મિશન 5
ભાગ 3 શરૂ
"હા તો જેક સૌપ્રથમ આપણે તને અને તારી પત્ની નિકિતાને આજે રિકને આપણે ફરીથી લાઇસન્સ અપાવવા પડશે" ડેઝીએ જેકને કહ્યું.
"પણ શું અમને લાઇસન્સ પાછા મળી જશે?" જેકે ડેઝીને પૂછ્યું.
એટલામાં ત્યાં ડોલ્ફ દોડતો દોડતો આવ્યો અને કહ્યું "ડેઝી તમે ઓફિસની બહાર આવો જલ્દી"
"અરે હવે પાછું શું થઈ ગયું તમે લોકો અહીંયા બેસો હું હમણાં જ આવું છું" આટલું કહીને મિસ્ટર ડેઝી ડોલ્ફ સાથે બહાર ગયા અને ત્યાં એક પોલીસ ઇન્સ્પેક્ટરનો કોલ હતો જેની સાથે મિસ્ટર ડેઝીએ વાત કરી.
"હા જી બોલો" ડેઝીએ કહ્યું.
"અમને વાત મળી છે કે તમે કોઈ ખાનગી સ્પેસ મિશન કરવા જઈ રહ્યા છો?" પોલીસ ઇન્સ્પેકટર બોલ્યા.
"અરે ના સર એવું તો કાંઈ નથી પણ આ વાત તમને કોણે કરી?" ડેઝી મુંજાઈને બોલ્યો.
"એ તો અમે તમને ના કહી શકીએ પણ હા સરકારને એલર્ટ કર્યા વગર આ મિશન ના થવું જોઈએ. અમારી નજર તમારી ઉપર જ રહેશે. " આટલું કહીને પોલીસ ઇન્સ્પેક્ટરે ફોન કટ કર્યો.
"આ સાલું ઇન્સ્પેક્ટરને આ વાત કોણે કરી હશે ડોલ્ફ તે તો કદાચ નથી કહ્યું ને?" ડેઝી ડોલ્ફ ઉપર વહેમ કરતા બોલ્યા.
"અરે ના સર કેવી વાત કરો છો હું થોડો આવું કરી શકું અને બીજી વાત એ કે આ સ્પેસ મિશન તો લીગલ જ છે ને તો પછી શું કામ આ બધાથી ડરવાનું!" ડોલ્ફે ડેઝીને કહ્યું.
"તે બધી વાત તારે મને નથી કરવાની, અને હા આ લોકોને આ વાતની કેવી રીતે ખબર પડી એ તો હું ગોતીને જ રહીશ" ડેઝીએ ડોલ્ફ સામે વહેમની નજરથી જોતા કહ્યું અને પાછા ઓફિસમાં જતા રહ્યા.
"મિસ્ટર ડેઝી શું થયું હતું કોઈ ઇમરજન્સી તો નથીને?"
"ના જેક કાંઈ નહોતું એ તો એક એમ્પ્લોયને ડીહાઈડ્રેશનના કારણે ચક્કર આવી ગયા હતા એટલે ડોલ્ફ ગભરાઈને આવી ગયો પણ હવે તેની તબિયત ઘણી સારી છે ચાલો કાંઈ નહિ પાછા આપણે આપણી વાત ઉપર આવીએ. "
"હા તો સર અમને પાછા લાઇસન્સ અપાવવા શું પ્રોસેસ કરશો તમે અને એમાં અમારી કાંઈ જરૂર પડશે?"નિકિતાએ મિસ્ટર ડેઝીને પૂછ્યું.
"ના જરૂર પડશે તો હું તમને બોલાવી લઈશ બાકી બીજું બધું કામ હવે મારી ઉપર છોડી દો" ડેઝી આટલું બોલ્યો ત્યારબાદ બધા ત્યાંથી જતા રહ્યા.
ડેઝીએ નાસા સાથે અને દેશની સરકાર સાથે વાતચીત કરી અને આ મિશન દેશને શૂ ફાયદો કરાવશે તેની વાત કરી અને થોડાક દિવસોમાં જ રિક, જેક અને નીકીતાને ફ્રરીથી પોતાના લાઇસન્સ પાછા મળી ગયા. હવે ડેઝીના મિશનનું દસ ટકા જેટલું કામ પૂરું થઇ ગયું હતું. હવે ડેઝીએ જ્યારે જેક સાથે વાત કરીને મિશન માટેનો કુલ ફાઇનાન્સિયલ કોસ્ટ કાઢ્યો ત્યારે તે 1600 કરોડ થયો.
