Existence - 2 in Gujarati Fiction Stories by Aksha books and stories PDF | અસ્તિત્વ - 2

The Author
Featured Books
  • ભાગવત રહસ્ય - 210

    ભાગવત રહસ્ય -૨૧૦   સીતા,રામ અને લક્ષ્મણ દશરથ પાસે આવ્યા છે.વ...

  • જાદુ - ભાગ 10

    જાદુ ભાગ ૧૦ રાતના લગભગ 9:00 વાગ્યા હતા . આશ્રમની બહાર એક નાન...

  • આસપાસની વાતો ખાસ - 20

    20. વહેંચીને ખાઈએડિસેમ્બર 1979. અમરેલીનું નાગનાથ મંદિર. બેસત...

  • સોલમેટસ - 24

    આગળ તમે જોયું કે રુશી એના રૂમે જાય છે આરામ કરવા. મનન અને આરવ...

  • ફરે તે ફરફરે - 80

     ૮૦   મારા સાહિત્યકાર અમેરીકન હ્યુસ્ટનના મિત્ર સ્વ...

Categories
Share

અસ્તિત્વ - 2

આગળ ના પ્રકરણમાં આપણે જોયું કે મયંક ના દિલમાં બસ અવની જ વસી ગઈ છે.
મયંકને બસ એ જ વિચાર આવતા કે અવની સાથે વાત કેમ કરું?કેમ કરીને એની નજીક જાવ? એક બાજુ મયંક ક્લાસમાં બધા ને કહે છે કે અવની સાથે વાત કરવા શુ કરું.?? ,અને ત્યાં અવની એના ભણતર માં ધ્યાન આપે છે.
મયંક અને અવની એકબીજા થી તદ્દન અલગ છે ,અવની ને ભણવું ગમે છે.મયંક ને છોકરીઓની સાથે મજાક મસ્તી કરવી ગમતી અને ભણવામાં પણ સામાન્ય હતો પણ એને ક્રિકેટ રમવી બહુ જ ગમતી હતી..,અવનીને જીવનમાં કંઇક બનવું હતું જ્યારે મયંક ને કંઈ પડી જ ન હતી કે આગળ શું કરવું બધું એનું મોજ-મસ્તી માં જ જતું હતું.

અવની અને મયંકના કલાસરૂમ સામ-સામે જ હોય છે, એટલે લેક્ચર પુરા થાય કે તરત જ મયંક એના રૂમ ના દરવાજે આવી ને ઉભો રહે અને બસ અવની ને જોયા કરતો. અવની ની એક એક અદા એને જોવી હતી એ માટે તો એ સ્કૂલમાં વહેલો આવી જાય અને બધા ગયા પછી જ સાંજે છુટ્ટીને ઘરે જાય,આ મયંકનો રોજનો ક્રમ બની ગયો હતો.મયંક કલાસરૂમની બહાર ઉભો રહીને અવનીને જોતો અને ક્યુટ સ્માઇલ પણ આપતો અને સામે અવની વિચાર કરે કે આ આખો દિવસ કેમ આવું કરે છે? આમ પણ એની આદત છે છોકરી સાથે આવુ કરવાની એટલે અવની જોઇને મોઢું બુકમાં છુપાવવાની કોશિશ કરે છે..
અવની રોજ એવું વિચારે કે ભલે મયંક મારી સામે જોવે પણ હું નહીં જ જોવું પણ અને એનાથી જોવાઇ જતું. ખબર નહીં પણ કોઈક વાર મયંક બહાર ના આવે તો પણ એની આંખો બસ મયંકને શોધ્યા કરતી.બીજી બાજુ મયંકનું પણ એજ હતું. રવિવાર આવે એટલે માથાનો ઝટકો થઈ જતો ,એક પૂરો દિવસ અવનીને જોયા વગર કાઢવાનો હતો.,ત્યાં જ રવિવારેની ઢળતી સાંજે મયંક અને એનો બેસ્ટ ફ્રેન્ડ ભુપેન્દ્ર એમના ગામમાં આવેલા તળાવ પાસે બેઠા-બેઠા વાતો કરે છે..

ભુપેન્દ્ર : હવે, અવનીને તારા દિલની વાત ક્યારે કહીશ?

મયંક : હજુ, તો સમય છે પણ ખબર નહીં દિલ એને જ કેમ ઝંખે છે, ઉપરથી આ રવિવાર કેમ આખો દિવસ કાઢ્યો એ મને જ ખબર છે.

ભુપેન્દ્ર : અરે તું તો અવનીને લઇને વધુ જ સિરિયસ છે,મને એવું કે ચાર દિવસનું ભૂત હશે પછી કોઈક બીજી.

મયંક : ના યાર બસ મને તો એ જ જોઈએ છે ,ખબર નહીં કેમ પણ અવનીમાં ગજબનું આકર્ષણ છે જે એની તરફ ખેંચી લે છે.,અને હવે તો શરત પણ મારી છે એના દિલ સુધી પહોંચવાની.

ભુપેન્દ્ર : તો ભાઈ ઉતાવળ રાખ ક્યાંક હારી જઈશું.

મયંક : ના મારે એનું દિલ જીતવું છે એને પૂરેપૂરી સમજવી છે એની સાથે જબરદસ્તી નથી કરવા માંગતો પણ હા, મારી સામે જો બીજા સાથે વાત પણ કરી તો હું નહીં ચલાવુ કેમ કે એ બસ મારી જ છે..

