Alhad anokhi chhokri - 4 in Gujarati Love Stories by Shanti Khant books and stories PDF | અલ્હડ અનોખી છોકરી. - 4

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અલ્હડ અનોખી છોકરી. - 4

"હલો આયુષ ગુસ્સામાં છે."
"ના જરાય નહીં"
"સોરી યાર મારાથી પાર્ટીમાં અવાયુ નહીં.
ઓફિસમાં બોસે વધારાનું કામ આપી દીધું હતું."
"હા તારું તો કામ જ એવું છે."
અરે એવું નથી સારું ચલ કાલે મારા તરફથી ટ્રીટ.
"તારો તો કોઈ ભરોસો નહીં."
"આ જુલી તને ઇન્વાઇટ કરે છે હવે તો ખુશ થા."
"ઠીક છે તારો પ્લાન ચેન્જ હોય તો જણાવી દે જે."
"સારું કાલે મળીએ."

જલ્દી પહોંચવું પડશે નહીં તો આજે પણ આયુષ ગુસ્સે થશે કે તારું તો આવું જ કામ છે.

"અરે આંટી શું થયું? કોને ટક્કર મારી ."
"આ એક ગાડી વાળા એ મને અથડાવીને જતો રહ્યો એટલી પણ માણસાઈ દાખવી નહી કે મને વાગ્યું છે એ જોઈએ... દવાખાને લઈ જઈએ.... બસ ગાડી ભગાવી મૂકી."
"ચલો આંટી ફટાફટ દવાખાને લઇ જવુ માથામાં થોડું વાગ્યું છે."
થેન્ક યુ બેટા.

"ક્યાં રહી ગઈ ઝુલી."
"હા હા હું પહોંચવાની તૈયારીમાં જ છું તું બેસ."

"મેં તને કહ્યું જ હતું કે તારે ના આવી શકાય એવું હોય તો તું મને જરૂર જણાવજે."
"અરે આવી જ ગઈ."
"તારો કોઈ જ ભરોસો નહીં."
"લંચ તો ગમે ત્યારે થઇ શકે છે,પણ મદદ કરવી જરૂરી હતી એટલે મારે થોડું મોડું થઈ ગયું."
"કઈ વાંધો નહીં પણ હું તો ટ્રિટ લઈને જ રહીશ."
"હા હા તારે જે મંગાવું હોય તે મંગાવી લે."
"કાલે પણ તે પાર્ટીમાં આવવાની ગુપચાવી દધુ અને આજે પણ તું મને ઉલ્લુ બનાવવાનું વિચારતી હતી એવું મને લાગ્યું."
"અરે! પૈસા તો બધા જ પેલા આંટી ને દવાખાને લઈ ગઈ હતી ત્યાં જ વપરાઈ ગયા."
"એનો મતલબ બિલ મારે ચૂકવવાનું.."
"હું ઘરે જઈને પૈસા આપી દઈશ."
"જો તારા માટે એક ગિફટ લીધી છે."
"પણ એનો મતલબ એ નહીં કે આ ટ્રિટ ના પૈસા હું તારી જોડે થી નહિ લવ."
"કેટલી ખૂબસૂરત સુંદર રીંગ છે."
"અરે પહેરી દીધી તે તો રીંગ હું તને પ્રપોઝ કરવાનો હતો.."
"મજાક ના કર હવે."
"આ મજાક નથી."
"તારી મજાક ની આદત તો ક્યારેય નહીં જાય"
"આઈ લવ યુ રીંગ પહેરી લીધી હવે આ જ કહેવાનું રહી ગયું.."
"સારું ચલ આમે મોડું થઈ ગયું છે જમી ને ફટાફટ નીકળી એ."
"જમી લેવું પડશે નહીં તો તું ભૂખ્યા મારી શકે છે,ફરી કોઈ મળી જાય તો એની મદદ કરવા પહોંચી જાય.."
******
"રોહન તુ હજી સુધી ઘરે આવ્યો નહતો એટલે હું તારા ક્લિનિક આવી ગયો ..
"એક પેશન્ટ હતું એટલે મારે મોડું થઈ ગયું છે.
બસ હવે હું નીકળવાની જ તૈયારી કરતો હતો."
"હા પણ તું કેમ હજુ સુધી જાગે છે."
"સારું તું મને એક વાત જણાવ."
"તું ખૂબ જ ખુશ હોય એવું લાગે છે એવું તે શું થયું છે."
"મને એક સવાલ ખૂબ જ પરેશાન કરે છે."
"રીલેકશ શાંતિથી બેસ અને પછી બોલ."
"પ્રેમ અને દોસ્તીમાં શું ફરક."
"દોસ્તી સમુદ્ર જેવી હોય છે જેમાં ઘણા બધા સમાઈ જાય છે. એક બીજા માટે બલિદાન આપી દે છે. કોઈ કોઈને ડુબવા નથી દેતું.
જ્યારે પ્રેમ એવી ગહેરાઈ છે જેમાં ઇન્સાન ડૂબતો ચાલ્યો જાય છે.."
"તારુ જુલી વિશે શું માનવું છે? તે કેવી છે?"
ઝુલી અંદરથી નરમ અને બહારથી સોલા છે .
તે એક ફૂલની ખૂશ્બૂ જેવી અને વરસાદ ની જેમ ખડખડ કરતી,હવાની જેમ લહેરાતી હોય એવી છે."

"અરે યાર મને તો એવી છોકરી મળી પણ ગઈ છે."
"કોણ છે એ છોકરી."
"love of life યાર આપણી ઝુલી."