"આટલા બધા પૈસા તો મારી પાસે પણ પડેલા નથી" ડેઝીએ ઉદાસ થઈને જેકને કહ્યું.
"અરે મિસ્ટર ડેઝી બધુ થઇ જશે તમે ઉદાસ ના થાવ મારો એક મિત્ર છે વિકાસ શર્મા જે એક વ્યવસાયી છે તે આપણને જરૂરથી ફાઇનાન્સિયલ હેલ્પ કરી શકશે. "
"મારી પાસે હાલમાં 300 કરોડ પડ્યા છે. બાકીના પૈસા આપણે મેનેજ કરવા પડશે એટલે ચાલને તારા મિત્ર વિકાસને પણ એકવાર આપણે મળી લઈએ. " ડેઝીએ જેકને કહ્યું.
આ વાત થતાની થોડીકવારમાં જ ડેઝી અને જેક વિકાસ શર્માના ઘરે જવા નીકળી ગયા. આમ તો વિકાસ શર્માનું ઘર ડેઝીની ઓફિસથી ઘણું દૂર હતું પણ ડેઝિની લેમ્બોરગીનીમાં આ અંતર ઓછા સમયમાં કપાઈ જાય તેમ હતું. વિકાસના ઘરે પહોંચતા સાંજ પડી ગઇ હતી. સૂર્ય તો જાણે એ સમયમાં વાદળોની પાછળ ઢંકાઈ જ ગયો હતો અને આ સમયમાં શહેરથી લગભગ ચાળીસ કિલોમીટર દૂર એક મોટો ભવ્ય મહેલ આવેલો હતો. આ મહેલ પ્રકૃતિની સુંદરતાથી ભરપૂર હતો. આજુબાજુમાં મોટા મોટા વૃક્ષો આવેલા હતા. અને જંગલના રમ્ય વાતાવરણની આસપાસ આ મહેલની શોભા વધી જતી હતી. આખો મહેલ કલા અને કારીગરીથી ભરપૂર હતો. બહાર મોટો બગીચો હતો જેમાં લગભગ બધા પ્રકારના સુંદર ફૂલો અને વૃક્ષો હતા અને ત્યાં આગળ એક કૂવો પણ હતો આ કૂવો જોતા લાગતું હતું કે આ કુવાનો ઉપયોગ ઘણા બધા સમયથી કરવામાં નહિ આવ્યો હોય. મહેલના પહેલા માળ ઉપર એક મોટી બાલ્કની હતી જ્યાં એક સોફો મુકેલો હતો. અને ત્યાં બહાર મુકેલી મોટી બુદ્ધ ભગવાનની મૂર્તિ આ મહેલની શોભાને વધારતી હતી. અને આ ભવ્ય મહેલ હતો વિકાસ શર્માનો!મહેલના ગેટ ઉપર બે બોડીગાર્ડ ઉભેલા હતા. જ્યાં પૂછપરછ થયા બાદ ડેઝી અને જેક અંદર ગયા. મહેલની બહાર જે બુદ્ધ ભગવાનની મૂર્તિ હતી તે આખી સોનાની હતી. અને મહેલની અંદર જતાજ આખો મહેલ રંગબેરંગી લાઈટોથી ભરપૂર હતો અને ત્યાં બહારની તરફ છ થી સેટ લક્જરી કારો પડી હતી જે વિકાસ શર્માની હતી. એટલામાં જ ત્યાં વિકાસ શર્મા હોલમાં આવ્યો અને ડેઝી અને જેકે પોતાની વાત આગળ વધારી.
"હું છું ડેઝી. ભૂતકાળમાં નાસા માટે કામ કરતો હતો અને હાળમાં મારી એંટીબાયોટીક બનાવવાની કંપની છે" ડેઝીએ વિકાસને કહ્યું.
"હું છું વિકાસ શર્મા વિકાસ ગ્રુપ ઓફ ડાઈમ્ન્ડનો માલિક તમને મળીને આનંદ થયો ડેઝી અને જેક. બોલો આજે અમારુ શું કામ પડી ગયું" વિકાસ શર્માએ ડેઝીને કહ્યું.
"અમે એક સ્પેસ મિશન કરવા જઇ રહ્યા છીયે જેમાં અમારે ફાઇનાન્સિયલ સપોર્ટની જરૂર છે. તો તમે અમને આ મિશન માટે હેલ્પ કરી શકો તો અમે તમારા આભારી રહીશું. " ડેઝીએ વિકાસ શર્માને કહ્યું.
"તમારે કેટલા રૂપિયાની હેલ્પ જોઈશે?" વિકાસે ડેઝીને પૂછ્યું.