ભુપેન્દ્ર : એ વાત તારી ઠીક છે પણ એમાં કોઈ ચિંતા નથી કેમ કે અવની બીજા સાથે કામ સિવાય કાંઈ વાત નથી કરતી અને એ સ્કુલની ટોપર છે સાથે સાથે દેખાવડી પણ એવી છે પુરી સ્કુલમાં એવી કોઈ બીજી છોકરી નથી.આમ પણ ઉત્તમ તો પુરા 5 વર્ષથી એને લવ કરે છે તોય અવની એને ભાવ નથી આપતી..

મયંક : અવની અલગ છે એટલે જ મારી છે બસ એ મળી જાય તો જાણે દુનિયા મળી ગઈ.

ભુપેન્દ્ર : ઓહો ભાઈ બહુ હવામાં ના ઉડાય. એક કામ થઈ શકે એની બંને ફ્રેન્ડ જિજ્ઞા અને ક્રિષ્ના ને વાત કરીએ તો કંઈક થાય આગળ. ( જિજ્ઞા અને ક્રિષ્ના અવનીની ખાસ સહેલી છે જે ધોરણ 10માં અભ્યાસ કરે છે.)

મયંક : હા એ વાત તો કામની છે તું એમની પાસેથી અવનીનો મોબાઇલ નંબર લેવાની કોશીશ કર પછી આગળ જોયું જશે..

ભુપેન્દ્ર : હા.

મયંક : સારું તો હવે ઘરે જઈએ કાલે વહેલા તૈયાર થઈ ઘરે આવજે એટલે વહેલા સ્કુલ એ પહોંચી જઈએ. હજુ પુરી રાત કાઢવાની છે બસ જલદી સવાર પડે.

ભુપેન્દ્ર : હા ભાઈ હવે તારું તો હાલ્યું બાકી.
એમ કહી બંને પોત પોતાના ઘરે જાય છે..

બીજે દિવસે સવારે મયંક અને ભુપેન્દ્ર સ્કુલમાં વહેલા આવી જાય છે,અને આવીને એક ઝાડ નીચે બેઠા હોય છે.
મયંક : હજુ કેમ અવની આવી નહીં?

ભુપેન્દ્ર : એ એના સમય પર જ આવશે તને બહુ ઉતાવળ છે.

મયંક: એ તો રહેવાની જ યાર..

ત્યાંજ દસ મિનિટ બાદ અવની,ક્રિષ્ના અને જિજ્ઞા આવતા દેખાય છે.એટલે ભુપેન્દ્ર કહે છે કે ભાભી મારા આવી ગયા હવે,જોયા કરો..ત્યાંજ અવની મયંકની બાજુમાં થઇને નીકળે છે અને મયંક થી બોલાય ગયું.. હા આવી ગઈ મારી બીટ્ટુ( અવની)..
મયંક અને બીજા આર્ટ્સના સ્ટુડન્ટસ અવનીના રૂમમાં આવે છે ગુજરાતીના લેક્ચર માટે. મયંક તો લાસ્ટ બેંચ પર બેઠા બેઠા અવનીને જોવાનુ કામ કરે છે. ત્યાંજ ગુજરાતીના મિસ આવીને ભણાવવાનું ચાલુ કરે છે એક કવિતા હોય છે, મિસ નો અવાજ સારો નહીં એટલે અવનીને એ કવિતા ગાવાનું કહે છે એટલે અવની ગાય પણ છે અને બીજા બધા શાંતિથી સાંભળે છે. કવિતા પુરી થતા મિસ કવિતાનો ભાવાર્થ સમજાવે છે, લેક્ચર પુરુ થતા એ ત્યાંથી જાય છે ત્યાંજ કલાસરૂમમાં ઝગડવાનો અવાજ આવે છે અવની પાછુ વળીને જોયું તો મયંક અને ઈન્દ્ર( કોમર્સ નો સ્ટુડન્ટ) બંને એકબીજાને મારતા હતાં. આ બધું જોઈ અવની થોડી ડરી ગઈ કેમ કે કોઈ દિવસ મયંકને આવી રીતે બોલતા કે ઝઘડો કરતા નથી જોયો.
હાર્દિક,ભુપેન્દ્ર, ઉત્તમ વગેરે ઈન્દ્ર અને મયંક ને અલગ કરવાના પ્રયત્નો કરે છે પણ કાઈ કામ નથી
આવતું ત્યાંજ મયંકના હોંઠમાંથી લોહી નીકળે છે એ અવનીથી નથી જોવાતું એટલે એ જોરથી બોલે છે કે બંધ કરો બધું ત્યાંજ મયંકની નઝર અવની પર જાય છે અને એને જોતા જ એનો ગુસ્સો શાંત થઇ જાય છે. એટલે મયંક રૂમની બહાર નીકળી જાય છે.અને બીજા બધા પોત પોતાની જગ્યાએ બેસી જાય છે.
મયંક દરરોજની જેમ રૂમ બહાર આવીને ઉભો રહે છે અવની એકવાર પણ મયંક સામુ નથી જોતી એના લીધે કયાંક ને કયાંક મયંક પણ ઉદાસ થઈ જાય છે..
( ક્રમશ..............)