન 5
ભાગ 4 શરૂ
"આજે આ સાંભળીને ઘણો આનંદ થયો હવે આગળ આ મિશનમાં શું તૈયારી કરવાની છે એ કહો એટલે અમે કામ સ્ટાર્ટ કરી લઈએ" રિક ખૂશ થઈને બોલ્યો.
"હા રિક જરૂર!આપણે આ સ્પેસ મિશન માત્ર ઇન્વેસ્ટિગેશન માટે નથી કરવાનું પણ આ મિશનનો હેતુ કઈક અલગ જ છે" ડેઝીએ બધાને જણાવ્યુ.
"ઇન્વેસ્ટિગેશન સિવાયનો બીજો હેતુ શું હોય શકે જણાવશો?" નિકિતાએ ડેઝીને પૂછ્યું.
"હવે હું જે વાત કહું એ જાણીને તમને કદાચ શોક લાગી શકે પણ આ મિશનનો બીજો હેતુ છે 55 કેંકરી ઇ ઉપરથી કાર્બનના રૂપમાં પડેલા હીરાઓને પૃથ્વી ઉપર લાવવાનો અને આ જે કાર્બન પૃથ્વી ઉપર આવશે તેમાં તમારા બધાનો હિસ્સો પણ હશે" ડેઝીએ બધા લોકોને જણાવ્યુ.
"શું વાત કરો છો મિસ્ટર ડેઝી આ વાતની ખબર સરકારને છે?" જેકે ડેઝીને પૂછ્યું.
"ના આ વાતની ખબર સરકારને નથી અને ભવિષ્યમાં પણ આ વાતની ખબર સરકારને કાનોકાન નથી પડવા દેવાની" ડેઝી બધાને ચેતવતા બોલ્યા.
આ મિટિંગ આગળ વધી અને થોડાક સમયમાં આ વાતચીત પૂરી થઇ. હવે ડેઝીએ સરકારને મોકલેલા પત્રને ઘણા દિવસો થઇ ગયા હતા અને એક સવારે જ્યારે મિસ્ટર ડેઝી ઓફિસમાં બેઠા હતા ત્યારે સરકારનો જવાબ એ પત્રમાં આવ્યો. સરકાર તરફથી આવેલા પત્રમાં લખ્યું હતું કે"ડેઝી રોબર્ટસન અમે તમારા મિશન વિષેની માહિતી ચકાસી. આ ઇન્વેસ્ટિગેશન મિશન માટે તમે જે પાંચ લોકોને રાખ્યા છે તેની બધી જ્વાબદારી તમે ઉપાડેલી છે તેની અમને ખૂશી છે તમારા આ મિશનથી જો દેશ પૂરી દુનિયામાં રિપ્રેસ્ન્ટ થતો હોય તો અમે તમને સહમત છીયે. અમે તમને આ મિશન કરવા માટે પરવાનગી આપીએ છીએ અને સાથે તમે જે ફંડ અમારી પાસેથી માંગેલો એ ફંડ પણ અમે તમને આપવા તૈયાર છીએ. તમારું મિશન સફળ રહે તેની માટે અમારા તરફથી ખૂબ ખૂબ શુભેરછાઓ. "આ પત્ર વાંચીને ડેઝીની ખૂશીનો પાર ના રહ્યો. હવે સ્પેસ માટેના સ્પેસ્સુઇટ, સ્પેસક્રાફ્ટ અને બધા ટિમ મેમ્બરની ટ્રેનિંગ સ્ટાર્ટ કરવાની હતી એટ્લે બીજા દિવસે તરત જ બીજી આપાતકાલીન મિટિંગ બોલાવી લેવામાં આવી.
"મિત્રો આપણને આપના સ્પેસ મિશન માટે સરકાર તરફથી પરવાનગી મળી ગઇ છે અને સાથે સરકારે આપણને સ્પેસ મિશન માટે ફંડ પણ આપ્યું છે એટલે આપણે હવે આવતીકાલથી ટ્રેનિંગ પણ સ્ટાર્ટ કરી દેવાની છે " ડેઝીના બોલતાની સાથે જ બધા લોકો ખુશીથી જૂમી ઉઠ્યા.
"હા તો અમે NBL ટ્રેનિંગ સ્ટાર્ટ કરી લઈએ" જેકે બધા વતી ડેઝીને કહ્યું.