"મારે આમ તો 1600 કરોડની જરૂર છે પણ મારી પાસે 300 કરોડ પડ્યા છે બાકીના તમારાથી જેટલા થાય તેટલા કરી આપો" ડેઝીએ વિકાસ શર્માને જવાબ આપ્યો.
"હું તમને 600 કરોડ રૂપિયા આપી શકીશ જે તમારે મને નક્કી કરેલા સમયમાં પરત આપવાના રહેશે" વિકાસ શર્માએ ડેઝીને કહ્યું.
"હા તમારા પૈસા તમને હું જલ્દી જ ચૂકવી દઇશ" ડેઝીએ વિકાસ શર્માને કહ્યું અને વિકાસ શર્મા જેવા વ્યક્તિને મળાવવા માટે ડેઝીએ જેકનો આભાર પણ માન્યો.
હવે ડેઝીને 700 કરોડની તપાસ જ કરવાની હતી અને તેની માટે ડેઝીએ સરકારનો સહારો લીધો. સ્ટીવે સરકારને પત્ર લખીને જણાવ્યુ કે"હું ડેઝી રોબર્ટસન. હું ભૂતકાળમાં નાસામાં કામ કરી ચૂક્યો છું. હાલમાં હું મારી એંટીબાયોટીક કંપની ચલાવું છું. અમારે સૂર્યની નજીક આવેલા ગ્રહ 55 કેંકરી ઇ ઉપર અમારું સ્પેસ મિશન કરવું છે. આ મિશનમાં અમને પાંચ લોકોની જરૂર છે જે અમે ગોતી લીધા છે અને તે લોકો પોતાની મરજીથી આ મિશન પર આવવા માટે રાજી પણ થઇ ગયા છે. આજે હું તમને એક વિનંતી કરવા માંગુ છું કે આ મિશનમાં અમારે કુલ 1600 કરોડ રૂપિયાની જરૂર છે. અમે અત્યાર સુધીમાં ફંડ ભેગું કરીને 900 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. પણ હવે 700 કરોડની અમારે મદદ જોઇએ છે. જો આ મદદ તમે અમને કરશો અને અમારુ સ્પેસ મિશન જો સફળ થશે તો આપણે પૂરી દુનિયા સામે એક નવો ઇતિહાસ બનાવી શકીશું. મને આશા છે તમે જલ્દી જ અમને આ પત્રનો જવાબ આપશો. " આટલું લખીને આ પત્ર ડેઝીએ સરકારના કાર્યાલયમાં મોકલી આપ્યો. આ પત્રનો જવાબ આવવામાં હજુ થોડોક સમય લાગવાનો હતો એટ્લે ડેઝીએ પછી આ મિશન માટે મિટિંગ બોલાવી લીધી જેમાં તે લોકો આ મિશનને આગળ વધારવા શું કરશે.
"હા તો બધા મજામાં જ હશો આપની આ મિટિંગ આપણે આ મિશન વિષયક આગળ શું પ્રક્રિયા કરીશું તેની વિષે વાત કરવાના છીયે અને સાથે સાથે એક ખુશ્ખબર પણ આપવાની રહે કે આપણે આ મિશન માટે કુલ 1600 કરોડ રૂપિયાની જરૂર હતી અને તેમાથી આપણને 900 કરોડ રૂપિયાનો ફંડ મળી ગયો છે બીજા ફંડની માંગણી આપણે સરકાર પાસેથી કરી છે તેનો પણ જવાબ આપણને જલ્દી જ મળી જશે. " ડેઝીએ બધાને કહ્યું.
"આજે આ સાંભળીને ઘણો આનંદ થયો હવે આગળ આ મિશનમાં શું તૈયારી કરવાની છે એ કહો એટલે અમે કામ સ્ટાર્ટ કરી લઈએ" રિક ખૂશ થઈને બોલ્યો.
"હા રિક જરૂર!આપણે આ સ્પેસ મિશન માત્ર ઇન્વેસ્ટિગેશન માટે નથી કરવાનું પણ આ મિશનનો હેતુ કઈક અલગ જ છે" ડેઝીએ બધાને જણાવ્યુ.
મિશન 5 - ભાગ 3 પૂર્ણ
આ સ્પેસ મિશનનો હેતુ બીજો શું હોઈ શકે?શું ડેઝી આ સ્પેસ મિશન પોતાના સ્વાર્થ માટે કરે છે?શું આ મિશનનો બીજો હેતુ સાંભળીને વિકાસ તેમનો સાથ આપશે?આ બધા સવાલોનો જવાબ જાણવા વાંચતા રહો મિશન 5.
તમને જો આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો પ્રતિભાવ જરૂર આપજો.