"હા જરૂર મને કોઈ વાંધો નથી પણ આપણે જે ગ્રહ ઉપર આપણે જઇ રહ્યા છીયે તે ગ્રહ સૂર્યથી એક્દમ નજીક છે એટ્લે આપણને જેમ નાસાના સમની મિશનોમાં ટ્રેનિંગ કરી છે તેની કર્તા થોડીક અલગ ટ્રેનિંગ કરવી પડશે જેની અંદર સૌપ્રથમ તમારા બધાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે તેમાં જો તમે જવા માટે યોગ્ય હશો પછી જ તમને મિશન માટે સિલેક્ટ કરવામાં આવશે આ ચેકઅપ પૂર્ણ થયા બાદ તમારે સ્પેસ વિહીકલ મોક અપ ફેસિલિટીમાં ટ્રેનિંગ કરવી પડશે જેથી ત્યાં અવકાશમા ઓરબિટ ઉપર આવ્યા બાદ તમને ઓરબિટ માં સ્પેસક્રાફ્ટ મેનેજ કેવી રીતે કરવું તેની ખબર પડે. આ ટ્રેનિંગ તમારે દરરોજ કરવી પડશે. અને આ ટ્રેનિંગ જેવી પૂરી થાય ત્યારબાદ રશિયન લેન્ગ્વેજ ક્લાસ આપણે નથી રાખવાના કારણ કે આપણે લોકોએ અવાર નવાર નાસાના મિશનો કરેલા જ છે અને તેમાં તમે બધા મોસ્ટ ઓફ તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર જ ઉતર્યા હશો એટ્લે એ ભાષા શિખડાવવા ના ક્લાસ આપણે આપની ટ્રેનિંગમાં રાખેલા નથી. આ બધી ટ્રેનિંગ આપણે ચોક્કસ સમય સુધી ચાલુ રાખવાની છે. અને આ બધી ટ્રેનિંગ પૂર્ણ થ્ય બાદ આપની છેલ્લી 1 મહિનાની ટ્રેનિંગ NBL ટ્રેનિંગ રહેશે. " ડેઝી હજુ બોલતા હતા ત્યાં તો રોહને ડેઝીને અટકાવ્યા અને કહ્યું કે"પણ ડેઝી NBL ટ્રેનિંગ તો થોડાક દિવસ માટે જ હોય છે ને તો આ ટ્રેનિંગ આટલા બધા સમય કેમ?"
"રોહન આપણાં આ મિશનમાં તકલીફ ના પડે તેની માટે કારણ કે આમ સામાન્ય રીતે આ ટ્રેનિંગ સાત કલાકની હોય છે પણ આપણે થોડીક વધારે કરીશું તો આપણને જ ફાયદો થશે. "
"ડેઝી સ્પેસ્સુઇટ માટે શૂ આયોજન કરેલ છે?" રીકે ડેઝિને પૂછ્યું.
"સમાન્ય રીતે સ્પેસસુટ 80 કરોડ રુપિયાનું બને છે જેમાં હાર્ડ અપર ટોરસો નામના મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે છે આપણે આપણાં સ્પેસસૂટ થોડાક હાઇ ટેક્ન્લોજી વાળા બનાવવા પડશે જેની અંદર વધુમાં વધુ તાપમાન સહન કરવાની તાકત હોય અને ઓછામાં ઓછું તાપમાન પણ સહન કરી શકે એટ્લે તમારી માટે જે સ્પેસ સૂટ બનાવવાનું છે તેનો એક સ્પેસસૂટનો ખર્ચો 140 કરોડ રૂપિયા આવશે જે તમને જરૂરથી 55 કેંકરી ઇ ની સપાટી સુધી પહોંચાડી શકશે" ડેઝીએ રિકને કહ્યું.
"તમારુ આયોજન ખૂબ જ સરસ છે" રીકે ડેઝીને કહ્યું.
"મારા તરફથી આયોજનમાં કોઈ કમી નથી રહી" ડેઝી ખુશ થઈને બોલ્યા.
"તો ડેઝિની મહેનત માટે આપણે તેણે શાબાશી તો આપી જ શકીયે ને!" રિક બોલ્યો.
"અરે હા જરૂર" આટલું કહીને જેક અને તેના બધા સાથીમિત્રોએ ઉભા થઈને તાળી પાડી અને શુભેચ્છાઓ પણ પાઠવી.
છેલ્લે ડેઝી બધાંને ધન્યવાદ કહીને મીટીંગ પૂરી કરે છે. આ મિટિંગ બાદ બધાની ટ્રેનિંગ શરૂ થવાની હતી જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેનિંગનો પહેલો દિવસ હતો. બધા સાથીમિત્રો ભેગા થયા અને પહેલી જ ટ્રેનિંગ લેન્ગવેજ ક્લાસની હતી જેમાં રશિયન ભાષા શીખવી ફરજીયાત હતી કારણ કે સ્પેસમાં રશિયન મિશન કન્ટ્રોલ સાથે જ વાત કરવાની હતી. લેંગ્વેજ કલાસના શિક્ષક હતા મિસ્ટર હર્ષ. તેઓને ઘણા વર્ષનો અનુભવ હતો. અને તેઓ અત્યારે સુધી ઘણા બધા લોકોને આ ટ્રેનિંગ આપી ચુક્યા હતા. દેખાવમાં એકદમ પાતળા. સફેદ વાળ સાથે મોટી મૂછ અને તેમના ચહેરા પરની કરચલીઓ તેમના અનુભવને દર્શાવતી હતી. બધા લોકોએ તેમની આ લેન્ગવેજ કલાસ એકદમ ચિવટપૂર્વક ભરી.
"નિકિતા તને આ કઈ ખબર પડી?"
"ના જેક સાચું કહું ને તો મારુ શારીરિક રીતે જ અહીંયા હતી, મારુ મગજ તો એ સ્પેસમાં આંટા મારતું હતું"
"ઓ આંટા વગરના માનવીઓ ચાલો હવે આગળ આમ વાત જ કરવાની છે કે પછી ઘરે પણ પહોંચવાનું છે?"
"હા રિક તું જ આખી દુનિયાનો આંટાવાળો(બુદ્ધિવાળો) માનવી છો ને" નિકિતા કટાક્ષ કરતા મજાકમાં બોલી.
ત્યારબાદ દરોજ તેમની લેન્ગવેજ ક્લાસની ટ્રેનિંગ શરૂ થઈ ગઈ. શરૂઆતમાં જેક બેદરકારી રાખતો પણ સમય જતાં તે પણ આ લેન્ગવેજ કલાસમાં ધ્યાન આઓવ લાગ્યો. હવે થોડાક દિવસો ગુજરી ગયા અને હવે તેમની સ્પેસ વિહિકલ મોકઅપ ફેસિલિટીમાં ટ્રેનિંગ કરવાની હતી. જેથી સ્પેસશિપમાં મેઈનટેનેન્સ કરવાની ખબર પડે. સવારના દસ વાગ્યા હતા અને બધા લોકો ટ્રેનિંગ સેન્ટર પહોંચ્યા.
ટ્રેનિંગ સેન્ટરમાં મોટા મોટા મશીનો હતા. અને ખૂબ જ બેઝમેન્ટ હતું. જેમાં એક સ્પેસશીપ આકારનું એક મશીન હતું જેની અંદર સ્પેસશીપ જેવી જ ડિઝાઇન અને વાતાવરણ હતું. આ ટ્રેનીંગ બધા લોકો માટે થોડીક અઘરી હતી પણ તેઓએ આ ટ્રેનિંગ પણ પૂરી કરી આ ટ્રેનિંગ નો ફાયદો સ્પેસની અંદર ઓરબીટ મેઇન્ટનેન્સમાં થવાનો હતો. પણ આ ટ્રેનિંગજેવી પૂરી થઈ અને તે લોકો એ મશીનમાંથી બહાર આવ્યા તેવી જ નિકિતાએ બેહોંશ થઈને પડી ગઈ.
"અરે નિકિતા શું થયું તને પ્લીઝ મેડિકલ સ્ટાફને બોલાવો. " જેક ગભરાઈને બોલ્યો.
મિશન 5 -ભાગ 4 પૂર્ણ
નિકિતાનું હવે શું થશે?શું રિક અને જેક નિકિતાને બચાવી શકશે?શું નિકિતાએ પોતાની સ્પેસ પર જવાની ટ્રેનિંગ પૂરી કરી શકશે?આ બધા સવાલોનો જવાબ જાણવા વાંચતા રહો મિશન 5.
મિત્રો તમને નોવેલનો આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો પ્રતિભાવ જરૂરથી આપજો.